
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 74મી વેબપોસ્ટ છે.

આભાર.

વસતી, વિસ્તાર અને ઉપયોગિતાની દ્રષ્ટિએ મહિને રૂપિયા 30000/-થી 50000/- રૂપિયાના ભાડાની કમાણી કરતા ATM કેબીનના માલિકે જો એ જ રકમ ATMના માધ્યમથી વાપરવી હોય તો આજની તારીખે પંદર દિવસથી લઇને પૂરો મહિનો રોજ લાઇનમાં ઊભા રહેવું પડે.
લિ. ATMનો સોફ્ટવેર-કમ-હાર્ડવેર એન્જિનિઅર
* * * * * * *

મંગળ ગ્રહ પર પાણી મળી આવ્યું છે એ એક વાતે ‘ધંધાનું પાકું થઈ ગયું’ માનીને પાણીપુરીવાળા ભૈયાઓ રાજી – રાજી થઈ ગયા છે.
* * * * * * *
(Tuesday, 13 December 2016 at 11:11am)
“ભઈ, તમારા ખાતાનું બૅલન્સ્ માઈનસમાં છે. રોકડ ઉપાડ થઈ શકે તેમ નથી.”
“કંઈ વાંધો નહીં. 500 – 1000ની જૂની – ફાટેલી નોટો આપશો તોય ચાલશે.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

યમુના કિનારે ‘આર્ટ ઑફ લિવિંગ’ આધ્યાત્મિક જલસાનો ખેલ પાડીને નદી કાંઠાના પર્યાવરણને દૂષિત કરવા માટે રવિશંકરને રૂપિયા 120 કરોડના દંડની ભલામણ કર્યા બાદ દંડના 5 કરોડ રૂપિયાનો પહેલો હપતો ચુકવવા માટે કટકા કરી આપનાર ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ ઉત્તરાયણના દિવસે માંજાનો કટકો વાપરનારને દંડ ચુકવવા કેટલા ‘કટકા’ કરી આપશે?
તા.ક. કાચા દોરાને માંજો ચઢાવવા કાચનો ભૂકો ન વપરાય એટલું પૂરતું છે.
લિ. માંજો કલાકાર
* * * * * * *

જાડિયા – પાડિયા લોકો જ્યારે એમ કહે કે, ‘આપ મને આપની કારમાં પિક-અપ કરજો’ ત્યારે ખરેખર તો પિક-અપ ટ્રક લઇને જ પહોંચવું સલાહભરેલું હોય છે.
લિ. સંયોજક, જે.પી ગ્રૂપ = જાડિયા – પાડિયા ગ્રૂપ
* * * * * * *

બે, ચાર કે છ એરબેગ ધરાવતી કારમાં શોપિંગ બેગ અલગથી લઇને જવું પડે તે ખરીદી વખતે બહુ અગવડભર્યું બની રહે છે.
લિ. બેગબાબા
* * * * * * *
(Friday, 23 December 2016 at 09:00am)
‘કેશલેસ’ શબ્દનો સૌથી જૂનો સંદર્ભ કૃષ્ણ – સુદામા સંવાદમાંથી મળે છે.
લિ. કાન્હા કૉ-ઑપરેટીવ બૅન્કનો ક્લાર્ક
* * * * * * *
[caption id="attachment_48398" align="alignright" width="300"]

(Saturday, 24 December 2016 at 01:00pm)
લાલ કૃષ્ણ અડવાણીના જન્મદિવસ 8 નવેમ્બરના રોજ મેં જાહેર કરેલા ડિમોનિટાઇઝેશનના નિર્ણયથી આવી પડેલી મુશ્કેલીઓ આવતીકાલથી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરથી હળવી થવા માંડશે એવી હું આપને ખાતરી આપું છું.
લિ. મોદી (ચલણી નોટના ધારકને વચન આપતા રિઝર્વ બૅન્કના ગવર્નર ઉર્જિત પટેલના મિત્ર)
* * * * * * *

અમદાવાદ અને તેના જેવા શહેરોમાં ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમનું સરનામું દવાની દુકાને અને હોસ્પિટલ – નર્સિંગ હોમનું સરનામું જ્યુસની લારીએ પૂછપરછ કરવાથી ઝડપથી શોધી શકાય છે.
લિ. વૈદ્ય હબીબ તબીબ
* * * * * * *

દુનિયાની તમામ શોધોનું જન્મસ્થાન ભારત જ હતું – છે...
જેમ કે...સો કરતાં વધુ મુસાફરોને એક સાથે સમાવી શકતી વેસ્ટિબ્યૂલ્ બસ કૌરવોને ધ્યાનમાં રાખીને જ મહાભારતકાળમાં બનાવાઇ હશે.
લિ. જૂના જમાનાનો નવો સંશોધક
* * * * * * *
(Thursday, 29 December 2016 at 05:15pm)
મચ્છરોના સામૂહિક સંહાર માટે All Out વાળાએ એક મિસાઇલ બનાવવું જોઇશે.
લિ. સર્જીકલ સ્ટ્રાઇકર
* * * * * * *

ડિજિટલ આવક – ખર્ચનો લેખિત હિસાબ રાખવા માટે 500 – 1000ની જૂની નોટોના રદ્દી માવા પેપરમાંથી બનાવાયેલી 2017ની નવા વર્ષની ડાયરી અમારે ત્યાં મળશે.
લિ. કાગજ કે ફૂલ કા પલ્પ
ગયા મહિને અહીં મુકેલી નવેમ્બર – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
http://binitmodi.com/2016/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-73/
.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ડિસેમ્બર – 2011, ડિસેમ્બર – 2012, ડિસેમ્બર – 2013, ડિસેમ્બર – 2014 તેમજ ડિસેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://binitmodi.com/2013/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-59/
http://binitmodi.com/2013/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-60/
http://binitmodi.com/2014/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-34/
http://binitmodi.com/2015/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-22/
http://binitmodi.com/2016/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-10/
(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)