પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, October 01, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (સપ્ટેમ્બર – 2016)

(સપ્ટેમ્બર – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 71મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે સપ્ટેમ્બર2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

ઉર્જિત પટેલ - ગવર્નર, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
(Monday, 5 September 2016 at 08:30am)
વિયેતનામને 50 કરોડ ડોલરની લોન સહાય...’ – ભારત સરકાર
સાલું, મારે પહેલા જ દિવસથી ખાતાવહી માઇનસમાં લખવાની’ – ઉર્જિત પટેલ, ગવર્નર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
લિ. ડબ્બા ગુલ પાર્ટી
* * * * * * *

(
Thursday, 8 September 2016 at 11:11am)
મારે કાન છે બે ને અઠવાડિયામાં કવિ સંમેલન થાતા ચચ્ચાર,
આયખું છે બહેરું ને મુંગી મારી વ્યથા પર થાતા અત્યાચાર.
કવિ એન્ટ ઉર્ફે Dr. ENT Poet / ENT = Ear, Nose and Throat
* * * * * * *

(
Thursday, 15 September 2016 at 08:50am)
દાસના ખમણમાં વંદા નીકળતા જલારામ ખમણવાળા બાપાવ્યથિત.
લિ. દાસાનુંદાસયોગેશ આણંદજીવાલા ખમણ હાઉસ
* * * * * * *

(
Saturday, 17 September 2016 at 10:30am)
વંદામાં ખમણ નીકળતા ખમણ ઢોકળાનું રાજધાનીમાં માર્કેટિંગ કરતા વડાપ્રધાન વંદાસસ્પેશિયલ ચાઇનીઝ ખમણની જાતતપાસ માટે પાંચમે દિવસે પાટનગર ગાંધીનગરમાં હાજર.
લિ. ગુજરાતી થાળીનો રાજસ્થાની રસોઈયો
* * * * * * *

(Monday, 19 September 2016 at 09:40am)
બૉર્ડર પર થાય ત્યારે ખરી...પાકિસ્તાન સામે બ્રોડબૅન્ડ વૉરશરૂ થઈ ગઈ છે.
લિ. બાંગ્લાદેશનો બલુચી નાગરિક
* * * * * * *
ઝીણાભાઈ દરજી

(Wednesday, 21 September 2016 at 09:20am)
છપ્પનની છાતી હોય તો શર્ટ, કોટી, સદરો, ઝભ્ભો, પહેરણ સીવડાવવાનું જ કાયમ માટે માંડી વાળવું જોઇએ. જરૂર શું છે એની?” ઝીણાભાઈ દરજી
નોંધ : ઝીણાભાઈ દરજીએ આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો એ બહાને જરા સદગતની યાદ.
ઝીણાભાઈ દરજી = ગુજરાતના રાજકીય આગેવાન
* * * * * * *

(Friday, 23 September 2016 at 08:25am)
શ્રાદ્ધના દિવસોમાં સ્વજનને ગુમાવવાનું દુઃખ બમણું હોય છે અને સરહદે શહીદ થતા સૈનિક માટેનું દુઃખ ચારગણું. દરમિયાન નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને પૂછાવ્યું છે કે તેમનો દેશ પૂર્વ પાકિસ્તાનનું શ્રાદ્ધ ક્યારે કરે?
લિ. કાકાકૌઆ of કાશ્મીર @ ઉરી બ્રિગેડ હેડક્વાર્ટર હુમલો : 18 સપ્ટેમ્બર 2016
* * * * * * *

(Tuesday, 27 September 2016 at 09:10am)
ગયા અઠવાડિયે પાકિસ્તાન વિરૂદ્ધ આતંકવાદ યુદ્ધની ફેસબુક, ટ્વિટર પોસ્ટ કર્યા પછી આ અઠવાડિયે શું કરવાનો ઇરાદો છે બિરાદર?”
નવરાત્રી ગરબાના ફ્રી પાસની ઇન્કવાયરી...
લિ. માતાજીનો પ્રસાદીયો ભક્ત

ગયા મહિને અહીં મુકેલી ઑગસ્ટ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી સપ્ટેમ્બર2011, સપ્ટેમ્બર2012, સપ્ટેમ્બર2013, સપ્ટેમ્બર2014 તેમજ સપ્ટેમ્બર 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2012/10/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

1 comment:

  1. આવાં ચબરાકિયાં ફરી વાર વાંચવાનું ખરેખર ગમે છે.

    ReplyDelete