પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, August 02, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જુલાઈ – 2014)


(જુલાઈ – 2014)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 45મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જુલાઈ – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Wednesday, 2 July 2014 at 01:11pm)
ગુજરાતના બાંધકામ ઉદ્યોગને મદદરૂપ થવા એક નવી બૅન્કની શરૂઆત થવાની છે...તેનું નામ છે...
BANK – બિલ્ડર આપઘાત નિવારણ કેન્દ્ર
* * * * * * *

(Wednesday, 2 July 2014 at 04:25pm)
अच्छे दिन आ गये
ગુજરાતમાં અગાઉ ખેડૂતો આપઘાત કરતા હતા...હવે...
...બિલ્ડરો જીવન ટૂંકાવવા માંડ્યા...અચ્છે દિન આ ગયે...
* * * * * * *

(Friday, 4 July 2014 at 02:34pm)
રાજ કપૂરએ 1973માં બોબીફિલ્મનું નિર્માણ દિગ્દર્શન કર્યું હતું અને 1982માં આવેલી ફિલ્મ ગોપીચંદ જાસૂસમાં મુખ્ય ભૂમિકામાં અભિનય કર્યો હતો...
...વિદ્યા બાલન અભિનિત આજે 2014માં રજૂ થઈ રહેલી ફિલ્મનું નામ છે બોબી જાસૂસ...
ફિલ્મ ક્ષેત્રનું તદ્દન બીનફિલ્મી સંશોધન by ડમડમબાબા...
* * * * * * *

(Monday, 7 July 2014 at 01:05pm)
અમદાવાદમાં ઘર બહાર જમવા જવાનું મન થાય તો રેસ્ટોરન્ટની પસંદગી કરવામાં બહુ સમય બગાડવો નહીં...કેમ કે...તમામ હોટલની તમામ સબ્જીની ગ્રેવી ચાંગોદરમાં એક જ ઠેકાણે તૈયાર થઇને તમામ જગ્યાએ પહોંચાડવામાં આવે છે.
નોંધ : પ્રોફાઇલ સ્ટેટસની વિગતો અહીં તમામએટલે કે પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવે છે.
નોંધની નોંધ : ચાંગોદર = અમદાવાદની પશ્ચિમે આવેલો ઔદ્યોગિક વિસ્તાર
* * * * * * *

(Wednesday, 9 July 2014 at 02:22pm)
કેમ છો શર્મિષ્ઠાબહેન, વહેલા-વહેલા પરવારી ગયાને કંઈ...
જૂઓને શકુંતલાબહેન, આ જ્યારથી બુલેટ ટ્રેન પસાર થવાની શરૂ થઈ છે...તેના પવનથી કપડાં વહેલા સુકાઈ જાય છે. એટલે...
રેલવે બજેટમાં જાહેર કરેલી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન ખરેખર પાટા પર દોડતી થશે એવી આશા સેવતા ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ...
* * * * * * *

કેશુભાઈ પટેલના ગુજરાતના મુખ્યમંત્રીપદે રહેતાં 2001માં બંધ પડેલી બૅન્કનું
પોસ્ટર પકડનાર પ્રકાશ ગુર્જર 
(મધ્યમાં) 2014માં ભાજપના હોદ્દેદાર છે
(Thursday, 10 July 2014 at 12:22pm)
સમાચાર છે કે...ગુજરાતના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી અમિત શાહની ગઈકાલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રિય અધ્યક્ષપદે વરણી કરવામાં આવી છે...અને...
ગુજરાતના સહકાર ક્ષેત્રની અગ્રણી એવી માધવપુરા બૅન્કને અંગત આર્થિક લાભ માટે ફડચામાં લઈ જનાર શેરદલાલ કેતન પારેખનો સુપ્રિમ કૉર્ટમાં બચાવ કરનાર વકીલ અને રાજ્યસભામાં ગુજરાતમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય અરૂણ જેટલી નાણામંત્રીની રૂએ આજે સોળમી લોકસભાનું પ્રથમ અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે.
* * * * * * *

(Friday, 11 July 2014 at 12:00 Noon)
બગદાદીબાબાએ ગઈકાલે 10મી જુલાઈએ રજૂ થયેલા બજેટની તમામ દરખાસ્તોનો વિસ્તૃત અભ્યાસ કરી લીધો છે...
અર્થશાસ્ત્રને સમજવા માટે અત્યંત જરૂરી ગણાય તેવા દેશીહિસાબના પ્રિન્ટીંગ ખર્ચ કે તેની એન્ડ્રોઇડ એપ્લિકેશન ફી પર કોઈ સબસિડી જાહેર કરવામાં આવી નથી.
(નોંધ બગદાદીબાબા એ ડમડમબાબાનું ઑલ્ટર્નટ નામ છે જેનો ઉપયોગ પવિત્ર રમઝાન માસ દરમિયાન મર્યાદિત રહેશે.)
* * * * * * *

(Sunday, 13 July 2014 at 05:35pm)
અમદાવાદના બે મિત્રો નામે કેતકી જોશી / Ketki Joshi https://www.facebook.com/ketkijoshi10 (વ્યવસાયી મેનેજમેન્ટ નિષ્ણાત, સંશોધક અને લેખક) અને દિવ્યેશ વ્યાસ / Divyesh Vyas https://www.facebook.com/divyesh.vyas.94 (‘સંદેશ’ દૈનિક સાથે જોડાયેલા પત્રકાર)એ આજે તેમના જીવનનું પહેલું રક્તદાન કર્યું. આ સંદર્ભે આનંદ વ્યક્ત કરતો દિવ્યેશનો SMS આવ્યો તેના પ્રતિભાવમાં...
Wel-Come to the Blood Donors League…
* * * * * * *

(Monday, 14 July 2014 at 01:40pm)
આ લોકોનું કંઈ કહેવાય નહીં...
હાલમાં ચાલતી દરેક સુપરફાસ્ટ ટ્રેનના એકે-એક કોચમાં બુલેટ મોટર-સાઇકલ ગોઠવી દે ને કહી દે કે આવી ગઈ બુલેટ ટ્રેન’...
7મી જુલાઈએ રેલવે બજેટ રજૂ થયાના અઠવાડિયા પછી ફરી એકવાર બજેટને...સોરી બુલેટને યાદ કરતાં...આ લોકોનું કંઈ કહેવાય નહીં...
* * * * * * *

હાફિઝ સઈદ અને વેદપ્રતાપ વૈદિક
સરહદપારની શેતાની ‘ભાઈબંધી’
(Tuesday, 15 July 2014 at 03:00pm)
જૂન જુલાઈમાં પાકિસ્તાનની મુલાકાત કરી ચૂકેલા હિન્દીભાષી પત્રકાર વેદપ્રતાપ વૈદિકનો તદ્દન ટૂંકો ઇન્ટરવ્યૂ...
મુંબઈ પરના આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ એવા હાફિઝ સઈદની અંગત મુલાકાત કરવાની પ્રેરણા આપને ક્યાંથી મળી?
નકલી એન્કાઉન્ટર કરનારા તેમજ નિર્દોષ કૌસરબીને મોતને ઘાટ ઉતારવાના આરોપી પોલિસ અધિકારી ડી.જી. વણઝારાની સાબરમતી જેલની ખોલીમાં જઈ અંગત મુલાકાત કરનાર ગુજરાતના લેખક ગુણવંત શાહ પાસેથી.”...“ખરેખર?
હા. ગુજરાત મૉડલનું અનુસરણ કરવું મને ગમે છે.
* * * * * * *

(Wednesday, 16 July 2014 at 12:55pm)
ભૂતકાળમાં અથવા તો પૂર્વાશ્રમમાં ગુજરાતની ખખડધજ ST બસમાં અથડાતા-કૂટાતા NGOવાળા હવે ગુજરાતના હાલોલ ગામના ઔદ્યોગિક વિસ્તારમાં જ ઉત્પાદિત થતી Ford કંપનીની SUVમાં મહાલતા થઈ ગયા છે.
* * * * * * *

(Thursday, 17 July 2014 at 01:00pm)
કેટલીક સંસ્થાઓની મિટિંગ કાર્યક્રમમાં એકપણ મહિલા (I mean પરી) ઉપસ્થિત ન હોય તોય અહેવાલમાં લખશે પરિસંવાદ યોજાયો હતો.
પરી વગરનો પરિસંવાદ...
* * * * * * *

(Friday, 18 July 2014 at 02:30pm)
એફિલ ટાવરને થોડો કાટ ચઢ્યો હોય એમ લાગે છે.
એમ? કેમ કરતા ખબર પડી?
જ્યાંને ત્યાં પોસ્ટર્સ ચોંટાડતા કેટલાક વેપારીઓ ત્યાં એમ કરવામાં નિષ્ફળ ગયા એટલે...” ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(Tuesday, 22 July 2014 at 02:00pm)
કેટલાક લોકો ખરીદીની બાબતમાં એટલા બધા ચોક્કસ હોય કે લોખંડનો ટનનો ભાવ અને પતરાંનો ગેજ પૂછ્યા પછી પણ છેવટે ખરીદે તો જીભ સાફ કરવાનું ઊલિયું, દાઢી કરવાની બ્લેડ કે પછી સ્ટેપલર પીન.
* * * * * * *

(Monday, 28 July 2014 at 01:20pm)
શ્રાવણ મહિનાની સલાહ...
ચોમાસુ નબળું હોય કે ઉત્તમ...ગત ચોમાસામાં બંધબેસતો રેઇનકોટ આવતા ચોમાસામાં પણ માપસર આવી રહે એટલા માટે પણ વજનને માપમાં રાખવું.
* * * * * * *

દર્દી અને દાક્તર : શિલ્પા બિનીત મોદી અને ડૉ. રાજ મંડોત (*)
(Tuesday, 29 July 2014 at 06:30pm)
આજે શિલ્પાનો જન્મદિવસ છે...અને તે ફેસબુકપર નથી...
...અને ફેસબુકની પરંપરા એવી છે કે આવા ખાસ દિવસે જીવનસાથી કે મમ્મી પપ્પા (અથવા સાસુ સસરા) સાથેનો ફોટો મુકવો...અને યાદગીરીરૂપ કશુંક લખવું...
...મારા માટે આ ફોટો એવો જ યાદગાર છે...શિલ્પાની સાથે ડૉ. રાજ મંડોત છે...વ્યવસાયે નેફ્રોલોજિસ્ટ...કિડની સંબંધિત રોગોના નિષ્ણાત...મચ્છર કરડવાની પ્રતિક્રિયારૂપે થયેલા ફાલ્સીપારમ / Falciparum અને મલ્ટીપલ ઑર્ગન્ ફેલ્યોરને લઈને સોમવાર8 નવેમ્બર 2004ની મધરાતે સર્જાયેલી કટોકટીમાં શિલ્પાનો જીવ બચાવનાર વ્યક્તિ એટલે ડૉ. રાજ મંડોત...આજકાલ કહેતાં એ ઘટનાને દસ વર્ષ થશે.
સારવારનું સ્થળ : સ્ટર્લિંગ હૉસ્પિટલ, ગુરુકુળ, મેમનગર, અમદાવાદ.
દસમા વર્ષે ફોટો પડાવ્યાનું સ્થળ : દેવસ્ય હૉસ્પિટલ, નવા વાડજ, અમદાવાદ.
* * * * * * *

(Thursday, 31 July 2014 at 11:35am)
સાહેબ, ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા આવ્યો છું.
હલેસાં મારતાં આવડે છે?
સાહેબ...મારે તો ટુ-વ્હીલરનું લાઇસન્સ જોઇએ છે.
ભઈલા...એટલે જ તો પૂછું છું કે...હલેસાં મારતાં આવડે છે...અમદાવાદમાં સ્કૂટર ચલાવવું હોય તો એ આવડત જરૂરી છે...
જા...પ્રૅક્ટિસ કરીને આવ. ફોર-વહીલરનું લાઇસન્સ પણ આપી દઇશ.
આર.ટી.ઓ ઑફિસમાં ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....

ગયા મહિને અહીં મુકેલી જૂન – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જુલાઈ – 2011, જુલાઈ – 2012 તેમજ જુલાઈ 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2012/08/2011.html

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

1 comment:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 107મી પોસ્ટ (2 ઑગસ્ટ 2014)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 22 નવેમ્બર 2014

    ReplyDelete