પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, May 27, 2017

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2017)

[vc_row unlock_row="" row_height_percent="0" overlay_alpha="50" gutter_size="3" shift_y="0"][vc_column][vc_column_text]

[caption id="attachment_48504" align="aligncenter" width="225"] (એપ્રિલ – 2017)[/caption]

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.

એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.

આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 78મી વેબપોસ્ટ છે.

2010ના વર્ષની એક અને 2011થી 2016ના છ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ – 2017. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ લેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.

આભાર.

 

(Monday, 3 April 2017 at 06:05pm)

રેસ્ટોરન્ટના મેનૂમાં કેટલીક વાનગીઓ માટે વપરાયેલો ‘એક્સ્ટ્રા’ શબ્દ જાડિયા – પાડિયા લોકોને ધ્યાનમાં રાખીને જ લખાયો હોય છે.

લિ. મેનૂનો માણીગર ઉર્ફે સંયોજક, જે.પી ગ્રૂપ = જાડિયા – પાડિયા ગ્રૂપ

* * * * * * *

(Thursday, 6 April 2017 at 09:20am)

ભાજપના સ્થાપના દિને પાયાની વાતો : ભાગ – 1

ખાનપુર – અમદાવાદમાં ભાડાની જગ્યામાં 1980 આસપાસ પ્રારંભ થયેલા ભાજપ ગુજરાત પ્રદેશ એકમના મકાનને માથે નળિયા હતા.

લિ. નળિયાનો સમારકામ કારીગર, મુકામ પોસ્ટ : નલિયા, ભૂજ – કચ્છ

* * * * * * *

(Thursday, 13 April 2017 at 10:00am)

આટલા વર્ષોમાં ખાસ કંઈ ફરક પડ્યો નથી...

પહેલાના વખતમાં પરિવારમાં અવસાન થતું ત્યારે જેમને તાકિદે જાણ કરવાની હોય તેને ખબર કરવા તાર ઑફિસે જવું પડતું...

અત્યારે ‘ગંગાજળ’ની શીશી લેવા પોસ્ટ ઑફિસે જવું પડે છે.

લિ. કાસદ ટપાલી

* * * * * * *

(Friday, 14 April 2017 at 09:09am)

ભારતનું બંધારણ...

ઘડાયું બંધારણસભામાં...

તોડ-મરોડના કારસા બંધબારણે...

* * * * * * *

(Saturday, 15 April 2017 at 08:45pm)

ભાસ્કર જૂથના ચૅરમેન રમેશચંદ્ર અગ્રવાલના નિધન નિમિત્તે તેમની પ્રગતિ સંદર્ભે કેટલીક વાતો અખબારના માધ્યમથી ખાસ જણાવવામાં આવી...જેમ કે...

તેઓ સખત મહેનતુ – ઉદ્યમી – ખંતીલા સ્વભાવના હતા. પ્રારંભિક સમયથી રિપોર્ટર્સની સાથે રહ્યા, શ્રેષ્ઠ પત્રકારોને પોતાના અખબારમાં કામ કરવાને રોક્યા, પગારદાર તંત્રીઓને પૂરતી સ્વતંત્રતા આપી અને સમય જતાં અખબારી જૂથનો બહુભાષી ફેલાવો થતાં, નકલોનો ફેલાવો વધતાં વાચકોની નકલસંખ્યાની માંગને પહોંચી વળવા આધુનિક મશીનરી પણ લઈ આવ્યા.

મશીનરી ભલે આધુનિક આવી હોય...તેના જોર પર ક્યારેક પછાત લખાણો, સાવ જ છેવાડાના – તળિયે બેસી ગયેલા વિચારો પણ પાછા સપાટી પર આવી જાય છે, સંપાદકોની ફોજની કોડીબંધ આંખો તળેથી પસાર થતા, છતાં વંચાયા વિના જ છપાઈ પણ જાય છે અને ચારેકોર હાસ્યલેખના નામે ફેલાઈ પણ જાય છે.

આ રહ્યો તેમના અવસાન (12 એપ્રિલ 2017)ના ઠીક દસ દિવસ પહેલા છપાયેલો નમૂનો...

“દીકરીને અડધી રાત્રે એકલી ઘરની બહાર મોકલીને માથે જરાપણ ભાર ન રાખનાર માતા-પિતા પણ દોષિત છે. પેન્ટ પુરુષનું વસ્ત્ર છે એ સ્ત્રીઓ પહેરવા લાગી એનો વાંધો નથી. શર્ટ પુરુષનું વસ્ત્ર છે એ પણ સ્ત્રીઓ પહેરવા લાગી એનો વાંધો નથી. બૂટ પુરુષો જ પહેરતા એ પણ સ્ત્રીઓ પહેરવા લાગી એનો વાંધો નથી, પરંતુ અડધી રાત્રે દારૂ ઢીંચીને બાપની આબરૂનો ધજાગરો કરવો એ કેવળ અને કેવળ પુરુષોનો ‘અધિકાર’ ગણાતો એમાં પણ સ્ત્રી પુરુષ સમોવડી થઈ ગઈ?”

(પોસ્ટ કરનારની નોંધ : અમદાવાદમાં પોતાના ઘરમાં દારૂ પીતા નવ વિદ્યાર્થી અને પાંચ વિદ્યાર્થિનીઓના જૂથની પોલીસ ધરપકડના સમાચારને આધાર બનાવી હાસ્યલેખના નામે અધકચરા વિચારો ઠાલવનાર મહાશય જગદીશ ત્રિવેદી ત્રણ વાર પીએચ.ડી થયેલા છે. આમ તો એક જ વાર થવું જરૂરી હોય છે. તેમનો બાકીનો પરિચય ઉપરના લખાણમાંથી મળી રહે તેમ છે એટલે વધુ લખવાની જરૂર લાગતી નથી.)

સંદર્ભ : દિવ્ય ભાસ્કર રસરંગ પૂર્તિ, રવિવાર 2 એપ્રિલ 2017, પાનું 6 / વ્યંગવિશ્વ – જગદીશ ત્રિવેદી

લિ. પીષ્ટપિંજણ

* * * * * * *

[caption id="attachment_48514" align="alignright" width="270"] તિબેટના પ્રાઇમ મિનિસ્ટર ઇન એક્સાઇલ સાથે દલાઈ લામા[/caption]

(Monday, 17 April 2017 at 09:30am)

લાલ કૃષ્ણ અડવાણીએ જિનપીંગને પૂછાવ્યું છે કે હું કાયમી ધોરણે બેઇજિંગ રહેવા આવી જઉં તો મને તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાએ અપાવ્યો છે તેવો ‘ઇન્ડિઅન પ્રાઇમ મિનિસ્ટર ઇન એક્સાઇલ’નો હોદ્દો આપશો?

લિ. ચાઇનીઝ જ્યોતિષ ઉર્ફે ‘તકલાદી ભવિષ્યવાણી’

* * * * * * *

(Wednesday, 19 April 2017 at 07:40pm)

સમાચારના સમાચારના સમાચારના સમાચાર...

‘ઉત્તર પ્રદેશમાં એન્ટી રોમિયો સ્કવોડને કારણે એક જ મહિનામાં લગ્ન નોંધણી કચેરીના કામકાજને અસર પહોંચી.’

‘સંયુક્ત રાષ્ટ્રસંઘની ચેતવણી. વોલમાર્ટના બિઝનેસ પર અસર પડવા સંભવ.’

‘પોતાના સંઘરાજ્યને સીધી ચેતવણી આપવા બદલ ભારત ગણરાજ્યએ વિદેશ મંત્રાલય દ્વારા નોંધાવ્યો વિરોધ.’

‘વિરોધને ફગાવતું યુનાઇટેડ નેશન્સ. રોમિયો વિશ્વ નાગરિક હોવાનો બંધ પડેલી મુંબઈની કપોળ બૅન્કનો મત.’

લિ. આદિ – પ્રમાદી ન્યૂઝ એજન્સી

* * * * * * *

(Friday, 21 April 2017 at 09:00am)

ફાલતુ હૈ પર ફિલ્મી હૈ : ભાગ – 1

(આજથી શરૂ થતી તદ્દન ‘ફાલતુ’ એવી નવી શ્રેણી)

ટાઇગર શ્રોફનો સૌથી ટૂંકો ઇન્ટરવ્યૂ...“ફિલ્મનું શૂટિંગ ના હોય કે જીમમાં જઇને કસરત પણ ન કરવાની હોય ત્યારે શું કરો છો?”

“નાણાં ધીરધારનું કામકાજ.”

* * * * * * *

(Saturday, 22 April 2017 at 10:30am)

સાયન્સ સિટી – અમદાવાદની મુલાકાતે : ભાગ – 1

પાંચથી પંદર વર્ષની વચ્ચેનાં જ્ઞાનની તરસ અને કિશોરાવસ્થાનો તરવરાટ ધરાવતા આપના સંતાનને શનિ-રવિની રજામાં કે વૅકેશન દરમિયાન અમદાવાદ સ્થિત ‘સાયન્સ સિટી’ની મુલાકાતે ન લઈ જવા ખાસ વિનંતી છે. વિજ્ઞાનના સરળ સિધ્ધાંતોની અટપટી અને અઘરી ભાષામાં સમજૂતી આપતા ત્યાંના ઉટપટાંગ મોડેલ્સ જોઇને મુલાકાત પછી સંતાન સાયન્ટીસ્ટના બદલે સાધુ થવાનું પસંદ કરે તેમ બનવા જોગ છે.

(‘ભૃગુસંહિતા’માંથી સાભાર)

* * * * * * *

(વિશ્વ પુસ્તક દિવસ : Sunday, 23 April 2017 at 07:30pm)

‘જે ઘરમાં પુસ્તકોને સ્થાન ન હોય તેવા પરિવારમાં તમારી દિકરીને પરણાવશો નહીં’ એવું ગુણવંત શાહે લખ્યા પછી ગુજરાતમાં લગ્નસંસ્થા નામની સંસ્કૃતિ મેરેજ બ્યૂરોના શરણે ગઈ એવી લોકવાયકા છે.

લિ. ‘લગ્ને લગ્ને કુંવારાલાલ’ નાટકનો કાયમી ગોર

* * * * * * *(Tuesday, 25 April 2017 at 08:50am)

સરપંચનો સણસણતો સવાલ : ભાગ – 1

ગુજરાતી પ્રજાના લોહીમાં વેપાર છે અને અબજો – ખર્વો રૂપિયાના વાઇબ્રન્ટ એમ.ઓ.યુ થયા છે તો શેર બજારના આઈ.પી.ઓ (Initial Public Offer / પ્રારંભિક જાહેર ભરણા)ની જાહેરખબરમાં પ્રમોટરના નામ ગુજરાતમાંથી કે ગુજરાતી બહેનો – ભાઇઓના કેમ નથી હોતા? કંપનીનું સરનામું પણ ગુજરાત બહારનું હોય છે.

લિ. સરપંચ @ સોશિઅલ મિડિયા અને તલાટી-કમ-મંત્રી @ ટ્વિટર

* * * * * * *

(Thursday, 27 April 2017 at 09:20am)

ગુરૂ‘વાર’ એટલે ઘંટાલ ગુરૂનો ‘વારો’ કાઢવો : ભાગ – 2

માર્કેટમાં આવવા, આવીને ટકવા હારુ ‘પતંજલિ’ વાળા આ ઉનાળે શિલાજીત અને સુવર્ણવસંતમાલતીનો મીક્ષ આઇસક્રીમ બનાવી લાખે એવા છે.

લિ. વાડીલાલ જડીબુટ્ટીવાળા

* * * * * * *

(Friday, 28 April 2017 at 05:35pm)

પરશુરામ જયંતિ નિમિત્તે બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સમા થર્મૉકોલના શિવલિંગ ટ્રેક્ટરમાં મુકીને અમદાવાદમાં આજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પાલડીથી નવા વાડજનો રૂટ ધરાવતી યાત્રા અડધે રસ્તે વસ્ત્રાપુર પહોંચી ત્યાં સુધીમાં થર્મૉકોલના શિવલિંગ તુટી ગયા અને તેને ફરતે વીંટળાયેલા નાગદેવતા વળીને વાંકા થઈ ગયા હતા.

હવે આ ભૂદેવોને અથવા કોણ કોને સમજાવે કે થર્મૉકોલના શિવલિંગ ના બનાવાય...અને...બનાવીએ તો તેનો આવો ધજાગરો કરતી શોભાયાત્રા ના કઢાય.

લિ. નાજુક થર્મૉકોલનો સોલ્લિડ કલાકાર

 

ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2017ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

http://binitmodi.com/2017/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-77/

 

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી એપ્રિલ – 2011, એપ્રિલ – 2012, એપ્રિલ – 2013, એપ્રિલ – 2014, એપ્રિલ – 2015 તેમજ એપ્રિલ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.com/2013/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-46/
http://binitmodi.com/2013/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-47/
http://binitmodi.com/2013/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-48/
http://binitmodi.com/2014/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-30/
http://binitmodi.com/2015/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-18/

http://binitmodi.com/2016/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-6/

 

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)[/vc_column_text][/vc_column][/vc_row]

No comments:

Post a Comment