પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, October 01, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (સપ્ટેમ્બર – 2015)

(સપ્ટેમ્બર – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 59મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે સપ્ટેમ્બર – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Wednesday, 2 September 2015 at 05:55pm)
વ્યવસાયી વર્ગમાં OBCનો એક અર્થ ઑરિએન્ટલ બૅંક ઑફ કૉમર્સ’ (Oriental Bank of Commerce) એવો પણ થાય છે.
ઑરિએન્ટલ બૅંક ઑફ કૉમર્સ = ભારતની જાહેર ક્ષેત્રની રાષ્ટ્રીય બૅંક
* * * * * * *

(
Thursday, 3 September 2015 at 02:40pm)
સરકારી કામકાજ સંદર્ભે જણાવવી જરૂરી માહિતીની વિગતો દર્શાવતા ફૉર્મમાં તેણે લખ્યું કે...
રાષ્ટ્રીયતા ભારતીય
વ્યવસાય ચાઇનીઝની લારી
* * * * * * *

(
Saturday, 5 September 2015 at 05:00pm)
સામાન્યપણે તહેવારોમાં થતા ખર્ચ ખરીદીને કારણે બમણો થઈ જતો ATMનો ઉપયોગ આજે જન્માષ્ટમીના દિવસે (અને રાત્રે) ચાર ગણો થઈ જાય છે...ખર્ચ-ખરીદી કરવાવાળા તો કરે જ...
તીનપત્તીવાળા શું કામ બાકી રહી જાય...
* * * * * * *

(
Wednesday, 9 September 2015 at 05:05pm)
પર્યુષણ પર્વ પ્રારંભની પૂર્વ સંધ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કતલખાના બંધ રખાવે છે...જો કે ગુજરાત સરકારના ફિશરીઝ ડિપાર્ટમન્ટ (મત્સ્યોદ્યોગ વિભાગ)ની વાન મારફત આઈઆઈએમ નવા કેમ્પસ પાસે માછલાં વેચવાનું ચાલુ છે...
...પ્લીઝ સરકારના માથે માછલાંના ધોતા...
* * * * * * *

(
Saturday, 12 September 2015 at 11:25am)
વાહન લોનમકાન લોનશૈક્ષણિક લોનવેપાર ઉદ્યોગ સંબંધી લોન આપવા માટે અને થાપણો ઉઘરાવવા માટે છાપામાં પાપોણા અને અડધા પાનાની જાહેરખબરો આપતી બૅંકોએ હવેથી મહિનાના દર બીજા અને ચોથા શનિવારે બૅંકિંગ કામકાજ બંધ રહેશેની જાણ કરતી ડિસપ્લે જાહેરાત પણ આપી નથી.
* * * * * * *

(Thursday, 17 September 2015 at 06:00pm)
કેમ બિરાદર આજે અઠવાડિયા પછી ઑફિસમાં તમારી પધરામણી થઈ?”
સાહેબ...મને એમ કે પર્યુષણ નિમિત્તે કતલખાના બંધ છે તો ઑફિસ પણ...
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Tuesday, 22 September 2015 at 12:34pm)
ખસ્તા કચોરીમાં પૂરણ મસાલો શોધવો એ પટેલોને OBC અનામત આપવા બંધારણીય જોગવાઈ શોધવા-તપાસવા જેવું અઘરું કામ છે.
* * * * * * *
             રીતા ભટ્ટ 1960થી 2015             (*)
(Tuesday, 22 September 2015 at 11:00pm)

કવયિત્રી રીતા ભટ્ટનું ચાલી જવું એટલે...

કૅન્સર સરખી જીવલેણ બીમારી સામે પાછલા થોડાં વર્ષોથી નક્કર સારવાર થકી ઝીંક ઝીલતા રીતાબહેન
22 સપ્ટેમ્બર 2015ની સવારે પંચાવન વર્ષની વયે અમદાવાદમાં અવસાન પામ્યા.

10
ડિસેમ્બર 1960ના રોજ ભાવનગરમાં જન્મેલા (માતા અરૂણાબહેન અને પિતા શિરીષભાઈ) તેઓએ એમ.એ તેમજ ડિપ્લોમા પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. ભાવનગરમાં ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરી ચૂકેલા તેમણે લગ્ન પછી અમદાવાદમાં સ્થાયી થતા મહિલા શબ્દસર્જકોના સંગઠન ‘કલમ લેખિકા મંચ’ની સ્થાપના કરવામાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. એમ તો ખુદના લગ્ન નિમિત્તે તેમણે પ્રસંગ અગાઉ કવિ સંમેલનનું આયોજન કર્યું હતું.

અઢાર વર્ષની યુવાન વયે ‘વિસ્તરતું રહેશે આકાશ’ નામે કાવ્યસંગ્રહ આપી ચૂકેલા રીતા ભટ્ટે કલમ લેખિકા મંચ સાથે જોડાયેલા સર્જકો માટે સંપાદનો પણ કર્યા હતા. સાહિત્યિક કાર્યક્રમોમાં અચૂક હાજરી નોંધાવતા
, ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓમાં ઉલટભેર ભાગ લેતા તેઓ ‘ગુજરાતી લેખક મંડળ’ના આજીવન સક્રિય રહેલા કારોબારી સભ્ય હોવા ઉપરાંત હાલમાં ઉપપ્રમુખનો હોદ્દો સંભાળતા હતા.

વતન ભાવનગરને અને તેના સાહિત્યિક પ્રવૃત્તિઓથી હર્યા-ભર્યા વાતાવરણને અવારનવાર યાદ કરી લેતા રીતાબહેન હું જ્યાં રહું છું તે અમદાવાદના વસ્ત્રાપુરમાં મારા પડોશી હતા. ત્રણેક વર્ષ અગાઉ વધુ મોકળાશવાળી જગ્યા મળતા તેઓ બોપલ રહેવા ગયા. અમદાવાદ – મુંબઈ વચ્ચે ચાલતી સારવાર અને પ્રવાસો વચ્ચે પણ તેઓ શુક્રવારની અઠવાડિક બેઠકમાં અચૂક હાજરી આપતા. બોપલ રહેવા જતા ’મંડળને હવે તમારા તરફથી ઢોકળા
, ખમણ અને હાંડવાના ગરમ નાસ્તાનો લાભ નહીં મળે એવી મારી સહજ તોફાની ટિપ્પણીઓનો હસતા મોંએ સ્વીકાર કરનાર તેઓ બીજે અઠવાડિયે થેપલા – અથાણા અને ભાવનગરી ગાંઠિયાના નાસ્તા સાથે હાજર રહેતા.

મંડળની વહીવટી કામગીરીમાં સાથ આપતા તેમની અને એમ ગુજરાતી કવિતાના શબ્દને જેમના ચાલ્યા જવાની ખોટ પડવાની તેવા રીતાબહેનના પરિવારમાં જીવનસાથી શશાંકભાઈ અને એક પુત્ર નામે નંદીશ છે.

લેખક-પ્રકાશકના સંબંધો પરત્વે ‘ગુજરાતી લેખક મંડળ’ ખાતે આયોજિત એક બેઠકમાં રોહિત કોઠારી (હાલ દિવંગત)ની વાત સાંભળતા રીતાબહેનની આ તસવીર મે 
 2008ની છે.
* * * * * * *

(Thursday, 24 September 2015 at 04:55pm)
નવા-નવા કપડાં પહેરવા મળશે એ આશાએ લાલચે બાળમંદિર જવા તૈયાર થતો બાળક મોટો થઇને એ જ કારણોસર કૉલેજ જવા તૈયારથાય છે.
* * * * * * *

(
Friday, 25 September 2015 at 07:50pm)
કૅલેન્ડર ગર્લ્સફિલ્મ એવા સમયગાળામાં રજૂ થઈ છે જ્યારે...દિવાલ પર કૅલેન્ડર લટકાવવાનું ચલણ ઓછું થઈ ગયું છે અને મધુર ભંડારકરની ફિલમ પણ બહુ જલદીથી સિનેમાના પડદા પરથી ઉતરી જવાની છે...ઑક્ટોબરનું અડધું પાનું જૂએ તો ય નસીબ...
* * * * * * *

(
Monday, 28 September 2015 at 11:33am)
ત્રણ બાબતોને જીવન દરમિયાન વાંચી સમજી પચાવવી ઘણી જ કઠીન છે...
સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી...રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરા...અને...
ગુજરાત સરકારનું સવર્ણો માટેનું આર્થિક પૅકિજ...
* * * * * * *

(
Tuesday, 29 September 2015 at 01:11pm)
પૅટ્રોલ ડીઝલ અને મહામૂલા વિદેશી હૂંડિયામણ (ફૉરિન્ એક્સ્ચેન્જ)ની બચત માટે પણ...રૉંગ સાઇડ ડ્રાઇવિંગને હવે લીગલ કરી લાખવું જોઇએ.
* * * * * * *

(
Wednesday, 30 September 2015 at 02:00pm)
જળવિસર્જન પછી બોંતેર કલાક પાણીમાં પડ્યા રહેલા ગણેશજીએ સ્કિન ઍલર્જી થતાં ચામડીના મલમની માગણી કરી છે...તો ભક્તજનોએ તેમજ ગણેશ મંડળોએ તેમની ઇચ્છા પૂર્ણ કરવા દસ દિવસ દરમિયાન પ્રાપ્ત ભંડોળમાંથી જોગવાઈ કરવી.
લિ. હુકમથી મેડિક્લેઇમ અને થર્ડ પાર્ટી ઇનશ્યોરન્સ વિભાગ

ગયા મહિને અહીં મુકેલી ઑગસ્ટ – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી સપ્ટેમ્બર – 2011, સપ્ટેમ્બર – 2012, સપ્ટેમ્બર – 2013 તેમજ સપ્ટેમ્બર 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/10/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)