પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, June 02, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (મે – 2016)

(મે – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 67મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે મે2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Tuesday, 3 May 2016 at 11:11am)
ભઈ, એર-કન્ડીશનર રિપેર કરવા ક્યારે આવો છો? બહુ ગરમી પડે છે ભઈસાબ.
બહેન સાંજે નમતા પહોરે કે કાલે સવારે ઠંડા પહોરે આવું છું. બહુ ગરમી પડે છે બહેનબા.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Thursday, 5 May 2016 at 03:03pm)
મે મહિનાની ગરમી, ઠાઠ નવાબી...
એર-કન્ડીશન્ડ ડોમમાં પુસ્તકોને દોમ-દોમ સાહેબી...
કવિ સિકંજી શરબતવાલાની નવી રચના
* * * * * * *

(
Friday, 6 May 2016 at 11:55am)
સફળતાનો માપદંડ સહેજ ઊંચે લઈ જવા હવે પછીના પુસ્તક મેળાનું આયોજન શિયાળામાં અને અમદાવાદના નારોલ, નરોડા, નિકોલ, વસ્ત્રાલ કે સરસપુર વિસ્તારમાં કરવું પડશે.
લિ. જ્ઞાનવિનાનો અને પીઠવાળો કાગડાપીઠનો કાકાકૌઆ
કાગડાપીઠ = અમદાવાદનો એક વિસ્તાર
* * * * * * *

(
Saturday, 7 May 2016 at 05:05pm)
ભારતીય ભાષા જેવા પ્રમાણમાં સરળ વિષય સાથે UPSCની પરીક્ષા પાસ કરતો વિદ્યાર્થી IAS પસંદગીમાં કેડર તરીકે ગુજરાત રાજ્યની પસંદગી કરે છે, નોકરીના વર્ષો દરમિયાન પત્રવ્યવહાર અને વાંચવાને માટે હિન્દીને પ્રાધાન્ય આપે છે અને છેવટે અંગ્રેજીમાં પુસ્તક લખીને નિવૃત્ત થાય છે.
લિ. રિવરફ્રન્ટનો રખડુ...પુસ્તકમેળામાં ખાતો ઢેબરુંને વડુ...
* * * * * * *

(
Monday, 9 May 2016 at 02:02pm)
સાહિત્ય અને સ્વાસ્થ્યને સાંકળતો સવાલ...સવાલ સર્જકને...સવાલ Biren Kothariને...
Sir, પાર્કિંગથી બુક-ફેરના છ ડોમ (ત્રણ પુસ્તકોના, ત્રણ કાર્યક્રમોના) વચ્ચેની રખડપટ્ટીને મૉર્નિંગ ઇવનિંગ વૉકના કિલોમીટરમાં શું હું સામેલ કરી શકું?
લિ. રિવરફ્રન્ટનો રખડુ...પુસ્તકમેળામાં ખાતો ચીઝ-ઢેબરુંને વડુ...
* * * * * * *

(
Tuesday, 10 May 2016 at 10:15am)
સાહિત્ય અને વસતી ગણતરીને સાંકળતો સવાલ...સવાલ સર્જકને...સવાલ Biren Kothariને...
Sir, ગર્ભસંસ્કારપુસ્તકની નકલના વેચાણ આંકડાને ગુજરાતની વસતી ગણતરીના આંકડામાં સીધો જ સામેલ કરી શકાય?
લિ. રિવરફ્રન્ટનો રખડુ...પુસ્તકમેળામાં ખાતો ઢેબરાંને ઝોકું...
* * * * * * *

(
Wednesday, 11 May 2016 at 10:10am)
સિંહસ્થ Live…રિપોર્ટર ઉજ્જવલસિંહઉજ્જૈની
સિંહસ્થ કુંભમેળામાં વાઇફ વગરના બાવાઓ માટે વાઇ-ફાઇની સુવિધા.
* * * * * * *
કાર મેળો

(
Thursday, 12 May 2016 at 09:19am)
વૅકેશન શરૂ થાય એટલે શહેરના બાળકો મમ્મી પપ્પા પાસે કાર મેળામાં જવાની જિદ કરે છે...જ્યારે
...ગામડાંના બાળકો જાતે જ પહોંચી જાય છે...અસલી મેળામાં...
* * * * * * *

(
Friday, 13 May 2016 at 02:22pm)
હાથી મેરે સાથીફિલ્મની રિમેક બનાવવામાં પશુ-પક્ષી ઉપયોગના પ્રતિબંધનો કાયદો આડે આવતો હોય તો પછી જાડિયા પાડિયા લોકો કયે દિવસે હિન્દી ફિલ્મ નિર્માતા દિગ્દર્શકોના કામમાં આવવાના હતા?
લિ. સંયોજક, જે.પી ગ્રૂપ = જાડિયા પાડિયા ગ્રૂપ
* * * * * * *

(
Monday, 16 May 2016 at 10:35am)
અસહ્ય તાપ, ગરમી અને ઉકળાટથી રાહત મેળવવા વાંસની સળીઓથી બનેલા લીલા પડદાનો કે ગ્રીન નેટનો ઉપયોગ કરવામાં રંગ સંબંધી ધાર્મિક બાધ રાખવો નહીં.
પર્યાવરણશાસ્ત્રી મોહમ્મદ અલી ઝીણા (ઇસ્લામાબાદ, પાકિસ્તાન)
મૂળ ઉર્દૂમાંથી મરાઠી ભાષાંતર કરનાર (મોહન ભાગવત, નાગપુર)
મરાઠી ભાષાંતરમાંથી સોશિઅલ મીડિયામાં ગુજરાતી રજૂઆત કરનાર (બિનીત મોદી, ગોધરાવાળા અમદાવાદી)
* * * * * * *
ભખ...ભખ...ભખ...

(
Thursday, 19 May 2016 at 11:15am)
અસહ્ય તાપમાન વચ્ચે આંશિક રાહત આપતું ડમડમબાબાનું તદ્દન નવું સંશોધન...
છાણ લાકડાંના ચૂલા અને રેલવેના સ્ટીમ એન્જિનનો ઉપયોગ ચાલુ હોત તો ગરમી 60 ડિગ્રીની આસપાસ હોત.
લિ. તાજદાર તાપમાનવાલા
* * * * * * *

(
Friday, 20 May 2016 at 08:30am)
રતલામી સેવના સેવન પર અંકુશ અને ચણાના લોટમાંથી બનતી વાનગીઓ તૈયાર કરવા પર પ્રતિબંધ મુકવાથી આ ઉનાળે અને હવે પછીના ઉનાળાઓમાં પડનારી પીવાલાયક અને વપરાશયોગ્ય પાણીની તંગીને નિવારી શકાશે.
લિ. જળસંચય નિષ્ણાત રોબર્ટ રતલામી
* * * * * * *

(
Monday, 23 May 2016 at 12:05pm)
ન્યાય આપે અપાવે Biren Kothari / https://www.facebook.com/biren.kothari.37
Sir, આપણા વચ્ચેની કમેન્ટની આપ-લેને નિલેશ રૂપાપરાએ Nilesh Rupapara / https://www.facebook.com/lekhaknilesh ‘કવ્વાલી’નો દરજ્જો આપીને મુજ બનારસી ઘરાનાના કલાકારનું અપમાન કર્યું છે. તેમની સામે કેવા દંડનીય પગલાં લઈ શકાય?
નોંધ : પગલાં એટલે પગલાં જ સમજવાનું. ઠાકોરજીની સેવામાં રત વૈષ્ણવો બાળકૃષ્ણ માટે ચાંદીના ‘પગલાં’ વાપરે છે તે નહીં.
લિ. સાચો સેવક ઉર્ફે માલદાર મુખિયાજી
* * * * * * *

(
Tuesday, 24 May 2016 at 06:20pm)
દસમાનું રિઝલ્ટ આવ્યે ત્રીસ વર્ષ થઈ ગયા તોય આજે ઑફિસથી ઘરે જતા બીક લાગે છે.
લિ. ડાકોરથી SSCની પરીક્ષા પાસ કરેલા ડમડમબાબા (વર્ષ 1985અનામત આંદોલન)
* * * * * * *

(
Wednesday, 25 May 2016 at 01:45pm)
ઓછી ટકાવારીએ વધુ છવાઈ જવાની કોશિશ કરવી હોય તો દસમા અને બારમા ધોરણના રિઝલ્ટનો સરવાળો કરીને જ જવાબ આપવાનો. જેમ કે...ડમડમબાબા...
કોઈ પણ ધોરણનું પરિણામ પૂછાય તો જવાબમાં 96 ટકા જ કહેવાના...
SSC (1985ઠાસરા – પરીક્ષા કેન્દ્ર ડાકોર) 53 ટકા
HSC (1987નારણપુરા – અમદાવાદ) 43 ટકા
* * * * * * *
લિ. આપનો વફાદાર કૉંગ્રેસી સેવક

(
Thursday, 26 May 2016 at 03:03pm)
દેશના માત્ર ત્રણ રાજ્યોની (ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશ) વિધાનસભામાં 50થી વધુ ધારાસભ્યો ધરાવતા કૉંગ્રેસ પક્ષને વફાદારીની એફિડેવિટ કરાવવા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરની જરૂર પડે છે.
(પચાસ બેઠકોથી ઓછું કદ ધરાવતા રાજ્યો ગોવા, મિઝોરમ, સિક્કીમ અને પુડુચેરી વિધાનસભાને અપવાદ ગણવી.)
લિ. આંકડાશાસ્ત્રી
* * * * * * *
નાથદ્વારાના દર્શન : સમય સારણી              (*)

(Saturday, 28 May 2016 at 05:25am)
શીરા માટે શ્રાવક થવાય’...તો...ઠોર ખાવા માટે ઠાકોરજી પાસે જવાય...
So, Travelling for Pilgrimage to...શ્રીનાથજી...

ગયા મહિને અહીં મુકેલી એપ્રિલ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી મે – 2011, મે – 2012, મે – 2013, મે – 2014 તેમજ મે 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2013/06/2011.html



(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)