પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, May 02, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2016)

(એપ્રિલ – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 66મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

ફેસબુક હેડક્વાર્ટર
(Friday, 1 April 2016 at 12:00Noon)
ફેસબુકપર સતત આઠ કલાક લોગ-ઇન રહેનારને નોકરીનો ભાગ ગણી એ દિવસ પૂરતો પગાર જમે આપવામાં આવશે.
તા.ક. આ તો એપ્રિલ ફૂલ છેતેમ માનવું નહીં. જ્યાંથી પગાર મેળવતા હો એ સંસ્થાનું જે-તે દિવસનું કપાત પગારનું અસલ સર્ટી જમે કરાવવાનું રહેશે. તો એ મેળવવા મંડી પડો.
તા.ક.ના તા.ક. બેકારોએ આટલો લાંબો સમય લોગ-ઇન રહેવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં ટ્વિટરપર ટ્રાય કરવાનું સલાહભરેલું છે.
* * * * * * *

(
Monday, 4 April 2016 at 02:22pm)
બૅન્ક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવા માટે ઘણા બધા દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણિત નકલ (સર્ટિફાઇડ ફોટોકોપી ઝેરોક્ષ) આપવી પડે છે...પરંતુ...
એ જ લોનને NPA / Non Performing Assets જાહેર કરાવવા માટે એક સાદા કાગળ પર અરજી કરવાની રહે છે...
અને ઝેરોક્ષ વાળો મોટે ભાગે એ એક કાગળ મફત આપે છે.
* * * * * * *

(
Wednesday, 6 April 2016 at 01:00pm)
ભારતમાં બે જ રાજકીય પક્ષો છે કૉંગ્રેસ અને કમળ કૉંગ્રેસ
(ભારતીય જનતા પક્ષના 38મા સ્થાપના દિને ડમડમબાબાની વિશેષ રજૂઆત)
* * * * * * *

(
Friday, 8 April 2016 at 10:00am)
સમાચાર : ‘પનામા લિક્સપેપર રિપોર્ટને કારણે દુનિયાભરની સંખ્યાબંધ બેનામી કંપનીઓ વિશે ખુલાસો થયો.
આલિયા ભટ્ટ : રામ ગોપાલ વર્માની જેમ એક જ કંપનીબનાવવાની હોય ને? અઢળક કંપનીઓબનાવીને શું કરવાનું, નંઇ પપ્પા?
* * * * * * *

(
Wednesday, 13 April 2016 at 01:11pm)
દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની એક શાખા મહેસાણામાં શરૂ થઈ રહી છે એટલે લાખ બે લાખ રૂપિયાની વાર્ષિક ફી ચૂકવીને મોંઘીદાટ સ્કૂલમાં ભણનારા પટેલ ઠાકોરના પનોતા સંતાનોને અનામતની જરૂર રહેશે નહીં.
લિ. વિદ્યા શાસ્ત્રીનું બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પૂર્વે પૂર્વાનુમાન
સ્પષ્ટતા : ખરેખર હું વિદ્યાશાસ્ત્રી (કે શિક્ષણશાસ્ત્રી) છું નહીં. આ તો મારું નામ-અટક છે.
* * * * * * *

(
Friday, 15 April 2016 at 12:34pm)
બિલ્ડરોના સંઘે જાહેર કર્યું છે કે ફિલ્મો ટી.વી. સિરિઅલોમાં દેખાડે છે એવા મોટા ડ્રોઇંગ રૂમ તો અમારા આર્કિટેક્ટ, એન્જિનિઅર અને કડિયા પણ બનાવી શકતા નથી.
* * * * * * *

(Monday, 18 April 2016 at 01:45pm)
હવે પછી મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકો તો મને (એટલે કે ડોન્ગલને) બાદ રાખજો.
લિ. ડોન્ગલ મંગલ દંગલ કરવાવાળા
* * * * * * *

(
Tuesday, 19 April 2016 at 01:25pm)
સામાન્ય જ્ઞાન શ્રેણી...
ગુજરાતમાં સીઝનનો સર્વપ્રથમ કેસર કેરીનો રસ ક્યાં, ક્યારે અને કોના દ્વારા પીરસવામાં આવે છે?”
તલગાજરડા-મહુવા મુકામે યોજાતા અસ્મિતા પર્વ દરમિયાન યજમાન મોરારિદાસ હરિયાણી દ્વારા.
* * * * * * *

(
Friday, 22 April 2016 at 11:00am)
આજે (22 એપ્રિલ) Earth Day છે.
Earth = એવો અંગ્રેજી શબ્દ જેનો ગુજરાતીમાં અર્થથાય છે...પૃથ્વી.
* * * * * * *

(
Monday, 25 April 2016 at 01:11pm)
નવા નાણાકીય વર્ષના પ્રારંભે એપ્રિલ મહિનામાં બૅન્કોમાં રેલવે સ્ટેશન જેટલી ભીડ હોય છે.
લિ. લોનલાખેશરીબાબા
* * * * * * *
બ્લડ ક્રોસમેચ ચાર્ટ

(
Friday, 29 April 2016 at 09:09am)
કુત્તે કમીને...મૈં તેરા ખૂન પી જાઉંગા...
બ્લડ ક્રોસમેચ કરવાને કા દાક્તરી ધરમભૂલ મત જાના.
લિ. ફ્રોડ ફ્રાઇડે ફિલમ ફાઇનાન્સ કંપનીવાળા
* * * * * * *
                 અમદાવાદ એરબૅટિક્સ શૉ 2016                (*)

(
Saturday, 30 April 2016 at 11:05am)
ગાયોને કહી દેજો ગોધૂલિ ટાણે ગમાણમાં વેળાસર પાછી ફરે...
અમદાવાદના આકાશમાં આજે એરોપ્લેનના એરબૅટિક્સ થવાના છે.
સર્જક કવિ ગોચરની નવી રચના

ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી એપ્રિલ2011, એપ્રિલ2012, એપ્રિલ2013, એપ્રિલ2014 તેમજ એપ્રિલ 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)