પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label October. Show all posts
Showing posts with label October. Show all posts

Friday, November 04, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑક્ટોબર – 2016)

[caption id="attachment_48357" align="aligncenter" width="225"]fb1 (ઑક્ટોબર – 2016)[/caption]

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.

એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.

આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 72મી પોસ્ટ છે અને બ્લોગને વેબસાઇટમાં પરિવર્તિત કર્યા પછી આ પહેલી પોસ્ટ છે.

fb22010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑક્ટોબર – 2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ લેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.

આભાર.

 

navratri-rain(Sunday, 2 October 2016 at 00:05am)

માતાજીની ભક્તિને નામે અઢળક ખર્ચાળ અને ગરીબોની મજાક સમાન બનાવી દેવાયેલી નવરાત્રીના વેપારીઓની સાન ઠેકાણે લાવે તેવો...

ઉરી બ્રિગેડ હેડક્વાર્ટર હુમલો અને સર્જીકલ સ્ટ્રાઇક્સને પગલે દેશભક્તિના તત્કાળ દેખાડા પછી ગરબાના ફ્રી પાસની ગોઠવણમાં વ્યસ્ત સરકારી ભક્તોની સાન ઠેકાણે લાવે તેવો...

...વરસાદ પહેલા નવરાત્રે અમદાવાદમાં પડી રહ્યો છે.

* * * * * * *

anna-hazare-in-kapil-sharma-show(Monday, 3 October 2016 at 09:30am)

અરવિંદ કેજરીવાલ આણી મંડળીએ ખરેખર ફિલમ ઉતારીને કોમિડિ કરી મૂક્યા પછી અન્ના હઝારે તેમના વિશેની બાયોપિક ફિલ્મ ‘અન્ના’ના પ્રોમોમાં ભાગ લેવા ગઈકાલે કપિલ શર્માના કોમિડિ શૉમાં આવ્યા હતા.

લિખિતંગ...ડબલ કોમિડિ

* * * * * * *

(Tuesday, 4 October 2016 at 11:22am)

ગરબાનું ગ્રાઉન્ડ શરદ પૂનમની બપોર સુધીમાં સુકાય એટલો વરસાદ ત્રીજી નવરાત્રીએ પડ્યો.

લિ. ડ્રમડ્રમબાબા

* * * * * * *

(Friday, 7 October 2016 at 09:30am)

છ રાતથી વરસાદમાં ભીના થયેલા ચણિયાચોળી – સુરવાલને કારણે બાકીના ચાર દિવસ ખેલૈયાઓને ટ્રડિશનલ પહેરવેશમાંથી મુક્તિ.

એજ લિખિતંગ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

* * * * * * *

doodh-pauva(Saturday, 15 October 2016 at 09:20am)

આ શરદપૂનમે પહેલી વાર બાસુંદીપૌંઆ બનાવીને જાડિયા-પાડિયા લોકોને વર્ષોથી દૂધપૌંઆ ખવડાવીને કરાતો અન્યાય દૂર કરવામાં આવશે.

લિ. બાસુંદીપૌંઆનો ISO : 9001 પ્રમાણિત કારીગર

* * * * * * *

curtains(Monday, 17 October 2016 at 09:45am)

ઠંડી – શરદીનો કોઠો હોય અને આ દિવાળીએ ઘરના (અને ઑફિસના) બારી-બારણાનાં પડદા બદલવાના હો તો કાપડ થોડું વધારે ખરીદજો...

પેન્ટ – શર્ટ સિવડાવીને ઠંડી ઉડાડવાના કામમાં આવશે.

લિ. કાનના પડદાનો દરજી

* * * * * * *

(Friday, 21 October 2016 at 01:11pm)

પોણા બે કલાકની ગુજરાતી ફિલમોની પ્રેસ કૉન્ફરન્સ સવા ત્રણ કલાક હાલે છે.

લિ. ‘દાળઢોકળી’ ફિલમનો રસોઇયો

* * * * * * *

[caption id="attachment_48353" align="alignleft" width="300"]akhilesh-shivpal-mulayam-sinh-yadav અખિલેશ, શિવપાલકાકા અને મુલાયમસિંહ યાદવ[/caption]

(Tuesday, 25 October 2016 at 10:50am)

પાંડવો પણ કૌરવ બની જાય તેવી રાજકીય યાદવાસ્થળી ઉત્તર પ્રદેશમાં ચાલી રહી છે.

લિ. Less અખિલેશ અને યમ મુલાયમ

* * * * * * *

[caption id="attachment_48360" align="alignright" width="237"]jalso-issue-7-october-2016 (*)[/caption]

(Thursday, 27 October 2016 at 09:09am)

“ટેલિફોનનું બિલ ક્યારે આવશે એવું BSNLની ઑફિસમાં ફોન કરીને પૂછો છો?”

“ના. દર બે મહિને આવી જ જાય છે.”

“લાઇટ બિલનો ફોન?”

“ના. એય દર બે મહિને આવી જ જાય છે.”

“પોસ્ટ પેઇડ મોબાઇલનું બિલ...”

“દર મહિને આવી જાય છે, SMS પણ આવે...”

“ઘરનું કે ઑફિસનું પ્રૉપર્ટી ટૅક્સનું બિલ ક્યારે મળશે તેની પૂછપરછ કરો છો?”

“નવું નાણાકીય વર્ષ શરૂ થાય એટલે નોટિસ આવી જ જાય છે...”

“કાર, સ્કૂટર અને મેડિક્લેઇમ પોલિસીનું પ્રીમિઅમ...?”

“એય વરસ પૂરું થવા આવે એ અગાઉ ચૂકવી જ દેવાનું હોય ને...”

“તો પછી ‘જલસો’નો નવો અંક ક્યારે પ્રકટ થશે?...એમ પૂછીને તમે સંપાદક ઉર્વીશ કોઠારીનું લોહી શું કામ પીવો છો?”

“કેમ કે છેલ્લા છ અંકોથી અમે જલસોનું લોહી ચાખી ગયા છીએ.”

“એમ...તમે કોણ છો?”

“સાતમા અંકની રાહ જોતા સાસણગીરના સિંહ. જેમની પાસેથી લવાજમ માગવાની કોઈની હિંમત જ નથી.”

* * * * * * *

havmor-ice-cream-logo(ધનતેરસ : Friday, 28 October 2016 at 09:20am)

પ્લૅસ્ટિકના ડબ્બા પૂરા વર્ષમાં વેચાય છે તેથી વધુ ધનતેરસે વહેંચાય છે.

વાડીલાલનો દીકરો અમૂલ...

હેવમોરનો આઇસ્ક્રીમ ખાય...

’ને જાડીયો-પાડીયો થાય...

લિ. ધનતેરસ ઑફર

* * * * * * *

kalichaudas(કાળીચૌદસ : Saturday, 29 October 2016 at 08:25am)

આજે સ્મશાનમાં ચોવીસ કલાક માટે લગભગ એકસરખી સંખ્યામાં હાજરી રહેશે...

...દિવસે ડાઘુઓની...રાત્રે અઘોરીઓ – તાંત્રિકોની...

લિ. વૈજ્ઞાનિક ફૉર્મ્યૂલાવાળા મંત્રબાબા

(દિવાળી : Sunday, 30 October 2016 at 07:50am)

* * * * * * *

ગુજરાત હાઉસિંગ બૉર્ડે બાંધેલા મકાનો લાંબો સમય ટકી રહે તે માટે પણ ધડાકા-ભડાકા કરતા મોટા અવાજોવાળા ફટાકડા ન ફોડવા જોઇએ.

લિ. સ્ટ્રોન્ગ સિમેન્ટ (બ્રિટિશ નાગરિક)

* * * * * * *

sardar-patel-indira-gandhi(નૂતન વર્ષારંભ : Monday, 31 October 2016 at 02:05pm)

દેશી રજવાડાંઓનું એકત્રીકરણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના 142મા જન્મદિનની અને રાજાઓનાં સાલિયાણા પરત ખેંચનાર તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના 32મા નિર્વાણદિનના સ્મૃતિશેષ સાથે...સૌ મિત્રો – સ્વજનોને સાલ મુબારક…બિનીત મોદી (અમદાવાદ) અને www.binitmodi.com/blog

 

ગયા મહિને અહીં મુકેલી સપ્ટેમ્બર – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

http://binitmodi.com/2016/10/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F/

 

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી સપ્ટેમ્બર – 2011, સપ્ટેમ્બર – 2012, સપ્ટેમ્બર – 2013, સપ્ટેમ્બર – 2014 તેમજ સપ્ટેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.com/2012/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-63/

http://binitmodi.com/2012/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-64/

http://binitmodi.com/2013/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-36/

http://binitmodi.com/2014/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-24/

http://binitmodi.com/2015/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-12/

 

(* નિશાની વાળી તસવીર : સાર્થક પ્રકાશન, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Thursday, November 05, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑક્ટોબર – 2015)

(ઑક્ટોબર – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 60મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑક્ટોબર – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

મોહમ્મદ અખલાક : સફેદ ગાયથી લોહીલુહાણ
(Thursday, 1 October 2015 at 03:10pm)
ઘરની ચાર દિવાલ વચ્ચે ગૌમાંસ ખાવાના કે ઘરમાં રાખવાના મુદ્દે હત્યા કરાયેલા મોહમ્મદ અખલાક (દાદરીગ્રેટર નોઇડાગૌતમ બુધ્ધ નગર જિલ્લોઉત્તર પ્રદેશ)ના ઘરના રેફ્રિજરેટરમાંથી મળી આવેલા માંસના ટુકડાને તે કયા પ્રાણીના છે તેની ચકાસણી કરવા ગોવાળોના ગામ અને કૃષ્ણ જન્મસ્થાન એવા મથુરાની અન્ન અને ખોરાક વિભાગની ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
* * * * * * *

(
Monday, 5 October 2015 at 09:00am)
ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે...અને તેમાં બચી ગયેલા લોકો ચોથું વિશ્વયુદ્ધ પાર્કિંગ માટે કરશે.
* * * * * * *

(
Thursday, 8 October 2015 at 10:10am)
ન્યાય મેળવવા માટેના જાહેર આંદોલનોમાં અગાઉ સ્ટેઇનલેસ સ્ટીલની થાળી, વેલણ, માટલા, તેલના ખાલી ડબ્બા અને અન્ના આંદોલન સમયે મીણબત્તીની બોલબાલા હતી...
...આજે લોલીપોપની બોલબાલા છે અને ધંધો ધમધોકાર છે.
* * * * * * *
ગુપ્તી અને ગાંધીજીનું હાર્દિક’ સંયોજન

(
Monday, 12 October 2015 at 12:34pm)
હાર્દિક ભરતભાઈ પટેલને બાળ સુધારણા અને સંરક્ષણ ગૃહમાં મોકલી અપાશે.
(ગૃહ વિભાગગુજરાત સરકારની અખબારી યાદીમાંથી)
ગાંધીજી આજે જીવતા હોત તો લાકડીમાં ગુપ્તી રાખીને ફરતા હોતએવા ગોધરામાં આપેલા નિવેદનને પગલે સરકારને તેની ઉંમર અંગે શંકા ઉપજતા લેવાયેલો નિર્ણય.
* * * * * * *

(
Wednesday, 14 October 2015 at 04:44pm)
સામી દિવાળીએ વાઇટ વૉશ કે કલરકામ માટે કારીગરો ના મળતા હોય તો બ્યૂટિ પાર્લરમાંથી ફેશિઅલના કારીગરોને બોલાવી લેવા. પરિણામ સરખું જ મળશે.
* * * * * * *

(
Friday, 16 October 2015 at 10:00am)
ગુજરાતી ગાયકો સંગીતકારોની વર્તમાન ધરોહર વર્ષમાં એક જ વાર થોડી રાત્રિઓ માટે નવરાત્રિ દરમિયાન ગરબા ગવડાવે પછી વરસ આખું ગરબાની અસર હેઠળ ગુજરાતી ગીતો ગાય અને સુગમ સંગીત રજૂ કરે છે. સરવાળે બાવાના બન્ને બગડે છે.
* * * * * * *

(
Monday, 19 October 2015 at 09:09am)
નવરાત્રિ દરમિયાન સ્ટેજ પર સામેથી કોઈ મંજીરા વગાડવાની માગણી કરતું આવે તો સમજવું કે તે અમદાવાદ (અથવા વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર કે જામનગર) મ્યુનિસિપાલિટીનો કોર્પોરેટર હશે અને આ ઑક્ટોબર મહિનાના અંતે નગરપાલિકાની મુદત વિતે તેણે જે કરવાનું છે તેની પ્રૅક્ટિસ કરવા માગતો હશે.
* * * * * * *
નવરાત્રિનો ‘પાસ’પોર્ટ

(
Wednesday, 21 October 2015 at 11:11am)
અઢાર કે એકવીસની ઉંમર અને નવરાત્રિની પાંચ સાત ઋતુ વટાવ્યા પછી પણ મેરેજ બ્યુરોમાં નામ નોંધાવવાનો વારો આવે તો સમજવું કે પાસ મેળવવા માટે કરેલા ખર્ચા અને પ્રયત્નો વ્યર્થ ગયા છે.
* * * * * * *

(
દશેરા : Thursday, 22 October 2015 at 01:35pm)
ટનના જથ્થામાં ફાફડાનો ઑર્ડર આપનારા ગ્રાહકોને જણાવવાનું કે સામગ્રી તૈયાર થયે અમારું ડમ્પર આપના સરનામે માલ-સામાનની ડિલિવરી કરી જશે.
નોંધ : ‘ચટણી માટે વાસણ સાથે લાવવાનું છે?એવી પૂછપરછ કરવી નહીં. ડમ્પરની પાછળ જ ચટણીનું ટેન્કર રવાના કરવામાં આવશે.
* * * * * * *

(
શરદપૂર્ણિમા : Monday, 26 October 2015 at 07:00pm)
શરદપૂર્ણિમાદૂધપૌંઆ અને
પાટીદાર અનામત આંદોલન
સ્કૂલમાં ભણતા કિશોરોએ રમતી વખતે જીદસંબંધ કે મિત્રતાને કારણે તેમનાથી નાના બાળકને રમતમાં સામેલ કરવો જ પડે તો તેને દૂધપૌંઆનો દરજ્જો આપી રમતમાં સામેલ કરી દેવાતો. તેને રમવાનો આનંદ લેવા દેવાનો અને વધુ પડતી ફિલ્ડિંગ ભરાવીને તેની પદુડીનહીં કાઢવાની એવી સામાન્ય સમજણ મિત્રો વચ્ચે રહેતી હતી.

સરદાર પટેલ ગ્રૂપ પ્રેરિત
પાટીદાર અનામત આંદોલનનામની ગમ્મતભરી રમતમાં બાળક હાર્દિક ભરતભાઈ પટેલને તેની જીદને કારણે જ માત્ર ફેસબુકઅકાઉન્ટ / પેજનું સંચાલન કરવા લાલજી પટેલ આણિ મંડળીએ દૂધપૌંઆના ધોરણે સામેલ કર્યો હતો. પછી તે સ્વનામ ધન્યના ધોરણે કૅપ્ટન / નેતા બની બેઠો એટલે ગરબડ શરૂ થઈ.

આજે અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હાર્દિક પટેલને શરદપૂર્ણિમાના
દૂધપૌંઆખવડાવીને બાળપણની યાદ અપાવશે.
* * * * * * *

(
Thursday, 29 October 2015 at 04:56pm)
ઇન્ડિગો એરલાઇન્સની કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનો રૂપિયા 3018 કરોડનો IPO (Initial Public Offer = પ્રારંભિક જાહેર ભરણુંઆજે છેલ્લા દિવસે દોઢ ગણો (1.55) છલકાઇને બંધ થયો.
દસ રૂપિયાની મૂળ કિંમતના શેરને 765 રૂપિયાના પ્રીમિઅમ (ઊંચા) ભાવથી વેચવા નીકળેલી કંપનીને જોઇને લાગે છે કે શેરના ભાવ સંચાલકોએ નહીંપાઇલટએ વિમાનને ચોક્કસ ઊંચાઈએ લઈ જઇને નક્કી કર્યા હશે.
* * * * * * *

(
Friday, 30 October 2015 at 04:56pm)
હાર્દિક ભરતભાઈ પટેલને ગુજરાતીમાં માગેલી અનામતના મળી...
રાજદ્રોહનો આરોપ મુકાયા પછી વકીલ દ્વારા હિન્દીમાં માગેલી जमानत નથી મળતી...અને...
તપાસ કરતી ગુજરાત પોલીસને અંગ્રેજીમાં Formatકરેલી આંદોલનની બ્લુપ્રિન્ટ નથી મળતી.

ગયા મહિને અહીં મુકેલી સપ્ટેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ઑક્ટોબર – 2011, ઑક્ટોબર – 2012, ઑક્ટોબર – 2013 તેમજ ઑક્ટોબર 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/11/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Wednesday, November 19, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑક્ટોબર – 2014)

(ઑક્ટોબર – 2014)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 48મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑક્ટોબર – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Thursday, 2 October 2014 at 04:20pm)
ગાંધી જયંતી આ એક જ એવો ખાસ દિવસ છે જેમાં ભારતનાં કેટલાક રાજ્યોમાં વ્યક્તિગતપણે વપરાતા અટક અને નામ બન્નેનો ઉપયોગ થયો છે...ગાંધીઅને જયંતિ’...
* * * * * * *

(દશેરા : Friday, 3 October 2014 at 03:15pm)
એક કિલો ફાફડા આપો.
પહેલી નવરાત્રિની બપોરે બનાવેલા જોઇએ છે કે છેલ્લી નવરાત્રિની રાત્રે બનાવેલા?”
એમ કરો, બન્ને પાંચસો-પાંચસો ગ્રામ આપો. સ્વાદ તો સરખો જ હોવાનો.
* * * * * * *

(Tuesday, 7 October 2014 at 02:40pm)
દરજીઓ પણ હાથમાં લેતા નથી તેવું કામ રોડ કોન્ટ્રાક્ટર ઉલટભેર કરે છે...
...કપડાંને...SORRYરસ્તાને થીંગડાં મારવાનું.
* * * * * * *

(Saturday, 11 October 2014 at 12:15pm)
પૌંઆનો ઉપયોગ સૌથી વધુ શેમાં થાય છે?”
બટાકાપૌંઆ બનાવવામાં.”…“ના.
પૌંઆનો સૌથી વધુ ઉપયોગ છાસને જાડી કરી લસ્સી તરીકે ખપાવવા માટે થાય છે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(Saturday, 18 October 2014 at 09:25am)
પાલવ જરા સારામાંનો બતાવજો.
સાહેબ તમે ગાડી ખરીદવા આવ્યા છો, સાડી નહીં...
ભાઈ...એટલે જ કહું છું કે પાલવ જરા સારામાંનો બતાવજો...આ તમે ગાડીના દરવાજા પર લાગેલા સ્ટિકર, જેને બૉડિ ગ્રાફિક્સ કહો છો...
તેને અમે સાડીના વેપારીઓ પાલવ તરીકે ઓળખીએ છીએ...
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

જેલ, જયલલિતા અને જગ્યા
(દિવાળી : Thursday, 23 October 2014 at 02:15pm)
પ્રતિ,
રાજ્યની જેલોના વડા (ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પ્રિઝન્સ),
કર્ણાટક રાજ્ય.
મહેરબાન સાહેબશ્રી,
દિપાવલી અને નવા વર્ષની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
લિ. આપનો સેવક જેલર બેંગલુરુ શહેર મધ્યસ્થ જેલ
તા.ક. આપને વિદિત થાય કે સુશ્રી જયલલિતાને સર્વોચ્ચ અદાલત તરફથી જામીન મળી ગયા પછી અમારે ત્યાં વધુ ત્રણ કેદીઓને સમાવી શકાય તેટલી જગ્યા થઈ છે. ઘટતું કરવા વિનંતી.
* * * * * * *

(વિક્રમ સંવત ૨૦૭૧ પ્રારંભ : Friday, 24 October 2014 at 11:00am)
વિક્રમ સંવતના નવા વર્ષના શુભ સમાચાર એ છે કે...
...નેનો કાર હવેથી દેશભરની સસ્તા અનાજની દુકાનોએથી ઉપલબ્ધ રહેશે.
* * * * * * *

(ભાઈબીજ : Saturday, 25 October 2014 at 09:00am)
બહેન...આજે ભાઈબીજના દિવસે તારા માટે શું ભેટ લાવું?”
ભાઈ...તારી ભાવના જ મોટી વાત છે. બોક્ષમાં પેક કરાવીને લાવી શકાય તેવી કોઈ પણ વસ્તુ લાવજે...બસ...
બસ નહીં બહેના...હું નેનો કાર લઇને આવીશ.
* * * * * * *

(Tuesday, 28 October 2014 at 03:33pm)
અનારકલી પહેરીને હરવા-ફરવા માટે તૈયાર પત્નીને સાથ આપવા પતિએ લેંઘો-ઝભ્ભો પહેરીને ઘર બહાર નીકળવું નહીં. કેમ કે એમાં બન્નેની આબરૂ ઓછી થાય છે...
હું પતિ-પત્નીની આબરૂની વાત નથી કરતો, અનારકલીની ચિંતા પણ નથી કરતો...
...લેંઘા-ઝભ્ભાની રહી-સહી આબરૂનું ધોવાણ થાય તેની ચિંતા છે.
* * * * * * *

(Thursday, 30 October 2014 at 11:33am)
સરકારી, અર્ધ-સરકારી કે બૅન્કમાં કોઈ કામ પાર પાડતી વખતે જે-તે ઑફિસ સંબંધિત કામ સાથે ઓળખ, સરનામાના પુરાવા માટે પાન કાર્ડ, વૉટર આઈ-ડી કાર્ડ જેવા દસ્તાવેજોની ફોટોકોપી માગે છે. વાંધો નહીં. આ તો...
...તેમણે માંગેલું બધું જ જો સાચવવું હોય તો ચાંગોદરમાં ઑફિસ દીઠ એક ગોડાઉન ભાડે રાખવું પડે.
નોંધ : ચાંગોદર = અમદાવાદની પશ્ચિમે આવેલો ઔદ્યોગિક વિસ્તાર
* * * * * * *

(Friday, 31 October 2014 at 11:22am)
વિક્રમ સંવતના નવા વર્ષે પહેલી વાર મળતા હેપી ન્યૂ યરકહીએ તો જવાબમાં Happy New Yearકહેવાને બદલે બહુ બકવાસ ફિલ્મ છે” એવું કહેતા લોકો પરત્વે પૂરતી સહાનુભૂતિ સાથે...

ગયા મહિને અહીં મુકેલી સપ્ટેમ્બર – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ઑક્ટોબર – 2011, ઑક્ટોબર – 2012 તેમજ ઑક્ટોબર 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2012/11/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)