પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, December 31, 2012

અમદાવાદની ગઈકાલ : પેન્ટ વેચવા પેન્ટીનું પ્રદર્શન!...અને આજકાલની ‘પડદાપ્રથા’!



સોળે સાન અને વીસે વાન’ – ગુજરાતી કહેવત છે. ઝાઝી સમજણ પણ આપવી પડે તેમ નથી. સાન-ભાન આવવાનું હોય તો સોળમે વર્ષે આવી જાય અને વાન (શરીરના રંગ-રૂપ)માં કોઈ ફેરફાર થવાનો હોય તો ઉંમરના વીસમા વર્ષ સુધીમાં થઈ જાય. ઓ.કે. નાગરિક તરીકે મારું – તમારું – આપણું ઘડતર થવાનું હોય તો કેટલા વર્ષોમાં થઈ જવું જોઇએ એવો પ્રશ્ન આ કહેવતની રૂએ મારા મનમાં ઉદભવ્યો છે. આવી કોઈ ત્રિરાશી હોતી નથી પણ આજે માંડીએ. દિલ્હી શહેરની પીડિત દીકરીનું દૂર દેશાવર એવા સિંગાપોરમાં મૃત્યુ નીપજવું એ એક કારણ તો છે જ...બીજા ય ઘણા કારણો છે. પણ હાલ તો એકડે એકથી શરૂઆત કરીએ.

ભણતી વખતે નાગરિકશાસ્ત્રના પાનાં ઉથલાવ્યા હોય તે ખરું બાકી એ દિશામાં આજની પેઢીના લોકોમાં નવેસરથી સમજણ પ્રગટાવનાર જે થોડાં નામો ગુજરાત પાસે છે તેઓની એક બહુ મોટી ફરિયાદ રહી છે કે – આઝાદીના છ દાયકા વીતી ગયા પછી પણ આપણું ભારતીયોનું નાગરિક તરીકે ઘડતર ન થયું. ઘરની ચાર દિવાલ બહારના જાહેર વાણી – વર્તનમાં બેજવાબદારીપણું, દોંગાઈઓ જાણે કે કોઠે પડી ગયા છે. વીસમી સદીના પચાસ ઉપરાંત વર્ષો તો ફોગટમાં જ જાણે પસાર થઈ ગયા.

જેમાં પ્રવેશવાની આપણને બહુ આતુરતા હતી એવી એકવીસમી સદીનો પહેલો દાયકો પસાર થઈ ગયા પછી પણ આપણી પરિસ્થિતિમાં ઝાઝો ફરક પડ્યો નહીં. એટલે જ આ કહેવત યાદ આવે છે કે સોળે સાન અને વીસે વાન હોય તો આપણા સામૂહિક નાગરિક ઘડતરમાં કેમ આટલાં વર્ષો નીકળી ગયા. અરે જેમાં આજે જીવીએ છીએ તેવી એકવીસમી સદીનાં બાર વર્ષો પણ આજે રાતે પૂરાં થઈ જશે. કચરાના નિકાલ માટે પરદેશના પ્રવાસો થયા અને વિદેશી નિષ્ણાતોને નોતર્યાં પણ જાહેરમાં કચરો ફેંકવાની ટેવ ન ગઈ. પોશ કારની સાથે પોર્શ બ્રાન્ડની ગાડી પણ ભારતમાં વેચાતી થઈ પણ વાહનનું પાર્કિંગ કરતા ન આવડ્યું. સિક્સ સીટર કારમાં બાબા – બેબીઓને બાલમંદિરે મુકવા જતા મમ્મી–પપ્પાને એવો વિચાર સરખો પણ આવતો નથી કે આ બાબો કે બેબી ભણી-ગણીને મોટા થશે ત્યારે ઓફિસે જવાનું પેટ્રોલ ક્યાંથી લાવશે.

આ સઘળું અત્યારે કેમ યાદ આવે છે? ઉપર જણાવ્યું તેમ એક નહીં અનેક કારણો છે. આપણી નાગરિક નિસબતનો વાવટો તો જાણે પૂરેપૂરો સંકેલાઈ ગયો છે. કેવી રીતે એવો પ્રશ્ન થતો હોય તો ઉત્તમ તો નહીં પણ એક નમૂનો આપી શકું તેમ છું. આ રહ્યો.

રેડીમેડ જીન્સ પેન્ટની જાહેરાતનો આ ફોટો રવિવાર, 21 ઑક્ટોબર 2007ના દિને નવરંગપુરા – અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઊભા રહી પાડ્યો હતો. પેન્ટનું વેચાણ કરતો શૉ-રૂમ હોર્ડિંગની પછીતે જ હતો. માલિકીની જગ્યા હતી એટલે પેન્ટ વેચવા પેન્ટીનું પ્રદર્શન કરતો ફોટો જાહેરમાં લટકાવવાનો જાણે કે પરવાનો મળી ગયો હતો. સભ્ય સમાજમાં થોડી ચણ-ભણ થઈ હશે, ધ્યાન દોરનારાઓએ પોતાના વાંધા – વિરોધ દર્શાવ્યા હશે તે જાહેરાતનું આ પાટિયું અઠવાડિયા – પખવાડિયામાં ઉતારી લેવું પડ્યું. શાબાશ!

તો શું આપણે એમ સમજવું કે આ કે આવા પ્રકારના પાટિયાં કાયમ માટે ગાયબ થઈ ગયા? ના...રે...ના. એવી તે નિસબત હોય આપણી? એ તો પાંચ વર્ષે દેખા દેતા નેતાની જેમ જ બરાબર પાંચ વર્ષે પુનઃ પ્રગટ પણ થાય – બરાબર પાંચ વર્ષે જ!

હવે આ બીજો ફોટો બરાબર પાંચ વર્ષે જ સોમવાર, 24 ડિસેમ્બર 2012ના રોજ પાડ્યો છે. અમદાવાદના હાર્દ સમા વિસ્તાર સી.એન. વિદ્યાલય પાસેના ત્રિભેટેથી. આ સિરીઝના અતિ વાંધાજનક ફોટા બાજુ પર રાખીને આ નમૂનાને અહીં ચોંટાડ્યો છે. પાંચ વર્ષ પછી ફરી એકવાર ચણ-ભણ થઈ તે કેટલાક નમૂનેદાર પાટિયાં ગોડાઉન ભેગાં થયાં. જો કે એ પહેલાં તે આપણી નાગરિક સભ્યતાનું મીટર જરૂર ડાઉન કરતા ગયા.

(બન્ને તસવીરો : બિનીત મોદી)

17 comments:

  1. બિનીત, પહેલી જાહેરાતમાં પેન્ટ પહેરતા પેન્ટી બતાવતી યુવાન સ્ત્રી દેખાય છે અને બીજી જાહેરાતમાં ટુવાલથી પ્રાઈવેટ પાર્ટ્સ ઢાંકતો યુવાન પુરુષ દેખાય છે. જરા એ બેઉને પણ કોઈ પૂછી તો જુઓ તેમને તેમની આ નાગાઈમાં કશું અજુગતું-અશ્લીલ-અભદ્ર-અસામાજિક જણાય છે? કદાચ નહિ, કારણ કે તેમને તો સમાજે જરૂરી માનેલા એવા વિજ્ઞાપનના વ્યવસાયમાંથી પૈસા રળવા છે, જેમ આધુનિક વ્યવસાયોમાં એક સરોગેટ મધર કે સેક્સવર્કર કે ગિગોલો કે વીકી નામનો સ્પર્મ-ડોનર બાકાયદા પૈસા રળે છે. અને આ સૌમાં કારણનું કારણ તો એ છે કે એ સૌએ જીવવું છે, અને શક્ય બને એટલા આનંદથી જીવવું છે. અને આમાં ભલા તેઓ ખોટું, એટલે કે એન્ટી-સોશિયલ એક્ટ જેવું પણ શું કરે છે? ચોરીથી, છેતરપિંડીથી, લાંચરુશ્વતથી, શોષણ-દમનથી કે એવા કોઈ રસ્તે પૈસા કમાતા અને એશોઆરમી જીવન જીવનારા સાચા અર્થમાં એન્ટી-સોશિયલ કહીં શકાય તેવાઓ કરતા તો આ લોકો સમાજના નૈતિક અને ભૌતિક આરોગ્ય માટે જરૂરથી તદ્દન નહીવત હાનીકારક છે. તેઓ તો માત્ર એટલો જ સંદેશો આપે છે કે પેન્ટી અને પેન્ટ પહેરવાથી કે સાવ નગ્ન રહેવાથી પણ જીવનને સુંદર અને આનંદમય રીતે જીવી શકાય છે. પણ કોઈની ઉપર બળાત્કાર કરીને, કોઈનું શોષણ-દમન કરીને, કોઈની સાથે ઊંચનીચનો ભેદભાવ રાખીને તો જીવનને ન કેવળ કલુષિત જ કરાય છે, બલકે નષ્ટ પણ કરી દેવાય છે. એટલે જીવન કે આનંદને ડામવાને બદલે આપણે પેલી હિંસા-બળાત્કાર- અત્યાચાર-શોષણ-દમન વગેરે જેવી અનેક અસામાજિક વૃત્તિઓ અને સમાંજ્વ્યવાસ્થાઓ, જે માનવ અધિકાર અને માનવ ગરિમાનો સરેઆમ ભંગ કરે છે તેમને સંયમમાં રાખાવાનું ન શીખવાડી શકતા કુટુંબ, સમાજ, ધર્મ, રાજ્ય વગેરેની વિશેશ ટીકા કરવી જોઈએ. કામસૂત્રને ધર્મશાસ્ર્ત્ર જેટલું મહત્વ, કલાના નામે મંદિરોના નગ્ન શિલ્પો કે ભગવાનના નામે પુરુશની જનનેન્દ્રિય એટલે કે લીંગની સ્ત્રીઓ દ્વારા જાહેર પૂજા, બ્રાહ્મણ પુજારીઓની હવસના સંતોષ માટે દેવદાસીઓ વગેરેને સંસ્કૃતિ માનતા આપણે તો હર પ્રકારના આ નીઓ-લીબરેશનના યુગને આવી સંકુચિત નીતિમત્તાના માપદંડથી નહિ જોવો જોઈએ. બળાત્કાર અને શોષણ અને દમનને બદલે પ્રેમ અને આનંદ અને ન્યાયને સ્થાપી શકે એવા ટોટલ રેવોલ્યુશન અને ટોટલ લીબરેશનની જરૂર છે સમાજને. નીતિમત્તાના ધોરણો તો આવી મહાન ક્રાન્તિઓને અનુસરીને બદલાતા રહેશે, ત્યારે નવી નીતીમત્તાઓ કેળવવી એ જ તો છે નાગરિકની પુખ્તતાની પરીક્ષા. એટલે બીનીતભાઈ, આવી નાની નાની નગ્નતાઓથી ટેવાઈ જશો તો સાવ પ્રાકૃતિક બની રહેવાનો માનવીનો અંતિમ આદર્શ જે આ યુગમાં સિદ્ધ થઈને રહેવાનો છે એનો શોક અને shock તમને ઓછો લાગશે.

    ReplyDelete
  2. હલ્લો નિરવભાઈ,

    જબરી તમારી ફિલોસોફી !!! આટલી બધી જાડી કેમ પટેલભાઈ ?????

    અંગ્રેજો 150 વરસ આપણા ઘરમાં પેસી ગયા એટલે આપણે એને તગડવા જ નહીં, એવું આપનું વલણ જણાય છે, કોઈકે તો આંગળી ચિંધવીજ પડેને,99.99% લોકો આ વિજ્ઞાપન જોઇને નીચું જોઈ ચાલ્યા ગયા હશે, કદાચ તમારે ઘરેથી,સગામાંથી કોઈ માં બેન કે આપનો ચિરંજીવ કે તમે પણ એ રસ્તે નીકળ્યા હશો, વિજાતીય પોસ્ટર જોઈને સૌએ નીચું પણ જોયું હશે, પણ પાંચ મિનીટ વધુ રોકઈને અન્ય પાંચ જણા જોડે એનો વિરોધ કર્યો હોત તો તમે ભલે મહાપુરુષ તો ના કહેવાયા હોત,પણ કોઈકે તો તમારી પ્રસંસા કરી હોત. આવતા યુગના એન્ધાણમાં તમને નરી વલ્ગરતા જ આવશે એવું તમને લાગે છે એ નવાઈની વાત છે. શું તમે રોક્વાની કોશિશ કરો તો બીજા કોઈનો સાથ નહીં મળે??

    તમે તો બીનીતભાઈને પણ સારું કામ કરતા રોકવાનો પ્રયત્ન કરો છો?

    દાદુ શિકાગો




    ReplyDelete
  3. ડીયર, દાદુ શિકાગો, મારે પણ તમારા જેવા સંસ્કારી વડીલને આ જ કહેવું છે : પેલી પુરુષ જનનેન્દ્રિય જેને તમે સૌ 'લિંગ' કહો છો અને વળી પાછા એ જાણ્યા પછી પણ સ્ત્રીઓ જોડે એની પૂજા કરાવો છો ત્યારે મા, બહેન, દીકરીનો વિચાર કરો છો? ત્યારે તમને કશું અશ્લીલ કે અભદ્ર નથી લાગતું આ શીવાભૈના શિશ્નની જાહેરમાં અને સાર્વત્રિક રીતે પૂજા કરવામાં ?

    ReplyDelete
    Replies
    1. હલ્લો નિરવ પટેલ ,

      ગુજરાતી ભાષાનું જ્ઞાન અધૂરું હોય તે ના ચાલે, એના કરતા ગુજરાતી ના જાણતા હોત તો સારું હોત. મંદિર ઘરમાં જે તમે જુઓ છો તે શિવજીનું પ્રતિક લિંગ રૂપે છે,અને પુરુષો પણ પૂજા કરે છે !!!! નહીકે તમે તમારી પટેલ બુદ્ધિ પ્રમાણે મનગમંત માની બેઠેલ અર્થ. અને નામ છુપાવીને મારે તમારી પાસે શું ફીણવાનું હતું !!તમારી જાણ માટે મારી અટક પટેલ તો નથીજ .. ખેર

      દાદુ શિકાગો

      Delete
  4. Completely agree with Neeravbhai.

    દાદુ ચિકાગો, સાચું નામ અને ઓળખ બતાવવાની પારદર્શકતા લાવો પછી આ પારદર્શી નગ્નતાની વાત કરો.

    ReplyDelete
    Replies
    1. Just what makes difference to you , if my name is Pethabhai,Nathabhai or Dadu ???

      Delete
  5. નીરવભાઈ,
    તમે તો ખરા ઉશ્કેરાઈ ગયા! એટલા કે વિચાર કરવા પણ ન થોભ્યા! જેને ’લિંગ’ કહે છે તે બેશક જનનેન્દ્રિય છે. પણ ભાગ્યે જ કોઈ હિન્દુ અને એ રીતે જુએ કે પૂજે છે. એ તો પ્રતીક છે. યુકરિસ્ટ, અથવા તો હોલી કમ્યુનિયન કહેવાતા, ખ્રિસ્તી સંસ્કારમાં બ્રેડ અને દારુ ગ્રહણ કરવામાં આવે છે. આ બ્રેડ તે યીશુનું માંસ અને દારુ તે યીશુનું લોહી છે. તો તમે શું કોઈ ખ્રિસ્તી બંધુ ભગિનીને ’માંસ ને દારુ ઝાપટી આવ્યા’ એમ કહેશો? અથવા દેવળ જેવી પવિત્ર જગામાં બાપ, બેટો, મા, બહેન, દીકરી, બધા સાગમટે ’બોટી—દારુની જ્યાફત ઉડાવી આવ્યા’ એમ કહેશો? કહી શકશો? મને નથી લાગતું કે બાપ, બેટો, મા, બહેન, દીકરી, બધા સાગમટે દારુ પીવામાં કશી 'અભદ્રતા' જોતા હોય.
    તમારાં વિધાનો અન્યાયી અને ગેરમાર્ગે દોરનારાં છે. અને તમારી ભાષા ભાગ્યે જ સંયત કહેવાય. એટલે તમે જે ’સંયમ’નો ઉપદેશ કર્યો છે તે પોથીમાંનાં રીંગણાં જેવો થયો.

    તમારાં બીજાં વિધાનો મુગ્ધ naive છે.

    જીવન કે આનંદને ડામવાને બદલે આપણે પેલી હિંસા-બળાત્કાર- અત્યાચાર-શોષણ-દમન વગેરે જેવી અનેક અસામાજિક વૃત્તિઓ અને સમાંજ્વ્યવાસ્થાઓ, જે માનવ અધિકાર અને માનવ ગરિમાનો સરેઆમ ભંગ કરે છે તેમને સંયમમાં રાખાવાનું ન શીખવાડી શકતા કુટુંબ, સમાજ, ધર્મ, રાજ્ય વગેરેની વિશેશ ટીકા કરવી જોઈએ.

    You seem to think that ads are not part of our society, religion, and state. And therefore beyond criticism. And Binit has also been ruthlessly critical of caste system, state, nad other coersive state apparatuses.

    આવી નાની નાની નગ્નતાઓથી ટેવાઈ જશો તો સાવ પ્રાકૃતિક બની રહેવાનો માનવીનો અંતિમ આદર્શ જે આ યુગમાં સિદ્ધ થઈને રહેવાનો છે એનો શોક અને shock તમને ઓછો લાગશે.
    આનો અર્થ તો એમ થાય કે આવાં ચિત્રો આપણા ઘરની ભીંતે જ ટાંગવાં જેથી તમે કલ્પેલો ’આદર્શ’ ઝડપથી સિદ્ધ થાય! Chrity begins at home!

    તેઓ તો માત્ર એટલો જ સંદેશો આપે છે કે પેન્ટી અને પેન્ટ પહેરવાથી કે સાવ નગ્ન રહેવાથી પણ જીવનને સુંદર અને આનંદમય રીતે જીવી શકાય.
    By what logic you have inferred this is beyond my comprehension.

    We need to look at such cultural transitions (more) critically. Your naive appreciation as dangerous as Dadu's soppy disapproval.

    ReplyDelete
  6. દવેસાહેબ, આ જ તો ખૂબી છે પૂજારીઓની : એ તો ગાયના પોદળાને પણ પ્રસાદ કહે અને લોકો એમની પર આંધળી શ્રદ્ધા રાખી, આંખ-મગજ બંધ કરીને માને પણ ખરા અને એને પ્રસાદી સમઝી આરોગે પણ ખરા, જેમ ગોમૂત્રનો પ્રસાદ લે છે તે રીતે. એ જ પૂજારીઓ કોઈ પુરુષને 'ભગવાન' કહે અને એની જનનેન્દીયને પણ 'પવિત્ર' કહે, અને લોકો (સવિશેષ તો સ્ત્રીઓ) એમની ઉપર શ્રદ્ધા રાખી એ 'લીંગ'ની પૂજા પણ કરે! અને પૂજારીઓનો પરોપજીવી વર્ગ તો હરેક ધર્મમાં હોય જ છે : મૌલવીઓ, પાદરીઓ, પંડિતો ...

    ReplyDelete
  7. DEAR BINIT,
    U HAVE TOUCHED A VERY SENSITIVE ISSUE OF THE PRESENT SOCIETY. BEFORE JUMPING TO ANY CONCLUSION WE MUST FIRST VERY CLEARLY UNDERSTAND THAT MALE AND FEMALE ARE MAIN SOURCE/STREAM TO CONTINUE THE HUMAN RACE/GENERATION - WITH UTMOST MODESSTY. THE PRESENT PUBLICITY MANIA IS NOTHING BUT TO REMAIN RACE JUST TO MINT MORE PROFIT/NAME AND FAME. IT IS A BITTER TRUTH OF OUR SOCIETY THAT ON ONE HAND WE FIND NATIONAL MOVEMENT/UPROAR AGAINST RAPING CASES AND ON THE OTHER HAND WE FIND SUCH ADVERTISEMENTS - EVEN MORE VULGARITY IN CINEMAS. IN ANCIENT DAYS THERE WAS A PERIOD WHEN PEOPLE WERE MORE ATTRACTED TO CELIBACY - THE RULER OF THAT ERA HAD TO BUILD TEMPLES LIKE KHAJURAHO TO INSPIRE THE MANKIND TO CONTINUE THE HUMAN RACE/GENERATION. BY WRITING THIS I DO NOT COROBORATE ANY VULGARITY OR OTHERWISE. THERE SHOULD BE SOME STRINGENT LAWS TO CONTROL SUCH PUBLICITY/ADVERTISEMENT ON HOARDINGS. WHEVEVER SUCH THING APPEARS IN PUBLIC SEVERAL FMEALE ORGANISATION/SOCIAL ACTIVISTS ARE OBJECTING TO THIS AND AUTHORITIES ARE FORCED TO REMOVE THE SAME.

    ReplyDelete
  8. Thanks Binitbhai. You have put nice efforts in identifying the vehicles which lead to character of our society and for the sake of marketing at the cost of morality. You have also asked those qualified and unqualified social scientist/ nucleus/ catalyst and indirectly questioned what Gujarat witnessed a rosy development pre-holocast (2002). Society is running towards a dis-balance ratio in terms of market economy, political economy and social mattle.

    ReplyDelete
  9. dear Anonymous and dear Hemantbhai, i wonder how, we as concerned citizens, can overlook the nudity and obscenity publicly made venerable by the parasite class of pujaris and at the other end rebuke the models and manufacturers using the same marketing strategy to sell their ware, as if the former is made DIVINE, DIVYA, PAVITRA, AADHYAATMIK by its shloka-chanting 'holy' practitioners !

    ReplyDelete
  10. Mayurika Brahmakshatriya (Ahmedabad)9 January 2013 at 02:13

    સાચી વાત છે. આવા હોર્ડીંગ લગાવતી વખતે એમને માત્ર માર્કેટિંગનો જ વિચાર સ્ફુરે છે. નાગરિક તરીકેની જવાબદારી આમાં ક્યાંય નજરે નથી પડતી. આને નાગરિક તરીકેની જવાબદારીની ઉણપ ના કહેવાય? દરેક વ્યવસાયી નાગરિકધર્મ ના નિભાવી શકે? શું ના કરવું એટલી સભ્યતા ના જાળવી શકે?
    મયુરિકા બ્રહ્મક્ષત્રિય (અમદાવાદ) (Response through FACEBOOK)

    ReplyDelete
  11. સૌ મિત્રો,
    બ્લોગની પિસ્તાલીસમી પોસ્ટ (31 ડિસેમ્બર 2012)ના પ્રતિભાવો સાથે અહીં માંડેલી લંબાણપૂર્વકની ચર્ચા માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 5 એપ્રિલ 2013

    ReplyDelete
  12. - નસરુલ્લાખાન બી ઘાસુરા ... જુહાપુરા

    આવું જ હોર્ડિંગ વાસણા બસસ્ટેન્ડ પાસે પણ મુકાયું હતું ..

    https://www.facebook.com/photo.php?fbid=384688624898164&set=pb.100000710902041.-2207520000.1382811139.&type=3&theater

    ReplyDelete
  13. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા બે વર્ષ પૂર્ણ થયા.
    45મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 31-12-2012 to 31-12-2013 – 810

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  14. પ્રિય મિત્રો,
    45મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 31-12-2013 to 31-12-2014 – 130

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  15. સૌ મિત્રો,
    બ્લોગ પ્રારંભના સાડાચાર વર્ષ અને 143 પોસ્ટના મુકામ પર આ દસમી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

    બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 2 ઑગસ્ટ 2016

    ReplyDelete