પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, April 16, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (માર્ચ – 2016)

(માર્ચ – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 65મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે માર્ચ2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Tuesday, 1 March 2016 at 01:00pm)
સામાન્ય બજેટમાં SUV મોંઘી થવાના કારણે NGOના અસામાન્ય સંચાલકોની મુશ્કેલીઓ વધવાની છે. ફોર્ડ ફાઉન્ડેશનના ફંડનો નળ પણ બંધ હાલતમાં છે.
SUV = Sports Utility Vehicle / મોંઘીદાટ ગાડી
NGO = Non-Government Organization / બિનસરકારી સ્વયંસેવી સંસ્થા
* * * * * * *
સ્મૃતિ ઇરાની : સૌથી ઓછું ભણેલા શિક્ષણપ્રધાન

(
Thursday, 3 March 2016 at 05:00pm)
સ્મૃતિ ઇરાનીની સ્પીચ સંસદ સંગ્રહાલયમાં સાચવવી કે ફિલ્મ આર્કાઇવ્ઝને મોકલી આપવી?એવી લોકસભા રાજ્યસભા સચિવાલયની મૂંઝવણનો ઉકેલ આવી ગયો છે...
...લાઈ ડિટેક્ટર ટેસ્ટ થવાનો છે.
* * * * * * *
અદનાન સામી : હલકા-ફુલકા

(
Monday, 7 March 2016 at 11:00am)
ભૌતિકશાસ્ત્રનું તદ્દન નવું અને ચોંકાવનારું સંશોધન...
ગાયક અદનાન સામીને ભારતીય નાગરિકત્વ આપવાના કારણે ભારતના કુલ વજનમાં વૃધ્ધિ નોંધાઈ છે...પરંતુ એ જ સમયગાળામાં ગુજરાતના નાણાં મંત્રી સૌરભ પટેલની બૅરિઆટ્રિક સર્જરી થઈ હોવાને કારણે ગુજરાતના કુલ વજનમાં ઘટાડો પણ નોંધાયો છે.
* * * * * * *

(
Tuesday, 8 March 2016 at 09:00pm)
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ભારતમાં સોના-ચાંદી અને જર-ઝવેરાતના વેપારીઓની હડતાળને કારણે પહેલી જ વાર સંપૂર્ણ સફળતાપૂર્વક થઈ શકી.
* * * * * * *

(
Thursday, 10 March 2016 at 03:33pm)
સમાચાર : ભારત છોડીને ભાગી ગયેલા બૅન્કોના દેવાદાર વિજય માલ્યાના 515 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા.
આલિયા ભટ્ટ : આટલી મોટી રકમ ફ્રીઝમાં મુકાતી હશે? કોલ્ડ સ્ટોરેજમાં જ મુકવી જોઇએને.
* * * * * * *
રમણ પાઠક
જન્મ : 22 જુલાઈ 1922 (રાજગઢ, પંચમહાલ જિલ્લાનું ગામ)
અવસાન : 12 માર્ચ 2015 (બારડોલી, સુરત જિલ્લો)

(
Monday, 14 March 2016 at 07:00pm)
રમણભ્રમણ સુવર્ણચંદ્રકના આ વર્ષના વિજેતા પ્રેમ સુમેસરાને ગઇકાલે 13મી માર્ચે એવોર્ડ અપાયા પછી સન્માનની આયોજક સુરતની સત્ય શોધક સભાએ બે ઇ-મેલ મોકલી આપી છે.
એકમાં 75 અને બીજીમાં 92 એમ કુલ્લે મળીને 167 ફોટામાં હું સત્ય, પ્રેમ સુમેસરા અને રમણ પાઠક જીંદગી ધરીને જે શીખવવા મથતા રહ્યા એ રેશનાલિઝમને શોધી રહ્યો છું.
* * * * * * *

(
Tuesday, 15 March 2016 at 03:00pm)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8મી માર્ચ) અને આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ (15મી માર્ચ) બન્ને એક જ મહિનામાં આવે છે ત્યારે...
સમય આવી પુગ્યો છે કે માથાના વાળ કપાવવા જેવી એક જ પ્રકારની ગ્રાહક સેવા માટે બહેનો પાસેથી વધુ અને ભાઈઓ પાસેથી સરખામણીએ લેવામાં આવતા ઓછા ચાર્જિસ જેવી અન્યાયી બાબત માટે ગ્રાહક મહિલાઓ અવાજ ઉઠાવે.
* * * * * * *

(
Wednesday, 16 March 2016 at 07:00am)
ગુજરાતની હોસ્પિટલોમાં દાખલ દર્દીની સારવાર દિવસે ભારતના હવાલે હોય છે અને રાત્રે રશિયા મલેશિઆના ભરોસે થાય છે...
...કેમ કે રશિયા - મલેશિઆમાં એમ.બી.બી.એસ ભણીને આવેલા ડૉક્ટરો નાઇટ શિફ્ટ દરમિયાન ફરજ બજાવે છે.
તા.ક. વિકલ્પે દર્દીની અથવા બન્નેની બૅન્ડ બજાવે છે એમ પણ લખી શકાય.
* * * * * * *
બપ્પી લાહિરી : પ્રમુખ, બંગાળી સોની સમાજ

(
Thursday, 17 March 2016 at 12:12pm)
છેલ્લા પંદર દિવસથી અમે હડતાળ પર છીએ પરંતુ તાકીદના સંજોગોમાં સોનુ ખરીદવા માટે આપ બપ્પી લાહિરીનો સંપર્ક કરી શકો છો.
લિ. ઝવેરી મહામંડળ, ભારત (ગ્રાહકોના હિતમાં જાહેરાત)
* * * * * * *

(
Saturday, 19 March 2016 at 10:45am)
ગાયને રખડતી મૂકી દો છો...કોથળીઓના ડૂચે-ડૂચા ચાવી ગઈ છે. દવા કરવી પડશે.’ (ઢોરોના ડૉક્ટરનું નિદાન)
બાપુ, એમને કહો મેં ફૂડ ગ્રેડ કોથળીઓ જ ચાવી છે.’ (દર્દીનું પાલકની હાજરીમાં તબીબ જોગ બયાન)
* * * * * * *

(
Monday, 21 March 2016 at 08:40am)
પંજાબમાં તો ક્યાંય ગુજરાતી થાળીની તક્તી નથી...
હે ગુજરાત તારી પંજાબીસબ્જીની સખાવતને સલામ...
(મૂળ ગુજરાતી કવિ ધૂની માંડલિયાનો શેર થોડા પંજાબી તડકા મારકે)
(વિશ્વ કવિતા દિવસ : 21 માર્ચ)
* * * * * * *

(
Tuesday, 22 March 2016 at 10:30am)
મોંઘવારી, રોજિંદી સમસ્યાઓને કારણે ભલે રોજની લાગતી હોય પણ સત્તાવાર રીતે હોળીઆજે 22મી માર્ચે છે.
* * * * * * *

(
Wednesday, 23 March 2016 at 12:34pm)
હોળી ધૂળેટીના દિવસો છે, ધાણી ખાવાનો મહિમા છે. ખાજો...શિયાળામાં જામી ગયેલો કફ દૂર થશે. તમારી વાત ખોંખારીને કહી શકશો જેની ભારત જેવા દેશમાં અત્યારે અને કોઈ પણ સમયે વધારે જરૂર હોય છે.
લિ. ચરક ઋષિ અને વૈદ્ય લાભશંકર જાદવજી ઠાકર
(નોંધચરક ઋષિ કે વૈદ્ય લાભશંકર જાદવજી ઠાકરએ આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. કહે તો કોઈ સાંભળે પણ નહીં. આ તો જરી એમના નામે ઠપકાર્યું હોય તો આપણી વાત ચાલી જાય.)
* * * * * * *

(
Thursday, 24 March 2016 at 05:45pm)
રંગોનો અણગમો, ચામડીની એલર્જી જેવા કારણોસર કે પાણી બચાવો ઝૂંબેશ અથવા તિલક હોળીની વાતોમાં આવી જઇને ધૂળેટી રમી નહીં શકેલાને ફેસબુકફોટો મુકવા રંગીન મેક અપ કરી આલવામાં આવહે.
* * * * * * *

(Friday, 25 March 2016 at 10:50am)
શેઠજી, મારા શેઠે માલના રૂપિયા મંગાવ્યા છે.
જા...જઇને તારા શેઠને કહેજે કે હમણાં સગવડ નથી.
તો એટીએમ આલો.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Sunday, 27 March 2016 at 05:20am)
ગુજરાતી નાટકોના શૉ આયોજક જ્ઞાતિમંડળો રંગભૂમિ માટે વેન્ટીલેટર સમાન છે.
(વિશ્વ રંગભૂમિ દિવસ : 27 માર્ચ)
* * * * * * *

(
Monday, 28 March 2016 at 11:30am)
સોના-ચાંદીના વેપારીઓની હડતાળની સીધી અસર વૈદોને થઈ છે...
સુવર્ણવસંતમાલતીનું ઉત્પાદન બંધ છે.
* * * * * * *
પદ્મ સન્માન શ્રેણી

(
Tuesday, 29 March 2016 at 12:34pm)
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલો અને રાજકારણીઓની તબિયતની કાળજી લેતા ડૉક્ટરોને પદ્મશ્રેણીના સન્માનની નવાજેશ થાય છે ત્યારે...
જાણ્યે અજાણ્યે પણ...બાળરોગ વિશેષજ્ઞ (પીડિએટ્રિશન / Paediatrician) અને માનસચિકિત્સક (સાઇકાયટ્રિસ્ટ / Psychiatrist)ને અન્યાય થઈ જાય છે.
* * * * * * *
નેનો – ઇનોવા

(
Thursday, 31 March 2016 at 11:15am)
ઘણા લોકો એવું માને છે કે નેનો કાર સાથે સાઇડકાર ફીટ કરાવી દઇએ તો તેને ઇનોવાકહી શકાય.

ગયા મહિને અહીં મુકેલી ફેબ્રુઆરી – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી માર્ચ – 2011, માર્ચ – 2012 (બે ભાગમાં), માર્ચ – 2013, માર્ચ – 2014 તેમજ માર્ચ 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/04/2011.html(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

1 comment:

  1. ક્યા બાત હૈ બિનિતભાઈ, એકદમ ચોંટડુક સ્ટેટસ છે બધા....

    ReplyDelete