
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 73મી વેબપોસ્ટ છે.

આભાર.

જાડિયો-પાડિયો જણ વરસમાં આજનો એક જ દિવસ ભોજનને બેરોકટોક ન્યાય આપી શકે છે કેમ કે ભાઈબીજ જમવા આવેલા હૃષ્ટપુષ્ટ સાળાની હાજરીમાં પત્ની તેને કંઈ કહી શકતી નથી.
લિ. પાતળા બનેવીલાલનો પડછંદ સાળો
* * * * * * *

56ની છાતીનું માપ લેતી વખતે ‘0’ ઉમેરીને Tata Skyના રિમોટ કન્ટ્રોલ પર 5 0 6 એમ ત્રણ બટન દબાવતા ‘એનડીટીવી ઇન્ડિયા’ ન્યૂઝ ચેનલ આપ જોઈ શકો છો.
નોંધ : કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી કશો ફરક પડતો નથી. પરંતુ અપવાદરૂપ કિસ્સામાં ફરક પડે છે તે આપ જોઈ શકો છો.
લિ. ગણિતશાસ્ત્રી રામાનુજન અને માહિતી તેમજ પ્રસારણ મંત્રાલયનો ટેક્નિશિયન
* * * * * * *
[caption id="attachment_48383" align="alignleft" width="300"]

(Tuesday, 8 November 2016 at 07:00pm)
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન જીતશે તો સોગંદવિધિમાં ભારતના પ્રતિનિધિ રૂપે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ જશે...અને...
...ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો ડૉ. પ્રવીણ તોગડિયા જશે.
લિ. પ્રવક્તા મંત્રી
* * * * * * *

ATM બંધ છે પણ એર-કંડિશનર ચાલુ છે.
લિ. 500 – 1000ની નોટોનું કાઉન્ટર મીટર
* * * * * * *

તાજમહાલની ટિકિટ વિન્ડો કરતાં બૅન્કો બહારની લાઇન લાંબી છે.
* * * * * * *

500 – 1000ની નોટબંધીના પખવાડિયા પછી ભણવાથી કંટાળી ગયેલા વિદ્યાર્થીઓએ તમામ પ્રકારની નોટ શિક્ષણમાંથી પાછી ખેંચી લેવાની માગણી કરી છે...ગણિતની કોરી નોટ, ગુજરાતીમાં લખવાની સિંગલ લીટીની, હિન્દીમાં લખવાની ડબલ લીટીની, અંગ્રેજીમાં લખવાની ચાર લીટીની અને દાખલા – પલાખાં કરવાની ચોકઠાંવાળી સ્કવેર નોટબુક...
લિ. સખારામ બાઇન્ડર
* * * * * * *

કંકોત્રી સામે અઢી લાખ રૂપિયાનો ઉપાડ આપનાર બૅન્કના શાખા મેનેજરોએ જે-તે ડેબિટ એન્ટ્રી સામે રૂપિયા બસો એકાવનના ચાંદલા – કન્યાદાનની ક્રેડિટ એન્ટ્રી આપવાની રહેશે.
હુકમથી, સપ્તપદી વિભાગ – સ્વીસ સરકાર
ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
http://binitmodi.com/2016/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-72/
.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012, નવેમ્બર – 2013, નવેમ્બર – 2014 તેમજ નવેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://binitmodi.com/2012/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-61/
http://binitmodi.com/2012/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-62/
http://binitmodi.com/2013/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-35/
http://binitmodi.com/2014/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-23/
http://binitmodi.com/2015/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-11/
(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)