
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 72મી પોસ્ટ છે અને બ્લોગને વેબસાઇટમાં પરિવર્તિત કર્યા પછી આ પહેલી પોસ્ટ છે.

આભાર.

માતાજીની ભક્તિને નામે અઢળક ખર્ચાળ અને ગરીબોની મજાક સમાન બનાવી દેવાયેલી નવરાત્રીના વેપારીઓની સાન ઠેકાણે લાવે તેવો...
ઉરી બ્રિગેડ હેડક્વાર્ટર હુમલો અને સર્જીકલ સ્ટ્રાઇક્સને પગલે દેશભક્તિના તત્કાળ દેખાડા પછી ગરબાના ફ્રી પાસની ગોઠવણમાં વ્યસ્ત સરકારી ભક્તોની સાન ઠેકાણે લાવે તેવો...
...વરસાદ પહેલા નવરાત્રે અમદાવાદમાં પડી રહ્યો છે.
* * * * * * *

અરવિંદ કેજરીવાલ આણી મંડળીએ ખરેખર ફિલમ ઉતારીને કોમિડિ કરી મૂક્યા પછી અન્ના હઝારે તેમના વિશેની બાયોપિક ફિલ્મ ‘અન્ના’ના પ્રોમોમાં ભાગ લેવા ગઈકાલે કપિલ શર્માના કોમિડિ શૉમાં આવ્યા હતા.
લિખિતંગ...ડબલ કોમિડિ
* * * * * * *
(Tuesday, 4 October 2016 at 11:22am)
ગરબાનું ગ્રાઉન્ડ શરદ પૂનમની બપોર સુધીમાં સુકાય એટલો વરસાદ ત્રીજી નવરાત્રીએ પડ્યો.
લિ. ડ્રમડ્રમબાબા
* * * * * * *
(Friday, 7 October 2016 at 09:30am)
છ રાતથી વરસાદમાં ભીના થયેલા ચણિયાચોળી – સુરવાલને કારણે બાકીના ચાર દિવસ ખેલૈયાઓને ટ્રડિશનલ પહેરવેશમાંથી મુક્તિ.
એજ લિખિતંગ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
* * * * * * *

આ શરદપૂનમે પહેલી વાર બાસુંદીપૌંઆ બનાવીને જાડિયા-પાડિયા લોકોને વર્ષોથી દૂધપૌંઆ ખવડાવીને કરાતો અન્યાય દૂર કરવામાં આવશે.
લિ. બાસુંદીપૌંઆનો ISO : 9001 પ્રમાણિત કારીગર
* * * * * * *

ઠંડી – શરદીનો કોઠો હોય અને આ દિવાળીએ ઘરના (અને ઑફિસના) બારી-બારણાનાં પડદા બદલવાના હો તો કાપડ થોડું વધારે ખરીદજો...
પેન્ટ – શર્ટ સિવડાવીને ઠંડી ઉડાડવાના કામમાં આવશે.
લિ. કાનના પડદાનો દરજી
* * * * * * *
(Friday, 21 October 2016 at 01:11pm)
પોણા બે કલાકની ગુજરાતી ફિલમોની પ્રેસ કૉન્ફરન્સ સવા ત્રણ કલાક હાલે છે.
લિ. ‘દાળઢોકળી’ ફિલમનો રસોઇયો
* * * * * * *
[caption id="attachment_48353" align="alignleft" width="300"]

(Tuesday, 25 October 2016 at 10:50am)
પાંડવો પણ કૌરવ બની જાય તેવી રાજકીય યાદવાસ્થળી ઉત્તર પ્રદેશમાં ચાલી રહી છે.
લિ. Less અખિલેશ અને યમ મુલાયમ
* * * * * * *
[caption id="attachment_48360" align="alignright" width="237"]

(Thursday, 27 October 2016 at 09:09am)
“ટેલિફોનનું બિલ ક્યારે આવશે એવું BSNLની ઑફિસમાં ફોન કરીને પૂછો છો?”
“ના. દર બે મહિને આવી જ જાય છે.”
“લાઇટ બિલનો ફોન?”
“ના. એય દર બે મહિને આવી જ જાય છે.”
“પોસ્ટ પેઇડ મોબાઇલનું બિલ...”
“દર મહિને આવી જાય છે, SMS પણ આવે...”
“ઘરનું કે ઑફિસનું પ્રૉપર્ટી ટૅક્સનું બિલ ક્યારે મળશે તેની પૂછપરછ કરો છો?”
“નવું નાણાકીય વર્ષ શરૂ થાય એટલે નોટિસ આવી જ જાય છે...”
“કાર, સ્કૂટર અને મેડિક્લેઇમ પોલિસીનું પ્રીમિઅમ...?”
“એય વરસ પૂરું થવા આવે એ અગાઉ ચૂકવી જ દેવાનું હોય ને...”
“તો પછી ‘જલસો’નો નવો અંક ક્યારે પ્રકટ થશે?...એમ પૂછીને તમે સંપાદક ઉર્વીશ કોઠારીનું લોહી શું કામ પીવો છો?”
“કેમ કે છેલ્લા છ અંકોથી અમે જલસોનું લોહી ચાખી ગયા છીએ.”
“એમ...તમે કોણ છો?”
“સાતમા અંકની રાહ જોતા સાસણગીરના સિંહ. જેમની પાસેથી લવાજમ માગવાની કોઈની હિંમત જ નથી.”
* * * * * * *

પ્લૅસ્ટિકના ડબ્બા પૂરા વર્ષમાં વેચાય છે તેથી વધુ ધનતેરસે વહેંચાય છે.
વાડીલાલનો દીકરો અમૂલ...
હેવમોરનો આઇસ્ક્રીમ ખાય...
’ને જાડીયો-પાડીયો થાય...
લિ. ધનતેરસ ઑફર
* * * * * * *

આજે સ્મશાનમાં ચોવીસ કલાક માટે લગભગ એકસરખી સંખ્યામાં હાજરી રહેશે...
...દિવસે ડાઘુઓની...રાત્રે અઘોરીઓ – તાંત્રિકોની...
લિ. વૈજ્ઞાનિક ફૉર્મ્યૂલાવાળા મંત્રબાબા
(દિવાળી : Sunday, 30 October 2016 at 07:50am)
* * * * * * *
ગુજરાત હાઉસિંગ બૉર્ડે બાંધેલા મકાનો લાંબો સમય ટકી રહે તે માટે પણ ધડાકા-ભડાકા કરતા મોટા અવાજોવાળા ફટાકડા ન ફોડવા જોઇએ.
લિ. સ્ટ્રોન્ગ સિમેન્ટ (બ્રિટિશ નાગરિક)
* * * * * * *

દેશી રજવાડાંઓનું એકત્રીકરણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના 142મા જન્મદિનની અને રાજાઓનાં સાલિયાણા પરત ખેંચનાર તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના 32મા નિર્વાણદિનના સ્મૃતિશેષ સાથે...સૌ મિત્રો – સ્વજનોને સાલ મુબારક…બિનીત મોદી (અમદાવાદ) અને www.binitmodi.com/blog
ગયા મહિને અહીં મુકેલી સપ્ટેમ્બર – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
http://binitmodi.com/2016/10/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F/
.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી સપ્ટેમ્બર – 2011, સપ્ટેમ્બર – 2012, સપ્ટેમ્બર – 2013, સપ્ટેમ્બર – 2014 તેમજ સપ્ટેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://binitmodi.com/2012/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-63/
http://binitmodi.com/2012/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-64/
http://binitmodi.com/2013/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-36/
http://binitmodi.com/2014/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-24/
http://binitmodi.com/2015/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-12/
(* નિશાની વાળી તસવીર : સાર્થક પ્રકાશન, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
No comments:
Post a Comment