
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 77મી વેબપોસ્ટ છે.

આભાર.

ડમડમબાબાનું તદ્દન નવું અને તદ્દન ચોંકાવનારું સંશોધન...
અમદાવાદ કે તેના જેવા શહેરોમાં પાંચ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પાણીપુરીના પંદર ખુમચા લાગેલા હોય તો દરિયાકિનારાની રેતી અને શહેરની ધૂળ-માટીમાં ખારાશનું એકસરખું પ્રમાણ જોવા મળે છે.
લિ. સોલ્ટ કમિશનર
* * * * * * *

ગુજરાતમાં આયોજિત હિન્દી - પૉપ મ્યુઝિકની લાઇવ કોન્સર્ટમાં 'લાઇવ ઢોકળા'ના કાઉન્ટરની ગેરહાજરીથી વડાપ્રધાન ચિંતીત. સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદે બે દિવસના ગુજરાત પ્રવાસનું આયોજન.
લિ. લાઇવ ઢોકળાનો કારીગર
* * * * * * *

પબ્લિક ડિલીંગ કાઉન્ટર પર ફરજ નિભાવતા જાહેર જનતા સાથે ઉધ્ધતાઈ – તોછડાઈભર્યું વર્તન કરતા બીએસએનએલ, બૅન્કો અને સરકારી વિભાગોની કર્મયોગી બહેનો સિવાયની જગતભરની મહિલાઓઓને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની શુભેચ્છા.
લિ. બહેનોનો પાણીપુરીવાળો ભૈયાજી
* * * * * * *

મોંઘા ભાવની ગુજરાતી થાળી પીરસવા માટે જાણીતી અમદાવાદની ‘ગોરધન થાળ’ લોજ બસો બેઠકોની ક્ષમતા સામે મહિલા આગંતુકો માટે એક અલગ વૉશરૂમ પણ બનાવી શકતી નથી. ચાર બાય ચાર ફીટના બાથરૂમની બહાર રાહ જોતી એક પણ મહિલાના ‘ગોરધન’ને આ પરિસ્થિતિ સામે વાંધો પડતો નથી...એ તો કેવી અજબ જેવી વાત છે.
લિ. ગોરધન મહારાજ
* * * * * * *

નવથી બાર મહિના માટે કરારબધ્ધ મહિલા મારફત સંતાનસુખ પ્રાપ્તિ – ‘સરોગસી’ની વાત કહેતી ગુજરાતી ફિલમ ‘કૂખ’ થિએટરમાં પૂરો એક મહિનો પણ ના ચાલી.
લિ. કાશીનો દીકરો – ઓલ ટાઇમ ગ્રેટ ગુજરાતી ફિલ્મ
* * * * * * *
(Tuesday, 14 March 2017 at 08:40pm)
ઉત્તર પ્રદેશના પંચોતેર (75) જિલ્લા વચ્ચે સાત (7) વિધાનસભા બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોને વિજેતા બનાવવા બદલ હું આપનો આભારી છું.
લિ. સાત અક્ષરનું નામ – રાહુલ ગાંધી ‘પપ્પુ’
* * * * * * *
[caption id="attachment_48465" align="alignright" width="150"]

(Friday, 17 March 2017 at 09:09am)
ગુજરાતી ફિલ્મ ‘ઠન ઠન ગોપાલ’ના અભિનેતા જયકર ભોજકની એક્ટિંગ હિન્દી ફિલ્મોના અભિનેતા બોબી ડાર્લિંગના અભિનયની યાદ અપાવે છે.
લિ. બોબી ગોપાલ બાબા
* * * * * * *
[caption id="attachment_48478" align="alignleft" width="150"]

(Sunday, 19 March 2017 at 06:10pm)
સ્વતંત્રતાના સીત્તેરમે વર્ષે પણ ઉત્તર પ્રદેશને પૅન્ટ – શર્ટ પહેરતા મુખ્યમંત્રી ના મળ્યા.
લિ. ડેનિમ વિકાસ યોગી
* * * * * * *
(Tuesday, 21 March 2017 at 08:04pm)
મોડી રાત્રે કે વહેલી સવારે શેરીના કૂતરાં જોરશોરથી ભસતાં હોય ત્યારે સાંભળનારે ગુસ્સે ન થવું...
...એમ સમજવું કે બાર – સાડા બાર કલાકના ટાઇમ ડિફરન્સને ગણતરીમાં લઇને તેઓ પરદેશ વસતા આપના સ્વજનો અને શ્વજનોને ‘સબ સલામત’ અથવા ‘જાગતે રહો’નો સંદેશો પહોંચાડવા શક્ય તમામ જોર લગાવી રહ્યા છે.
લિ. શ્વાનનો સ્વજન
* * * * * * *
[caption id="attachment_48466" align="alignright" width="150"]


ગુરૂ‘વાર’ એટલે ઘંટાલ ગુરૂનો ‘વારો’ કાઢવો : ભાગ – 1
દૂરદર્શનની ગુજરાત ચેનલનું નામ ‘ગિરનાર’ છે...પરંતુ...અંબાલાલ પટેલના અંતેવાસી દીપક દેસાઈ ચેનલનો ટાઇમ સ્લોટ ઊંચા ભાવે ખરીદીને સાવ તળિયાનો બકવાસ કરે છે.
લિ. ઠોઠ આત્મજ્ઞાની
* * * * * * *
[caption id="attachment_48474" align="alignleft" width="300"]

(Friday, 24 March 2017 at 09:09am)
નવજોતસિંહ સિધ્ધુ કોઈ પણ એક જ જગ્યાએ સહન થાય એમ છે.
લિ. પંજાબ વિધાનસભાનું સ્પીકર અને કપિલ શર્માના ટ્રેજિડિ – કોમિડિ શૉનું માઇક.
તા.ક. ‘પંજાબ વિધાનસભાના સ્પીકરની ચૂંટણી હજી થઈ નથી’ તેવા ટેક્નિકલ મુદ્દા ઉપસ્થિત ન કરવા વિનંતી છે.
લિખિતંગના લિખિતંગ, પંજાબ વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકરોનું (ક)મંડળ
* * * * * * *
(વિશ્વ રંગભૂમિ દિવસ : Monday, 27 March 2017 at 04:20pm)
“જ્ઞાતિપ્રથા અને સામાજિક કુરિવાજોની વિરૂધ્ધમાં મત પ્રકટ કરતું અમારું નાટક જોવા જરૂર આવજો.”
“ચોક્કસ. આયોજક કોણ છે?”
“ન્યૂ યોર્ક નગર નાગર મંડળ.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

આજથી શરૂ થતી સવાલોની તદ્દન નવી શ્રેણી : ભાગ – 1
જિજ્ઞાસુને જાણકારી આપો Biren Kothari / https://www.facebook.com/biren.kothari.37
Sir, કેટ મિડલટન Madam બૅન્કમાં ક્લિઅરિંગનો ચેક ભરવા જાય ત્યારે સોનાની ટાંકણીનો ઉપયોગ કરે છે તે વાત સાચી છે?
લિ. પ્રશ્નકર્તા જિજ્ઞાસુ ઝવેરી
તા.ક. ચેક ક્લિઅરિંગથી ખાતામાં ક્રેડિટ મેળવવા ચાલુ બૅન્કનો વર્તમાન નાણાકીય વર્ષનો આજે છેલ્લો દિવસ છે.
લિખિતંગના લિખિતંગ – ‘ચાલુ બૅન્કનો’ એટલે ‘ચાલુ’ એ અર્થમાં નહીં પણ ખુલ્લી બૅન્ક...એ અર્થમાં.
આપના વિશ્વાસુ...બ્રુનેઇના સુલતાન, વૉરેન બફેટ અને બીલ ગેટસ્ (સોનાની સાદી ટાંકણી વપરાશકર્તાઓના મંડળ GoPiBaTના પ્રતિનિધિઓ)
ગોપીબાત à GoPiBaT = Golden Pin users in Banking Transactions
* * * * * * *

બૅલેન્સ શીટ ફાઇનલ કરવામાં આજ સાંજથી લોચા શરૂ થવાના છે...
Paytm ક્રેડિટ બૅલેન્સને Cash on Hand કહેવાની કે ડિજિટલ રોકડ?
લિ. ચાર્ટર્ડ પ્લેનમાં ફરતો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ
ગયા મહિને અહીં મુકેલી ફેબ્રુઆરી – 2017ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
http://binitmodi.com/2017/03/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-76/
.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી માર્ચ – 2011, માર્ચ – 2012 (બે ભાગમાં), માર્ચ – 2013, માર્ચ – 2014, માર્ચ – 2015 તેમજ માર્ચ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://binitmodi.com/2013/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-49/
http://binitmodi.com/2013/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-51/
http://binitmodi.com/2013/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-50/
http://binitmodi.com/2013/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-52/
http://binitmodi.com/2014/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-31/
http://binitmodi.com/2015/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-19/
http://binitmodi.com/2016/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-7/
(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
No comments:
Post a Comment