અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી – દિલ્હી
ગજ્જર હૉલ, લૉ ગાર્ડન, અમદાવાદમાં (*)
|
બાર મહિનાની મહેનત પછી અને નાગરિકજુવાળના સમર્થનથી સત્તાપ્રાપ્તિ સુધી
પહોંચેલી ‘આમ આદમી પાર્ટી’ની / Aam Aadmi Party / http://www.aamaadmiparty.org/ દિલ્હી સરકારે સાત અઠવાડિયાના અંતે રાજીનામું ધરી
દીધું તેની ઘણાને નવાઈ લાગે છે. જાણે કે છ બોલની એક જ ઑવરમાં મેચ પૂરી થઈ ગઈ! નવાઈ તો લાગવી જ જોઇએ. લોકસમર્થન, લોકપ્રિયતા, પક્ષીય સમર્થન કે વહીવટ પર પકડ ગુમાવી
ચુકેલા અથવા પક્ષના કેન્દ્રિય નેતાઓને અપ્રિય થઈ પડેલા રાજ્યકક્ષાના નેતાઓ...ખાસ
કરીને એવા મુખ્યમંત્રીઓને તેમના પદ પરથી હટાવવા માટે હાઇકમાન્ડ્સને નવનેજા ઉતરતા
હોય છે. એવે સમયે ભ્રષ્ટાચાર, જનલોકપાલ બિલ, વીજળી – પાણીની સુવિધા જેવા નાગરિકોને
– મતદારોને સીધા સ્પર્શતા મુદ્દાઓ માટે અરવિંદ કેજરીવાલ / Arvind Kejriwal જેવી વ્યક્તિ તેમના વડપણ
હેઠળની સરકારનું માથું તાસક પર ધરી દે તે વાત નવી નવાઈની જ લેખાવવી જોઇએ. આટલા
ટૂંકા ગાળામાં આમ કરનારા અરવિંદ કેજરીવાલ પહેલા મુખ્યમંત્રી છે.
જો કે અલ્પજીવી નીવડેલી રાજ્ય સરકારોની યાદી લાંબી છે અને તેમાં ત્રણ એન્ટ્રી
કેન્દ્ર સરકારના નામે પણ બોલે છે. ભલે તેના કારણો ગમે તે હોય. અહીં ‘અલ્પજીવી’ની
વ્યાખ્યા બાંધવા માટે સત્તાના સો (100) કે તેથી ઓછા દિવસના
સમયગાળાનો માપદંડ રાખ્યો છે. કેટલાક સંજોગોમાં એ માપદંડને સવાસો (125)થી દોઢસો (150) દિવસ એટલે કે વધુમાં વધુ પાંચેક મહિના સુધી લંબાવવાની છૂટ લીધી છે એટલી જરૂરી
સ્પષ્ટતા. સરકારોના પતન કે મુખ્યમંત્રીઓના પદભ્રષ્ટ થવાના અનેક કારણો હોઈ શકે છે
એટલે તે વિગતોમાં ઊંડા ન ઊતરતાં અહીં માત્ર એવી સરકારોની યાદી આપવાનો જ ઉપક્રમ
રાખ્યો છે. પ્રથમ અને અંતિમ દિવસને પણ ગણતરીમાં લીધા છે. ટૂંકી મુદત માટે
મુખ્યમંત્રીની ગાદી મેળવનારા પાછળથી લાંબા પટે કામ કરવા, સત્તામાં રહેવા નસીબદાર થયા છે. તો એથી ઉલટું લાંબો સમય સત્તા ભોગવનારા મુખ્યમંત્રીઓને
ટૂંકા સમયગાળા માટે ગાદી સંભાળવાનો વખત પણ આવ્યો છે.
યાદીની શરૂઆત કેન્દ્રિય સ્તરથી કરીએ તો બે કેન્દ્ર સરકારો ટૂંકા સમયગાળા માટે
અસ્તિત્વમાં આવી હતી અને એક કેન્દ્ર સરકાર તેના લલાટે અલ્પજીવી આયુષ્ય લખાવીને આવી
હતી.
1) ગુલઝારીલાલ નંદા (ભારતના વડાપ્રધાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
27-05-1964થી 09-06-1964 – 14 દિવસ / પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના અવસાનને પગલે નિમણૂક
27-05-1964થી 09-06-1964 – 14 દિવસ / પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના અવસાનને પગલે નિમણૂક
2) ગુલઝારીલાલ નંદા (ભારતના વડાપ્રધાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
11-01-1966થી 24-01-1966 – 14 દિવસ / બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અવસાનને પગલે નિમણૂક
11-01-1966થી 24-01-1966 – 14 દિવસ / બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અવસાનને પગલે નિમણૂક
3) અટલ બિહારી વાજપેયી (ભારતના વડાપ્રધાન, રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ)
16-05-1996થી 01-06-1996 – 17 દિવસ / સૌથી ટૂંકી મુદતની કેન્દ્ર સરકાર
16-05-1996થી 01-06-1996 – 17 દિવસ / સૌથી ટૂંકી મુદતની કેન્દ્ર સરકાર
રાજ્ય
સરકારોની યાદી જોઇએ તો અલ્પજીવી રાજ્ય સરકારનો પહેલો દાખલો મદ્રાસ પ્રેસિડન્સી રાજ્યમાંથી
મળે છે.
1) કુર્મા વેન્કટા રેડ્ડી નાયડુ (મુખ્યમંત્રી – મદ્રાસ
પ્રેસિડન્સી)
01-04-1937થી 14-07-1937 – 105 દિવસ
01-04-1937થી 14-07-1937 – 105 દિવસ
નોંધ: આજનું તામિલનાડુ રાજ્ય તે સમયે મદ્રાસ પ્રેસિડન્સી રાજ્ય તરીકે અસ્તિત્વ
ધરાવતું હતું. કુર્મા નાયડુની વચગાળાની સરકારને કોઈ રાજકીય પક્ષનું પીઠબળ નહોતું.
2) મોહમ્મદ યુનુસ (મુખ્યમંત્રી – બિહાર, અપક્ષ)
01-04-1937થી 19-07-1937 – 110 દિવસ
નોંધ: ભારતને સ્વતંત્રતા મળી એ અગાઉ આ વચગાળાની સરકાર હતી.
01-04-1937થી 19-07-1937 – 110 દિવસ
નોંધ: ભારતને સ્વતંત્રતા મળી એ અગાઉ આ વચગાળાની સરકાર હતી.
3) પનમપીલ્લી ગોવિંદા મેનન (મુખ્યમંત્રી, જૂનું કોચીન રાજ્ય, હાલનું કેરળ)
01-09-1947થી 31-10-1947 – 61 દિવસ
નોંધ: તેમના શાસનની અંતિમ તારીખ ઉપલબ્ધ નથી. આથી ઑક્ટોબરના અંતિમ દિન સુધી ગણીને શાસનના દિવસોની ગણતરી કરી છે. રાજકીય પક્ષની માહિતી ઉપલબ્ધ નથી.
01-09-1947થી 31-10-1947 – 61 દિવસ
નોંધ: તેમના શાસનની અંતિમ તારીખ ઉપલબ્ધ નથી. આથી ઑક્ટોબરના અંતિમ દિન સુધી ગણીને શાસનના દિવસોની ગણતરી કરી છે. રાજકીય પક્ષની માહિતી ઉપલબ્ધ નથી.
4) પ્રફુલ્લ ચન્દ્ર ઘોષ (પ્રથમ મુખ્યમંત્રી – પશ્ચિમ બંગાળ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
15-08-1947થી 14-01-1948 – 153 દિવસ
15-08-1947થી 14-01-1948 – 153 દિવસ
02-11-1967થી 20-02-1968 – 111 દિવસ, અપક્ષ તેમજ પ્રોગ્રેસિવ ડેમૉક્રૅટિક અલાયન્સ ફ્રન્ટ
02-04-1971થી 28-06-1971 – 88 દિવસ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
નોંધ: પ્રફુલ્લ ચન્દ્ર ઘોષએ ત્રણેય મુદતમાં ટુંકા સમયગાળા માટે જ સત્તા સંભાળી હતી.
5) સી.એસ. વેંકટાચારી (મુખ્યમંત્રી – રાજસ્થાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
06-01-1951થી 25-04-1951 – 110 દિવસ
06-01-1951થી 25-04-1951 – 110 દિવસ
6) કડીદલ મન્જપ્પા (મુખ્યમંત્રી – મૈસુર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
19-08-1956થી 31-10-1956 – 74 દિવસ
19-08-1956થી 31-10-1956 – 74 દિવસ
નોંધ: આજનું કર્ણાટક રાજ્ય તે સમયે મૈસુર રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવતું હતું.
7) રવિશંકર શુક્લ (પ્રથમ મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-11-1956થી 31-12-1956 – 61 દિવસ
01-11-1956થી 31-12-1956 – 61 દિવસ
8) ભગવંતરાવ મંડલોઈ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-01-1957થી 30-01-1957 – 30 દિવસ
01-01-1957થી 30-01-1957 – 30 દિવસ
નોંધ: 12-03-1962થી 29-09-1963 દરમિયાન દોઢ વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
9) કૈલાસ નાથ કાત્જુ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
31-01-1957થી 14-03-1957 – 43 દિવસ
31-01-1957થી 14-03-1957 – 43 દિવસ
નોંધ: 14-03-1957થી 11-03-1962 દરમિયાન પાંચ વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
નોંધ: મધ્ય પ્રદેશના પ્રથમ ત્રણેય મુખ્યમંત્રીઓએ ટૂંકી મુદત માટે શાસન કર્યું હતું
એ નોંધવું રહ્યું.
10) દીપ નારાયણ સિંઘ (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-02-1961થી 18-02-1961 – 18 દિવસ
01-02-1961થી 18-02-1961 – 18 દિવસ
11) એસ.આર. કાન્થી (મુખ્યમંત્રી – કર્ણાટક, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
14-03-1962થી 20-06-1962 – 99 દિવસ
14-03-1962થી 20-06-1962 – 99 દિવસ
12) પી. કે. સાવંત (મુખ્યમંત્રી – મહારાષ્ટ્ર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
25-11-1963થી 04-12-1963 – 10 દિવસ
25-11-1963થી 04-12-1963 – 10 દિવસ
નોંધ: પુરોગામી મુખ્યમંત્રી મારોતરાવ કન્નમવારનું પદ પર રહેતા અવસાન થતાં વચગાળાની
સરકારના વડા રૂપે તેમની કામચલાઉ નિમણૂક કરવામાં આવી હતી.
13) ગોપી ચંદ ભાર્ગવ (પ્રથમ મુખ્યમંત્રી – પંજાબ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
21-06-1964થી 06-07-1964 – 16 દિવસ
21-06-1964થી 06-07-1964 – 16 દિવસ
નોંધ: 15-08-1947થી 13-04-1949 અને 18-10-1949થી 20-06-1951 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સવા ત્રણ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ –
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
14) ગ્યાની ગુરમુખ સિંઘ મુસાફીર (મુખ્યમંત્રી – પંજાબ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-11-1966થી 08-03-1967 – 128 દિવસ
01-11-1966થી 08-03-1967 – 128 દિવસ
15) પંડિત ભગવત દયાળ શર્મા (પ્રથમ મુખ્યમંત્રી – હરિયાણા, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-11-1966થી 23-03-1967 – 143 દિવસ
01-11-1966થી 23-03-1967 – 143 દિવસ
16) ચન્દ્ર ભાનુ ગુપ્તા (મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
14-03-1967થી 02-04-1967 – 20 દિવસ
14-03-1967થી 02-04-1967 – 20 દિવસ
નોંધ: 07-12-1960થી 01-10-1963 અને 26-02-1969થી 17-02-1970 દરમિયાન બે મુદતમાં કુલ મળીને પોણા ચાર વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ –
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
17) લોન્ગજામ થમ્બાઉ સિંઘ (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – મણિપુર યુનાઇટેડ ફ્રન્ટ)
13-10-1967થી 24-10-1967 – 12 દિવસ
13-10-1967થી 24-10-1967 – 12 દિવસ
18) સતીશ પ્રસાદ સિંઘ (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
28-01-1968થી 01-02-1968 – 5 દિવસ
28-01-1968થી 01-02-1968 – 5 દિવસ
19) બિન્ધેશ્વરી પ્રસાદ માંડલ / બી.પી. માંડલ (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય
રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-02-1968થી 02-03-1968 – 31 દિવસ
01-02-1968થી 02-03-1968 – 31 દિવસ
20) ભોલા પાસવાન શાસ્ત્રી (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ-ઓ)
22-03-1968થી 29-06-1968 – 100 દિવસ
નોંધ: બરાબર એક વર્ષ પછી 22-06-1969થી 04-07-1969 – 13 દિવસની મુદત માટે બીજી વાર મુખ્યમંત્રી થયા. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ-ઓ.
22-03-1968થી 29-06-1968 – 100 દિવસ
નોંધ: બરાબર એક વર્ષ પછી 22-06-1969થી 04-07-1969 – 13 દિવસની મુદત માટે બીજી વાર મુખ્યમંત્રી થયા. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ-ઓ.
21) સી.એન. અન્નાદુરાઈ (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – દ્રવિડ મુન્નેત્ર કઝગમ)
14-01-1969થી 03-02-1969 – 21 દિવસ
14-01-1969થી 03-02-1969 – 21 દિવસ
નોંધ: તામિલનાડુ નામકરણ પહેલા મદ્રાસ રાજ્ય નામથી ઓળખાતા તેના છેલ્લા મુખ્યમંત્રી
એવા સી.એન. અન્નાદુરાઈએ 06-03-1967થી 14-01-1969 દરમિયાન પોણા બે વર્ષથી વધુની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – દ્રવિડ મુન્નેત્ર કઝગમ
22) વી.આર. નેદુન્ચેઝિયાન (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – દ્રવિડ મુન્નેત્ર કઝગમ)
03-02-1969થી 10-02-1969 – 8 દિવસ
03-02-1969થી 10-02-1969 – 8 દિવસ
નોંધ: લગભગ અઢાર વર્ષના ગાળા પછી 24-12-1987થી 07-01-1988 દરમિયાન પુનઃ 15 દિવસ માટે મુખ્યમંત્રીપદ સંભાળ્યું. રાજકીય પક્ષ – એઆઈએડીએમકે. બન્ને વખત
તેમની નિમણૂક કાર્યકારી, હંગામી ધોરણે થઈ હતી એવું
રેકર્ડ દર્શાવે છે.
23) નરેશચન્દ્ર સિંઘ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
13-03-1969થી 25-03-1969 – 13 દિવસ
13-03-1969થી 25-03-1969 – 13 દિવસ
24) હરિહર સિંઘ (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
26-02-1969થી 22-06-1969 – 117 દિવસ
26-02-1969થી 22-06-1969 – 117 દિવસ
25) ત્રિભુવન નારાયણ સિંઘ (મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
18-10-1970થી 03-04-1971 – 168 દિવસ
18-10-1970થી 03-04-1971 – 168 દિવસ
26) કર્પૂરી ઠાકુર (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – સમાજવાદી પક્ષ)
22-12-1970થી 02-06-1971 – 163 દિવસ
22-12-1970થી 02-06-1971 – 163 દિવસ
27) પ્રકાશ ચન્દ્ર સેઠી (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
29-01-1972થી 22-03-1972 – 54 દિવસ
29-01-1972થી 22-03-1972 – 54 દિવસ
નોંધ: 23-03-1972થી 22-12-1975 દરમિયાન પોણા ચાર વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
28) વિલિયમસન એ. સંગમા (પ્રથમ મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – એપીએચએલસી)
21-07-1972થી 18-03-1973 – 241 દિવસ
21-07-1972થી 18-03-1973 – 241 દિવસ
નોંધ: છ વખત મેઘાલયના મુખ્યમંત્રી રહી ચુકેલા ડબલ્યુ એ. સંગમાએ કુલ ચૌદ વર્ષ શાસન
કર્યું. માત્ર બીજી મુદતમાં આઠ મહિના જેવા ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા.
રાજકીય પક્ષ – પહેલી ત્રણ મુદત દરમિયાન એપીએચએલસી અને બાકીની ત્રણ મુદત દરમિયાન
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
29) સુબ્રમણ્યન રામાસ્વામી (મુખ્યમંત્રી – પોંડીચેરી, રાજકીય પક્ષ – એઆઈએડીએમકે)
06-03-1974થી 28-03-1974 – 23 દિવસ
06-03-1974થી 28-03-1974 – 23 દિવસ
નોંધ: 02-07-1977થી 12-11-1978 દરમિયાન સવા વર્ષથી વધુની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – એઆઈએડીએમકે
30) મોહમ્મદ અલીમુદ્દીન (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – મણિપુર પીપલ્સ પાર્ટી)
04-03-1974થી 09-07-1974 – 128 દિવસ
04-03-1974થી 09-07-1974 – 128 દિવસ
નોંધ: 23-03-1972થી 27-03-1973 દરમિયાન એક વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – મણિપુર પીપલ્સ પાર્ટી
31) યન્ગમાસો શૈઝા (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – મણિપુર હિલ્સ યુનિયન)
10-07-1974થી 05-12-1974 – 149 દિવસ
10-07-1974થી 05-12-1974 – 149 દિવસ
32) જહોન બોસ્કો જાસોકી (મુખ્યમંત્રી – નાગાલેન્ડ, રાજકીય પક્ષ – નાગા નેશનલ ડેમોક્રેટીક પાર્ટી)
10-03-1975થી 20-03-1975 – 11 દિવસ
10-03-1975થી 20-03-1975 – 11 દિવસ
નોંધ: 05-06-1980થી 18-11-1982 દરમિયાન અઢી વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – નાગા નેશનલ ડેમોક્રેટીક પાર્ટી
માધવસિંહ સોલંકી,
પૂર્વ મુખ્યમંત્રી – ગુજરાત
ગાંધીનગરના ઘરમાં (*)
|
33) માધવસિંહ ફૂલસિંહ સોલંકી (મુખ્યમંત્રી – ગુજરાત, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
24-12-1976થી 10-04-1977 – 108 દિવસ
24-12-1976થી 10-04-1977 – 108 દિવસ
10-12-1989થી 04-03-1990 – 85 દિવસ
નોંધ: ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદે આવેલા માધવસિંહ સોલંકીએ 07-06-1980થી 10-03-1985 અને 11-03-1985થી 06-07-1985 દરમિયાન બે મુદતમાં કુલ મળીને
પાંચ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
34) કે. કરૂણાકરન (મુખ્યમંત્રી – કેરાલા, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
25-03-1977થી 25-04-1977 – 32 દિવસ
25-03-1977થી 25-04-1977 – 32 દિવસ
28-12-1981થી 17-03-1982 – 80 દિવસ
નોંધ: 24-05-1982થી 25-03-1987 અને 24-06-1991થી 16-03-1995 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સાડા આઠ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ –
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
35) બિનાયક આચાર્ય (મુખ્યમંત્રી – ઓડિસા, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
29-12-1976થી 30-04-1977 – 123 દિવસ
29-12-1976થી 30-04-1977 – 123 દિવસ
36) રામ લાલ ઠાકુર (મુખ્યમંત્રી – હિમાચલ પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
28-01-1977થી 30-04-1977 – 93 દિવસ
28-01-1977થી 30-04-1977 – 93 દિવસ
નોંધ: 14-02-1980થી 07-04-1983 દરમિયાન ત્રણ વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
37) પ્રફુલ્લા કુમાર દાસ (મુખ્યમંત્રી – ત્રિપુરા, રાજકીય પક્ષ – કૉંગ્રેસ ફોર ડેમૉક્રસી)
01-04-1977થી 25-07-1977 – 116 દિવસ
01-04-1977થી 25-07-1977 – 116 દિવસ
38) રાધિકા રંજન ગુપ્તા (મુખ્યમંત્રી – ત્રિપુરા, રાજકીય પક્ષ – જનતા પાર્ટી)
26-07-1977થી 04-11-1977 – 102 દિવસ
26-07-1977થી 04-11-1977 – 102 દિવસ
39) થેનફુન્ગા સૈલો (મુખ્યમંત્રી – મિઝોરમ, રાજકીય પક્ષ – મિઝો પીપલ્સ કૉન્ફરન્સ)
02-06-1978થી 10-11-1978 – 162 દિવસ
02-06-1978થી 10-11-1978 – 162 દિવસ
40) ડાર્વિન ડિએન્ગદોહ પુઘ (મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – એપીએચએલસી)
21-02-1979થી 06-05-1979 – 75 દિવસ
21-02-1979થી 06-05-1979 – 75 દિવસ
નોંધ: 10-03-1978થી 21-02-1979 દરમિયાન એક વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – એપીએચએલસી
41) તોમો રીબા (મુખ્યમંત્રી – અરૂણાચલ પ્રદેશ, રાજકીય પક્ષ – પીપલ્સ પાર્ટી ઑફ અરૂણાચલ પ્રદેશ)
18-09-1979થી 03-11-1979 – 47 દિવસ
18-09-1979થી 03-11-1979 – 47 દિવસ
42) સી. એચ. મોહમ્મદ કોયા (મુખ્યમંત્રી – કેરાલા, રાજકીય પક્ષ – ઇન્ડિઅન યુનિયન મુસ્લિમ લીગ)
12-10-1979થી 01-12-1979 – 51 દિવસ
12-10-1979થી 01-12-1979 – 51 દિવસ
43) જોગેન્દ્ર નાથ હઝારિકા (મુખ્યમંત્રી – આસામ, રાજકીય પક્ષ – જનતા પાર્ટી)
09-09-1979થી 11-12-1979 – 94 દિવસ
09-09-1979થી 11-12-1979 – 94 દિવસ
44) સુંદરલાલ પટવા (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – જનતા પક્ષ)
20-01-1980થી 17-02-1980 – 29 દિવસ
20-01-1980થી 17-02-1980 – 29 દિવસ
નોંધ: 05-03-1990થી 15-12-1992 દરમિયાન પોણા ત્રણ વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ
45) સેનાયન્ગબા ચુબાતોશી જમીર / એસ.સી. જમીર (મુખ્યમંત્રી – નાગાલેન્ડ, રાજકીય પક્ષ – યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ - પ્રોગ્રેસિવ)
18-04-1980થી 05-06-1980 – 49 દિવસ
18-04-1980થી 05-06-1980 – 49 દિવસ
નોંધ: ચાર વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી રહી ચુકેલા એસ.સી. જમીરએ કુલ પંદરથી વધુ
વર્ષ શાસન કર્યું. માત્ર પહેલી મુદતમાં ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. રાજકીય
પક્ષ – યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ - પ્રોગ્રેસિવ અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
46) રિશાંગ કેઇશિંગ (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
27-11-1980થી 27-02-1981 – 93 દિવસ
27-11-1980થી 27-02-1981 – 93 દિવસ
47) કેશબ ચન્દ્ર ગોગોઈ (મુખ્યમંત્રી – આસામ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
13-01-1982થી 19-03-1982 – 66 દિવસ
13-01-1982થી 19-03-1982 – 66 દિવસ
48) કોટલા વિજય ભાસ્કર રેડ્ડી
(મુખ્યમંત્રી – આંધ્ર પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય
રાષ્ટ્રીય કૉંગ્રેસ)
20-09-1982થી 09-01-1983 – 112 દિવસ
20-09-1982થી 09-01-1983 – 112 દિવસ
49) બ્રિન્ગટન બુહાઈ લિંગડોહ / બી.બી. લિંગડોહ (મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – એપીએચએલસી)
02-03-1983થી 31-03-1983 – 30 દિવસ
02-03-1983થી 31-03-1983 – 30 દિવસ
નોંધ: 07-05-1979થી 07-05-1981 અને 26-03-1990થી 10-10-1991 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સાડા ત્રણ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ
– એપીએચએલસી અને એચપીયુ
50) ભીમ બહાદુર ગુરુંગ / બી.બી. ગુરુંગ (મુખ્યમંત્રી – સિક્કીમ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
11-05-1984થી 25-05-1984 – 15 દિવસ
11-05-1984થી 25-05-1984 – 15 દિવસ
51) નદેન્દલા ભાસ્કર રાવ (મુખ્યમંત્રી – આંધ્ર પ્રદેશ, રાજકીય પક્ષ – તેલુગુ દેશમ પાર્ટી)
16-08-1984થી 16-09-1984 – 32 દિવસ
16-08-1984થી 16-09-1984 – 32 દિવસ
52) હીરા લાલ દેવપુરા (મુખ્યમંત્રી – રાજસ્થાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
23-02-1985થી 10-03-1985 – 16 દિવસ
23-02-1985થી 10-03-1985 – 16 દિવસ
અર્જુન સિંઘ, પૂર્વ મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ
સૌથી ટૂંકી મુદતના મુખ્યમંત્રી
|
પ્રો. કે.એમ. ચાન્ડી
તત્કાલીન રાજ્યપાલ – મધ્ય પ્રદેશ
|
53) અર્જુન સિંઘ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
11-03-1985થી 12-03-1985 – 2 દિવસ
11-03-1985થી 12-03-1985 – 2 દિવસ
નોંધ: 08-06-1980થી 10-03-1985 દરમિયાન પોણા પાંચ વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ. બે દિવસના મુખ્યમંત્રીપદ માટે
અર્જુન સિંઘની શપથવિધિ કરાવનાર રાજ્યપાલ પ્રો. કે.એમ. ચાન્ડીએ આ અગાઉ ગુજરાતનું
રાજ્યપાલપદ પણ નવ મહિના માટે સંભાળ્યું હતું. બે દિવસના મુખ્યમંત્રીપદ પછી 14 માર્ચ 1985ના રોજ અર્જુન સિંઘને
પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ નવી નોકરી માત્ર આઠ મહિના ચાલી હતી.
54) જાનકી રામચંદ્રન (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – એઆઈએડીએમકે)
07-01-1988થી 30-01-1988 – 24 દિવસ
07-01-1988થી 30-01-1988 – 24 દિવસ
55) હરી દેવ જોશી (મુખ્યમંત્રી – રાજસ્થાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
04-12-1989થી 04-03-1990 – 91 દિવસ
04-12-1989થી 04-03-1990 – 91 દિવસ
નોંધ: 11-08-1973થી 29-04-1977 અને 10-03-1985થી 20-01-1988 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સાડા છ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ –
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
56) શ્યામા ચરણ શુક્લ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
09-12-1989થી 04-03-1990 – 86 દિવસ
09-12-1989થી 04-03-1990 – 86 દિવસ
નોંધ: 26-03-1969થી 28-01-1972 અને 23-12-1975થી 29-04-1977 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સવા ચાર વર્ષ શાસન કર્યું. રાજકીય પક્ષ –
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
હેમાનન્દા બિસવાલ,
પૂર્વ મુખ્યમંત્રી – ઓડિસા
બ્લોગ લેખક સાથે બુરલા-ભુવનેશ્વરની
એક મુલાકાત દરમિયાન (*)
|
57) હેમાનન્દા બિસવાલ (મુખ્યમંત્રી – ઓડિસા, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
07-12-1989થી 05-03-1990 – 89 દિવસ
07-12-1989થી 05-03-1990 – 89 દિવસ
નોંધ: બરાબર દસ વર્ષ પછી 06-12-1999થી 05-03-2000 દરમિયાન 91 દિવસની ટૂંકી મુદત માટે
બીજીવાર સત્તામાં આવ્યા. રાજીનામાની તારીખ પણ એની એ જ રહી. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
58) જગન્નાથ મીશ્રા (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
06-12-1989થી 10-03-1990 – 95 દિવસ
06-12-1989થી 10-03-1990 – 95 દિવસ
નોંધ: અગાઉની બે મુદત 11-04-1975થી 30-04-1977 અને 08-06-1980થી 14-08-1983 દરમિયાન કુલ મળીને પાંચ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય
રાષ્ટ્રીય કૉંગ્રેસ
59) ચર્ચીલ અલેમાઓ (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ)
27-03-1990થી 14-04-1990 – 19 દિવસ
27-03-1990થી 14-04-1990 – 19 દિવસ
60) કે.એલ. ચીશી (મુખ્યમંત્રી – નાગાલેન્ડ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
16-05-1990થી 19-06-1990 – 35 દિવસ
16-05-1990થી 19-06-1990 – 35 દિવસ
61) બનારસી દાસ ગુપ્તા (મુખ્યમંત્રી – હરિયાણા, રાજકીય પક્ષ – જનતા દળ)
22-05-1990થી 12-07-1990 – 52 દિવસ
22-05-1990થી 12-07-1990 – 52 દિવસ
નોંધ: 01-12-1975થી 30-04-1977 દરમિયાન સવા વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
62) ઓમ પ્રકાશ ચૌટાલા (મુખ્યમંત્રી – હરિયાણા, રાજકીય પક્ષ – જનતા દળ)
12-07-1990થી 17-07-1990 – 6 દિવસ
12-07-1990થી 17-07-1990 – 6 દિવસ
22-03-1991થી 06-04-1991 – 16 દિવસ, રાજકીય પક્ષ – સમાજવાદી જનતા પાર્ટી
નોંધ: 02-12-1989થી 22-05-1990 – 172 દિવસ, પ્રથમ મુદત, રાજકીય પક્ષ – જનતા દળ અને 24-07-1999થી 04-03-2005, ચોથી મુદતમાં સાડા પાંચ વર્ષ શાસન કર્યું. રાજકીય પક્ષ – ઇન્ડિઅન નેશનલ લોક
દળ
63) રવિ નાઇક (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
02-04-1994થી 08-04-1994 – 7 દિવસ
02-04-1994થી 08-04-1994 – 7 દિવસ
નોંધ: 25-01-1991થી 18-05-1993 દરમિયાન સવા બે વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
64) માયાવતી (મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ, રાજકીય પક્ષ – બહુજન સમાજ પાર્ટી)
03-06-1995થી 18-10-1995 – 138 દિવસ
03-06-1995થી 18-10-1995 – 138 દિવસ
નોંધ: ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા તેમજ ‘બહન કુમારી માયાવતી’
તરીકે ઓળખાવા માગતા તેમણે કુલ સાત વર્ષ શાસન કર્યું. માત્ર પહેલી મુદતમાં ટુંકા
સમયગાળા માટે સત્તા પર આવ્યા. રાજકીય પક્ષ – બહુજન સમાજ પાર્ટી
65) હરચરણ સિંઘ બ્રાર (મુખ્યમંત્રી – પંજાબ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
31-08-1995થી 21-01-1996 – 144 દિવસ
31-08-1995થી 21-01-1996 – 144 દિવસ
66) ભૂમિધર બર્મન (મુખ્યમંત્રી – આસામ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
22-04-1996થી 14-05-1996 – 23 દિવસ
22-04-1996થી 14-05-1996 – 23 દિવસ
જગદમ્બિકા પાલ, પૂર્વ મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ |
રોમેશ ભંડારી
તત્કાલીન રાજ્યપાલ – ઉત્તર પ્રદેશ
|
67) જગદમ્બિકા પાલ (મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
21-02-1998થી 23-02-1998 – 3 દિવસ
21-02-1998થી 23-02-1998 – 3 દિવસ
નોંધ: ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર પણ પૂર્વ મુખ્યમંત્રી લેખે
જગદમ્બિકા પાલનો નામોલ્લેખ કરવાનું ટાળવામાં આવ્યું છે. (લિન્ક – http://upgov.nic.in/upexcms.aspx) તેની પાછળની કથા કંઈક આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહના વડપણ
હેઠળની રાજ્ય સરકારને વિસર્જિત કરવામાં આવી ત્યારે ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત
અધિકારી એવા તત્કાલીન રાજ્યપાલ રોમેશ ભંડારીએ જગદમ્બિકા પાલની મુખ્યમંત્રીપદે
ઉતાવળે શપથવિધિ આટોપી લીધી. કલ્યાણસિંહ સરકારનું વિસર્જન ગેરબંધારણીય રસ્તે થયું
હતું તેવા અલાહાબાદ વડી અદાલતના હુકમના પગલે કલ્યાણસિંહની સરકાર ત્રીજા જ દિવસે
પુનઃ સત્તામાં આવી. તેના પ્રકારનો આ એકમાત્ર દાખલો હોવાથી પણ તેની નોંધ અહીં
લેવાનું મને યોગ્ય લાગે છે.
68) ડૉ. વિલ્ફ્રેડ ડિસોઝા (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – ગોઆ રાજીવ કૉંગ્રેસ)
30-07-1998થી 26-11-1998 – 120 દિવસ
30-07-1998થી 26-11-1998 – 120 દિવસ
નોંધ: ભા.રા.કૉંથી છૂટા પડીને ગોઆ રાજીવ કૉંગ્રેસ નામનો અલગ ચોકો કરતા અગાઉ ડૉ.
વિલ્ફ્રેડ ડિસોઝાએ 18-05-1993થી 02-04-1994 અને 08-04-1994થી 16-12-1994 દરમિયાનની બે મુદત માટે કુલ મળીને પોણા બે વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય
પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
69) દિલીપ રમણલાલ પરીખ (મુખ્યમંત્રી – ગુજરાત, રાજકીય પક્ષ – રાષ્ટ્રીય જનતા પાર્ટી)
28-10-1997થી 04-03-1998 – 128 દિવસ
28-10-1997થી 04-03-1998 – 128 દિવસ
70) એસ.સી. મારક (મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
27-02-1998થી 10-03-1998 – 12 દિવસ
27-02-1998થી 10-03-1998 – 12 દિવસ
નોંધ: 19-02-1993થી 27-02-1998 દરમિયાન પાંચ વર્ષની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
71) સુષ્મા સ્વરાજ (મુખ્યમંત્રી – દિલ્હી, રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ)
13-10-1998થી 02-12-1998 – 51 દિવસ
13-10-1998થી 02-12-1998 – 51 દિવસ
72) લુઇઝિન્હો ફલેરિઓ (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
26-11-1998થી 09-02-1999 – 76 દિવસ
નોંધ: 09-06-1999થી 24-11-1999 – 169 દિવસ / ટૂંકી મુદતનું બીજું શાસન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
26-11-1998થી 09-02-1999 – 76 દિવસ
નોંધ: 09-06-1999થી 24-11-1999 – 169 દિવસ / ટૂંકી મુદતનું બીજું શાસન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
73) નીતીશ કુમાર (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – જનતા દળ-યુનાઇટેડ)
03-03-2000થી 10-03-2000 – 8 દિવસ
03-03-2000થી 10-03-2000 – 8 દિવસ
74) રાધાબિનોદ કોઇજામ (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – સમતા પાર્ટી)
15-02-2001થી 01-06-2001 – 107 દિવસ
15-02-2001થી 01-06-2001 – 107 દિવસ
75) જે. જયલલિતા (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – એઆઈએડીએમકે)
14-05-2001થી 21-09-2001 – 131 દિવસ
14-05-2001થી 21-09-2001 – 131 દિવસ
નોંધ: 2011થી તામિલનાડુનું મુખ્યમંત્રીપદ ચોથી વખત સંભાળી રહેલા જયલલિતાના કુલ શાસનનું 2014માં આ તેરમું વર્ષ ચાલી રહ્યું છે. માત્ર પહેલી મુદતમાં ટુંકા સમયગાળા માટે
સત્તા પર આવ્યા. રાજકીય પક્ષ – એઆઈએડીએમકે
76) પી. શનમુગમ (મુખ્યમંત્રી – પોંડીચેરી, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
24-05-2001થી 26-10-2001 – 156 દિવસ
24-05-2001થી 26-10-2001 – 156 દિવસ
નોંધ: 22-03-2000થી 15-05-2001 દરમિયાન એક વર્ષથી વધુની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
77) ઓ. પન્નીરસેલવમ (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – એઆઈએડીએમકે)
21-09-2001થી 01-03-2002 – 162 દિવસ
21-09-2001થી 01-03-2002 – 162 દિવસ
78) ભગત સિંઘ કોશિયારી (મુખ્યમંત્રી – ઉત્તરાખંડ, રાજકીય પક્ષ – ભારતીય જનતા પાર્ટી)
30-10-2001થી 01-03-2002 – 123 દિવસ
30-10-2001થી 01-03-2002 – 123 દિવસ
79) પ્રતાપસિંઘ રાણે (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
02-02-2005થી 04-03-2005 – 31 દિવસ
02-02-2005થી 04-03-2005 – 31 દિવસ
નોંધ: ચાર વખત ગોઆના મુખ્યમંત્રી રહી ચુકેલા પ્રતાપસિંઘ રાણેએ કુલ મળીને પંદરથી વધુ
વર્ષ શાસન કર્યું. માત્ર ત્રીજી મુદતમાં ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. દસ
વર્ષની પહેલી મુદતની ચૂંટણી કૉંગ્રેસ-યુ પક્ષના બેનર હેઠળ જીત્યા પછી પક્ષપલટો કરી
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની આગેવાનીમાં સત્તા ચાલુ રાખી હતી.
80) શીબુ સોરેન (મુખ્યમંત્રી – ઝારખંડ, રાજકીય પક્ષ – ઝારખંડ મુક્તિ મોરચા)
02-03-2005થી 12-03-2005 – 11 દિવસ
02-03-2005થી 12-03-2005 – 11 દિવસ
27-08-2008થી 18-01-2009 – 145 દિવસ
30-12-2009થી 31-05-2010 – 153 દિવસ
નોંધ: ત્રણ વખત મુખ્યમંત્રીપદ સંભાળનાર શીબુ સોરેનએ ટૂંકી મુદતોના આ અનુભવ પછી 13 જુલાઈ 2013ના રોજ પુત્ર હેમંત સોરેનને
મુખ્યમંત્રી પદ સોંપવાનું મુનાસિબ સમજ્યું.
81) બી.એસ. યેદ્દીયુરપ્પા (મુખ્યમંત્રી
– કર્ણાટક, રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ)
12-11-2007થી 19-11-2007 – 8 દિવસ
12-11-2007થી 19-11-2007 – 8 દિવસ
નોંધ: 30-05-2008થી 31-07-2011 દરમિયાન ત્રણ વર્ષ ઉપરાંતની મુદત માટે શાસન
કર્યું. રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ
82) ડૉ. ડોનવા દેથવેલસન લપાંગ / ડી.ડી. લપાંગ (મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
04-03-2008થી 19-03-2008 – 16 દિવસ
04-03-2008થી 19-03-2008 – 16 દિવસ
નોંધ: પાંચ વખત મેઘાલયના મુખ્યમંત્રી રહી ચુકેલા ડી.ડી. લપાંગએ કુલ છથી વધુ વર્ષ
શાસન કર્યું. માત્ર ચોથી મુદતમાં ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. રાજકીય પક્ષ –
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
83) અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી – દિલ્હી, રાજકીય પક્ષ – આમ આદમી પાર્ટી)
28-12-2013થી 14-02-2014 – 49 દિવસ
28-12-2013થી 14-02-2014 – 49 દિવસ
છત્તીસગઢ
અને જમ્મુ-કશ્મીર – આ બે રાજ્યો એવા છે જ્યાં આ બ્લોગ પોસ્ટ લખાય છે ત્યાં સુધી
કોઈ સરકાર ટુંકી મુદત માટે સત્તામાં આવી નથી.
ભારતના જે રાજ્યોમાં મુખ્યમંત્રીઓ દસ વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે લાંબા પટે શાસન કરી ગયા તેની વિગતો જાણવા બ્લોગની આ પોસ્ટ વાંચો – નરેન્દ્ર મોદી : ‘ડબલ’ ડિજિટમાં શાસન કરનારા ગુજરાતના ‘સિંગલ’ મુખ્યમંત્રી. આ રહી લિન્ક – ક્લિક કરો http://binitmodi.blogspot.in/2012/10/blog-post.html
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો : નેટ પરથી)
fine record keeping Binitbhai. Great.
ReplyDeleteસૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 97મી પોસ્ટ (16 માર્ચ 2014)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 12 જૂન 2014