પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, November 05, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑક્ટોબર – 2015)

(ઑક્ટોબર – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 60મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑક્ટોબર – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

મોહમ્મદ અખલાક : સફેદ ગાયથી લોહીલુહાણ
(Thursday, 1 October 2015 at 03:10pm)
ઘરની ચાર દિવાલ વચ્ચે ગૌમાંસ ખાવાના કે ઘરમાં રાખવાના મુદ્દે હત્યા કરાયેલા મોહમ્મદ અખલાક (દાદરીગ્રેટર નોઇડાગૌતમ બુધ્ધ નગર જિલ્લોઉત્તર પ્રદેશ)ના ઘરના રેફ્રિજરેટરમાંથી મળી આવેલા માંસના ટુકડાને તે કયા પ્રાણીના છે તેની ચકાસણી કરવા ગોવાળોના ગામ અને કૃષ્ણ જન્મસ્થાન એવા મથુરાની અન્ન અને ખોરાક વિભાગની ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
* * * * * * *

(
Monday, 5 October 2015 at 09:00am)
ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે...અને તેમાં બચી ગયેલા લોકો ચોથું વિશ્વયુદ્ધ પાર્કિંગ માટે કરશે.
* * * * * * *

(
Thursday, 8 October 2015 at 10:10am)
ન્યાય મેળવવા માટેના જાહેર આંદોલનોમાં અગાઉ સ્ટેઇનલેસ સ્ટીલની થાળી, વેલણ, માટલા, તેલના ખાલી ડબ્બા અને અન્ના આંદોલન સમયે મીણબત્તીની બોલબાલા હતી...
...આજે લોલીપોપની બોલબાલા છે અને ધંધો ધમધોકાર છે.
* * * * * * *
ગુપ્તી અને ગાંધીજીનું હાર્દિક’ સંયોજન

(
Monday, 12 October 2015 at 12:34pm)
હાર્દિક ભરતભાઈ પટેલને બાળ સુધારણા અને સંરક્ષણ ગૃહમાં મોકલી અપાશે.
(ગૃહ વિભાગગુજરાત સરકારની અખબારી યાદીમાંથી)
ગાંધીજી આજે જીવતા હોત તો લાકડીમાં ગુપ્તી રાખીને ફરતા હોતએવા ગોધરામાં આપેલા નિવેદનને પગલે સરકારને તેની ઉંમર અંગે શંકા ઉપજતા લેવાયેલો નિર્ણય.
* * * * * * *

(
Wednesday, 14 October 2015 at 04:44pm)
સામી દિવાળીએ વાઇટ વૉશ કે કલરકામ માટે કારીગરો ના મળતા હોય તો બ્યૂટિ પાર્લરમાંથી ફેશિઅલના કારીગરોને બોલાવી લેવા. પરિણામ સરખું જ મળશે.
* * * * * * *

(
Friday, 16 October 2015 at 10:00am)
ગુજરાતી ગાયકો સંગીતકારોની વર્તમાન ધરોહર વર્ષમાં એક જ વાર થોડી રાત્રિઓ માટે નવરાત્રિ દરમિયાન ગરબા ગવડાવે પછી વરસ આખું ગરબાની અસર હેઠળ ગુજરાતી ગીતો ગાય અને સુગમ સંગીત રજૂ કરે છે. સરવાળે બાવાના બન્ને બગડે છે.
* * * * * * *

(
Monday, 19 October 2015 at 09:09am)
નવરાત્રિ દરમિયાન સ્ટેજ પર સામેથી કોઈ મંજીરા વગાડવાની માગણી કરતું આવે તો સમજવું કે તે અમદાવાદ (અથવા વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર કે જામનગર) મ્યુનિસિપાલિટીનો કોર્પોરેટર હશે અને આ ઑક્ટોબર મહિનાના અંતે નગરપાલિકાની મુદત વિતે તેણે જે કરવાનું છે તેની પ્રૅક્ટિસ કરવા માગતો હશે.
* * * * * * *
નવરાત્રિનો ‘પાસ’પોર્ટ

(
Wednesday, 21 October 2015 at 11:11am)
અઢાર કે એકવીસની ઉંમર અને નવરાત્રિની પાંચ સાત ઋતુ વટાવ્યા પછી પણ મેરેજ બ્યુરોમાં નામ નોંધાવવાનો વારો આવે તો સમજવું કે પાસ મેળવવા માટે કરેલા ખર્ચા અને પ્રયત્નો વ્યર્થ ગયા છે.
* * * * * * *

(
દશેરા : Thursday, 22 October 2015 at 01:35pm)
ટનના જથ્થામાં ફાફડાનો ઑર્ડર આપનારા ગ્રાહકોને જણાવવાનું કે સામગ્રી તૈયાર થયે અમારું ડમ્પર આપના સરનામે માલ-સામાનની ડિલિવરી કરી જશે.
નોંધ : ‘ચટણી માટે વાસણ સાથે લાવવાનું છે?એવી પૂછપરછ કરવી નહીં. ડમ્પરની પાછળ જ ચટણીનું ટેન્કર રવાના કરવામાં આવશે.
* * * * * * *

(
શરદપૂર્ણિમા : Monday, 26 October 2015 at 07:00pm)
શરદપૂર્ણિમાદૂધપૌંઆ અને
પાટીદાર અનામત આંદોલન
સ્કૂલમાં ભણતા કિશોરોએ રમતી વખતે જીદસંબંધ કે મિત્રતાને કારણે તેમનાથી નાના બાળકને રમતમાં સામેલ કરવો જ પડે તો તેને દૂધપૌંઆનો દરજ્જો આપી રમતમાં સામેલ કરી દેવાતો. તેને રમવાનો આનંદ લેવા દેવાનો અને વધુ પડતી ફિલ્ડિંગ ભરાવીને તેની પદુડીનહીં કાઢવાની એવી સામાન્ય સમજણ મિત્રો વચ્ચે રહેતી હતી.

સરદાર પટેલ ગ્રૂપ પ્રેરિત
પાટીદાર અનામત આંદોલનનામની ગમ્મતભરી રમતમાં બાળક હાર્દિક ભરતભાઈ પટેલને તેની જીદને કારણે જ માત્ર ફેસબુકઅકાઉન્ટ / પેજનું સંચાલન કરવા લાલજી પટેલ આણિ મંડળીએ દૂધપૌંઆના ધોરણે સામેલ કર્યો હતો. પછી તે સ્વનામ ધન્યના ધોરણે કૅપ્ટન / નેતા બની બેઠો એટલે ગરબડ શરૂ થઈ.

આજે અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હાર્દિક પટેલને શરદપૂર્ણિમાના
દૂધપૌંઆખવડાવીને બાળપણની યાદ અપાવશે.
* * * * * * *

(
Thursday, 29 October 2015 at 04:56pm)
ઇન્ડિગો એરલાઇન્સની કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનો રૂપિયા 3018 કરોડનો IPO (Initial Public Offer = પ્રારંભિક જાહેર ભરણુંઆજે છેલ્લા દિવસે દોઢ ગણો (1.55) છલકાઇને બંધ થયો.
દસ રૂપિયાની મૂળ કિંમતના શેરને 765 રૂપિયાના પ્રીમિઅમ (ઊંચા) ભાવથી વેચવા નીકળેલી કંપનીને જોઇને લાગે છે કે શેરના ભાવ સંચાલકોએ નહીંપાઇલટએ વિમાનને ચોક્કસ ઊંચાઈએ લઈ જઇને નક્કી કર્યા હશે.
* * * * * * *

(
Friday, 30 October 2015 at 04:56pm)
હાર્દિક ભરતભાઈ પટેલને ગુજરાતીમાં માગેલી અનામતના મળી...
રાજદ્રોહનો આરોપ મુકાયા પછી વકીલ દ્વારા હિન્દીમાં માગેલી जमानत નથી મળતી...અને...
તપાસ કરતી ગુજરાત પોલીસને અંગ્રેજીમાં Formatકરેલી આંદોલનની બ્લુપ્રિન્ટ નથી મળતી.

ગયા મહિને અહીં મુકેલી સપ્ટેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ઑક્ટોબર – 2011, ઑક્ટોબર – 2012, ઑક્ટોબર – 2013 તેમજ ઑક્ટોબર 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/11/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)