પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, December 25, 2012

પ્રફુલ દવે : ફેસબુક ફ્રેન્ડ બન્યા પહેલા.....તેમણે ગાયેલા ગુજરાતી ગીતો અને તેમની ગાયકીના વખાણ – બન્ને લગોલગ સાંભળવાનું-વાંચવાનું થયું હતું. 1990ની આસપાસ અમદાવાદના / Ahmedabad નારણપુરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેમને ગરબા ગાતા – ગવડાવતા સાંભળવા-જોવા એ એક લહાવો ગણાતું. નારણપુરા – ઉસ્માનપુરાના જંક્શન પર આવેલી પંચશીલ સોસાયટીમાં તેઓ નવરાત્રી દરમિયાન એક જ રાત ફાળવીને ગરબા ગવડાવવા આવતા ત્યારે તેમને સાંભળવા લોકો ટોળે વળતાં. 


મણિયારો ગાઈને લોકપ્રિયતાના સીમાડા વટાવી ગયેલા તેમના વિશે એકવાર એમ પણ વાંચવામાં આવ્યું કે – વ્યવસાયે ડૉક્ટર એવા પ્રફુલ દવેનો / Praful Dave ગીત – ગાયકીમાં સાથ લીધા વિના ગુજરાતી ફિલ્મોના નિર્માતા – દિગ્દર્શકો ફિલ્મ બનાવવાનું વિચારી પણ શકે તેમ નથી. ગુજરાતી ફિલ્મો / Gujarati Films માટે ગીતલેખન કરતા કવિઓ – ગીતકારોની ઇચ્છા હોય કે તેમના શબ્દોને પ્રફુલ દવેનો સ્વર મળે.....વગેરેવગેરે...

               
આવી કંઈક વાતો સાંભળી વાંચીને મને તેમને મળવાની ઇચ્છા થઈ આવી. ચોવીસ કલાકની તો ઠીક...ચેનલ શબ્દ જ ટેલિવિઝન માટે અસ્તિત્વમાં નહોતો એટલે તેમને ટીવી પર ક્યારેય જોયા નહોતા. છાપામાં ક્યાંય ફોટો પણ છપાયેલો નહોતો જોયો. ઓડિયો કેસેટના જેકેટ પર નામની સાથે ફોટો હોય તો હોય. આજે 2012માં લોકપ્રિયતાના માપદંડો ગણાય તેવા સાધનો માંહેનું કશું જ તેમની પાસે નહોતું અને તો ય પ્રફુલ દવે લોકપ્રિય હતા. મળવાની ઇચ્છા થઈ એટલે પાલડી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચી ગયો. સમાજસેવાના સંદર્ભે એ દિશામાં કામ કરતા લોકોનું રામકથાકાર મોરારિબાપુના હસ્તે સન્માન થાય અને અંતે ગીત- સંગીતનો કાર્યક્રમ – ડાયરો હોય તેવું આયોજન હોવાનું આજે આછું-પાતળું યાદ છે.

આછું-પાતળું એટલા માટે કેમ કે એ ચોવીસ વર્ષ પહેલાની વાત છે. ડાયરો પૂરો થયે સ્ટેજ પાછળ પહોંચીને તેમની સાથે થોડી વાતો કરી. અપાર લોકપ્રિયતા-ચાહનાનો અંશ પણ તેમને અડ્યો નહોતો. ફોટો પાડવાની ઇચ્છા વ્યક્ત કરી તો, “ફોટાનું શું કરશો ભાઈ? એવી પ્રતિક્રિયા આપી. સ્ટેજના પડદા ઓથે ઊભા રહેવા વિનંતી કરી તો સહેજ પણ આનાકાની નહીં. માત્ર તેમણે એક જ વિનંતી કરી...ભાઈ, એક કોપી મને પણ આપજો.

ફોટો પડી ગયો. પ્રિન્ટ હાથમાં આવી. વધારાની એક કોપી તેમના માટે પણ કઢાવી.
એ પછીની વિગતો યાદ નથી પણ ફોટો આપવા માટે એક કાર્યક્રમમાં જ પહોંચી ગયો. રાજી થયા. ફોટાની મારી કોપી પાછળ લખ્યું ખુશ રહો – પ્રફુલ દવે. 25 ડિસેમ્બર 1988 અમદાવાદ’. તેમના ગીતોની એક કેસેટ અને વિઝિટીંગ કાર્ડ આપતા કહ્યું, “વડોદરા – ઇલોરાપાર્કમાં જ રહું છું. ક્યારેક આવો તો મળો.

એવો રૂ-બ-રૂ થવાનો અવસર આટલા વર્ષોમાં કદી આવ્યો નહીં. પણ હા, ફેસબુક પર રોજે-રોજ મળાય છે. હા, એ મારા ફેસબુક ફ્રેન્ડ તો છે જ – સક્રિય પણ છે.

8 comments:

 1. Pankaj Shah Dr. (Ahmedabad)31 December 2012 at 01:45

  Dear Binit,
  I am happy to share the philanthrophist aspect of PrafulBhai. Last week he donated Rs.1,00,000/- to Gujarat Cancer Society. He received money for campaigning for a candidate; his friend in last election. Instead of accepting money he requested his friend to write cheque in the name of Gujarat Cancer Society. I was aware of his helping hand to IKDRC (Kidney Institute, Ahmedabad). This time he selected us. Real human being with social values.

  Dr.Pankaj M. Shah
  Vice President - Gujarat Cancer Society
  Special Adviser to Chairman - Gujarat Cancer Research Institute, Ahmedabad
  Professor Emeritus Medical Oncology
  Trustee - Sadvichar Parivar, Ahmedabad

  ReplyDelete
 2. Ramesh Tanna (Ahmedabad)2 January 2013 at 21:15

  મઝા પડી.
  રમેશ તન્ના (અમદાવાદ)

  ReplyDelete
 3. Rajnikumar Pandya (Ahmedabad)2 January 2013 at 21:25

  ભાઈ બિનીત,
  ટૂંકો પણ સરસ લેખ. તેમની ઉદારતાનો મને પણ અનુભવ છે. વર્ષો પહેલા જેતપુરની બહેરા મુંગા શાળા માટે (કે જેમાં હું ઉપપ્રમુખ છું) તેમણે મને બહુ સરસ અને સફળ કાર્યક્રમ કરી આપ્યો હતો. પોતે તો વગર પુરસ્કારે ગાયું પણ બીજા કલાકારોને પણ જેતપુરને આંગણે તે રીતે ખડા કરી દીધા. તેમના કંઠનો હું આશિક છું એટલે જ તો મારા સંપાદનમાં તૈયાર કરવાના 'મેઘદૂત'ના પ્રોજેક્ટ માટે ગાયક તરીકે મેં તેમની જ પસંદગી કરી અને તેમા સંગીતકારની થોડી નામરજીની પણ મેં પરવા ના કરી.
  રજનીકુમાર પંડ્યા (અમદાવાદ)

  ReplyDelete
 4. સૌ મિત્રો,
  બ્લોગની ચુમ્માલીસમી પોસ્ટ (25 ડિસેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

  બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 3 એપ્રિલ 2013

  ReplyDelete
 5. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા બે વર્ષ પૂર્ણ થયા.
  44મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 25-12-2012 to 25-12-2013 – 480

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 6. પ્રિય મિત્રો,
  44મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 25-12-2013 to 25-12-2014 – 50

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 7. હું તમારા અવાજનો દિવાનો છું
  પ્રફુલ્લભાઇ દવે ...

  ReplyDelete