પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, March 11, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ફેબ્રુઆરી – 2013)

ફેબ્રુઆરી  2013


સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે ફેબ્રુઆરી – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Friday, 1 February 2013 at 01:00pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
એનો ઉછેર તો બહુ સુખ-સાહ્યબી વચ્ચે થયો છે. પાણી માંગે ત્યાં દુધ હાજર થતું.”...“એમ?”
હાઅને માર્બલ માંગે તો મા-બાપ ગ્રેનાઇટ હાજર કરી દેતા.
અરે એ તો અંગ્રેજી મીડિઅમમાં ભણતો છોકરો લખોટી રમવા માગતો હશે અને ગુજરાતી માધ્યમમાં ભણેલા મા-બાપ માર્બલને બદલે ગ્રેનાઇટ આપતા હશે.
* * * * * * *

ભંગારમાં ટાંકણી અપાય?
(Saturday, 2 February 2013 at 01:00am)
અમારે ત્યાં લોખંડનો ભંગાર ઉત્તમ ભાવ આપી લેવામાં આવશે.
નોંધ: ટાંકણીયુ-પીન અને સ્ટેપલરની વપરાયેલી પીનોને ભંગારમાં ખપાવવાનો પ્રયત્ન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
* * * * * * *

(Saturday, 2 February 2013 at 12:35pm)
આળસ અને ઓટોમોબાઇલ સાધનોને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
"સૌથી વધુ આળસુ કોને કહેવાય?"..."એને જે સ્કૂટર - મોટરસાઇકલની માત્ર આગળની સીટ અને કારનો માત્ર ડ્રાઇવર સાઇડનો વિન્ડસ્ક્રીન સાફ કરતો હોય."
* * * * * * *

(Monday, 4 February 2013 at 01:00am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
वरना હિન્દી શબ્દ છેપણ ભારતમાં તે હુન્ડાઈ’ કારના મોડલનું નામ પણ છે.
* * * * * * *

(Tuesday, 5 February 2013 at 03:25pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
'माइकाઆમ તો પિયર માટે વપરાતો હિન્દી શબ્દ છે...જો કે.....અમદાવાદમાં આ નામની શૈક્ષણિક સંસ્થા પણ છે.....Mudra Institute of Communications Ahmedabad (MICA) / www.mica.ac.in
* * * * * * *

(Wednesday, 6 February 2013 at 05:20pm)
ધર્મ, જવાબદારી, રાજકારણ અને કુંભમેળાને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
મા બાપ, પત્ની, સંતાનો અને પરિવારની જવાબદારી રાતોરાત છોડી ચૂકેલા બાવાઓનો પણ રાજકારણમાં રસ કાયમ રહે છે.
* * * * * * *

(Saturday, 9 February 2013 at 06:15pm)
પ્રસાદ અને પુરુષ ભક્તોની આદતને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
પુરુષને અસલ માવામાંથી બનેલો પ્રસાદ આપવામાં આવે ત્યારે ના પાડવા માટે તે કયું બહાનું આગળ ધરે છે?”.....મોઢામાં માવો’ છે.
* * * * * * *

અફઝલ ગુરૂ
(Sunday, 10 February 2013 at 12:10pm)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ.....
ભારતીય સંસદ પર ગુરૂવાર13 ડિસેમ્બર 2001ની બપોરે હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરૂનો અંતે શનિવાર 9 ફેબ્રુઆરી 2013ની સવારે નિકાલ થયો.
* * * * * * *

(Monday, 11 February 2013 at 00:30am)
ડમડમબાબા ન્યૂઝ સર્વિસ.....
શાહી સ્નાન’ માટે કુંભમેળામાં ગયેલા લોકોમાંના કેટલાક અલાહાબાદ રેલવે સ્ટેશને થયેલી ભાગદોડમાં એવા ફસાયા કે પોતાના ઘરે હવે સ્નાનના સમાચાર બનીને જ પહોંચશે.
* * * * * * *

(Tuesday, 12 February 2013 at 10:40am)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ.....
અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓએ બનાવેલી સુરંગ મળી આવી. સ્વાદશોખીન કેદીઓએ શિયાળાની આ ઋતુમાં માટલા ઊંધિયુ બનાવવા માટે ખોદેલા ખાડાને સત્તાવાળાઓ સુરંગ તરીકે ઓળખાવતા હોય તો નવાઈ નહીં...!
* * * * * * *

(Wednesday, 13 February 2013 at 00:05am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
એક લાખ વ્યક્તિઓને એક’ સરખો સ્વાદ ધરાવતું ગરમાગરમ માટલા ઊંધિયુ એક સાથે બનાવીને પીરસી શકાય તેવી વ્યવસ્થા ધરાવતું અમદાવાદ વિશ્વનું એક માત્ર શહેર બન્યું છે. સાબરમતી જેલમાં કેદીઓએ બનાવેલી બેંતાલીસ ફીટ લાંબી એક’ સુરંગને કારણે આમ શક્ય બન્યું છે.
* * * * * * *

(Wednesday, 13 February 2013 at 11:05pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
કહું છું...વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે...એક્સચેન્જમાં જૂનું આપીને નવું લઈ આવીએ.
હાપણ જૂનું તો રહેવા જ દેવાનું.”…..“કેમજૂનું શું કામ લાગવાનું છે?”
અરે ડાર્લિંગ...સવારે શાકભાજી ધોવાના કામમાં તો આવશે જ ને.
* * * * * * *

(Thursday, 14 February 2013 at 11:40pm)
ધર્મ કે જ્ઞાતિના રીત-રિવાજનો લાભ લેવા માટે થઈનેસામાજિક મોભો બતાવવા કે લગ્નજીવનના ઉતાર-ચઢાવ જેવા કૌટુંબિક કારણોસર એકથી વધુ વાર લગ્ન કરવા પડે એમાં કોઈ હરકત છે જ નહીં......સંજોગવશાત્ ભૂતપૂર્વ પત્ની સાથે વર્તમાન પત્નીનો ભેટો થઈ જાય તો ય કોઈ મુશ્કેલી પડતી નથી......ભૂતપૂર્વ પત્નીઓ અને વર્તમાન પત્ની સાથે એક હરોળમાં ઊભા રહીને ફોટો પડાવવો પડે તો ય વાંધો આવતો નથી......સમસ્યા માત્ર ત્યારે જ ઊભી થાય છે જ્યારે એ ફોટાની ફોટોલાઇન લખવાની આવે...જેમ કે......તસવીરમાં ફલાણા-ઢીકણા ભાઈની ડાબેથી ચોથા’ ઊભા છેએ સાતમા’, ‘ત્રીજા  પહેલા’, ‘બીજા  ચોથા’, ‘પહેલા  આઠમા’ અને જમણેથી ચોથા’ ઊભા છે એ છઠ્ઠા’, ‘ત્રીજા  બીજા’, ‘બીજા  ત્રીજા’ અને પહેલા  પાંચમા’ પત્ની છે.
* * * * * * *

(Friday, 15 February 2013 at 08:45pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
"સૌથી મોટી કમનસીબી કોને કહેવાય?"..."એજ કે...વસંતપંચમીના દિવસે ગામમાં હજારો લગ્ન હોય અને આપણા ઘરનું રસોડું ધમધમતું હોય..."
* * * * * * *

(Sunday, 17 February 2013 at 03:55pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ગુજરાતી પ્રજા વેપારી માનસ ધરાવે છે...એ હદે કે કેટલીક સ્કૂલો કૉલેજો શોપિંગ સેન્ટરમાં ચાલે છે.
* * * * * * *

(Tuesday, 19 February 2013 at 03:33pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
જમાનો બહુ ખરાબ છે. કોઈ વ્યક્તિ ‘Call Centre’માં કામ કરતા હોવાની માહિતી આપે તો એમ ને એમ માની ન લેવું. શક્ય છે તે વ્યક્તિ કોલસાની દુકાનને ‘Coal Centre’ તરીકે ઓળખાવતી હોય. કહ્યું ને.....જમાનો બહુ ખરાબ છે.
* * * * * * *

(Wednesday, 20 February 2013 at 11:20pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતમાં રાજકારણમાં સક્રિય હોય તેવી દરેક વ્યક્તિને વડાપ્રધાનપદનું સ્વપ્ન આવે છે. જો કે એમાં એક અપવાદ પણ છે..........વર્તમાન વડાપ્રધાન.....
* * * * * * *

(Thursday, 21 February 2013 at 04:00pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
દિવસે વિશ્વ માતૃભાષા દિન’ (21 ફેબ્રુઆરી)ની ઉજવણી કરવાની...
અને...રાત્રે....
....રાત્રે...પેટપૂજા કરવાની પંજાબી અને ચાઇનીઝ ખાઈને.....
Save ગુજરાતી ભાષા.....Save ગુજરાતી થાળી.....Save સેવ ખમણી.....Save રતલામી સેવ.....
* * * * * * *

(Friday, 22 February 2013 at 07:10pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ અને અગડમ બગડમ ભવિષ્યવાણી.....
તમારો મોટો દીકરો ક્યાં છે?”…“બ્રાઝિલમાં.”…“શું કરે છે ત્યાં?”...“વડાપ્રધાન છે.
...“અને નાનો...?”...“સેશલ્સ ટાપુ પર છે અને તેને ગમે એ હોદ્દો ધારણ કરીને રહે છે. બોલો બીજું કંઈ?” (ભારતમાં એટલા બધા લોકોને વડાપ્રધાન બનવાના સ્વપ્નાં આવે છે ને કે પાંચ સાત વર્ષ પછી આવા ડાયલોગ સામાન્ય થઈ જશે.)
* * * * * * *

(Saturday, 23 February 2013 at 05:25pm)
પરીક્ષાર્થી વાંચી શકે પરંતુ વર્ગખંડ નિરીક્ષક જોઈ પણ ના શકે તેવી કમ્પ્યુટરાઇઝ્ડ કાપલીઓ સુવાચ્ય અને નાના ફોન્ટમાં કોઈ પણ ધોરણના કોઈ પણ વિષયની બનાવી આપવામાં આવશે. દોડો...દોડો...28 ફેબ્રુઆરી પહેલા ખાસ વળતર.....વિદ્યાર્થી જગતની સેવામાં – ડમડમબાબા 'જ્ઞાન-વિજ્ઞાન' વિચાર વિસ્તાર કેન્દ્ર.....
* * * * * * *

(Sunday, 24 February 2013 at 06:45pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
હોટલ અને જેલ બન્ને જગ્યાએ દાળ પીરસવામાં આવે છે...ફરક એટલો જ છે કે જેલમાં ગુનેગારોને મોટી ડોલમાં પીરસાતી દાળ સજા’ રૂપ હોય છે અને હોટલમાં નાની ડોલમાં પીરસાતી દાળ સ્ટાઇલ’ ગણાય છે.
* * * * * * *

પવન કુમાર બંસલ : 'પવન'ને અન્યાય
(Tuesday, 26 February 2013 at 11:55pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
કેન્દ્રિય રેલવે મંત્રી પવનકુમાર બંસલે સંસદમાં આજે રજૂ કરેલા રેલવે બજેટમાં ખોટ ખાતી અને ખોટ ખાઇને બંધ પડેલી કિંગફિશર’ જેવી એરલાઇન્સ માટે કોઈ જ પ્રકારની રાહતો જાહેર કરી નથી.....
.....આમ કરીને તેમણે પવનમાં ઉડતા વિમાનોને હળહળતો અન્યાય કર્યો છે.
* * * * * * *

(Wednesday, 27 February 2013 at 11:50pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન અને ડાયલોગ સિરીઝ.....
આવતીકાલે સંસદમાં રજૂ કરાનારા બજેટ માટે મારી સ્પીચ તૈયાર થઈ ગઈ છે?”
સાહેબ, ફાઇનલ ટચ કાલે સવારે આપીશું...બાકી...”...“બાકી...બાકી શું?”
વિશ્લેષણ કરનારા પોથી પંડિતોએ તો એમની સ્પીચ તૈયાર જ રાખી છે વર્ષોથી.

ગયા મહિને અહીં મુકેલી જાન્યુઆરી – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/02/2013.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

6 comments:

 1. Ramesh Tanna (Ahmedabad)15 March 2013 at 17:11

  બહુ સરસ બિનીત. મઝા આવી.
  રમેશ તન્ના (અમદાવાદ)

  ReplyDelete
  Replies
  1. શું મઝા આઈ, રમેશ તન્નાને. જાહેરમાં કહેતો હોય છે ને કે બિનીતને તો એક લીટીય લખતા આવડતી નથી ને. તુ તો કોઈ સારુ કામ કરે એટલે ઈર્ષાની આગમાં બળી જાય છે અને લોકોની પીઠ પાછળ બકવાસ કરે છે. ઉર્વીશના હાસ્ય દરબારની સફળતાથી પણ તુ બળીને ખાક થૈ ગયો તો ભૂલી ગ્યો. કોણ નથી જાણતું કે તુ જર્નાલિઝમ ફિલ્ડનો મોસ્ટ દંભી છું.
   ભવન્સના છોકરાઓને નોકરી અપાવવાના વાયદા કરતો અને પછી કોઇ વિદ્યાર્થી ફોન કરે તો ફોન ઉપાડવાનીય તસ્દી નોતો લેતો અને હા તું તો કોઈ તારા છાપામાં લખે એના પૈસાય નથી આપતો. પણ હા, એની પત્નીનો ચેક એ પાસ કરવાનું ભૂલતો નથી. અત્યાર સુધી કેટલીયવાર ટૂંકી વાર્તાઓ લેખકોને કીધા વિના છાપી દીધી છે. કાશી પારેખ બિલ્ડીંગમાં કોણ આ વાતોથી અજાણ છે? સાહિત્યકારો ને લેખકોનું સર્જન આમ મફતમાં છાપનારા તારા જેવા લોકો સાહિત્યની કુસેવા જ કરે છે. પણ હવે કોઇ નવા લોકો નહીં આવે ગુજરાતીમાં સર્જન કરવા. આ માટે તારા જેવા દંભીઓ જવાબદાર છે.
   મોટા મહેમાનોને પાંચ રૂપિયાનો આઈસક્રીમ ખવડાવતાય તુ શરમાતો ન હતો. અનેક સારા છોકરા તારા જેવા લોકોથી દુભાઇને પત્રકારત્વ છોડી ગયા હશે, એની કોઇ ગણતરી નથી.

   Delete
 2. Yes, tanna is a Hippocratic. tene badha sara yuva patrakaro ne potana student kahevani aadat chhe. ekdum bevkuf manas chhe.........

  ReplyDelete
 3. સૌ મિત્રો,
  બ્લોગની 53મી પોસ્ટ (11 માર્ચ 2013)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.

  બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 7 મે 2013

  ReplyDelete
 4. પ્રિય મિત્રો,
  બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
  53મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 11-03-2013 to 11-03-2014 – 280

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete