પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, July 15, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જૂન – 2012)


(જૂન – 2012)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે જૂન – 2013ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(Friday, 1 June 2012 at 06:30pm)
"સાહેબ, મારુતિ કારનો ઇન્સ્યુરન્સ લેવો છે."....."જુઓ, તમારી ગાડી દસ વર્ષ જૂની છે. એટલે ઘસારો બાદ કરતા આજની તારીખે કિંમત ગણતા રૂપિયા 50,000/-નો વીમો લેવો ઠીક રહેશે."....."ઓ.કે. એમાં પાંચ હજાર પેટ્રોલ અને ઓઈલના પણ ઉમેરી દો. ટાંકી ફૂલ છે અને એન્જિન ઓઈલ તદ્દન નવું છે."
* * * * * * *

(Friday, 1 June 2012 at 07:25pm)
મારું ગુજરાત...નંબર વન...અવ્વલ અમદાવાદ.....ગુજરાતના કયા કુટુંબમાં મહિલાઓના નામના છેડે પણ 'ભાઈ' શબ્દ લાગે છેઅમદાવાદનું સારાભાઈ કુટુંબ.
* * * * * * *

દિલીપ સિંઘ જુદેવ
(Saturday, 2 June 2012 at 01:25pm)
"પૈસા ખુદા તો નહીં, મગર ખુદા સે કમ ભી તો નહીં..." (વાજપેયી સરકારના વન અને પર્યાવરણ મંત્રી દિલીપ સિંઘ જુદેવે 2003માં લાંચ સ્વીકારતા સમયે બોલેલું ક્વોટેબલ ક્વોટ).....શિવરાજસિંહ ચૌહાણની 'કમળપૂજા' કરી મુખ્યમંત્રી પદ પામવા અધીરા થયેલા મધ્ય પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રભાત ઝાને અર્પણ. 'કમળ સંદેશ'માં ગુજરાત રાજસ્થાન જેવા પાડોશી રાજ્યોની ભૂલો દર્શાવતા પ્રભાત ઝાને દિલીપ સિંઘ જુદેવના ક્વોટેબલ ક્વોટની રીટર્ન ગિફ્ટ ડમડમબાબા તરફથી.
* * * * * * *

(Monday, 4 June 2012 at 10:25pm)
રંધાનો ઉપયોગ બે વ્યવસાયમાં થાય છે. સુથારીકામમાં તો ખરો જ ખરો.....બરફ ગોળા બનાવનારો પણ કંઈ કમ કારીગર નથી.....
* * * * * * *

(Tuesday, 5 June 2012 at 02:45pm)
માધવપુરા બેંક ક્યાંય નથી મહાનગરમાં.....(બેંકનું ઉઠમણું થયાની રિઝર્વ બેંકની સત્તાવાર જાહેરાત પછી...હરીન્દ્ર દવેના નિબંધ સંગ્રહ 'માધવ ક્યાંય નથી મધુવનમાંને યાદ કરતા)
* * * * * * *

(Tuesday, 5 June 2012 at 04:10pm)
ભણેલા ગણેલાખૂબજ અનુભવીપોતાના ક્ષેત્રના વિષય નિષ્ણાતદૈનિક સામયિકોમાં વિષયલક્ષી કોલમ લેખન પણ કરતા હોય તેવા ભલભલા સેક્સોલોજિસ્ટને ખબર નથી હોતી કે વાસના’ શું ચીજ છે.....ચેલેન્જ સાથે જણાવવાનું કે અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા જાતિય રોગોના નિષ્ણાત ડોક્ટરોને પણ વાસના’ શું ચીજ છે તેની ખબર પડતી નથી.....અરે યારઅમદાવાદનો એક વિસ્તાર છે. આઈ મીન...વાસણા...Vasna…..
* * * * * * *

(Wednesday, 6 June 2012 at 04:30pm)
ડમડમબાબા ન્યૂઝ સર્વિસ (ડમડમ એરપોર્ટકોલકાતા) કોલકાતામાં આજે સવારે એક બાળકી જનમતાવેંત પ્રિન્સિપાલ બની ગઈ છે. બાળકીના પપ્પાની અટક પાલ’ છે અને મમ્મીએ નામ પાડ્યું પ્રિન્સી’……થઈ ગઈ ને પ્રિન્સિપાલ’.
* * * * * * *

આમિર ખાન
(Thursday, 7 June 2012 at 08:15pm)
"હલો, આમિર ખાન બોલે છે?"....."હા, સત્યમેવ જયતેમાંથી આમિર બોલું છું."
"આયોજન પંચની દિલ્હી ઓફિસમાં રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે બે બાથરૂમ બનાવ્યા છે. સાહેબ, અંદર ડાયૅલિસિસની સગવડ કરાવો ને તોય આટલો ખર્ચ ના થાય એવી એક નોંધ આપના શોમાં આ રવિવારે લઈ લેજોને. સમજોને કે આ એક પ્રેસનોટ છે."
"તમે કોણ બોલો છો?"....."કિડ્નિના રોગોનો નિષ્ણાત ડોક્ટર. મેડિકલ ક્ષેત્રે વ્યાપેલા ભ્રષ્ટાચારની આપ વાત કરો છો તે તબીબોનો એક પ્રતિનિધિ."
* * * * * * *

(Thursday, 7 June 2012 at 08:35pm)
ડમડમબાબાનું ચોંકાવનારું તબીબી સંશોધન
ભારતના નાગરિકોમાં બહેરાશનું પ્રમાણ વધે તો તેનો યશ અપયશ મોટર સાઇકલ અને કારના હોર્નને આપજો.
* * * * * * *

(Friday, 8 June 2012 at 02:40pm)
માત્ર અંગ્રેજી સમજી શકતી એક વ્યક્તિને પોતાની ઓળખાણ આપતા એક ભાઈએ કહ્યું કે, "હું વન મંત્રી છું".
"O.K. Which Department / Portfolio you are holding?"....."વન ડિપાર્ટમન્ટ."
"O.K. But which department?"....."કહ્યું તો ખરું... વન ડિપાર્ટમન્ટ."....."O.K. But which ONE department?"
બસ આટલો ડાયલોગ થયા પછી મંત્રી તાડૂકી ઉઠ્યા....."અરે કોઈ આને સમજાવો કે હું ગુજરાતના વન ખાતાનો વન મંત્રી છું. વન ખાતાનો ONE મંત્રી."
* * * * * * *

(Friday, 8 June 2012 at 03:25pm)
બાથરૂમમાંથી બહાર નીકળતા જ એક વ્યક્તિએ ખુશ થતાં કહ્યું કે, "મારું યુરીન શુગર લેવલ નોર્મલ આવ્યું માત્ર 90."....."અરે યાર, કેવી રીતે ખબર પડી? તું તો બાથરૂમ ગયો હતો."
"અરે યાર, આ કંઈ જેવો તેવો બાથરૂમ થોડો છે. અંદર યુરીન પોટના પેનલ પર જ શુગર લેવલ બતાવે છે."
ડાયલોગનું સ્થળ: આયોજન પંચ, યોજના આયોગ ભવન, નવી દિલ્હી.
* * * * * * *

(Monday, 11 June 2012 at 02:20pm)
ડમડમબાબાનું સૌંદર્ય ક્ષેત્રે બ્રાન્ડ ન્યુ સંશોધન
ઘસાઈને ઊજળા થઈએ, બીજાને ખપમાં આવીએ.....(રવિશંકર મહારાજ)
ફેસિયલ કરાવીને ઊજળા થઈએ, બ્યુટી પાર્લરની આવકમાં ફાળો આપીએ.....(ડમડમબાબા)
* * * * * * *

માર્ક ઝુકરબર્ગ
(Monday, 11 June 2012 at 03:40pm)
દોઢ મહિના પહેલા શરૂ થયેલું છાપું ચોપાનિયું સામયિક હોય કે.....દોઢસો વર્ષથી ચાલતું અખબાર દૈનિક હોય.....બધામાં સમાચાર એક જ છે કે.....વર્ષ 2020 સુધીમાં 'ફેસબુક' ભૂલાઈ જવાનું છે.....અલ્યા તમે તમારી ચિંતા કરોને.....પેલો ઝુકરબર્ગ ક્યાં તમારું નામ લે છે.....અરે એ તો તમારા ફરફરીયાના નામ સુદ્ધાં જાણતો નથી.....
* * * * * * *

(Monday, 11 June 2012 at 09:05pm)
ગુજરાત વિધાનસભા 182 ધારાસભ્યોને ચૂંટવા માટે દિવસ રહ્યા 182, કાઉન્ટડાઉન આજ રાતથી શરૂ.....
બારમી ગુજરાત વિધાનસભાની રચના માટે 182 ધારાસભ્યોને ચૂંટી કાઢવા 11 ડિસેમ્બર 2007ના દિવસે મતદાન થયું હતું. તેરમી ગુજરાત વિધાનસભાની રચના માટે હવે પછીનું મતદાન ડિસેમ્બર 2012ની 11 તારીખે થશે એવું ધારી લઈએ તો.....આવતીકાલ 12 જૂન 2012થી દિવસ રહ્યા 182.....
182 નો આ આંકડો એવો છે કે 91 બેઠકો સાથે ડબલ ફિગરમાં આવે એ રાજકીય પક્ષને પણ સત્તા તો મળે જ.....જો કે કેટલાકને આ ડબલ ફિગરમાં આવી જવાનો જ ડર લાગે છે.....જે પાર્ટી ડબલ ફિગરમાં આવી એના નેતા એ ઘડીથી 'કરીના કપૂર' થઈ જવાના.....કરીના કપૂર? ના સમજ્યા? કરીના કપૂર સાઇઝ ઝીરો ફિગર.....ગુજરાતના રાજકારણમાં એ નેતાએ પછી પોતાની માર્કશીટમાં મીંડું મૂકી દેવાનું.....કાયમ માટે.....
* * * * * * *

પરિમલ 'ગાર્ડન' ત્રિવેદી
(Tuesday, 12 June 2012 at 02:40pm)
આજે સવારે રિક્ષાવાળા ભાઈને પૂછ્યું, "પરિમલ ગાર્ડન આવવું છે?".....એમણે મને સામુ પૂછ્યું, "નવું કે જૂનું?"
હવે આ પ્રશ્ન મારા માટે પણ નવો હતો. મેં કહ્યું, "પરિમલ ગાર્ડન એક જ હોય ને, એમાં નવો શું ને જૂનો શું?".....મને કહે, "તમારે જોવો છે નવો પરિમલ ગાર્ડન. ચાલો, બેસી જાઓ. પછી જૂના પર તો લઈ જ જઈશ.".....હું બેઠો ને થોડી વારમાં ગુજરાત યુનિવર્સિટી આવી. મને કહે, "આ જગ્યાને અમે 'નવો પરિમલ ગાર્ડન' કહીએ છીએ. બોલો આગળ જવું છે?"
* * * * * * *

બાબા રામદેવ
(Tuesday, 12 June 2012 at 03:20pm)
કેમિસ્ટની દુકાને બાબા રામદેવ
"બચ્ચા, ગોરેપન કી ક્રીમ કા પીપડા ચાહિયે."....."બાબા, ક્રીમ પાઉચ મેં આતા હૈ. પૂરે પીપડે કા ક્યા કરોગે?"
"બચ્ચા, બિદેશ સે જો કાલા ધન આઈ ઉસકો વ્હાઇટ કરને વાસ્તે ક્રીમ કા પીપડા હી ચાહિયે."
* * * * * * *

(Tuesday, 12 June 2012 at 08:35pm)
ભારતના તેરમા રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે રાષ્ટ્રપતિ પદની ચૌદમી ચૂંટણી યોજવા માટેનો કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યો છે. જાહેરનામું પ્રસિદ્ધ થશે 16જૂન 2012 (શનિવાર)ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2012 (શનિવાર)ઉમેદવારી પત્રોની ચકાસણી 2 જુલાઈ 2012 (સોમવાર)ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2012 (બુધવાર)જરૂર જણાયે મતદાનની તારીખ 19 જુલાઈ 2012 (ગુરૂવાર)મતદાન થયે ગણતરીની તારીખ 22 જુલાઈ 2012 (રવિવાર)નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે  25 જુલાઈ 2012 (બુધવાર)
નોંધ: શપથ ગ્રહણની તારીખ જાહેરનામામાં દર્શાવી નથી.
* * * * * * *

(Wednesday, 13 June 2012 at 07:20pm)
મારું ગુજરાત.....નંબર વન.....અવ્વલ અમદાવાદ.....
વિશ્વની સૌથી મોંઘી પત્રકાર પરિષદ આજે 13 જૂન 2012ની સાંજે અમદાવાદમાં યોજાઈ ગઈ.....કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ પી.ચિદમ્બરમ (ગૃહ મંત્રી), અંબિકા સોની (માહિતી અને પ્રસારણ મંત્રી) અને સલમાન ખુરશીદ (કાયદો, ન્યાય અને લઘુમતી બાબતોના મંત્રી) પત્રકાર પરિષદ સંબોધવા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ આવ્યા અને પ્રેસ નોટ વહેંચીને જતા રહ્યા. પત્રકારો સાથે ચા નાસ્તો કરવા પણ ના રોકાયા. પ્રેસ નોટ દિલ્હીથી ફેક્સ કે ઇ-મેલ કરી હોત તો સસ્તામાં પતતું. હા, અમદાવાદના નામે 'મોંઘી પત્રકાર પરિષદ'નો રેકોર્ડ ના થતો.
* * * * * * *

પ્રતિક્ષા : બચ્ચનનો બંગલો
(Thursday, 14 June 2012 at 08:40pm)
ડમડમબાબા આજે સવારે અમિતાભ બચ્ચનને મળવા તેમના ઘરે પહોંચી ગયા.
"બોલો બાબા, કેમ આવવું થયું. ગુજરાતમાં ગૃહ ઉદ્યોગની જેમ ફિલ્મો બનવા માંડી છે. તમે પણ સ્ક્રીપ્ટ લઈને આવ્યા છો કે શું?"....."ના રે ના, અમિતજી. હું તો મારા કોલની તપાસ કરવા આવ્યો છું."
"કોલ?આપ કા કોઈ કોલ યહાં નહીં હૈ?"....."ક્યા બાત કર રહે હો? સુબહ સે મેં ફોન કર રહા હું, બોલતે હૈ આપ કા કોલ 'પ્રતિક્ષા'મેં હૈ. તો મૈંને સોચા ચલો અમિતજી કે બંગલે પર તપાસ કિયા જાય."
* * * * * * *

સોનિયા ગાંધી
(Friday, 15 June 2012 at 03:10pm)
31 ઓક્ટોબર 1984 વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાને પગલે બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં સોનિયા ગાંધી લોકસભામાં પ્રવેશી ચુકેલા 'પતિ' રાજીવ ગાંધીને કોઈ હોદ્દો ન સ્વીકારવા સમજાવતા હતા.
જૂન 2012 : સોનિયા ગાંધી રાષ્ટ્ર'પતિ' પદ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું નામ જાહેર કરશે.
* * * * * * *

(Friday, 15 June 2012 at 03:25pm)
ભારતનું રાજકારણ : ડમડમબાબાનું સંશોધન
રાજ્યશાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ)નો વિષય ના ભણ્યા હોઈએ તો ભારતનું રાજકારણ થોડું ઘણું સમજાય.....અને...ભણ્યા હોઈએ તો બિલકુલ ના સમજાય એનું નામ...ભારતનું રાજકારણ.....
* * * * * * *

(Saturday, 16 June 2012 at 02:05pm)
બે દિવસ પહેલા અમિતાભ બચ્ચનને મળવા ગયેલા ડમડમબાબાને મળવા એક ગાય આજે એમના ઘરે આવી.....કહે...
"બાબા, કાં નેનો ગાડીમાં ફરવા લઈ જાઓ અથવા નોકરીએ રાખો."....."ફરવા તો સમજો કે તને લઈ જાઉં. પણ નોકરીએ રાખું તો તું મને શું કામ લાગીશ."
"બાબા, નેનોના હુડ પર બેસીશ અને વરસાદ આવશે ત્યારે પૂછડું હલાવી કાચ સાફ કરી આપીશ."
નોંધ: અમદાવાદમાં આજે 16 જૂન 2012ના બપોરના બારથી વરસાદ શરૂ થયો. સીઝનનો પહેલો વરસાદ.
* * * * * * *

રાજેશ ખન્ના
(Thursday, 21 June 2012 at 03:40pm)
સમાચાર છે કે અભિનેતા રાજેશ ખન્ના બીમાર છે અને પત્ની ડીમ્પલ કાપડિયા તેમની સાર-સંભાળ લઈ રહી છે. યાર એક વાતની ખાતરી રાખો કે ડીમ્પલ કાપડિયા જેવી પત્ની સંભાળ રાખી રહી હોય ને ત્યારે બીમારી બહુ ટકે જ નહીં. 'કાકા' જલ્દી સાજા થઈ જ જવાના. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રિના પહેલા સુપરસ્ટારને Get Well Soon.
* * * * * * *

(Saturday, 23 June 2012 at 03:40pm)
શૈક્ષણિક ક્ષેત્રે ડમડમબાબાનું ક્રાંતિકારી સંશોધન.....બાળકને બાલ મંદિરનર્સરી કે કિન્ડર ગાર્ડનનો ખોટો ખર્ચો કર્યા વિના કે સ્કૂલમાં મોકલવાની ઝંઝટ કર્યા વગર અંગ્રેજીમાં વન ટુ ટેનએકડો બગડો કે હિન્દીમાં એક-દો-તીન શીખવાડો. આ રહ્યો સૌથી સહેલો રસ્તો.....કોઈપણ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીના કોલ સેન્ટરમાં ફોન જોડીને તેને આપી દો. રાબેતા મુજબ જ સામેથી કહેશે.....લાઈનમાં રહેવું હોય તો.....એક દબાવો...રિચાર્જ વિશેની માહિતી જોઈતી હોય તો.....દો દબાવો...અમારા પ્રતિનિધિ સાથે વાત કરવી હોય તો.....થ્રી પ્રેસ કરો...બાળકને એકથી દસ બોલતા આવડી જશે ડમડમબાબાની ગેરન્ટી.
* * * * * * *

મુકેશ અંબાણીની 'ઈચ્છા'પૂર્તિ
(Saturday, 23 June 2012 at 04:15pm)
ભારતના તેરમા રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે ઉમેદવારી કરવાને આજથી અઠવાડિયાનો જ સમય બાકી છે.....અને હવામાં એક પણ ગુજરાતી નામ ગુંજતું નથી ત્યારે.....ડમડમબાબાએ ઉમેદવારી માટે મુકેશ અંબાણીના નામ સાથે મેદાનમાં ઝુકાવ્યું.....એક પણ રાજકીય પક્ષે વિરોધ ન કર્યો, પણ તરફેણ કરવા માટે બાબાને કારણ પૂછ્યું.....ડમડમબાબા કહે, યાર મુકેશ અંબાણી રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જાય તો...દેશ દુનિયાના સૌથી મોટા ઘરમાં રહેવાની તેમની ઇચ્છા તો પૂરી થાય.
* * * * * * *

(*) ઉર્વીશ કોઠારી
(Monday, 25 June 2012 at 09:20pm)
મિત્રોપોસ્ટ સંખ્યા 784 સાથે ઉર્વીશ કોઠારીના બ્લોગ 'Gujarati World'નો આજે પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે. મંગળવાર, 24 જૂન 2008ની પહેલી પોસ્ટ 'વાઇબ્રન્ટ ગુજરાત - ૨૦૦૯ : રસમાં મીઠું નાખવાથી રાજદ્રોહ થાય?' (http://urvishkothari-gujarati.blogspot.in/2008/06/blog-post.html) થી શરૂ કરીને ગઈકાલ.....રવિવાર, 24 જૂન 2012ની પોસ્ટ 'જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનાર બહુમુખી પ્રતિભાવાન પુરાતત્ત્વવિદ્‌ : ભગવાનલાલ ઇન્દ્રજી' (http://urvishkothari-gujarati.blogspot.in/2012/06/blog-post_24.html) વચ્ચેનો કોઈ પણ લેખ વાંચો.....તમને તમારો મનગમતો વિષય જડી જશે.....ડમડમબાબાની ગેરન્ટી.....તો શરૂ કરો સફર  http://urvishkothari-gujarati.blogspot.in/
* * * * * * *

શાહરૂખ ખાન
(Tuesday, 26 June 2012 at 03:45pm)
ભારતના તેરમા રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે ઉમેદવારી કરવાને હવે ચાર જ દિવસ બાકી રહ્યા છે.....
.....અને હવામાં એક પણ યુવાન નામ ગુંજતું નથી ત્યારે.....ડમડમબાબાએ ઉમેદવારી માટે શાહરૂખખાનના નામ સાથે મેદાનમાં ઝુકાવ્યું.....યુવાન છે, આપણા 'ધર્મનિરપેક્ષ' રાષ્ટ્રના રાજકારણીઓ રાજકીય પક્ષોને કાયમ જેની શોધ હોય છે તેવું મુસ્લિમ નામ પણ છે.....અને અભિનેતાઓ મુખ્યમંત્રીની ખુરશી (એમ.જી. રામચન્દ્રન, એન.ટી. રામારાવ અને જયલલિતા)થી લઈને વડાપ્રધાનના મંત્રીમંડળ (સુનીલ દત્ત) સુધી પહોંચી ગયા હોય તો રાષ્ટ્રપતિ ભવન પણ શું કામ બાકી રહેવું જોઈએ......એટલે ડમડમબાબાએ સૂચવેલા નામ સામે એક પણ રાજકીય પક્ષે વિરોધ ન કર્યો.....પણ.....શાહરૂખખાનની ઉમેદવારીનો વિરોધ ખુદ રાષ્ટ્રપતિ ભવનના સુરક્ષા અધિકારીઓએ કર્યો. કારણ પણ આપ્યું...કે...ઉમેદવાર સિક્યુરિટી ગાર્ડ સાથે ગાળાગાળી અને મારામારી કરવાની ટેવ ધરાવે છે.
* * * * * * *

પ્રણવબાબુ : કોંગ્રેસના સંકટમોચન
(Tuesday, 26 June 2012 at 08:40pm)
'કટોકટી'ની કડવી યાદ અપાવતો દિવસ અને 'કટોકટી'નો પ્રારંભ કરતી સાંજ.....
ગુરૂવાર, 26 જૂન 1975 કટોકટીનો પ્રારંભ 'સૌજન્ય' – ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ
મંગળવાર, 26 જૂન 2012 પ્રણવ મુખરજીનું નાણા પ્રધાનપદેથી રાજીનામું 'સૌજન્ય' – સોનિયા ગાંધી અને રાષ્ટ્રપતિપદની ચૂંટણી.....જબરો સંયોગ થયો. જે સવારે દેશ દુનિયાને ભારતમાં 'કટોકટી' (State of Emergency) લાગુ થયાની જાણ થઈ તેના બરાબર સાડત્રીસ(37)માં વર્ષની સાંજે પક્ષને અનેક 'કટોકટી'માંથી તારનાર કોંગ્રેસના સંકટમોચન પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા સરકારના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને પક્ષને અલવિદા કરવાના માર્ગે આગળ વધ્યા.
* * * * * * *

(Friday, 29 June 2012 at 11:37am)
ડમડમબાબાનું રાજકીય સંશોધન.....
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે યુવાનો કેમ આગળ આવતા નથી?
કેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ જોઈએ.....અને શું છે કે યુવાન યુવતી સ્ત્રી પુરુષ ડોસા ડોશી.....કોઈને ય પોતાની સાચી ઉંમર જાહેર કરવી ગમતી નથી.....
* * * * * * *

(Saturday, 30 June 2012 at 05:45pm)
ડમડમબાબાને રોલ્સ રોયસ કાર ખરીદવાની ઇચ્છા થઈ. ઉપડ્યા એ તો ચેકબુક લઈને. મોડેલ અને કલર પસંદ પડતા વેંત ચેક લખી નાખ્યો – ‘Rolls-Royce’ ના નામે. રકમ લખીને ચેક નીચે સહી કરી કહે લાવો ચાવી.’ સેલ્સમેન કહેચેક કંપનીના નામે નહીંડીલરના નામનો લખવો પડે. ડમડમબાબા કહે સોદો કેન્સલ કરો. કરોડોની કાર વેચતી કંપનીનું જો બેન્કમાં ખાતુ સરખું પણ ન હોય તો એ ગાડીને શું ધોઈ પીવાની?

આ અગાઉ અહીં મુકેલી જૂન – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/07/2013.html


(નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 72મી પોસ્ટ (15 જુલાઈ 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 11 સપ્ટેમ્બર 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા બે વર્ષ પૂર્ણ થયા.
    72મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 15-07-2013 to 15-07-2014 – 210

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete