પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, February 02, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જાન્યુઆરી – 2013)

જાન્યુઆરી - 2013


સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે ઓગસ્ટથી ડિસેમ્બર – 2012 અને હવે જાન્યુઆરી – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Tuesday, 1 January 2013 at 00:05am)
ડમડમબાબાનું નવા વર્ષનું ચોંકાવનારું અને પહેલ વહેલું સંશોધન.....
2013ના નવા વર્ષમાં તમામ સમસ્યાઓમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થશે. કેમ કે 2012ના લીપ યરને મુકાબલે આ વર્ષે એક દિવસ ઓછો છે. HAPPY NEW YEAR…..
* * * * * * *

(Tuesday, 1 January 2013 at 06:15pm)
કળા અને વાનગીના નામને એકમેક સાથે સાંકળી ગુજરાતનો મહિમા કરતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
દેશનું આ એક માત્ર રાજ્ય છે જ્યાં ચિત્રકળા, નૃત્યકળા, અભિનયકળા, તસવીરકળા, નાટ્યકળાની સાથે ઢો'કળા' બનાવવા, ખાવા અને ખવડાવવા એ પણ એક કળા ગણાય છે.....નથી માનતા? ના માનશો. ગુજરાતી છાપાના રિપોર્ટ વાંચો. અમદાવાદ વડોદરા રાજકોટ સુરતના આંગણે પધારતી કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ મોંમાં 'ઢોકળું' મુકે એ પહેલા તેની જીભ પર મૂકી દેશે 'મને ગુજરાતના ઢોકળા ખૂબ ભાવે. I Love Dhokla.....મારું ગુજરાત.....નંબર વન ગુજરાત.....
* * * * * * *

નરેન્દ્ર મોદી - ડૉ. કમલા બેનીવાલ - જસ્ટિસ આર.એ. મહેતા
(Wednesday, 2 January 2013 at 03:44pm)
સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકના ગુજરાત વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો છે.....હે રામ! તો હવે શું ચુકાદાને સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations)માં પડકારવાનો. વધુ વિગત માટે જોતા રહો 'ડમડમબાબા ન્યૂઝ સર્વિસ'.....
* * * * * * *

(Friday, 4 January 2013 at 04:05pm)
જૈન ધર્મી સાધુઓના આચાર વિચારવાહનવ્યવહારના નિયમો અને પગપાળા પ્રવાસને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતભરમાં રસ્તાની ડાબી બાજુ ચાલતા વાહનને સામેથી જોઈ શકીએ અને એ પ્રમાણે જાતને એડજસ્ટ કરવા રસ્તાની જમણી બાજુ ચાલીશું તો એક પણ જૈન મહારાજ સાહેબ 'કાળધર્મ' નહીં પામેએક પણ માણસ મોતને નહીં ભેટે.....અને એક પણ બસ ટ્રક કાર ડ્રાઇવર નિર્દોષ હોવા છતાં દંડાશે નહીં.
* * * * * * *

(Tuesday, 8 January 2013 at 08:45pm)
સામાજિક લક્ષણ અને સ્પૉર્ટ્સને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
"એવી કઈ ગુજરાતી કહેવત છે જેમાં ઉપરોક્ત બે બાબતો એકમેક સાથેસંકળાયેલી છે?"..."સંપ ત્યાં જંપ"....."સંપ ત્યાં Jump" (Jump કૂદવું)
* * * * * * *

પાકિસ્તાન : નાક વગરનો નકશો
(Thursday, 10 January 2013 at 01:50am)
પાકિસ્તાનથી પધારતા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિદેશમંત્રી, રાજદ્વારી અધિકારીઓ (ડિપ્લોમેટ્સ)ને અછો અછો વાનાં કરતાં, લાડ લડાવતાં, તેમની જીહજૂરી કરતા-કરતા લોટપોટ થઈ જતા અને મહેમાનગતિ કરતા તાસક’ પર બત્રીસ પકવાન ધરતા ભારતને છેવટે શું મળ્યું?.....
.....ભારતના બે સૈનિકોનું માથું તાસક’ પર મૂકીને પાકિસ્તાન લઈ ગયા.
* * * * * * *

(Thursday, 10 January 2013 at 05:35pm)
'દબંગ' ફિલ્મ જોઈ ના હોય અને 'દબંગ 2' જોવાનો સમય ના હોય તેવા માનવંતા પ્રેક્ષકોને તેમના મહામૂલા સમયની બચત માટે બન્ને ફિલ્મની કમ્બાઇન્ડ DVD બનાવી આપવામાં આવશે.
લિ. માનવંતા ગ્રાહકોની સેવામાં ડમડમબાબા
* * * * * * *

(Friday, 11 January 2013 at 01:35pm)
અમારે ત્યાં GPRS સિસ્ટમ ફિટ કરેલા પતંગ મળશે.
નોંધ: આપનો પતંગ કપાઈને કયા ગામના કયા વિસ્તારમાં પડ્યો તે આ સિસ્ટમના આધારે જાણી શકશો. પતંગ પકડનાર વ્યક્તિ તેના આધાર કાર્ડનો બારકોડ કપાયેલા પતંગની કિન્ના સામે ધરશે તો તેના નામ સરનામાની જાણ આપના મોબાઇલ પર SMS દ્વારા થશે.
લિ. પતંગબાજ ગ્રાહકોની સેવામાં ડમડમબાબા
* * * * * * *

(Friday, 11 January 2013 at 02:35pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
ભાઈ, બોડી ઉતારવા આપના જિમ્નેસિયમમાં દાખલ થવું છે.”...“ઓ.કે. નામ બોલો.
મર્સિડીઝ ઈ ક્લાસ.”...“તકલીફ શું થાય છે?”…..“અમદાવાદના સાંકડા રસ્તા પર ટર્ન લેવામાં તકલીફ પડે છે.
* * * * * * *

(Saturday, 12 January 2013 at 04:15pm)
મમ્મી, બહેન, ભાભી કે પત્ની સલવારકમીઝદુપટ્ટાનો થ્રી-ઇન-વન સેટ માગે તો અપાવી જ દેજો. સલવાર-કમીઝ એમને કામ લાગશે તો ટુ-વ્હીલર ચલાવતી વખતે પતંગ ઉડાડવા વપરાતી ધારદાર દોરીથી થતી ઇજાથી બચવા દુપટ્ટો ખુદને ગળે વીંટાળવા કામ લાગશે.ગેરન્ટીડ પ્રોમિસ.....
લિ.
 ડમડમબાબા દુપટ્ટાવાલા
* * * * * * *

(Monday, 14 January 2013 at 01:11pm)
ઉત્તરાયણ, ઉજવણી અને મોંઘવારીને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
માત્ર એક જ પતંગ અને 200 વાર દોરી વડે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર ઉજવવો હોય તો આ રહ્યો રામબાણ ઉપાય.....પહોંચી જાઓ ગિફ્ટ સિટી, ગાંધીનગરના અઠ્ઠાવીસ માળના ટાવર – 1ની અગાસી પર.....
.....કોઈ તમારો પતંગ કાપવા નહીં આવે બસ.....ગેરન્ટીડ પ્રોમિસ.....મારું ગુજરાત...નંબર વન ગુજરાત.....
* * * * * * *

(Tuesday, 15 January 2013 at 08:30am)
લગ્નગાળા અને ખાન-પાનની ટેવને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
આજથી શરૂ થતા અને મહિનો-માસ ચાલનારા લગ્નગાળા દરમિયાન કયું વાક્ય સૌથી વધુ સાંભળવા મળશે?'ઘણા સમયે દેખાયાને કંઈ.....મઝામાં ને?'...'મોટા બાબાનું નક્કી થઈ ગયું?'...'નાની બેબી શેમાં આવી?'...'તમે તો હવે બહુ મોટા માણસ થઈ ગયા છો.'
.....ના, ઉપરનું એક પણ વાક્ય બહુ સાંભળવા નહીં મળે. સૌથી વધુ સાંભળવા મળનારું વાક્ય આ છે.....'ભાઈ, શાકમાં રસો સહેજ ઓછો આપજોને.'
* * * * * * *

(Wednesday, 16 January 2013 at 06:00pm)
ડહાપણની વાતો અને ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
બળ, બુદ્ધિ અને ધન વાપરવાથી વધે છે.
બળ, બુદ્ધિ, ધન અને ફેસબુકનું અકાઉન્ટ ખોલ્યા પછી નિયમિતપણે વાપરવાથી મિત્રોની સંખ્યા વધે છે.
* * * * * * *

(Wednesday, 16 January 2013 at 11:35pm)
ડમડમબાબા ફિલ્મ રિવ્યૂ એન્ડ ડાયલોગ સિરીઝ.....
મટરુ કી બિજલી કા મન્ડોલા ફિલ્મ સૌ દર્શકોને અડધી ટિકિટમાં જ બતાવવી જોઇએ.
યુ મીન બાર વર્ષથી ઉપરના લોકોની પણ અડધી ટિકિટ?”...“ના...ના...એમ નહીંફિલ્મ અડધી તો ઠીક...ઇન્ટરવલ સુધી પણ જોઈ શકાય એવી નથી.
* * * * * * *

(Friday, 18 January 2013 at 03:30pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
"કવિ આપનું શાલ્યાર્પણ કરીને સન્માન કરવું છે. અનુકૂળ તારીખ આપો."..."બધી તારીખ અનુકૂળ જ છે. શિયાળો ઉતરી જાય એ પહેલા કરી નાખો તો શાલ આ સીઝનમાં કામમાં આવે."
* * * * * * *

(Friday, 18 January 2013 at 04:00pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
"કવિ અનુકૂળ તારીખે આપનું શાલ્યાર્પણ કરીને સન્માન કરવું છે."..."બધી તારીખ અનુકૂળ જ છે. શાલની સાથે સન્માનપત્ર આપવાના છો?"..."ના. એની શી જરૂર છે?"
"અરે આ તો શાલથી ઠંડી દૂર ના થાય તો સન્માનપત્ર તાપણું કરવાના કામમાં આવે."
"સારું...સારું...તો તો લાકડાની ફ્રેમમાં મઢાવીને આપીશું."
* * * * * * *

(Friday, 18 January 2013 at 05:00pm)
ડમડમબાબા ફિલ્મ રિવ્યૂ.....
'મટરુ કી બિજલી કા મન્ડોલા' ફિલ્મના માત્ર નામમાં જ 'બિજલી' છે.....બાકી પોણા ભાગની ફિલ્મમાં અંધારપટ છે.....
* * * * * * *

(Friday, 18 January 2013 at 09:05pm)
રાજકારણના રંગ-ઢંગને સાંપ્રત રંગ’ સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતના મતદારો ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનનું બટન દબાવીને કોંગ્રેસી ઉમેદવારના નામ સામેની લાલ’ લાઇટ કેમ ઝબકાવતા નથી તેના કારણો જાણવાની કોંગ્રેસી ચિંતન શિબિર ગુલાબી’ નગરી જયપુરમાં ચાલી રહી છે.
* * * * * * *

(Saturday, 19 January 2013 at 06:00pm)
ગટર, ચોર અને કારને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
કારની સંખ્યા વધવાથી એક ફાયદો તો થયો જ છે...હવે ગટરના ઢાંકણાની ચોરી નથી થતી...કેમ કે તેના પર પાર્ક થયેલી કારના કારણે ચોરના હાથ લાંબા થઈ શકતા નથી.
* * * * * * *

'બાબા' રાહુલ ગાંધી
(Monday, 21 January 2013 at 12:35pm)
રાજકારણ, યુવાની અને લગ્નને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
દુનિયાભરની સિલેબ્રિટિઓ જ્યાં પરણવા માટે આવે છે તે ગુલાબી નગરી જયપુરમાં કોંગ્રેસે પરણાવવા લાયક મુરતિયા’ (રાહુલ ગાંધી)ને પક્ષનો ‘અણવર’ (ઉપાધ્યક્ષ) બનાવ્યો.
* * * * * * *

(Monday, 21 January 2013 at 02:15pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન યાને માર્કેટ રિસર્ચ.....
રિલાયન્સના સુપર માર્કેટમાં કંપની જેનું ઉત્પાદન નથી કરતી એવી દરેક ચીજ-વસ્તુ બજાર કરતાં સસ્તી મળે છે.....અને...કંપની સસ્તું પેટ્રોલ વેચી શકતી નથી.....જેનું તે ઉત્પાદન કરે છે...
* * * * * * *

નિશાન ભાજપ - લક્ષ્ય રાષ્ટ્રપતિપદ
(Monday, 21 January 2013 at 10:30pm)
રાજકારણ લાગણીશીલ બનીને નહીં આક્રમક બનીને જીતાય છે. ગૃહસ્થાશ્રમમાં નહીં પ્રવેશેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ (રાહુલ ગાંધી)ને આ વાત તેમના પક્ષની સરકારના ગૃહમંત્રી (સુશીલકુમાર શિંદે)એ લાગણીશીલ બન્યાના બાર કલાકમાં સમજાવી દીધી.
* * * * * * *

(Tuesday, 22 January 2013 at 03:35pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
"વિક્સ વેપોરબ લગાડીને સ્વેટર પહેરશો તો ઠંડી ઓછી લાગશે."..."કોને?...મને?"..."ના. સ્વેટરને."
* * * * * * *

(Wednesday, 23 January 2013 at 04:25pm)
ગ્રાહક સેવા ક્ષેત્રે ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ગ્રાહકને તેના કામ સંબંધી સેવાઓ એક જ જગ્યાએથી મળે એ માટે 'સિંગલ વિન્ડો સિસ્ટમ' (Single Window System)ની સુવિધા શરૂ કરવામાં આવી હતી.....
.....જો કે...કામચોર કર્મચારીઓએ અને નીંભર વહીવટીતંત્રએ તેનો અર્થ એવો કર્યો કે...એક જ વિન્ડો ખુલ્લી રાખવાની...બાકીના કર્મચારીઓ 'વહીવટ'માં રચ્યા-પચ્યા રહે...
* * * * * * *

(Thursday, 24 January 2013 at 10:00pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
ભાઈ, એક લગામબાંધણુ આપો.”...“કોના માટે જોઇએ છે? ઘોડા માટે?”...
ના...ના...નેતાઓની લુલીએ બાંધવા માટે.”...“તો...તો...પછી આ ડફણું જ લઈ જાઓ. એ પડશે તો જ સીધાદોર થશે.
* * * * * * *

ફ્લાયઑવર કે નીચે ક્યા ચલતા હૈ?
(Friday, 25 January 2013 at 06:50pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભગવાન ઉપરથી બધું જ જુએ છે.....માત્ર ફ્લાયઑવર બ્રીજ નીચે શું ચાલી રહ્યું છે એ જ જોઈ ન શકે...
* * * * * * *

(Saturday, 26 January 2013 at 02:30pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ચોસઠમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજધાની દિલ્હીની રાષ્ટ્રીય પરેડમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોના ટેબ્લો રજૂ થયા...સિવાય કે........કોયલા કૌભાંડ’ મંત્રાલય.....
* * * * * * *

આ બેગ વાપરનારના નામની 'વિશેષતા'
(Monday, 28 January 2013 at 05:15pm)
પેરા-મેડિકલ વ્યવસાય અને અંગ્રેજીમાં નામ લખવાની પદ્ધતિને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
"વ્યવસાયી નોકરીનો એવો કયો પ્રકાર છે જેમાં પુરૂષના નામના બન્ને છેડે એક જ પ્રકારના અંગ્રેજી અક્ષરો લાગે છે?"..."મેડિકલ રેપ્રિઝેન્ટટિવ."...“MR. DamDamBaba, MR”
* * * * * * *

(Tuesday, 29 January 2013 at 12:05pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
ડૉક્ટર સાહેબ, લગ્નને દિવસે અમારા બન્નેનું વજન અચાનક જ વધી ગયું હતું.”...“શેરવાની અને ઘરેણા પહેરીને કર્યું હતું?”
* * * * * * *

(Tuesday, 29 January 2013 at 03:10pm)
આઝાદી પછીના ભારતના વિકાસ અને બાંધકામ ઉદ્યોગને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
"દેશમાં શેનું બાંધકામ વધુ થયું?"..."રહેણાક મકાનો."..."ના."..."બંગલા."..."ના."..."અપાર્ટમેન્ટ."..."ના."..."ફાર્મ હાઉસ."..."ના."
"ફેક્ટરીઓ."..."ના."..."કારખાના."..."ના."..."સ્કૂલો."..."ના."..."કૉલેજો."..."ના."
"બસ સ્ટેશન."..."ના."..."રેલવેસ્ટેશન."..."ના."..."એરપોર્ટ."..."ના."..."પુલો."..."ના."..."રસ્તા."..."ના."
..."રસ્તા પરના બમ્પ."..."હા."...
* * * * * * *

બાપુની વિદાય અને મૌનનો 'મહિમા'
(Wednesday, 30 January 2013 at 05:05pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
"ગાંધી નિર્વાણ દિને આજે સવારે 11:00 કલાકે બે મિનિટનું મૌન પાળ્યું હતું?"
"હા. બાકી દેશના બહુમતિ નાગરિકો દાયકાઓથી મૌન ધરીને બેઠા છે એમાં જ આજની આ અવદશા થઈ છે."
* * * * * * *

(Thursday, 31 January 2013 at 06:35pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
"સાહેબ, કારનો અકસ્માત થયો છે. ફરિયાદ લખાવાની છે."..."ઈજા કોને અને કેવીક થઈ છે? સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા?"
"સાહેબ, ઈજામાં તો નેનો કારને ગોબો પડ્યો છે. એ બહાર કમ્પાઉન્ડમાં પડી કણસે. તેની સાથે અથડાનાર તો નાસી ગયો."

ગયા મહિને અહીં મુકેલી ડિસેમ્બર – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/01/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની પચાસમી પોસ્ટ (2 ફેબ્રુઆરી 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 30 એપ્રિલ 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા બે વર્ષ પૂર્ણ થયા.
    50મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 02-02-2013 to 02-02-2014 – 270

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete