પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, August 13, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જુલાઈ – 2012)




સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
પ્રારંભ કરીએ ગયા મહિનાથી. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એ જરૂરી નથી. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

ભરત તખ્તાની, એશા દેઓલ, હેમા માલિની
(Monday, 2 July 2012 at 04:35pm)
હેમા માલિનીનો સૌથી ટૂંકો ઇન્ટરવ્યૂ.....ડમડમબાબા દ્વારા.....
હેમાજીધરમેન્દ્ર સાથે આપના લગ્ન થયા ત્યારે અખબારોમાં આપની કેટલી તસવીરો છપાઈ હતી?”
જુઓનેએ મારા પ્રથમ લગ્ન હતા અને ધરમજીના બીજા...એટલે કેટલાક અખબારો-સામયિકોમાં લગ્નનો એક જ ફોટો છપાયો હતોતો કેટલેક ઠેકાણે ધરમજીનો પ્રથમ પત્ની સાથેનો ફોટો પણ છપાયો હતો.
ઓ.કેઆપની દીકરી ઇશા દેઓલના લગ્નના કેટલા ફોટા અખબારોએ છાપ્યા એનો અંદાજ લગાવી શકો છો?”
જવાદોને વાત જ ડમડમબાબા. એટલા બધા ફોટા છપાયા છે કે હવે લગ્નનું આલબમ તૈયાર થઈને આવશે એ જોવું જ નહીં પડે.
*     *     *     *     *     *     *     *     *     *     *     *

(Tuesday, 3 July 2012 at 03:50pm)
ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણીના સનસનીખેજ સમાચાર.....
ડમડમબાબાને ચૂંટણીમાં ઊભા રહેવાની વિનવણી કરતા જાત-ભાતના નેતાઓના ફોન આવવા માંડ્યા...છેલ્લે છેલ્લે તો ચૂંટણીપંચમાંથી પણ ઉમેદવારી કરવાની વિનંતીનો ફોન આવી ગયો....
....બાબા થોડા પીગળ્યા પણ ખરા...અને ઉમેદવારી કરવા તૈયાર થઈ ગયા...પૂછ્યું...ચૂંટણી ક્યારે છે? ‘19મી જુલાઈએ.
જવાબ મળતાં વેંત બાબાએ ઉમેદવારી કરવાની ના પાડી દીધી. કારણ આપતા કહ્યું, ‘હજી પંદર દિવસની વાર છે. મારાથી એટલું બધું ઊભું નહીં રહેવાય. આર્થ્રાઇટિસનો પ્રૉબ્લેમ છે.*     *     *     *     *     *     *

નેનો : પોકેટ કાર છે?

(Thursday, 5 July 2012 at 03:10pm)
આજે સવારે પપ્પા પાસે ગાડીની ચાવી માગી તો કહે પેન્ટના ખીસામાંથી લઈ લે. થોડી વારે ધૂંઆપૂંઆ થતા ઘરમાં પાછા આવીને પૂછ્યું કે, “પપ્પાતમે નેનો ક્યાં પાર્ક કરી છે. પાર્કિંગમાં મને જડી નહીં.
તો ઠંડકથી કહ્યું કે, “તેં ચાવી લીધી એ જ પેન્ટના બીજા ખીસામાં તો મુકી છે.” થોડી વાર પછી બોલ્યા, ‘સાવ ડમડમબાબા જેવો જ છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     * 

(Saturday, 7 July 2012 at 02:50pm)
અમદાવાદમાં આજે વહેલી સવારે ઇન્કમટેક્ષ પાસેથી પસાર થતાં જોયું તો ગાંધીજીની પ્રતિમા એની જગ્યાએ નહોતી. બપોરે પાછા ફરતી વખતે જોયું તો બાપુ પાછા યથાસ્થાને ગોઠવાઈ ગયા હતા. ડમડમબાબાને થયું કે બાપુનો ખુલાસો પૂછવો જોઇએ. પહોંચ્યા એ તો.....
બાપુસવારે ક્યાં ગુમ થઈ ગયા હતા?
હરિજન આશ્રમનો મારો રેંટિયો રિપેર કરાવવા ગયો હતો.
કેમ શું થયું ?”
અરે યારઆવડે કે ના આવડેબધા રેંટિયો ચલાવવા બેસી જાય છે. બે દિવસ પહેલાં પ્રણવ મુખરજીએ અને ગઈકાલે પૂર્ણો સંગમાએ હાથ અજમાવ્યો એમાં કિચૂડ...કિચૂડ અવાજ આવવાનો શરૂ થઈ ગયો હતો.
*     *     *     *     *     *     *     *     *     *     *     * 
(Saturday, 7 July 2012 at 09:00pm)
રાજકીય - શાસકીય ગણતરીઓમાં પાવરધા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનનો આજનો 3927મો દિવસ પણ ગણતરી વાળો છે. (3 x 9 = 27) 7મી ઓક્ટોબર 2012ના દિવસે શાસનના અગિયાર વર્ષ પુરા કરે એ પહેલા આજથી 'પોણા' અગિયારનું છોગું લાગી ગયું છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     *
દિનેશ ત્રિવેદી : રિઝર્વેશન મળશે?
(Sunday, 8 July 2012 at 11:00am)
ભારતીય રેલવે અને રાજકારણના વર્તમાનને સમજવા માટે આજનો જુલાઈનો દિવસ જરા જુદું મહત્ત્તવ ધરાવે છે. રેલવે રિઝર્વેશન માટે 90 દિવસને બદલે 120 દિવસનો નિયમ ફેરફાર કરનાર પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી આ નિયમના અમલીકરણના દિવસો પણ સત્તાની ખુરશી પર બેસીને જોવા પામ્યા નહીં.

ઓ. કે.
 120 દિવસના નિયમ અંતર્ગત પહેલું રિઝર્વેશન 7મી જુલાઈના દિવસનું ઇસ્યુ થયા પછી આજે પરિસ્થિતિ એવી છે કે મમતા બેનરજીની દાદાગીરી હેઠળના તૃણમુલ કોંગ્રેસ પક્ષમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા દિનેશ ત્રિવેદી નવી રાજકીય ભૂમિ શોધવા વતન કચ્છના આંટાફેરા મારી રહ્યા છે. હા, કોલકાતાથી કચ્છ ટ્રેનમાં બેસીને આવવું હોય તો તેમને તેમનો જ બનાવેલો નિયમ નડતો આવે છે. 120 દિવસ ચાર મહિના પહેલા કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવું અને રિઝર્વેશન પણ કરાવી લેવું કેટલું અશક્ય છે એ ખુરશીમાંથી ઉતરી ગયેલા મંત્રી મહોદયને સમજાઈ રહ્યું છે. પૂર્વે પાઇલટ રહી ચૂકેલા દિનેશભાઈ મોંઘા ભાવની પ્લેન ટિકિટ ખરીદીને ટેકેદારોને કોલકાતાથી સાથે લાવી શકતા નથી અને રેલવેનું રિઝર્વેશન મળતું નથી.
ખાસ નોંધવાનું કે દિનેશભાઈ એમ.બી.એ. થયેલા છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Monday, 9 July 2012 at 01:40am)
થેન્ક યૂ પછી હોં બોલાતું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાના અસ્તિત્વની ચિંતા કરવાની રહેતી નથી.
*     *     *     *     *     *     *     *     *     *     *     *

(Monday, 9 July 2012 at 01:40pm)
ડમડમબાબાને બોઇંગ જેટ ખરીદવાની ઇચ્છા થઈ. ઉપડ્યા એ તો ચેકબુક લઈને બોઇંગની ઓફિસે. ભાવતાલ થયા. ત્રણસો કરોડમાં સોદો પાકો થયો. વાત ડિલિવરી પર આવીને અટકી. સેલ્સમેને પૂછ્યું…..
ડિલિવરી ક્યાં લેવાની છે ?”
અફકોર્સ, ભારતમાં જ.
“…..તો...ત્રીસ કરોડ વધારે ચુકવવા પડશે એક્સેસરિઝના.
*     *     *     *     *     *     *     *     *     *     *     *

(Tuesday, 10 July 2012 at 11:00am)
બીનસરકારી સંગઠનો(NGO)ને દેશ-પરદેશમાંથી મળતી અઢળક નાણાકીય સહાય, એ પછી જાહેર હિતના કામો કરવામાં જોવા મળતી દોંગાઈ જવાબદેહીનો અભાવ અને સ્વયંસેવી સંસ્થાઓના કર્મચારીઓનું સુપર કોર્પોરેટ કલ્ચર જોયા પછી લાગે છે કે આવી સંસ્થાઓની તબિયત તપાસવાનો એક જ માર્ગ છે એન્જિયોગ્રાફી.....આઈ મીન.....NGO Graphy.*     *     *     *     *     *     *     *     *     *     *     * 

(
Wednesday, 11 July 2012 at 09:55am)
ડમડમબાબાસોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આપના મિત્રોની સંખ્યા જણાવશો?”
5000…”...“તો પછી ફેસબુકની વોલ પર કેમ 1700 જ દેખાય છે.
બાકીના મારા પેન ફ્રેન્ડ્ઝ છેઅને એ લોકો મને પોસ્ટકાર્ડ લખે છે.*     *     *     *     *     *     *     *     *     *     *     * 
(Wednesday, 11 July 2012 at 04:10pm)
સાહેબ, બાથરૂમનો પાણી લીકેજનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. નવું વાઇસર ફીટ કર્યું.
શાબાશ. વાઉચર બનાવડાવીને મારી સહી લઈ લો. એકાઉન્ટન્ટ રૂપિયા આપી દેશે. કેટલા આપવાના થાય છે?”
19000 મટિરિયલના અને મારો વિઝિટ ચાર્જ 3000 રૂપિયા અલગ. એકવીસ આપશો તો ચાલશે.
અલ્યા આટલા બધા તે હોતા હશે ? પ્લમ્બર છે કે પાઇલટ ? વાજબી બોલ કંઈક.
તે સાહેબ, પાંત્રીસ લાખનો બાથરૂમ બનાવડાવ્યો ત્યારે તમને ખ્યાલ નહોતો આવ્યો ? આનું મેન્ટેનન્સ તો આવું જ હોયને.....!”
(આયોજન પંચની નવી દિલ્હી ઓફિસમાં ડમડમબાબા)
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Thursday, 12 July 2012 at 12:45pm)
ચોમાસુ તેના ખરા અર્થમાં શરૂ થતા આજે સવારે રેઇન કોટ ખરીદવા ગયો. દુકાનદારને કહ્યું 'રેઇન કોટ' બતાવો. મને કહે "અહીં નહિ, ઘરે જઈને જોજો." એમ કહેતા જ હાથમાં એક DVD થમાવી દીધી. જોયું તો અજય દેવગણ - ઐશ્વર્યા રાય અભિનીત ફિલ્મ 'રેઇન કોટ'ની ડીવીડી હતી.
*     *     *     *     *     *     *     *     *
(Friday, 13 July 2012 at 09:45am)
સ્વર્ગમાં પહોંચેલા દારાસિંહનો પ્રથમ ઇન્ટરવ્યૂ.....ડમડમબાબા દ્વારા.....
કેમ છો દારાસિંહફાવી ગયું અહીંપહેલો દિવસ કેવી રીતે પસાર કર્યો?”
નમસ્તે ડમડમ. આવીને પહેલો તો પ્રભુ શ્રીરામને મળ્યો. તેઓ રામાનંદ સાગર સાથે મળીને મને રામાયણ સિરિઅલની ડીવીડી બતાવવા માગતા હતા. પણ મેં મારી જ કથા કહેવાની ચાલુ કરી દીધી.”...“કઈ કથા?”
એ જપ્રભુ રામનું નામ વટાવીને આજકાલ ભારતમાં કેટલા પથરા તરી રહ્યા છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     * 
(Friday, 13 July 2012 at 01:45pm)
અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે પ્લેન પાર્ક કરીને પાઇલટ કોકપીટમાંથી નીચે ઉતર્યો કે તરત એક વ્યક્તિ દોડતી તેની નજીક આવી.
"પ્લેન અહીં નહીં, ત્યાં મુકો."
"મુંબઈથી આવીને રોજ અહીં જ પાર્ક કરું છું."
"હા, પણ આજે હું કહું છું ને કે ત્યાં મુકો."
"યાર, તમને આજે પહેલી વાર અહીં ટર્મેક પર જોયા. અત્યાર સુધી ક્યાં હતા?"
"સાહેબ હું એક કોમર્શિઅલ કોમ્પ્લેક્ષમાં વોચમેન હતો.....અને ત્યાં પણ હું આવું જ કરતો હતો."
ડમડમબાબા (મેનેજર, ડમડમ વિમાન મથક - કોલકાતા) / સત્તાવાર નામ અને હોદ્દો
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Saturday, 14 July 2012 at 02:15am)
અમેરિકન મહિલા સુનિતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશયાત્રાએ જશે. તેની સફળતા ઇચ્છતા અહીં ગુજરાત અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાસે ઇશ્વરીય પ્રાથર્નાઓ કરાવાઈ રહી છે. તેની જ્ઞાતિ કુળના ખરા-ખોટા મૂળિયા શોધી કાઢી ધાર્મિક હોમ હવન થઈ રહ્યા છે. શાબાશ.....વૈજ્ઞાનિક અભિગમની બાબતમાં તો આપણો બેડો પાર થઈ જવાનો !
*     *     *     *     *     *     *     *     *     *     *     * 
(Wednesday, 18 July 2012 at 05:05pm)
ડિમ્પલે લોકસભામાં પ્રવેશ કર્યો એ જ વર્ષે લોકસભાના પૂર્વ સભ્ય રાજેશ ખન્નાએ જગતમાંથી વિદાય લીધી.....આઈ મીન.....ડીમ્પલ અખિલેશ યાદવ.....
*     *     *     *     *     *     *     *     *     *     *     *
રાજેશ ખન્ના : ગુજરાતના 'જમાઈ'નું લેબલ
(Wednesday, 18 July 2012 at 06:35pm)
દસમી લોકસભા (1991 - 1996)માટે રાજધાની નવી દિલ્હીની બેઠક પરથી ચૂંટણી જીતી જનાર રાજેશ ખન્ના અગિયારમી લોકસભા (1996 - 1998)માટે આ બેઠક જાળવી શક્યા નહોતા. લખનઉ અને ગાંધીનગર એમ બન્ને બેઠકો પરથી ચૂંટણી જીતેલા અટલ બિહારી વાજપેયીએ ગાંધીનગરની બેઠક ખાલી કરી ત્યારે પેટાચૂંટણી લડવા દિલ્હી - મુંબઈથી લાંબા થયેલા રાજેશ ખન્ના ગુજરાતના પાટનગરની લોકસભા બેઠક વિજય પટેલ નામના નવા-સવા વકીલ સામે હારી ગયા હતા.
'ગુજરાતના જમાઈને મત આપો' નામનું કોંગ્રેસનું પ્રચાર કાર્ડ ચાલ્યું નહોતું ત્યારે આજના મુખ્યમંત્રી એવા ભાજપના શુરા-પુરા 'પ્રચારક' નરેન્દ્ર મોદીએ તેનું હિન્દી કંઈક આમ કર્યું હતું - 'गुजरात के दामाद को मत मत दीजिये' | બસ, ભાષાંતરની આ કમાલ સાથે ખન્નાનો ખેલ ખતમ થઈ ગયો.
*     *     *     *     *     *     *     *     *     *     *     *
સુનીતા વિલીયમ્સ : ગુજરાતી - ગુજરાતી
(Thursday, 19 July 2012 at 04:30pm)
અવકાશયાત્રાએ ગયેલી ગુજરાતની દીકરી’ સુનિતા વિલીયમ્સનો ડમડમબાબા પર આવેલો એસ.એમ.એસ જણાવે છે કે ગુજરાતના જમાઈ’ રાજેશ ખન્નાને સ્વર્ગમાં રહેવાનું સારું ઠેકાણું મળી ગયું છે.
*     *     *     *     *     *     *     *
દારા સિંહ : કુસ્તીબાજની વેદના

(
Thursday, 19 July 2012 at 09:10pm)
સ્વર્ગમાં પહોંચેલા દારા સિંહ અને રાજેશ ખન્ના પ્રભુ રામને મળ્યા પછી હનુમાનજી પાસે પહોંચ્યા.
"દારા, રામાયણ સીરીઅલમાં તમે મારો મારૂતિનંદનનો રોલ સારો કર્યો હતો...અને રાજેશ 'અવતાર' ફિલ્મમાં તમે મોટરકાર સારી રીપેર કરતા હતા."....."બોલો ભારતના શું ખબર છે?"
"પરભુ ખબર બહુ સારા નથી. હું આવ્યો ત્યારે તમારા નામની 'મારૂતિ' કાર કંપનીમાં કામદારોનું આંદોલન ચાલતું હતું. આજે આ રાજેશ ખબર લાવ્યો છે કે એને અગ્નિદાહ અપાતો હતો ત્યારે મારૂતિ કંપનીના એચ.આર. મેનેજર અવનીશ કુમાર દેવને તોફાને ચઢેલા કામદારોએ જીવતો સળગાવી મુક્યો છે."
*     *     *     *     *     *     *     *     *     *
(Friday, 20 July 2012 at 08:45am)
મતદાન પછી અને રાષ્ટ્રપતિપદના શપથગ્રહણ પહેલાં આત્મવિશ્વાસથી છલકાતા પ્રણવ મુખરજીનો પહેલો ઇન્ટરવ્યૂ.....ડમડમબાબા દ્વારા.....
પ્રણવદા, મતદાન પૂરું થયા પછી ગઈકાલે ગુરૂવારે રાત્રે આપને બરાબર ઊંઘ આવી હતી?”
હા. કારણ કે મને ખાતરી છે કે બુધવાર 25મી જુલાઈએ શપથ લીધા પછી ગુરૂવારની મારી સવાર રાષ્ટ્રપતિ ભવનમાં ઊગવાની છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     * 
પ્રણવ મુખરજી : તેરમા રાષ્ટ્રપતિ
(Sunday, 22 July 2012 at 05:05pm)
સ્કૂલથી સંસદ સુધી પ્રણવ મુખરજીના જીવનની આ છેલ્લી અને આમ જુઓ તો પહેલી એવી પરીક્ષા હતી જેનું પરિણામ રવિવારે રજાના દિવસે આવ્યું. હવે પાંચ વર્ષનું વેકેશન. વેલકમ ટુ રાયસીના હિલપ્રણવદા.
*     *     *     *     *     *     *
(Monday, 23 July 2012 at 06:30pm)
ડમડમબાબાની ક્રાંતિકારી સલાહ - ભાગ : 1
શું આપ ઇન્ફર્મેશન  ટેક્નૉલોજિના ઉપયોગ બાબતે આધુનિક છો તેમ દુનિયાને જણાવવા માગો છો?......તો પછી 'WINDOWS 98' વાપરવાનું બંધ કરો.
*     *     *     *     *     *     *     *     *     *     *     *

(
Monday, 23 July 2012 at 08:15pm)
'બડે અચ્છે લગતે હૈ' સિરિઅલના ચાહક એવા ડમડમબાબાએ બે પ્લાઝમા ટી.વી. ખરીદ્યા. ઇન્સ્ટૉલેશન માટે ઘરે આવેલા ટેક્નિશનએ પૂછ્યું, "ક્યાં - ક્યાં રાખવાના છે?"..."જોડે જ."
ટેક્નિશનને નવાઈ લાગી એટલે સામું પૂછ્યું, "બન્ને ટી.વી. જોડે - જોડે જ રાખું?"
"હા...હા...એકમાં રામ કપૂરને જોઇશ...અને બીજામાં સાક્ષી તનવરને બેબી સાથે."
*     *     *     *     *     *     *     *     *     *     *     *

(Tuesday, 24 July 2012 at 04:45pm)
રાષ્ટ્રપતિ ભવનમાંથી આવતીકાલે વિદાય લેનાર (પ્રતિભા દેવીસિંહ પાટીલ) અને પ્રવેશ પામનાર (પ્રણવ મુખરજી)ના અંગત જીવનમાં એક નહીં બે સામ્ય છે. બન્નેના જીવનસાથીઓ (દેવીસિંહ શેખાવત અને સુવ્રા મુખરજી) સક્રિય રાજકારણથી દૂર રહ્યા છે. પણ બન્નેના દીકરાઓ ધારાસભ્ય છે.
પ્રતિભા પાટીલના પુત્ર રાજેન્દ્રસિંહ શેખાવત મહારાષ્ટ્ર વિધાનસભાની અમરાવતી બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય છે. પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી પશ્ચિમ બંગાળ વિધાનસભાની નલહતિ (બીરભૂમ જિલ્લો) બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     *

(Tuesday, 24 July 2012 at 07:30pm)
ડમડમબાબાની ક્રાંતિકારી સલાહ - ભાગ : 2
શું આપ ઇન્ફર્મેશન  ટેક્નૉલોજિના ઉપયોગ બાબતે આધુનિક છો તેમ દુનિયાને જણાવવા માગો છો?......તો પછી વિઝિટીંગ કાર્ડમાં ટેલેક્ષ આઈ.ડી. અને ફેક્સ નંબર છાપવાનું અને તે સાધનોનો ઉપયોગ કરવાનું બંધ કરો.
*     *     *     *     *     *     *     *     *     *     *     *

(Wednesday, 25 July 2012 at 03:20pm)
રાષ્ટ્રપતિ અને જે તે રાજ્યના રાજ્યપાલ જે સ્થળની મુલાકાત લેવાના હોય ત્યાં સુધી પહોંચવાનો પાકો રસ્તો હોવો જોઇએ એવો નિયમ છે. જો રસ્તો ન હોય તો મહાનુભાવના પ્રવાસનો કાર્યક્રમ નક્કી થતાં જ વહીવટીતંત્રએ કામે લાગીને પાકી સડક તૈયાર કરાવડાવવી પડે. નવા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના શપથગ્રહણ સમારંભમાં (પોતાના આશ્રમના ટી.વી. સામે) ઉપસ્થિત રહેલા ડમડમબાબાએ જોયું કે રાષ્ટ્રપતિભવન સંકુલમાં પાકો રસ્તો છે જ નહીં. તેમની મોંઘીદાટ લિમોઝીન કાર તો કાચા રસ્તા પર જ ફરે છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Thursday, 26 July 2012 at 12:45pm)
ઘરની બહાર નીકળીએને એક નોટ તો આમ ઊડી જાય છે.
રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવાહરવા-ફરવા કે મોજ-શોખના ખર્ચ માટે અગાઉ આ વાક્ય સો રૂપિયાના સંદર્ભમાં બોલાતું હતું. હવે એક હજાર રૂપિયાની નોટના સંદર્ભે બોલાય છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Thursday, 26 July 2012 at 04:55pm)
અર્થશાસ્ત્ર અને પેટ્રોલિઅમ પદાર્થને એકમેક સાથે સાંકળી લેતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
જગતમાં પેટ્રોલપંપ (પરદેશના મિત્રો માટે ગેસ સ્ટેશન) એક જ એવી જગ્યા છે જ્યાં ગયેલી વ્યક્તિ ગ્રાહક બન્યા વગર ત્યાંથી બહાર નીકળતી નથી.
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Friday, 27 July 2012 at 09:30am)
क्या आपके टूथपेस्टमें नमक है?’...यदि हां, तो कृपया श्रावणरमजान माह के दौरान उसका प्रयोग न करें. उपवास व रोजा वैध नहीं रहेगा.
डमडमबाबा द्वारा जनहितमें जारी.....
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Saturday, 28 July 2012 at 04:10pm)
અબજોપતિ થવું હોય તો એક રસ્તો મળી આવ્યો છે.....
.....ડમડમબાબાની સલાહ માનો તો....
....કિંગફિશરના પ્લેન એન્જિનમાં સી.એન.જી. કિટ નાખવાનો કોન્ટ્રાક્ટ લઈ લો......ખોટ ખાતી એરલાઇન્સને ફાયદો થશે...અને તમને તો થશે જ થશે.
ડમડમકી ગેરન્ટી.
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Monday, 30 July 2012 at 10:40am)
ડમડમબાબા લાઇવ રિપોર્ટીંગ ફ્રોમ.....
લંડન ઓલમ્પિક – 2012માં ભારતીય ખેલાડીઓ ગમે તેટલા ચંદ્રક જીતી લાવે, કોહિનૂર હિરો તો બ્રિટન પાસે જ રહેવાનો છે.
*     *     *     *     *     *     *     *     *     *     *     *
(Monday, 30 July 2012 at 07:00pm)
"સાહેબ, બાથરૂમ સાફ કરીને ચોખ્ખો ચણક કરી દીધો છે."
"સરસ. કેટલા આપવાના છે?"..."ફક્ત 4200 રૂપિયા."
"અલ્યા આટલા બધા તે હોતા હશે. ઘરેણાને સોનાનો ઢોળ ચડાવવાનો હોય એવો ભાવ બોલે છે."
"સાહેબ, બાથરૂમ બી તો પાંત્રીસ લાખ રૂપિયાનો છે. તેને સાફ કરવા મટિરિયલ પણ એવું જ જોઈએ. 30,000 રૂપિયે લિટર વાળું ફીનાઇલ વાપર્યું છે."
(આયોજન પંચની નવી દિલ્હી ઓફિસમાં ડમડમબાબા)
*     *     *     *     *     *     *     *     *     *     *     *


(
Tuesday, 31 July 2012 at 04:01pm)
ડમડમબાબાએ વસિયતનામું બનાવ્યું. જમીન, મકાન, જર-ઝવેરાત, વીમા પોલિસીઓ, વાહનો, બેન્ક બેલેન્સ અને રોકડ રકમ જેવી પરાપૂર્વથી ચાલી આવતી બાબતોનો ઉલ્લેખ કરીને સ્થાવર - જંગમ મિલકતના ખાનામાં ઉમેર્યું કે.....
મોબાઇલમાં 900 રૂપિયાનો ટોક ટાઇમ છે...
ઘરે ટી.વી. જોવા માટે ટાટા સ્કાયનું ત્રણ મહિનાનું બેલેન્સ છે...અને...
એક્ટીવા અને નેનોમાં થઈને 3500 રૂપિયાનું પેટ્રોલ છે.


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

8 comments:

  1. Harnish Jani (USA)17 August 2012 at 17:15

    આપનો બ્લોગ વાંચવાની મઝા આવી ગઈ. બધાથી કાંઈક નવું.
    હરીશભાઈએ લિંક મોકલી હતી. આભાર.

    હરનિશ જાની (યુ.એસ.એ)

    ReplyDelete
  2. Uttam and Madhu Gajjar (Surat)17 August 2012 at 18:50

    Enjoyed All…Congratulations……
    Uttam & Madhu Gajjar (Surat)

    ReplyDelete
  3. very nice binit sir a like it...

    ReplyDelete
  4. nice sir i like it....keep it up.

    ReplyDelete
  5. સૌ મિત્રો,
    બ્લોગની ત્રેવીસમી પોસ્ટ (13 ઓગસ્ટ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    અહીં લખાયેલું કદીકને નવેસરથી જૂના રેફરન્સ ખોળવાના કામે કોઈકને ખપમાં આવશે એવી આશા છે અને મને તો કામ આવશે જ આવશે એવી ખાતરી છે.

    બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 30 ઓગસ્ટ 2012

    ReplyDelete
  6. Good! Good.....very very,Bhai Binitbhai!....For this good giving THANK YOU,HO!

    ReplyDelete
  7. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
    23મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 13-08-2012 to 13-08-2013 – 450

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  8. પ્રિય મિત્રો,
    23મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 13-08-2013 to 13-08-2014 – 50

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete