પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, January 29, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ડિસેમ્બર – 2014)

(ડિસેમ્બર – 2014)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 50મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ડિસેમ્બર – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(*)
(Monday, 1 December 2014 at 07:20pm)
પહેલી ડિસેમ્બરની મધરાતથી લાગુ થયેલા ભાવ ઘટાડા પછી અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ છે 66.66...છાસઠ રૂપિયા અને છાસઠ પૈસા...
...એવા પણ દિવસો હશે જ્યારે આટલી રકમમાં કારની અને પછી સ્કૂટરની પેટ્રોલ ટેન્ક ફૂલ થતી હશે...
* * * * * * *

(
Wednesday, 3 December 2014 at 09:25am)
ડોશીમાનું વૈદું
ઘરનું કલરકામ કરાવતા વધેલા કે ઘસાઈ ગયેલા કાચપેપર (Sand Paper) ફેંકી ન દેવા...
...મૅનિક્યુઅર પેડિક્યુઅર કરવાના કામમાં આવશે.
* * * * * * *

(Sunday, 7 December 2014 at 03:05pm)
મમ્મી...એં...એં...એં...મમ્મી...
શું થયું મારા બકાને?”
મમ્મી...મને બકાને લોકો આટલી જલદીથી ભૂલી ગયા...એં...એં...એં...
જો બકા...તેં બાળમરણ કે બાળમૃત્યુ જેવો શબ્દ તો સાંભળ્યો છે ને?...”
“…તારા કિસ્સામાં પણ એ જ થયું છે. આમેય ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું છે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Thursday, 11 December 2014 at 01:30am)
હે ભગવાનઆવતો જનમ ટાટા, બિરલા, અંબાણી, અદાણી કે મિત્તલને ત્યાં આપજે...
...જેથી કોઈ એક બિલ ભરવામાંથી તો મુક્તિ મળે...!
(અનુક્રમે ટાટા સ્કાય, આઇડિયા મોબાઇલ, પેટ્રોલ, પાઇપલાઇન રાંધણ ગેસ અને એરટેલ મોબાઇલ બીજા સીમકાર્ડ માટે)
* * * * * * *

(
Saturday, 13 December 2014 at 00:40am)
આ શિયાળે અમેરિકાથી આવતા આપના દરેક સગાં-સંબંધી કે મિત્ર જો આપના માટે ટેન્ગના ડબ્બા લઈને આવે તો બહેતર છે કે...
...તે તમામ ડબ્બાને સોસાઇટી કે અપાર્ટમન્ટની પાણીની ટાંકીમાં ઠાલવી દેવા...
...જેથી સમાજના એક બહોળા વર્ગને તેનો લાભ મળે. (TANG – ફ્રૂટ ફ્લેવરનું પીણું)
* * * * * * *

(
Tuesday, 16 December 2014 at 05:35pm)
જો પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલા દેશોની તમામ બાળકીઓ, કિશોરીઓ, યુવતીઓ, મહિલાઓ તેમજ ડોશીઓએ પશ્ચિમી પોશાક અપનાવી લીધો હોય તો પછી Western Wearનું નવું નામકરણ Eastern Wear, Northern Wear કે Southern Wear કરવાનો સમય હવે પાકી ગયો છે.
* * * * * * *
પેશાવર : શિક્ષણને નહીં, વિદ્યાર્થીઓને ભરખી ગયેલો હુમલો

(
Tuesday, 16 December 2014 at 11:45pm)
શિક્ષણ મેળવવાના માર્ગમાં આડે આવેલા તાલિબાનો સામે સંઘર્ષ કરતા મરણતોલ ઇજા પામેલી પાકિસ્તાની કિશોરી મલાલા યુસુફઝાઈને તેની એ લડાઈ નોબલ પારિતોષિક તરફ દોરી ગઈ જે તેને આ મહિને 10 ડિસેમ્બર 2014ના રોજ એનાયત થયો...
...તેના એક જ અઠવાડિયા પછી 16 ડિસેમ્બર 2014ના રોજ...
...શિક્ષણ મેળવતા મલાલા યુસુફઝાઈ સરખા જ 132 વિદ્યાર્થીઓને તાલિબાની આતંકીઓ ભરખી ગયા.
* * * * * * *

(
Wednesday, 17 December 2014 at 11:50pm)
છાપામાં સમાચાર વાંચતા કે ન્યૂઝ ચેનલ પર સમાચાર જોતા તેની અસર રોજિંદા જીવન કે કામકાજ પર પડતી જ હોય છે. ત્રણેક મહિનાથી ઘરનું રિનોવેસનનું કામકાજ ચાલે છે. દિવાળી નૂતન વર્ષના દિવસોમાં પણ માત્ર બે દિવસની રજા પાડનાર કારીગરો આજે સવારે કામ પર તો આવ્યા પણ કલાક બે કલાકમાં મને કહી દીધું કેપાકિસ્તાનના પેશાવર સ્કૂલ હુમલામાં ગઈ કાલે માર્યા ગયેલા બાળકોના સમાચાર વાંચ્યા-જોયા પછી આજે કામ કરવાનો મૂડ નથી.
* * * * * * *

(
Thursday, 18 December 2014 at 05:15pm)
જમવાની વ્યવસ્થાવાળા કાર્યક્રમમાં છેલ્લા વક્તા અડધે પહોંચ્યાનું લાગે ત્યારે ડાઇનિંગ એરિઆમાં પહોંચી જવું. એમ કર્યા પછી પણ જો ત્યાં ભીડ હોવાનું જણાય તો જૈન ફૂડ કાઉન્ટરતરફ વળી જવું. સ્વાદ એકસરખો જ હોય છે.
લિ. પરોગરામોમાં જમવાના અનુભવી અને જમાનાના ખાધેલ
* * * * * * *

(
Wednesday, 31 December 2014 at 07:40am)
ભારતીય ચલણ રૂપિયાનું તો અવારનવાર થાય જ છે...પરંતુ...
ભારતીય ગંજી-ફરાકને ડોલરબ્રાન્ડ નામ આપીને અમેરિકી ચલણનું તો કાયમી ધોરણે અવમૂલ્યન કરી નાખ્યું છે.
* * * * * * *

(Wednesday, 31 December 2014 at 11:45pm)
એક નેનો કાર આપોને?”
અહીંથી ચલાવીને લઈ જવી છે...કે...
“…ઘરે લઈ જઈને ચલાવવા માટે પેક કરી આપું?”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....

ગયા મહિને અહીં મુકેલી નવેમ્બર – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ડિસેમ્બર –
2011, ડિસેમ્બર – 2012 તેમજ ડિસેમ્બર 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2013/01/2011.html

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

1 comment:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 115મી પોસ્ટ (29 જાન્યુઆરી 2015)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 18 માર્ચ 2015

    ReplyDelete