પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, June 02, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (મે – 2016)

(મે – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 67મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે મે2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Tuesday, 3 May 2016 at 11:11am)
ભઈ, એર-કન્ડીશનર રિપેર કરવા ક્યારે આવો છો? બહુ ગરમી પડે છે ભઈસાબ.
બહેન સાંજે નમતા પહોરે કે કાલે સવારે ઠંડા પહોરે આવું છું. બહુ ગરમી પડે છે બહેનબા.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Thursday, 5 May 2016 at 03:03pm)
મે મહિનાની ગરમી, ઠાઠ નવાબી...
એર-કન્ડીશન્ડ ડોમમાં પુસ્તકોને દોમ-દોમ સાહેબી...
કવિ સિકંજી શરબતવાલાની નવી રચના
* * * * * * *

(
Friday, 6 May 2016 at 11:55am)
સફળતાનો માપદંડ સહેજ ઊંચે લઈ જવા હવે પછીના પુસ્તક મેળાનું આયોજન શિયાળામાં અને અમદાવાદના નારોલ, નરોડા, નિકોલ, વસ્ત્રાલ કે સરસપુર વિસ્તારમાં કરવું પડશે.
લિ. જ્ઞાનવિનાનો અને પીઠવાળો કાગડાપીઠનો કાકાકૌઆ
કાગડાપીઠ = અમદાવાદનો એક વિસ્તાર
* * * * * * *

(
Saturday, 7 May 2016 at 05:05pm)
ભારતીય ભાષા જેવા પ્રમાણમાં સરળ વિષય સાથે UPSCની પરીક્ષા પાસ કરતો વિદ્યાર્થી IAS પસંદગીમાં કેડર તરીકે ગુજરાત રાજ્યની પસંદગી કરે છે, નોકરીના વર્ષો દરમિયાન પત્રવ્યવહાર અને વાંચવાને માટે હિન્દીને પ્રાધાન્ય આપે છે અને છેવટે અંગ્રેજીમાં પુસ્તક લખીને નિવૃત્ત થાય છે.
લિ. રિવરફ્રન્ટનો રખડુ...પુસ્તકમેળામાં ખાતો ઢેબરુંને વડુ...
* * * * * * *

(
Monday, 9 May 2016 at 02:02pm)
સાહિત્ય અને સ્વાસ્થ્યને સાંકળતો સવાલ...સવાલ સર્જકને...સવાલ Biren Kothariને...
Sir, પાર્કિંગથી બુક-ફેરના છ ડોમ (ત્રણ પુસ્તકોના, ત્રણ કાર્યક્રમોના) વચ્ચેની રખડપટ્ટીને મૉર્નિંગ ઇવનિંગ વૉકના કિલોમીટરમાં શું હું સામેલ કરી શકું?
લિ. રિવરફ્રન્ટનો રખડુ...પુસ્તકમેળામાં ખાતો ચીઝ-ઢેબરુંને વડુ...
* * * * * * *

(
Tuesday, 10 May 2016 at 10:15am)
સાહિત્ય અને વસતી ગણતરીને સાંકળતો સવાલ...સવાલ સર્જકને...સવાલ Biren Kothariને...
Sir, ગર્ભસંસ્કારપુસ્તકની નકલના વેચાણ આંકડાને ગુજરાતની વસતી ગણતરીના આંકડામાં સીધો જ સામેલ કરી શકાય?
લિ. રિવરફ્રન્ટનો રખડુ...પુસ્તકમેળામાં ખાતો ઢેબરાંને ઝોકું...
* * * * * * *

(
Wednesday, 11 May 2016 at 10:10am)
સિંહસ્થ Live…રિપોર્ટર ઉજ્જવલસિંહઉજ્જૈની
સિંહસ્થ કુંભમેળામાં વાઇફ વગરના બાવાઓ માટે વાઇ-ફાઇની સુવિધા.
* * * * * * *
કાર મેળો

(
Thursday, 12 May 2016 at 09:19am)
વૅકેશન શરૂ થાય એટલે શહેરના બાળકો મમ્મી પપ્પા પાસે કાર મેળામાં જવાની જિદ કરે છે...જ્યારે
...ગામડાંના બાળકો જાતે જ પહોંચી જાય છે...અસલી મેળામાં...
* * * * * * *

(
Friday, 13 May 2016 at 02:22pm)
હાથી મેરે સાથીફિલ્મની રિમેક બનાવવામાં પશુ-પક્ષી ઉપયોગના પ્રતિબંધનો કાયદો આડે આવતો હોય તો પછી જાડિયા પાડિયા લોકો કયે દિવસે હિન્દી ફિલ્મ નિર્માતા દિગ્દર્શકોના કામમાં આવવાના હતા?
લિ. સંયોજક, જે.પી ગ્રૂપ = જાડિયા પાડિયા ગ્રૂપ
* * * * * * *

(
Monday, 16 May 2016 at 10:35am)
અસહ્ય તાપ, ગરમી અને ઉકળાટથી રાહત મેળવવા વાંસની સળીઓથી બનેલા લીલા પડદાનો કે ગ્રીન નેટનો ઉપયોગ કરવામાં રંગ સંબંધી ધાર્મિક બાધ રાખવો નહીં.
પર્યાવરણશાસ્ત્રી મોહમ્મદ અલી ઝીણા (ઇસ્લામાબાદ, પાકિસ્તાન)
મૂળ ઉર્દૂમાંથી મરાઠી ભાષાંતર કરનાર (મોહન ભાગવત, નાગપુર)
મરાઠી ભાષાંતરમાંથી સોશિઅલ મીડિયામાં ગુજરાતી રજૂઆત કરનાર (બિનીત મોદી, ગોધરાવાળા અમદાવાદી)
* * * * * * *
ભખ...ભખ...ભખ...

(
Thursday, 19 May 2016 at 11:15am)
અસહ્ય તાપમાન વચ્ચે આંશિક રાહત આપતું ડમડમબાબાનું તદ્દન નવું સંશોધન...
છાણ લાકડાંના ચૂલા અને રેલવેના સ્ટીમ એન્જિનનો ઉપયોગ ચાલુ હોત તો ગરમી 60 ડિગ્રીની આસપાસ હોત.
લિ. તાજદાર તાપમાનવાલા
* * * * * * *

(
Friday, 20 May 2016 at 08:30am)
રતલામી સેવના સેવન પર અંકુશ અને ચણાના લોટમાંથી બનતી વાનગીઓ તૈયાર કરવા પર પ્રતિબંધ મુકવાથી આ ઉનાળે અને હવે પછીના ઉનાળાઓમાં પડનારી પીવાલાયક અને વપરાશયોગ્ય પાણીની તંગીને નિવારી શકાશે.
લિ. જળસંચય નિષ્ણાત રોબર્ટ રતલામી
* * * * * * *

(
Monday, 23 May 2016 at 12:05pm)
ન્યાય આપે અપાવે Biren Kothari / https://www.facebook.com/biren.kothari.37
Sir, આપણા વચ્ચેની કમેન્ટની આપ-લેને નિલેશ રૂપાપરાએ Nilesh Rupapara / https://www.facebook.com/lekhaknilesh ‘કવ્વાલી’નો દરજ્જો આપીને મુજ બનારસી ઘરાનાના કલાકારનું અપમાન કર્યું છે. તેમની સામે કેવા દંડનીય પગલાં લઈ શકાય?
નોંધ : પગલાં એટલે પગલાં જ સમજવાનું. ઠાકોરજીની સેવામાં રત વૈષ્ણવો બાળકૃષ્ણ માટે ચાંદીના ‘પગલાં’ વાપરે છે તે નહીં.
લિ. સાચો સેવક ઉર્ફે માલદાર મુખિયાજી
* * * * * * *

(
Tuesday, 24 May 2016 at 06:20pm)
દસમાનું રિઝલ્ટ આવ્યે ત્રીસ વર્ષ થઈ ગયા તોય આજે ઑફિસથી ઘરે જતા બીક લાગે છે.
લિ. ડાકોરથી SSCની પરીક્ષા પાસ કરેલા ડમડમબાબા (વર્ષ 1985અનામત આંદોલન)
* * * * * * *

(
Wednesday, 25 May 2016 at 01:45pm)
ઓછી ટકાવારીએ વધુ છવાઈ જવાની કોશિશ કરવી હોય તો દસમા અને બારમા ધોરણના રિઝલ્ટનો સરવાળો કરીને જ જવાબ આપવાનો. જેમ કે...ડમડમબાબા...
કોઈ પણ ધોરણનું પરિણામ પૂછાય તો જવાબમાં 96 ટકા જ કહેવાના...
SSC (1985ઠાસરા – પરીક્ષા કેન્દ્ર ડાકોર) 53 ટકા
HSC (1987નારણપુરા – અમદાવાદ) 43 ટકા
* * * * * * *
લિ. આપનો વફાદાર કૉંગ્રેસી સેવક

(
Thursday, 26 May 2016 at 03:03pm)
દેશના માત્ર ત્રણ રાજ્યોની (ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશ) વિધાનસભામાં 50થી વધુ ધારાસભ્યો ધરાવતા કૉંગ્રેસ પક્ષને વફાદારીની એફિડેવિટ કરાવવા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરની જરૂર પડે છે.
(પચાસ બેઠકોથી ઓછું કદ ધરાવતા રાજ્યો ગોવા, મિઝોરમ, સિક્કીમ અને પુડુચેરી વિધાનસભાને અપવાદ ગણવી.)
લિ. આંકડાશાસ્ત્રી
* * * * * * *
નાથદ્વારાના દર્શન : સમય સારણી              (*)

(Saturday, 28 May 2016 at 05:25am)
શીરા માટે શ્રાવક થવાય’...તો...ઠોર ખાવા માટે ઠાકોરજી પાસે જવાય...
So, Travelling for Pilgrimage to...શ્રીનાથજી...

ગયા મહિને અહીં મુકેલી એપ્રિલ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી મે – 2011, મે – 2012, મે – 2013, મે – 2014 તેમજ મે 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2013/06/2011.html



(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Monday, May 02, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2016)

(એપ્રિલ – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 66મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

ફેસબુક હેડક્વાર્ટર
(Friday, 1 April 2016 at 12:00Noon)
ફેસબુકપર સતત આઠ કલાક લોગ-ઇન રહેનારને નોકરીનો ભાગ ગણી એ દિવસ પૂરતો પગાર જમે આપવામાં આવશે.
તા.ક. આ તો એપ્રિલ ફૂલ છેતેમ માનવું નહીં. જ્યાંથી પગાર મેળવતા હો એ સંસ્થાનું જે-તે દિવસનું કપાત પગારનું અસલ સર્ટી જમે કરાવવાનું રહેશે. તો એ મેળવવા મંડી પડો.
તા.ક.ના તા.ક. બેકારોએ આટલો લાંબો સમય લોગ-ઇન રહેવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં ટ્વિટરપર ટ્રાય કરવાનું સલાહભરેલું છે.
* * * * * * *

(
Monday, 4 April 2016 at 02:22pm)
બૅન્ક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવા માટે ઘણા બધા દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણિત નકલ (સર્ટિફાઇડ ફોટોકોપી ઝેરોક્ષ) આપવી પડે છે...પરંતુ...
એ જ લોનને NPA / Non Performing Assets જાહેર કરાવવા માટે એક સાદા કાગળ પર અરજી કરવાની રહે છે...
અને ઝેરોક્ષ વાળો મોટે ભાગે એ એક કાગળ મફત આપે છે.
* * * * * * *

(
Wednesday, 6 April 2016 at 01:00pm)
ભારતમાં બે જ રાજકીય પક્ષો છે કૉંગ્રેસ અને કમળ કૉંગ્રેસ
(ભારતીય જનતા પક્ષના 38મા સ્થાપના દિને ડમડમબાબાની વિશેષ રજૂઆત)
* * * * * * *

(
Friday, 8 April 2016 at 10:00am)
સમાચાર : ‘પનામા લિક્સપેપર રિપોર્ટને કારણે દુનિયાભરની સંખ્યાબંધ બેનામી કંપનીઓ વિશે ખુલાસો થયો.
આલિયા ભટ્ટ : રામ ગોપાલ વર્માની જેમ એક જ કંપનીબનાવવાની હોય ને? અઢળક કંપનીઓબનાવીને શું કરવાનું, નંઇ પપ્પા?
* * * * * * *

(
Wednesday, 13 April 2016 at 01:11pm)
દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની એક શાખા મહેસાણામાં શરૂ થઈ રહી છે એટલે લાખ બે લાખ રૂપિયાની વાર્ષિક ફી ચૂકવીને મોંઘીદાટ સ્કૂલમાં ભણનારા પટેલ ઠાકોરના પનોતા સંતાનોને અનામતની જરૂર રહેશે નહીં.
લિ. વિદ્યા શાસ્ત્રીનું બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પૂર્વે પૂર્વાનુમાન
સ્પષ્ટતા : ખરેખર હું વિદ્યાશાસ્ત્રી (કે શિક્ષણશાસ્ત્રી) છું નહીં. આ તો મારું નામ-અટક છે.
* * * * * * *

(
Friday, 15 April 2016 at 12:34pm)
બિલ્ડરોના સંઘે જાહેર કર્યું છે કે ફિલ્મો ટી.વી. સિરિઅલોમાં દેખાડે છે એવા મોટા ડ્રોઇંગ રૂમ તો અમારા આર્કિટેક્ટ, એન્જિનિઅર અને કડિયા પણ બનાવી શકતા નથી.
* * * * * * *

(Monday, 18 April 2016 at 01:45pm)
હવે પછી મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકો તો મને (એટલે કે ડોન્ગલને) બાદ રાખજો.
લિ. ડોન્ગલ મંગલ દંગલ કરવાવાળા
* * * * * * *

(
Tuesday, 19 April 2016 at 01:25pm)
સામાન્ય જ્ઞાન શ્રેણી...
ગુજરાતમાં સીઝનનો સર્વપ્રથમ કેસર કેરીનો રસ ક્યાં, ક્યારે અને કોના દ્વારા પીરસવામાં આવે છે?”
તલગાજરડા-મહુવા મુકામે યોજાતા અસ્મિતા પર્વ દરમિયાન યજમાન મોરારિદાસ હરિયાણી દ્વારા.
* * * * * * *

(
Friday, 22 April 2016 at 11:00am)
આજે (22 એપ્રિલ) Earth Day છે.
Earth = એવો અંગ્રેજી શબ્દ જેનો ગુજરાતીમાં અર્થથાય છે...પૃથ્વી.
* * * * * * *

(
Monday, 25 April 2016 at 01:11pm)
નવા નાણાકીય વર્ષના પ્રારંભે એપ્રિલ મહિનામાં બૅન્કોમાં રેલવે સ્ટેશન જેટલી ભીડ હોય છે.
લિ. લોનલાખેશરીબાબા
* * * * * * *
બ્લડ ક્રોસમેચ ચાર્ટ

(
Friday, 29 April 2016 at 09:09am)
કુત્તે કમીને...મૈં તેરા ખૂન પી જાઉંગા...
બ્લડ ક્રોસમેચ કરવાને કા દાક્તરી ધરમભૂલ મત જાના.
લિ. ફ્રોડ ફ્રાઇડે ફિલમ ફાઇનાન્સ કંપનીવાળા
* * * * * * *
                 અમદાવાદ એરબૅટિક્સ શૉ 2016                (*)

(
Saturday, 30 April 2016 at 11:05am)
ગાયોને કહી દેજો ગોધૂલિ ટાણે ગમાણમાં વેળાસર પાછી ફરે...
અમદાવાદના આકાશમાં આજે એરોપ્લેનના એરબૅટિક્સ થવાના છે.
સર્જક કવિ ગોચરની નવી રચના

ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી એપ્રિલ2011, એપ્રિલ2012, એપ્રિલ2013, એપ્રિલ2014 તેમજ એપ્રિલ 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Wednesday, April 20, 2016

માહિતી – સાલવારીનું ભૂલભરેલું ‘યુગદર્શન’


ગુજરાતના જાહેરજીવનના ચોક્કસ સમયગાળા માટે જેમના નામ-કામની નોંધ લેવી અનિવાર્ય ગણાય તેવા વકીલ કૃષ્ણકાંત વખારીઆના / Krishnakant Vakharia પુસ્તક ‘યુગદર્શન’ / Yugdarshan વિશે ‘નિરીક્ષક’માં વાંચ્યું. પછી એ પુસ્તક પણ જોવાનું થયું. આ પ્રકારનાં સંભારણાં જાહેર જીવનને લગતા દસ્તાવેજોની અછતમાં ઉપયોગી નીવડી શકે છે, જો તેમાં માહિતીની ખરાઈની ચીવટ જળવાઈ હોય તો. દુર્ભાગ્યે આ પુસ્તકમાં સામાન્ય વિગતો-સાલવારીની ગંભીર ભૂલો ઠેર ઠેર જોવા મળે છે, જે પુસ્તકની સામગ્રીની એકંદર વિશ્વસનીયતા માટે હાનિકારક છે.

જેમ કે ભારતના રાજકારણમાં યુવાનોના પ્રવેશ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, મેનકા ગાંધી અને વરૂણ ગાંધી જેવા અલગ-અલગ અડધો ડઝન સંદર્ભે વિગત તપાસો, તો જાણવા મળે કે જૂન 1980માં એક વિમાન અકસ્માતમાં સંજય ગાંધીની / Sanjay Gandhi અણધારી વિદાય થઈ. છતાં આ પુસ્તકમાં સંજય ગાંધીનું અવસાન વર્ષ 1982 દર્શાવ્યું છે. (પાનું 318) ‘ઑપરેશન બ્લુ સ્ટાર’ / Operation Blue Star નામથી થયેલી અતિ જાણીતી લશ્કરી કાર્યવાહીને અહીં ‘Operation Blue’ અને ‘બ્લુ ઑપરેશન’ તરીકે ઓળખાવાઈ છે. (પાનું 318 અને 320)

જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર / Vasant Gajendra Gadkar સાથેના સ્નેહસંભારણા આલેખતા કૃષ્ણકાંતભાઈ તેમની વ્યવસાયી વકીલ તરીકેની કારકિર્દીના પ્રારંભિક ગાળા માટે લખે છે કે, ભારતીય જનસંઘની / Bhartiya Jan Sangh એક પિટિશનમાં ગડકરે ભૂલથી તેમનું (એડવોકેટ વખારીઆનું) વકીલાતનામું દાખલ કરેલું. (પાનું 168) સવાલ એ થાય કે આવું બને કેવી રીતે? કેમ કે જે-તે કોર્ટકેસના સંદર્ભે દાખલ થતા વકીલાતનામા પર વકીલની સહી હોય છે. આવી ભૂલ જો થઈ હોય તો પણ આ એક જ મુદ્દા પર ભાવિ રાજકીય કારકિર્દી પૂર્ણપણે રોળાઈ ગઈ તેવો લેખકનો દાવો વધારે પડતો છે.

પ્રકરણ 43થી 47 (પાનું 220થી 244)ના પચીસ પાનામાં કૉંગ્રેસના નેતા – ખજાનચી શ્રી દીક્ષિતજી તરીકે વારંવાર ઉલ્લેખ પામતી વ્યક્તિ ઉમાશંકર દીક્ષિત / Uma Shankar Dikshit છે તેવી સ્પષ્ટતા માત્ર એક જ વાર, એ પણ શરૂઆતના પાને (પાનું 222) થાય એ અધૂરી ઓળખ આપ્યા જેવું લાગે છે. બીજું કે જ્યારે પુસ્તક 2016માં પ્રકાશિત થતું હોય ત્યારે તો ઉત્તરપ્રદેશના દિવંગત નેતા ઉમાશંકર દીક્ષિત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના / Sheila Dikshit સસરા થતા હતા એવો ઓળખ ઉલ્લેખ અનિવાર્ય તો નહીં પણ જરૂરી તો બને જ છે. વાંચન – સમજને સરળ બનાવતા આવા સંદર્ભોની ‘યુગદર્શન’ પુસ્તકમાં સદંતર ગેરહાજરી કઠે તેવી છે.

ચુસ્ત સંપાદનના અભાવે પુસ્તકમાં ખટકે એવું પુનરાવર્તન પણ વારંવાર જોવા મળે છે. જેમ કે વિશ્વનાથ પ્રતાપસિંહના / Vishwanath Pratap Singh વડાપ્રધાનપદના પહેલા દિવસથી લઇને તેમના અનુગામી બનેલા ચંદ્રશેખરના / Chandra Shekhar આ પદ પામવાના – ટકાવી રાખવાના સત્તાકીય સંઘર્ષકાળનું એકસરખું વર્ણન બે જુદા – જુદા પ્રકરણોમાંથી મળે છે. આ બે પ્રકરણ, 65મું ‘કેન્દ્રમાં મિશ્ર લૂલી સરકારો’ (પાનું 345) અને 70મું ‘શ્રી ચંદ્રશેખર સાથેનાં સંભારણાં’ (પાનું 378) વચ્ચે માત્ર ‘પરિશિષ્ટ’નો જ તફાવત છે. આવા દાખલા ગુજરાતનું રાજકારણ – સત્તાકારણ આલેખતા પ્રકરણોમાં પણ જોવા મળે છે.

નામો આગળથી ‘શ્રી’ ‘શ્રીમતી’ ટાળી શકાય એવાં હતાં છતાં એ વાપરવાં જ હોય તો જરા વધારે ચીવટ રાખવા જેવી હતી. કારણ કે ભિંદરાનવાલેના નામ આગળ પણ ‘શ્રી’ લાગી ગયું છે. (પાનું 320)

આ પુસ્તકમાં (બીજી આવૃત્તિમાં) સુધારા અશક્ય લાગે તો, પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે લેખકનાં આગામી બે પુસ્તકોમાં આ પ્રકારની પ્રાથમિક ભૂલોનું પુનરાવર્તન ન થાય અને ગુજરાતના જાહેર જીવન વિશેની પ્રમાણભૂત વિગતો જાણવા મળે એવી અપેક્ષા રાખી શકાય.

(યુગદર્શન, લેખક: કૃષ્ણકાંત વખારીઆ, પ્રકાશક: પ્રવીણ પબ્લિકેશન, રાજકોટ, પાનાં સંખ્યા: 480, કિંમત રૂપિયા 850/-, પ્રથમ આવૃત્તિનું વર્ષ 2016, ISBN : 978 – 93 – 81462 – 83 – 6)


(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 16 એપ્રિલ 2016 ના અંકમાં ‘કહું, મને કટેવ’ વિભાગ તળે ઉપરોક્ત પુસ્તક પરિચય પ્રકટ થયો હતો.)