પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, May 02, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2014)

(એપ્રિલ – 2014)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 42મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Tuesday, 1 April 2014 at 12:12pm)
પ્લીઝ...આજે પહેલી એપ્રિલ છે...પરંતુ કોઈને એપ્રિલ ફૂલના બનાવશો...
...ભારતના રાજકીય પક્ષો દ્વારા હાલ એ પ્રવૃત્તિ ઑલરેડી ચાલી જ રહી છે...
* * * * * * *

(Thursday, 3 April 2014 at 02:22pm)
ટાંકણીનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે?”
ચેક ક્લિઅરિંગ માટે બૅન્કમાં આપતી વખતે.”…“ના.
રેડિ-મેડ શર્ટના પેકિંગમાં ટાંકણીઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ...
* * * * * * *

(
Saturday, 5 April 2014 at 03:33pm)
ફોઈને મૂછો હોત તો કાકા કહેત?.....જૂની ઉક્તિ
સ્કોર્પિઓ જેવી SUVમાં બેસવાની સીટો ન હોત તો તેને ટ્રક કહેત?.....નવી ઉક્તિ...
* * * * * * *

(
Sunday, 6 April 2014 at 11:33am)
કૉંગ્રેસનો ટેકો લઈને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપના (વર્ષ 1885) દિવસ 28 ડિસેમ્બર 2013ના રોજ દિલ્હી રાજ્યની સત્તા સંભાળનાર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલએ સત્તા ટકાવી રાખી હોત તો...
આજે...ભારતીય જનતા પક્ષના સ્થાપના (વર્ષ 1980) દિવસ 6 એપ્રિલ 2014ના દિવસે...સત્તાના 100 દિવસ પૂરા કર્યા હોત...
* * * * * * *

(
Tuesday, 8 April 2014 at 09:10am)
નરેન્દ્ર મોદીની નંબર ગેમ...એટલે કે એક...દો...તીન...
12 વર્ષથી ગુજરાતનું મુખ્યમંત્રીપદ સંભાળે છે...ઑક્ટોબર 2001થી...
3 ચૂંટણીઓ જીતી છે (ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2002, 2007 અને 2012)
4567 આજે 8 એપ્રિલ 2014નો દિન સત્તા સંભાળ્યાનો સળંગ દિવસ છે...
8 – ગુજરાતના આઠમા બીનકૉંગ્રેસી મુખ્યમંત્રી છે...
* * * * * * *

(
Thursday, 10 April 2014 at 11:00am)
પિસ્તાળીસમા જન્મદિને શુભેચ્છા આપનાર સૌ મિત્રોનો આભાર...
જગતમાં આ એક જ એવી સંખ્યા છે જેના ગુજરાતી ઉચ્ચારમાં એક ખાદ્ય પદાર્થનું નામ સમાયેલું છે...પિસ્તાળીસ...
* * * * * * *

(
Friday, 11 April 2014 at 02:00pm)
‘ફેસબુક’નો આ રીતે ઉપયોગ કરી અન્યને મદદરૂપ થઈ શકાય છે...જેમ કે...
રક્તદાતાઓ (બ્લડ ડોનર્સ)ની જરૂર છે...આગળ વાંચો...
જેમની એક કિડની કામ કરતી બંધ થઈ છે તેવા નરસેંગભાઈ ઇશરાભાઈ મણવર સારવાર માટે અમદાવાદની કિડની હૉસ્પિટલમાં (રૂમ નંબર 207) દાખલ થયા છે. O પૉઝિટિવ ગ્રૂપનું વીસ બોટલ બ્લડ ચઢાવ્યા પછી હાલ તેમની તબિયત સ્થિર છે. ચાર બોટલ રિપ્લેસમેન્ટ બ્લડ પૂરું પાડ્યા પછી હવે સોળ બોટલ બ્લડની જરૂર છે જે કિડની હૉસ્પિટલ સ્થિત બ્લડ બૅંકમાં જમા કરાવવું જરૂરી છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઉમેદપુરા ગામ જેવા અંતરિયાળ સ્થળેથી સારવાર માટે આવેલા તેમના કોઈ સગાં
સંબંધી અમદાવાદમાં રહેતા નથી. દિવ્ય ભાસ્કર દૈનિકમાં કાર્યરત પત્રકાર પારસ ઝાના પરિચિત હોવાના નાતે તેમને મદદરૂપ થવા આ જાહેર વિનંતી છે. રિપ્લેસમેન્ટ આપવાનું હોવાથી કોઈ ચોક્કસ ગ્રૂપનું જ બ્લડ મેળવવું તેવો કોઈ આગ્રહ નથી. નિઃસંતાન એવા દર્દી નરસેંગભાઈની સેવામાં તેમના ભત્રીજા મહેશભાઈ મણવર સાથે છે.

દૂરનું સ્થળ હોવાથી મોબાઇલ નંબર
 99258 XXXXX પર મહેશભાઈનો અથવા બૉર્ડ નંબર (079) 2268 7000 પર ફોન સંપર્ક કરી બ્લડ ડોનર કિડની હૉસ્પિટલ પહોંચે તેવી વિનંતી છે.

નોંધ
 : આ વિનંતી કરનાર પારસ ઝા અને બિનીત મોદીએ જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં રક્તદાન કર્યું હોઈ નેવું (90) દિવસની સમયમર્યાદાને કારણે ટૂંકા ગાળામાં ફરીથી બ્લડ ડોનેટ કરી શકતા નથી તેથી પણ આપ સૌને મદદરૂપ થવા વિનંતી છે. જરૂર પડ્યે સંપર્ક કરશો. આભાર.
પારસ ઝા મોબાઇલ : 99252 XXXXX / બિનીત મોદી મોબાઇલ : 9824 XXX XXX
* * * * * * *

(
Saturday, 12 April 2014 at 04:25pm)
બળાત્કાર સંબંધી પ્રતિક્રિયા ચૂંટણી ભાષણોમાં એ હદે અને એ તીવ્રતાથી ન આપો કે એ પણ બળાત્કારજેવી જ લાગવા માંડે.
* * * * * * *

(
Tuesday, 15 April 2014 at 02:00pm)
અમદાવાદમાં પાનના ગલ્લા કરતા ગાંઠિયારથની સંખ્યા વધી ગઈ છે.
(માહિતી સ્ત્રોત ભારતની વસતી ગણતરી અને આર્થિક સામાજિક પ્રગતિનો અહેવાલ, વર્ષ 2013)
* * * * * * *

(
Wednesday, 16 April 2014 at 09:40am)
મારે તે ગામડે એકવાર આવજો...
...અમદાવાદ આવો ત્યારે પાર્કિંગ હારે લઈને આવજો રે...
...મારે તે ગામડે એકવાર આવજો...
* * * * * * *

(Friday, 18 April 2014 at 04:00pm)
ચૂંટણીમાં સૌથી વધુ મહેનત કોણ કરે છે?”
રાજકીય પક્ષના કાર્યકરો.”…“ના.
ઉમેદવારો પોતે.”…“ના.”...“તેમના નેતાઓ.”…“ના.
સૌથી વધુ મહેનત ટેલિવિઝન ચેનલના પત્રકારો કરે છે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Monday, 21 April 2014 at 04:10pm)
સગપણમાં મારા ભાણા થતા તપન પરીખએ બાળપણનાં બે વર્ષમાં ચાર વડાપ્રધાનો જોયા હતા...
27-11-1989ના રોજ તેનો જન્મ થયો ત્યારે વડાપ્રધાનપદે રાજીવ ગાંધી હતા...
03-12-1989ના રોજ તે એક અઠવાડિયાનો અને 27-12-1989ના રોજ તે એક મહિનાનો થયો ત્યારે વડાપ્રધાનપદે વિશ્વનાથ પ્રતાપસિંહ હતા...
27-11-1990ના રોજ તે એક વર્ષનો થયો ત્યારે વડાપ્રધાનપદે ચંદ્રશેખર હતા...અને...
27-11-1991ના રોજ તે બે વર્ષનો થયો ત્યારે વડાપ્રધાનપદે પી.વી. નરસિંહરાવ હતા...
(સોળમી લોકસભાની ચૂંટણી : એપ્રિલ મે 2014)
* * * * * * *
રાજાપુરી કેરીના કટકા અને અન્ના હજારે

(
Tuesday, 22 April 2014 at 03:33pm)
અથાણા બનાવવા રાજાપુરી કેરીના કટકા કરી તેને તડકે મુકવાની સિઝન આવી રહી છે...
...જો કે અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજીએ તેની શરૂઆત ઘણી વહેલી કરી દીધી છે...
...અન્ના હજારેને તડકે મુકીને...
* * * * * * *

(
Sunday, 27 April 2014 at 06:55pm)
ચૂંટણીપ્રચારમાં હેલિકૉપ્ટર્ ઓટોરિક્ષાની જેમ વપરાય છે.
(સોળમી લોકસભાની ચૂંટણી : એપ્રિલ મે 2014)
* * * * * * *

(
Tuesday, 29 April 2014 at 10:25am)
રાજકીય પક્ષોએ ચૂંટણીપ્રચારમાં લખલૂટ ખર્ચો કર્યો છે...
...માત્ર ડોલ્બી સાઉન્ડ પાછળ એક નવો પૈસો ખર્ચ્યો નથી...
...જાહેરસભા અને ઓટોરિક્ષાના સ્પીકરમાંથી કર્કશ અવાજ આવે છે...
(સોળમી લોકસભાની ચૂંટણી : એપ્રિલ મે 2014)
* * * * * * *
અરૂણ જેટલી : રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા

(
Wednesday, 30 April 2014 at 11:05am)
અરૂણ જેટલી, અમૃતસર અને અમદાવાદ...
સાતમા તબક્કાના મતદાનમાં આજે 30મી એપ્રિલે પંજાબ અને ગુજરાતની લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. અમૃતસર લોકસભા બેઠક માટે મત માંગતા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અરૂણ જેટલી મતદાન કરવા આજે અમદાવાદ આવશે. કેમ કે ગુજરાતને ફાળે આવતી બેઠક પર રાજ્યસભામાં ચૂંટાયેલા અરૂણ જેટલી વેજલપુર વિધાનસભા મત વિસ્તારના નોંધાયેલા મતદાર છે.
(સોળમી લોકસભાની ચૂંટણી : એપ્રિલ મે 2014)

ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગયા વર્ષે મે મહિનામાં અહીં મુકેલી એપ્રિલ – 2011, એપ્રિલ – 2012 તેમજ એપ્રિલ 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)