પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, January 22, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ડિસેમ્બર – 2015)

(ડિસેમ્બર – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 62મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ડિસેમ્બર – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Wednesday, 2 December 2015 at 02:22pm)
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોને સહિષ્ણુબનીને સ્વીકારી ઘરવાપસીકરવી એ એક જ માર્ગ બચ્યો છે.
લિ. ભાજપનો મીસકોલકાર્યકર
* * * * * * *
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
(Thursday, 3 December 2015 at 02:55pm)
ભાજપના પૂર્વાશ્રમ એવા જનસંઘના ઉમેદવારોએ પિસ્તાલીસ વર્ષ અગાઉ ચૂંટણી દ્વારા બહુમતીથી બોટાદ નગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મતદાર નાગરિકોનું અભિવાદન કરવા અને પક્ષના કાર્યકરોને બૌધ્ધિક આપવા ભાવનગર જિલ્લાના બોટાદ ગામની મુલાકાતે આવ્યા હતા.
આજે હવે જિલ્લો બની ગયેલા બોટાદની મુલાકાતે ભાજપી કુળના કોઈ નેતા આવે તેમ નથી...કેમ કે...
...બોટાદ નગરપાલિકાની સત્તા જળવાઈ રહી છે પરંતુ જિલ્લા પંચાયત સહિત ગઢડાબરવાળારાણપુર અને બોટાદ તાલુકા પંચાયતમાંથી ભારતીય જનતા પક્ષનો સફાયો થઈ ગયો છે.
* * * * * * *
(Wednesday, 9 December 2015 at 07:40pm)
જાડિયા પાડિયા લોકો ગાડીમાં બેસવાનું કે તેને હંકારવાનું ચાલુ રાખશે ત્યાં સુધી...
...કાર વ્હીલ બૅલન્સિંગ કે વ્હીલ અલાઇનમન્ટના ધંધાને ઊની આંચ આવવાની નથી.
* * * * * * *
વિસ્મય શાહ : અમદાવાદનો અકસ્માતવાળો
(Friday, 11 December 2015 at 07:20pm)
જીવલેણ અકસ્માત સર્જવાના કૉર્ટ કેસમાં નિર્દોષ છૂટેલા સલમાન ખાનના સમાચારનું મને સહેજે આશ્ચર્ય કે વિસ્મય થતું નથી.
લિ. વિસ્મય શાહ (અમદાવાદ હીટ એન્ડ રનકેસનો અન્ડર ટ્રાયલ આરોપી)
* * * * * * *
પંકજ જાડેજાની કાર અને ભાવનગરથી આવતો ‘કાતિલ’
(Tuesday, 15 December 2015 at 08:00pm)
શક્તિસિંહ ગોહિલ પહેલીવાર 1990માં ભાવનગરના કોંગ્રેસી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સરકાર સમક્ષ અમદાવાદ ભાવનગર રોડને બે માર્ગીકરવાની માગણી દરખાસ્ત વિધાનસભામાં કરી હતી.
પચીસ વર્ષના વહાણા વીતી ગયા પછી 2015ના અંત ભાગમાં લગ્નપ્રસંગે ભાવનગર જઈ રહેલા અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર પંકજ જાડેજા સહિતના ચારવ્યક્તિના પરિવારનો માર્ગ અકસ્માતમાં અંત આવી ગયો તોય રસ્તો બેમાર્ગી ન થયો તે ન થયો.
* * * * * * *
(Thursday, 17 December 2015 at 00:20am)
પરિકમ્મા પરિભ્રમણ કરીને દૂબળો પાતળો રહેતો સાધુ વ્યાસપીઠ પર બેસીને કથા કિર્તન કરતો થાય એટલે જાડિયો-પાડિયો થઈ જાય છે.
* * * * * * *
(Saturday, 19 December 2015 at 00:34am)
કચ્છ ધોરડો ટેન્ટ સિટી ખાતે આયોજિત ડીજીપી કૉન્ફરન્સમાં પાસ થયેલો પોલીસના વસિયતનામાનો ઠરાવ
અવસાન સમયે કે બેસણામાં જે સ્વજનો મિત્રો રડે તેને સાંત્વના આપી છાના કરવા...અને...
...જે સ્વજનો મિત્રો ના રડે તેમના માટે ટીઅર ગૅસના શેલ ફોડવા.
* * * * * * *
(Monday, 21 December 2015 at 12:34pm)
ખોટા-અન્યાયી પોસ્ટ પેઇડ મોબાઇલ બિલ સામે ત્રીજા વિશ્વયુદ્ધ કક્ષાની લડત આપી શહીદ થવામાંથી બચી ગયેલા લોકો ચોથું વિશ્વયુદ્ધ મફત વાઇ-ફાઇના પાસવર્ડ માટે કરશે.
* * * * * * *
(Monday, 21 December 2015 at 07:30pm)
કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી અને ગુજરાતના નાણામંત્રી સૌરભ પટેલ બજેટની રજૂઆત કરી લે એ દિવસ સુધી કેલક્યુલેટરમાં ભાગાકારનું બટન / Divided By વાપરવા પર પ્રતિબંધ.
હુકમથીશિવાનંદ ઝા પોલીસ કમિશનર અમદાવાદ શહેર
(સંદર્ભ : ઉત્તરાયણના દિવસે સવાર – સાંજ બે-બે કલાક પતંગ નહીં ચગાવવાનું જાહેરનામું)
* * * * * * *
(Wednesday, 23 December 2015 at 05:30pm)
લિફ્ટમાં ચોંટાડેલા દેવ-દેવીઓના ફોટાના આધારે જો દરજ્જો આપવામાં આવે તો ભારતમાં મંદિરોની સંખ્યામાં ઉછાળો આવે એમ છે.
* * * * * * *
(Thursday, 24 December 2015 at 12:12pm)
અંગત કે ઘરવપરાશની કોઈ ચીજ-વસ્તુ ખરીદીને દુકાનદાર પાસે ઝભલું કે પૉલિથીન બૅગ માંગો તો ધરાર ન મળે...
પણ એ જ વસ્તુની જો ઑન લાઇન ખરીદી કરીએ તો કંપની ટ્રિપલ લેઅર પેકિંગ કરીને ઘર સુધી મોકલી આપે.
(જાગો ઘરાકજાગો : 24 ડિસેમ્બરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ)
* * * * * * *
(નાતાલ : Friday, 25 December 2015 at 08:45am)
ભારતીય જનતા પક્ષ એકમાત્ર રાજકીય પક્ષ છે જે ઉંમરમાં પંચોતેર પાર કરી ગયેલા તેના સભ્યોને સાન્તાક્લોઝનો દરજ્જો આપે છે.
જેમ કે અટલ બિહારી વાજપેયીલાલ કૃષ્ણ અડવાણી, જસવંત સિંહ, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર અને Our Own કેશુભાઈ પટેલ
* * * * * * *
(Saturday, 26 December 2015 at 05:30am)
પડોશીને ત્યાં લગ્નપ્રસંગે પઠાણીને બદલે અન્ય વસ્ત્રો પહેરીને જવાથી બહુ વટ પડતો નથી.
-     મન્ટો
નોંધ : મન્ટોએ આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો એમના નામે ઠપકારીએ તો આપણો જરા વટ પડે.
નોંધની નોંધ : ભારતના NRI વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની ટૂંકી મુલાકાત અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્રના લગ્નની ઘટનાને ઉપરોક્ત લખાણ સાથે કોઈ નિસબત નથી.
* * * * * * *
(Thursday, 31 December 2015 at 05:45pm)
આજે વર્ષ 2015નો છેલ્લો દિવસ છે અને ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસસિનેમાના સંસ્કારની દ્રષ્ટિએ છેલ્લા પાટલેબેઠેલી ફિલ્મ છે.

ગયા મહિને અહીં મુકેલી નવેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ડિસેમ્બર – 2011, ડિસેમ્બર – 2012, ડિસેમ્બર – 2013 તેમજ ડિસેમ્બર 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/01/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)