પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, May 23, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2011)



(એપ્રિલ – 2011)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે એપ્રિલ – 2013 અને 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે 2011ના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

નજમા હેપતુલ્લા : ઉપ-રાષ્ટ્રપતિ?
(Thursday, 7 April 2011 at 06:33pm)
માજી ઉપ-રાષ્ટ્રપતિ નજમા હેપતુલ્લા સુન્ની છે, પણ એ દાઉદીને પરણ્યાં છે. (દાઉદી વહોરા કોમના ધર્મગુરુ ડો. સૈયદનાને શતાબ્દી સલામ કરતા ચિત્રલેખાના લેખનો ઉલ્લેખ, અંક તા. ૪ એપ્રિલ ૨૦૧૧ : પાનું ૩૪) નજમા હેપતુલ્લા ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના ઉપસભાપતિ હતા. ઇન્ટરનેટથી સેકન્ડોમાં શોધીને સાચું લખી શકાય એવા યુગમાં ચિત્રલેખા જેવું સાઈઠ વર્ષ જુનું સાપ્તાહિક પણ આવા લચ્છા મારે છે.
* * * * * * *

(Friday, 8 April 2011 at 07:16pm)
શીલાકી જવાની, વાપસ નહીં આવવાની (ગીતની પાદપૂર્તિ કરતાં સૂઝેલું)
* * * * * * *

(Monday, 11 April 2011 at 02:27pm)
દુનિયાને મારે નવું કશું શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે.મહાત્મા ગાંધી : ‘દુનિયાને મારે નવું કશું શીખવવાનું નથી. ટ્વીટર અને ફેસબુક એકવીસમી સદીના આગમન સાથે ચાલ્યા આવે છે.અન્ના હજારે
* * * * * * *

(Friday, 15 April 2011 at 12:24am)
સર્વીસમાં આપેલી કાર પરત લેવા ગયેલા કાર માલિકને કારની ચમક-દમક બાબત ખાસ કંઈ સંતોષ થયો નહીં એટલે મેકૅનિકે ઓફર કરી કે કહેતા હો તો ફરીથી કાર વોશ કરીને ‘ફેર એન્ડ લવલી’નું પોતું મારી દઉં. ગાડી ઉજળી સફેદ થઈ જશે.
* * * * * * *

(Saturday, 16 April 2011 at 03:01pm)
તંત્રીલેખોનું તંત્ર ગુજરાતી અખબાર જગતના શાંતિલાલ શાહ (ગુજરાત સમાચાર) કે ચીમનભાઈ પટેલ (સંદેશ) જેવા માલિક તંત્રીઓને તંત્રીલેખ લખતા નહોતું આવડતું. હા તેમને ચેક લખતા આવડતું હતું અને એટલે જ સફળ અખબાર માલિકો થઈ શક્યા. (પત્રકાર વિદ્યુત ઠાકર દ્વારા વિશ્વ હિંદુ પરિષદ આયોજિત ‘સામાજિક સમરસતા’ સંદર્ભે રાણીપ, અમદાવાદમાં 15 એપ્રિલ 2011ના રોજ યોજાયેલી સભામાં થયેલો ઉલ્લેખ) : આજે 16 એપ્રિલ 2011ની રાત્રે વિલે પાર્લે, મુંબઈના ભાઈદાસ હોલમાં ગુજરાત મિત્ર, ગુજરાત સમાચાર, જન્મભૂમિ, સમકાલીન અને દિવ્ય ભાસ્કર અખબારના તંત્રીઓના તંત્રીલેખોના પાંચ સંચય તંત્રી એટ લાર્જ નરેન્દ્ર મોદી દ્વારા વિમોચન થવાના છે ત્યારે આ નોંધ જરૂરી બની જાય છે.
* * * * * * *

(Monday, 18 April 2011 at 03:20pm)
1998માં રૂપિયા 24,500/- ની કિંમતે ખરીદેલા બજાજ સુપર સ્કૂટરનું પહેલું પ્રીમિઅમ 460/- રૂપિયા ચુકવ્યું હતું. આજે તેર વર્ષ પછી સ્કૂટરની વેલ્યુ માત્ર 5,000/- રૂપિયા થઈ ગઈ છે અને પ્રીમિઅમની રકમ રૂપિયા 440/- ચૂકવતા ઘટાડો થયો છે માત્ર રૂપિયા 20/-. (ભારતમાં વાહનોના થર્ડ પાર્ટી પ્રીમિઅમમાં 65 ટકાનો વધારો આવી રહ્યો છે એવા 18મી એપ્રિલ 2011ના સમાચાર સંદર્ભે ખુદની કહાણી)
* * * * * * *

(Wednesday, 20 April 2011 at 05:47pm)
ઉનાળા વેકેશનનો પ્રારંભ હાથવેંતમાં છે. એમ.બી.બી.એસ, એમ.બી.એની વેકેશન બેચ શરૂ ના થઈ જાય તો સારૂ. જો કે હોબી ક્લાસીસ વાળા માટે સારા ચાન્સ છે.
* * * * * * *

મોરારિભાઈ : મને ગમતું નામ
(Monday, 25 April 2011 at 05:16pm)
મોરારિભાઈનું સંબોધન મને ગમે છે. મને સન્માન આપવા માગતો કથા કે કાર્યક્રમનો આયોજક કે મારો યજમાન મને મોરારિબાપુ કહે એટલું પૂરતું છે. બધાએ મને મોરારિબાપુ જ કહેવું સંબોધન કરવું કંઈ જરૂરી નથી. (23 એપ્રિલ 2011થી ગાંધીનગરમાં આરંભાયેલી 697મી રામકથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી મોરારિભાઈ હરિયાણીનું શ્રોતા સંબોધન)
* * * * * * *

2G સ્પેક્ટ્રમ કાંડના એ. રાજા
(Tuesday, 26 April 2011 at 06:30pm)
2G સ્પેક્ટ્રમ કાંડ પછી ટેલીકોમ કંપનીઓના લગભગ અડધો ડઝન સાહેબો તિહાર જેલમાં ગયા છે. જો સરકાર નવા સ્પેક્ટ્રમની હરાજી કરવાનું નક્કી કરે તો મને ખાતરી છે કે એક બીડ (BID OFFER) એ. રાજા અને તેના જોડીદારો જેલમાંથી જ મોકલશે.

અગાઉ આ મહિને અહીં મુકેલી એપ્રિલ – 2013 તેમજ એપ્રિલ 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/05/2013.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 64મી પોસ્ટ (23 મે 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 21 જુલાઈ 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
    64મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 23-05-2013 to 23-05-2014 – 210

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete