પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, June 16, 2012

વાર્તા રે વાર્તા : વાંદરો, ડાયબીટિઝ અને ફાસ્ટિંગ શુગર


બ્લોગ લખવાની આ ટેક્નિકલ સુવિધા પૂરી પાડનાર, તેનો ઉપયોગ કરી લખનાર, વાંચનાર અને વાંચીને ટીકા-ટિપ્પણી કરનાર સુધીના સૌ કોઈ સ્વીકારશે કે આપણા પૂર્વજો વાંદરા / Monkey હતા અને આજના આપણા કેટલાક લક્ષણો તેને મળતા આવે છે. અરે લક્ષણો શું, રોગ પણ મળતા આવે છે.

દુનિયાભરના સઘળા સંશોધનો અમેરિકામાં જ થાય છે એ રીતે જાહેર થયેલા એક સંશોધન પ્રમાણે વાંદરાને પણ ડાયબીટિઝ / Diabetes થાય છે – જેનો પ્રકાર છે ટાઇપ ટુ. અમેરિકામાં પ્રાણી સંગ્રહાલયના વાંદરાને ગુજરાતીમાં મધુમેહ કહેતો આ ડાયબીટિઝ લાગુ ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. એ માટે તેમને મોટા જૂથમાં જ રાખવામાં આવે એટલે તેઓ એક્ટિવ રહે. બાકી તેમને આપવામાં આવતો ખોરાક એટલો સ્વાદિષ્ટ હોય કે ડાયબીટિઝ થઈને જ રહે. ગર્ભવતી વાંદરીને ડાયબીટિઝનું જોખમ વધુ રહે છે. પ્રેગ્નન્ટ વાંદરી એટલી માત્રામાં તાણ અનુભવે કે ઇન્સ્યૂલિન વાપરતી તેની આંતરિક સિસ્ટમ ખોરવાઈ જાય અને સરવાળે શુગર વધતી રહે.

આફ્રિકન કે આપણા એશિયન વાંદરાઓની કરમ કઠણાઈ જરા જુદી છે. તેમનામાં ખુદનું પ્રતિબિંબ જોવાને ટેવાયેલા પ્રવાસીઓ કે વાંદરાને ખવડાવીને દાન-પૂણ્ય કમાઈ લેવા માંગતા યાત્રાળુઓ તેમને નાસ્તામાં એટલા ફળફળાદિ ધરે કે પેલો ખાઈને અધમૂઓ થઈ જાય, એનું શુગર લેવલ વધી જાય. બિસ્કિટ – ખારીશીંગ ઝાપટી જતા હોય એ જુદું.

હવે સાથે-સાથે એમ પણ વિચારો કે આ વાંદરાઓ ક્યારેક માંદા પણ પડતા હશે ને? અથવા માંદગી ઢૂંકડી ન આવે તેની દરકાર રાખતા હશે. જો કે વાંદરાને કદી માણસોની તો ઠીક પશુઓ માટેની ખાસ હોય તેવી હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ થયેલો જોયો નથી. પણ મેં જોયો હોં ! ક્યાં? હોસ્પિટલમાં દાખલ થયેલો વાંદરો? ના...બાબા...ના...માંદગી પોતાની નજીક જ ના આવે એની દરકાર રાખતો – કાળજી લેતો વાંદરો. લો આપ પણ જુઓ.....
ડાયબીટિઝ ચેક ના કરાવે ત્યાં સુધી તારી સાથે કીટ્ટા
આ જો ને શરીર વધાર્યું છે...

આચર...કુચર...ખા...ખા...
આચર – કુચર ખાઈને તગડા થયેલા, દિવસભર ભટકતા રહેતા અને રાત પડ્યે ઝાડ પર આડા થઈને ઘોરતા રહેતા આપણા વાંદરાભાઈથી તેની પત્ની એવી વાંદરી નારાજ છે. દિવસભર એને ટોક્યા કરે છે કેઆમ શું આખો દિવસ ભટક્યા કરો છો. આ જો શરીર વઘાર્યું છે. જાવ જને ડાયબીટિઝ ચેક કરાવી આવો. માંદા પડશો તો છે કોઈ કરવા વાળું? મારા માટે નહીં તો આપણા છૈયાં-છોકરા માટે થઈને તો તબિયત જાળવો. કાલે સવારે મારે તમારો ડાયબીટિઝ ચેક થયેલો જોઇએ. બન્ને – ફાસ્ટિંગ અને જમ્યા પછી બે કલાકે ચેક થતો હોય એ પણ.


આ છોકરા સામું જુઓ,

એના માટે ચેક કરાવો.....ડાયબીટિઝ...
રોજે રોજ કંઈને કંઈ બહાને બ્લડ – યુરીન શુગર ચેક કરાવવાનું ટાળતો વાંદરો આજે એ માટે તૈયાર થઈ ગયો. કારણ કે પેથોલોજી લેબોરેટરી દ્વારા સ્પેશિયલ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. એનો લાભ લેવા એ વહેલી સવારે જઈને ભૂખ્યા પેટે બ્લડ – યુરીનના નમૂના પેથોલોજી લેબ પર આપી આવ્યો.
પેટ્રોલના ભાવ...ઓહ...ઘરે નથી જવું....
...જમ્યા પછી બે કલાકે નમુના
આપવાના...ત્યાં સુધી...
જમ્યા પછી બે કલાકે આપવાના થતા બ્લડ – યુરીનના નમૂના માટે ભાવતાં ભોજન આરોગવા આમ તો તેને ઘરે જવું હતું પણ પેટ્રોલના ભાવ વધી ગયા પછી એમ કરવું તેને પોસાય તેમ નહોતું. એટલે તેણે લેબોરેટરી બેઠાં જ ભોજન પતાવી દીધું. સાદું ભોજન અને ઉચ્ચ વિચારની ફિલસૂફીમાં માનતા વાંદરાએ માત્ર બિસ્કિટથી જ ભોજન આટોપી લીધું અને બે કલાક થતા નમૂના પણ આપી દીધા.
...અહીં જ ક્યાંક આરામ કરી લેવા દે.....

તમને આ બધું સાચું નથી લાગતું? ના માનશો, તમારી મરજી છે. બાકી આપણો આ વાંદરો તો તેનો ડાયબીટિઝનો બ્લડ – યુરીન રિપોર્ટ લેવા પણ પહોંચી ગયો છે. હજીય નથી માનતા?

મારો ડાયબીટિઝનો રિપૉર્ટ નોર્મલ આવે તો સારું.....
ના માનશો. ફોટો જોશો પછી તો માનશો ને? તો પછી માની જાઓ કે આ જ આપણો પૂર્વજ છે. એ બિચારો ફેમિલી ટ્રી કે વંશાવળી તો ક્યાંથી લાવીને બતાવવાનો હતો. હા, થોડી રાહ જુઓ. એવા દિવસો પણ આવશે અને વાંદરો તમારી નજીક આવીને કાનમાં બોલશે કેહું તારો પરભવનો પિતરાઈ છું.


તસવીરો : બિનીત મોદી

12 comments:

  1. ઉર્વીશ કોઠારી18 June 2012 at 21:26

    ઝેરી ફોટોસ્ટોરી છે

    ReplyDelete
  2. આમ તો અમારા ગામ અને અમારા આંબાવાડીયામાં બહુ વાંદરા જોયા છે, પણ 'સમર્પણ' માં આવેલી ભારત નાયક ની 'વગડો' વાર્તા વાંચ્યા પછી માણેલો આનંદ અનોખા અનુભવ રૂપે સંઘરાયેલો છે. 'ડીસ્કવરી' ( કે ' નેશનલ જિઓગ્રફિક' ?) ચેનલ પર પણ તાજી જ એક સીરીઝ જોઈ આવી વાનરસેના પર. પણ બિનીત તમારી આ પોસ્ટ જોઈ-વાંચીને થોડો કુતુહલપૂર્વક એક પ્રાસંગિક સવાલ પૂછવાનું મન થાય છે. અમારા જેવા વાચકો માટે તમે અને ઉર્વીશ જેવા પત્રકારમિત્રો મીની એન્સાઇક્લોપીડીયા જેવા છો.

    આમ તો વાંદરાઓની રંજાડ પણ જોઈ છે. એક ચાલાક વાંદરો બહુ નિયમિત રીતે અમારા રસોડામાં ઘૂસીને દાદાગીરીથી બટાકા લઇ જાય છે. ત્રણેક વાર છેતરાયા પછી અમે બટાકાને એ ન જોઈ શકે તેવા બીજા રૂમમાં મુકીએ છીએ. ત્યારે હાશ થઇ છે. હમણાં હમણાથી વાંદરાના ટોળાં અમારા વેજલપુર વિસ્તારમાં બહુ જોવા મળે છે. એમની હૂપાહૂપ, એમની હડીયાપટ્ટી, એમની કૂદાકૂદ જોવાની ઘણી મજા આવે છે. બહુ ઉંચી ડાળ પરથી સાવ નીચી અને તે ય પાછી ઘણી પાતળી ડાળ પર કે એક ઝાડની ડાળીથી બીજા ઝાડની સાવ પાતળી ડાળી પર જાણે કશી જ પૂર્વ ગણતરી કર્યા વગર અને છતાં સચોટ રોતે લેન્ડીંગ કરે છે, અને કોઈ પણ જાતનું સમતોલન ગુમાવ્યા વગર, ત્યારે મારા આશ્ચર્યનો પાર નથી રહેતો ! આટલા જોરથી મારેલો આ કૂદકો બે ઝાડની એ બે ડાળીઓ વચ્ચેનું અંતર ચોકસ અને બરાબર રીતે પાર કરવા માટે પૂરતો રહેશે, અને એ પાતળી ડાળી એમના વજન ઝીલી લેવા જેટલી ચોકસ મજબૂત હશે એવી ગણતરી તેઓ કેવી રીતે માંડતા હશે? માણસ માટે પણ આટલી પાકી ગણતરી શક્ય નથી. મને મારા બાળપણનો કિસ્સો યાદ આવે છે : છેક ટોચે રહેલી અંતિમ કેરીને ઉતારવાની લાલચમાં મારા બાપુજી આંબાની એ પાતળી ડાળ પરથી હેઠે જમીન પર પટકાયા હતા ને અમે સૌ છોકરાં હસતા હતા !

    ReplyDelete
  3. Pranavkumar Adhyaru18 June 2012 at 23:26

    Facts plus Fiction...superb

    ReplyDelete
  4. Really interesting Article...Keep it Binitbhai....

    ReplyDelete
  5. થોડા દિવસો પહેલાં જ ઘરની સામેના છાપરા ને ધાબા પર વાંદરાને કૂદમકુદી કરતા જોઇને વિચાર આવ્યો'તો... આ વાંદરાવ ને સાલાને (ના, ના. દાદા કહેવાય) એસિડિટી, ડાયાબિટીસ, પિત્ત કે સ્થૂળતા ... એવું કંઈ નહિ થતું હોય!
    પણ આ ફોટો સ્ટોરી પરથી લાગે છે, કદાચ થતુંય હોય!
    એ તો હવે બિનીતભાઈ એમનો ઇન્ટરવ્યૂ લઇ આવે ત્યારે પાક્કી ખબર પડે...:)

    ReplyDelete
  6. hahahaha ... આમાં તમે માણ્યું પણ ખરું એમ ને ?

    ReplyDelete
  7. Punita Nagar (Mumbai)19 June 2012 at 21:21

    :) lovely

    ReplyDelete
  8. સૌ મિત્રો,

    બ્લોગની તેરમી પોસ્ટ (16 જૂન 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    નીરવભાઈ - કમેન્ટ્સ રૂપે તમારી ખુદની અનુભવકથા વાંચવાની મને પોસ્ટ લખવા જેટલી જ મઝા આવી.

    નેટ વિશ્વમાં ખાંખાખોળા કરતા જેમ વાંદરાને ડાયબીટિઝ થાય એવી ખબર પડી તેમ ડાયબીટિઝ ધરાવતી વ્યક્તિની અલગ ઓળખ આપતી એક નવી ટર્મ પણ જાણવા મળી. જાહેર બાંધકામ કરતા સરકારી વિભાગને આપણે અંગ્રેજી ટૂંકાક્ષરી નામ PWDથી ઓળખીએ છીએ. એ રીતે ડાયબીટિઝ ધરાવતી વ્યક્તિને PWD - Person With Diabetes એ રીતે ઓળખવામાં આવે છે.

    બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 26 જૂન 2012

    ReplyDelete
  9. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
    13મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 16-06-2012 to 16-06-2013 – 580
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  10. પ્રિય મિત્રો,
    13મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 16-06-2013 to 16-06-2014 – 180

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete