પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label January. Show all posts
Showing posts with label January. Show all posts

Wednesday, February 08, 2017

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જાન્યુઆરી – 2017)

[caption id="attachment_48421" align="aligncenter" width="225"] (જાન્યુઆરી – 2017)[/caption]

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.

એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.

આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 75મી વેબપોસ્ટ છે.

2010ના વર્ષની એક અને 2011થી 2016ના છ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જાન્યુઆરી – 2017. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ લેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.

આભાર.

 

(Tuesday, 3 January 2017 at 05:00pm)

હેવમોરના કે કોઇપણ હૉટેલના ચણા – પુરી ખાવા જાવ ત્યારે યાદ રાખજો કે...

ગ્રેવી સાથેના નેવું ગ્રામ ચણા...દસ સેન્ટિમીટર ત્રિજ્યા કે વીસ સેન્ટિમીટર વ્યાસ વાળી પુરીમાં પતાવી દેવાના છે.

લિ. હૉટેલોમાં ખાવાના ઉસ્તાદ

* * * * * * *
(Friday, 6 January 2017 at 09:25am)

આજે પોષ સુદ આઠમના દિવસે આપ સૌ મિત્રોને આમંત્રણ આપતા જણાવવાનું કે પખવાડિયા પછી પોષ વદ આઠમના શુભ દિવસે બપોરે 12:39 કલાકે વિજય મૂહુર્તમાં અમારા ચિ. ડોનાલ્ડકુમાર ટ્રમ્પનો વોશિંગ્ટન મુકામે યજ્ઞોપવિત સમારોહ યોજાશે.

લિ. વિક્રમ સંવત 2073

* * * * * * *
(Tuesday, 10 January 2017 at 11:20am)

અમારે ત્યાં iPhone 18 બનાવી આપવામાં આવશે. એક – એક નંગ iPhone 5, iPhone 6 અને iPhone 7 હારે લેતા આવવા વિનંતી.

લિ. સેમસંગમાંથી અલગ થયેલો નંગ

* * * * * * *
(Friday, 13 January 2017 at 11:11am)

ઉત્તરાયણ નિમિત્તે વટવા, નારોલ, સાંતેજ, ચાંગોદર જેવા ઔદ્યૌગિક વિસ્તારના બોઇલરમાં તૈયાર કરાયેલું ચટાકેદાર ઉંધિયુ મળશે. આપનો આગોતરા ઑર્ડર આજે જ નોંધાવો.

ખાસ નોંધ : યાદ રહે...આપે ઉંધિયાનો ઑર્ડર લખાવવાનો છે, બોઇલરનો નહીં.

લિ. ઇટાલિયન જૈન ઉંધિયુ

* * * * * * *
(Monday, 16 January 2017 at 01:35pm)

તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતા સંશોધકો એન્ટી-સેપ્ટિક ઇન્જેક્શનની મદદ વડે માનવ શરીરની પીઠમાં ખીલ્લી લગાવી ખાદી ગ્રામોદ્યોગનું કૅલેન્ડર લટકાવવાની શક્યતાઓ ચકાસતું સંશોધન કરવામાં હાલમાં વ્યસ્ત છે.

લિ. નોબલ આમ આદમી

* * * * * * *
(Friday, 20 January 2017 at 07:30pm)

અમેરિકાના પ્રમુખપદે શપથ ગ્રહણ કર્યા પછીના પ્રથમ રવિવારની પ્રાર્થના માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચમાં જશે કે ચોટીલા આવશે? ભારતીય – ગુજરાતી ચાહકો – ટેકેદારોમાં ચર્ચાતો પ્રશ્ન.

લિ. પ્યાસા

(PYASA = પ્રેસિડેન્ટશીપ યજ્ઞ-હવન એરેન્જમેન્ટ સોસાયટી ઑફ અમેરિકા એન્ડ અમદાવાદ)

* * * * * * *
(Monday, 23 January 2017 at 07:55pm)

બ્રાન્ડેડ સ્વેટરની માત્ર કિંમતની માહિતી મેળવીને પણ ઠંડી સામે રક્ષણ મેળવી શકાય છે.

લિ. ઉન ઉનાવાલા

* * * * * * *
(Wednesday, 25 January 2017 at 07:25pm)

‘કાબિલ’ નેતૃત્વ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) ધરાવતા ભારત દેશના 68મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન રૂપે ‘રઇસ’ દેશ યુનાઇટેડ આરબ અમીરાત – અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શૈખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ઉપસ્થિત રહેશે.

લિ. પાટવી કુંવર પપ્પુ

* * * * * * *
(Tuesday, 31 January 2017 at 11:00am)

નેનો કાર હવે વેચાતી નથી તો ટાટા મોટર્સે સાણંદના પ્લાન્ટમાં નાના ફાલ્કન વિમાનો બનાવવાનું શરૂ કરીને ટ્રાફિકની સમસ્યા ઘટાડવી જોઇએ. વિકાસના નામે ગુજરાતની જનતાને ‘બનાવવા’ બદલ આપનો આભાર.

લિ. જે.આર.ડી ટાટા, સ્ટાર્ટ-અપ મંડળના ટ્રસ્ટી – ચેરમેન

 

ગયા મહિને અહીં મુકેલી ડિસેમ્બર – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

http://binitmodi.com/2017/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-74/

 

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જાન્યુઆરી – 2011, જાન્યુઆરી – 2012, જાન્યુઆરી – 2013, જાન્યુઆરી – 2014, જાન્યુઆરી – 2015 તેમજ જાન્યુઆરી – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.com/2013/02/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-56/
http://binitmodi.com/2013/02/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-57/
http://binitmodi.com/2013/02/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-58/
http://binitmodi.com/2014/02/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-33/
http://binitmodi.com/2015/02/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-21/

 

http://binitmodi.com/2016/02/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-9/

 

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Wednesday, February 03, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જાન્યુઆરી – 2016)

(જાન્યુઆરી – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 63મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જાન્યુઆરી – 2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 4 January 2016 at 04:21pm)
ખીચુખમણ અને કોકોકોલાની ફોર્મ્યૂલા કોઇને ખબર નથી...કારણ કે...
છે જ નહીં.
* * * * * * *
દિલ્હીની ઑડ – ઇવન ફોર્મ્યૂલા

(
Tuesday, 12 January 2016 at 01:30pm)
જાહેર રસ્તા પર વાહન ચલાવવા માટે ઑડ ઇવન નંબર અને તારીખનો અમલ કરતા મહિનામા જો પંદર જ દિવસ વાહન ચલાવવાનું હોય તો...
...વીમા કંપનીઓ વાહનના વીમા પર પચ્ચા ટકા રાહત આપશે?
લિ. કોઈ પણ પ્રકારના રાહત પૅકેજનો ફેન
* * * * * * *

(
Wednesday, 13 January 2016 at 12:34pm)
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ બજાજ સ્કૂટરનું ઉત્પાદન પુનઃ શરૂ કરવામાં છૂપાયેલો છે.
1990ની આસપાસના કોઈ વર્ષમાં પ્રદૂષણ નિયમન માટે કેન્દ્ર સરકાર દ્વારા ટુ-સ્ટ્રોક એન્જિનના ઉત્પાદન પર પ્રતિબંધ મુકાવા સાથેના થોડા વર્ષોમાં બજાજ સ્કૂટરનો મૃત્યુઘંટ વાગી ગયો.
લગિજ્ બૉક્સની સુવિધા ધરાવતું બજાજ સ્કૂટર ફરીથી માર્કિટમાં આવે તો નાના ઓજારો સાથે કામ કરતા કારીગર વર્ગનીઑફિસ બેગ લેપટોપ ટિફિન બૉક્સ અને હેલ્મિટ સાથે ફરતા નોકરિયાત વર્ગનીફાઇલના ઢગલા સાથે કામ પાર પાડતા વકીલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તેમજ મહદ્અંશે ડૉક્ટર જેવા વ્યવસાયી વર્ગની સગવડ પણ સચવાય તેમ છે.
આમ થાય તો માત્ર મોટા શહેરો જ નહીંનાના-મોટા નગરો અને ગામડાં સુધી વકરી ગયેલી ટ્રાફિકની સમસ્યાનો અંત તો નહીં આવેહળવી જરૂર થશે.
* * * * * * *

(
ઉત્તરાયણ : Thursday, 14 January 2016 at 01:11pm)
ઉત્તરાયણના દિવસે ઇચ્છિત વ્યક્તિનો મોબાઇલ સંપર્ક ન થાય તો સમજવું કે તેઓ અગાસીને બદલે ભોંયરામાં કે બંકરમાં હશે.
* * * * * * *

(
Saturday, 16 January 2016 at 12:00 Noon)
ઘણા લોકો હિસાબના એવા પાક્કા હોય કે ફાટી ગયેલા પતંગોને પણ પસ્તીમાં ખપાવવાનો પ્રયત્ન કરે.
* * * * * * *
પરવીન દુસાન્જ – કબીર બેદી : જોડી નંબર ચાર

(
Tuesday, 19 January 2016 at 06:30pm)
પરવીન દુસાન્જને ચોથી વારની પત્ની બનાવ્યા પછી કબીર બેદી કમ-સે-કમ લગ્નની બાબતમાં સ્વર્ગસ્થ કિશોરકુમારની સમકક્ષ થઈ ગયા છે...
અભિનય અને ગાયકીની બાબતમાં સમકક્ષ બનવાનું પેન્ડિંગછે.
* * * * * * *

(Thursday, 21 January 2016 at 01:11pm)
સાહેબ...સ્ટાર્ટ-અપ કરવું છે.
કયા ક્ષેત્રમાં કરવા માગો છો?”
તમે આર્થિક રોકાણ માટે જે ઊંચો લક્ષ્યાંક રાખ્યો છે તેને સિધ્ધ કરવા ચલણી નોટોનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવાનો પ્રામાણિક ઇરાદો છે. આશિર્વાદ આપો.
ફતેહ કરો. આમેય બૅન્કો લોન આપવામાં પહોંચી નહીં વળે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Friday, 22 January 2016 at 08:00pm)
કેટલાક લોકો ખાય ત્યારે અને બોલે ત્યારે...
એમ બન્ને ટાઇમ વટાણા વેરે છે.
* * * * * * *

(
Saturday, 23 January 2016 at 05:55pm)
સંગીત શીખો શ્રેણી...(1)
રાગ યમન વગાડતી વખતે સિતાર અથવા ચહેરો યમન દેશ તરફ રાખવો.
સિતાર માટે વપરાતો વધુ સારો શબ્દ = ‘તંબૂરો
* * * * * * *
પાંચ રૂપિયાની પડીકી હાટુ...

(
Monday, 25 January 2016 at 06:50pm)
વ્યસન મુક્તિ મહાકુંભ (26 જાન્યુઆરી 2016જીએમડીસી ગ્રાઉન્ડ જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીનીઅમદાવાદ)ની આયોજક સંસ્થા ક્ષત્રિય ઠાકોર સેનાએ કાર્યક્રમ સ્થળે વૈદિક મંત્રોચ્ચાર સાથે બે વાર હવન કરાવ્યું. સ્થળ શુધ્ધિના ઉદ્દેશથી મંચનું નિર્માણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરાવ્યું.
ખાતરી રાખો...અનામત તો બચતા બચશે. આ ઉપર લખ્યા છે એ ડિંડકથી સમાજને કોણ બચાવશે?
* * * * * * *

(
Tuesday, 26 January 2016 at 06:30pm)
પાંચ રૂપિયાની પડીકીનું વ્યસન છોડાવવા હાટુ અલ્પેશભાઈએ અબજો રૂપિયાનો ધુમાડો કરી લાખ્યો.
(વ્યસન મુક્તિ મહાકુંભ : 26 જાન્યુઆરી 2016, જીએમડીસી ગ્રાઉન્ડ જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીની, અમદાવાદ / આયોજક : ક્ષત્રિય ઠાકોર સેના)
* * * * * * *

(
Wednesday, 27 January 2016 at 11:11am)
એકથી બીજા મોબાઇલ ઇન્સ્ટ્રુમન્ટ્માં કૉન્ટૅક્ટ નંબરો કે ડેટાનું કૉપિ પેસ્ટ કરી આપતો જણ દુકાનની બહાર તો એમ જ કહેતો ફરતો હોય છે કે...
હું એક્સપૉર્ટ ઇમ્પોર્ટનું કરું છું.
* * * * * * *

(
Thursday, 28 January 2016 at 06:00pm)
છઠ્ઠુંપગાર પંચ મેળવતા ન્યાયાધીશની અદાલતમાં ન્યાય માગવા જતા અસીલ પાસેથી વકીલ પાંચઆંકડામાં ફી વસૂલે છે ત્યારે થાય છે એવું કે...
કેસના પ્રારંભે ચારપૈડાંની ગાડીમાં ફરતો અસીલ કેસ પૂરો થયે બેપૈડાંની સાઇકલ પર અને...
ત્રણપૈડાંની રિક્ષામાં બેસીને કૉર્ટના ધક્કા ખાતો અસીલ બેપગે હાલતો થઈ જાય છે.
* * * * * * *

(
Sunday, 31 January 2016 at 06:30pm)
ઘણા લોકો નિવૃત્ત થાય પણ 58, 60, 62 કે 65 વર્ષના ના થાય તે ના જ થાય!
(58, 60, 62 અથવા 65મું વર્ષ : ભારતની વિવિધ સરકારી અર્ધસરકારી નોકરીઓમાં સામાન્યપણે નિવૃત્તિની ઉંમર)
(28, 29, 30 અથવા 31મી તારીખ : મહિનાનો છેલ્લો દિવસ અને ભારતની વિવિધ સરકારી અર્ધસરકારી નોકરીઓમાં સામાન્યપણે નિવૃત્તિના મહિનાનો છેલ્લો દિવસ)

ગયા મહિને અહીં મુકેલી ડિસેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જાન્યુઆરી – 2011, જાન્યુઆરી – 2012, જાન્યુઆરી – 2013, જાન્યુઆરી – 2014 તેમજ જાન્યુઆરી 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/02/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Monday, February 23, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જાન્યુઆરી – 2015)

(જાન્યુઆરી – 2015)


સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 51મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જાન્યુઆરી – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Thursday, 1 January 2015 at 11:35pm)
જો બકા (અને બકી પણ)
આજે ઉતાવળમાં 01-01-2014 લખાઈ ગઈ હોય તો વાંધો નહીં...પણ આવતીકાલથી તો તારીખ 02-01-2015 એમ જ લખવાની છે...
...બહુ બકા’...‘બકાવાંચી સાંભળીને આંખ-કાન પાકી ગયા હોય તો ય આટલું તો યાદ રાખવું જ પડશે બકા.
* * * * * * *

(Saturday, 3 January 2015 at 11:25am)
શહેરનું તો ભઈ એવું...
જીવતી જાગતી ગાયબ થઈ જાય...ને...
પાણિયારાના માટલે કાયમી થઈ જાય...ચકલી...(પ્લાસ્ટિકની ચકલી)
શહેરનું તો બહેન એવું...
(ડમડમબાબાની કવિતા : કવિતામાં ડુગડુગી)
* * * * * * *

(Wednesday, 7 January 2015 at 01:40pm)
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ભૂતાનના રાજાને સમગ્ર રાજપરિવાર સાથે આમંત્રિત કરવા જોઇએ...કારણ કે...
...રાજા સહિતના પરિવારના મોટાભાગના સભ્યો વર્ષના છ મહિના ભારતના જુદા-જુદા શહેરોમાં પડ્યા પાથર્યા રહેતા હોય છે.
* * * * * * *

(Friday, 9 January 2015 at 09:30pm)
2000ccથી વધુ એંજિન તાકાત ધરાવતી SUV લેંઘો-ઝભ્ભો પહેરીને ચલાવવી નહીં. કેમ કે એમાં બન્નેની આબરૂ ઓછી થાય છે. SUVની તો ખરી જ ખરી...
...લેંઘા-ઝભ્ભાની પણ...
(સીસી = એંજિનની ક્યૂબિક કપૅસિટિ)
* * * * * * *

(Sunday, 11 January 2015 at 06:50pm)
સામે મળેહાથ મિલાવેવાતો કરે એ તમામને જો વિઝિટીંગ કાર્ડ આપીએ તો બેબી ઑફસેટ પ્રિન્ટીંગ પ્રેસ અથવા ફોટોકોપી મશીન ખભે લટકાવીને ફરવું પડે.
* * * * * * *

(Tuesday, 13 January 2015 at 02:11pm)
બોલો સાહેબકેટલી કોડી પતંગ અને કેટલા વાર દોરી આપું?”
એમ કરો...મને સાત સેન્ટિમીટર વ્યાસ ધરાવતું એક પીલ્લુ આપો.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(Wednesday, 14 January 2015 at 09:50pm)
14 + 1 = (20)15
ગણિતની રીતે યાદ રહી જાય તેવી ઉત્તરાયણ પણ હવે સો વર્ષ પછી જ આવવાની...14 જાન્યુઆરી 2015
* * * * * * *

કિરણ બેદી : ભાજપમાં બે’દી
(Saturday, 17 January 2015 at 02:31pm)
કિરણ બેદીનું ભારતીય જનતા પક્ષમાં સ્વાગત છે...
રાષ્ટ્રીય નેતાગીરીએ ધ્યાન માત્ર એટલું જ રાખવાનું કે ચૂંટણી પ્રચાર માટે તેમને દિલ્હીની બહાર મોકલવામાં આવે ત્યારે જે તે રાજ્ય ભાજપના પ્રદેશ એકમ પાસેથી વિમાની ટિકિટનું ભાડું તેઓ બીજી વાર ન વસૂલે...કેમ કે...
...મજકૂર મૅડમ વિમાની ટિકિટના ભાડા એકથી વધુ યજમાન સંસ્થાઓ પાસેથી વસૂલવા માટે ખ્યાતનામછે.
* * * * * * *

મૃણાલીની દેવી પુઆર
(Sunday, 18 January 2015 at 11:45pm)
શિક્ષક તરીકે ઓળખાણ આપવાની કે અધ્યાપક રૂપે ઓળખાવાની એક પણ તક નહીં ચૂકતા વડોદરાના લેખક ગુણવંત શાહને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર મૃણાલીની દેવી પુઆરના અવસાનના પખવાડિયા પછી પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લખવાના બે શબ્દો જડતા નથી.
નોંધ : સેક્યુલરિઝમવિશે લખવાના જરૂરી બીનજરૂરી શબ્દો ગુણવંત શાહને સહજતાથી મળી આવે છે.
* * * * * * *

પંકજ ઉધાસ : ચપટીનો મર્મ
(Monday, 19 January 2015 at 11:11am)
ગીત-ગઝલ-શાયરીની રજૂઆત કરતી વેળા પંકજ ઉધાસએ બે આંગળીની ચપટી બનાવી ડાયબીટિઝ અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા ખાંડ મીઠું ઓછી માત્રામાં લેવા માટે જાહેર જનતા જોગ જે સંદેશો પાઠવ્યો છે તે સમકાલીન ભારતીય ગીત-સંગીત-ગાયકીની અદભૂત-બેજોડ ઘટના છે.
નોંધ : મારા પરમ મિત્રો બીરેન કોઠારી / https://www.facebook.com/biren.kothari.37 અને ઉર્વીશ કોઠારી / https://www.facebook.com/urvish.kothari પંકજ ઉધાસના આ સંદેશાને વીસ-વીસ વર્ષના વહાણા વીતવા છતાં આજ દિન સુધી સમજી શક્યા નથી તેનું મને પારાવાર દુઃખ છે.
* * * * * * *

કમલનયન બજાજ : શતાબ્દીનો અવસર
(Friday, 23 January 2015 at 07:20pm)
સ્વાતંત્ર્ય સેનાની અને બજાજ જૂથના સ્થાપક જમનાલાલ બજાજના જ્યેષ્ઠ પુત્ર કમલનયન બજાજના જન્મ શતાબ્દી વર્ષ સમાપન ટાણે બજાજ ગ્રૂપએ બે પાનાની જાહેરાત આજના ગુજરાત સમાચારદૈનિકમાં પ્રકટ કરી છે...જેમાં કમલનયન બજાજનો સમયગાળો આ રીતે દર્શાવ્યો છે...23rd Jan 1915 – 1st May 1972
ભારતીયોને બે પૈડાંના સ્કૂટરની સુવિધા આપનાર માટે બજાજ કે જાહેરાત બનાવનાર કંપનીએ ચાર અક્ષર વધારે લખવા જોઇતા હતા...January…
* * * * * * *

(Saturday, 24 January 2015 at 07:00pm)
સ્વાતંત્ર્ય સેનાની અને બજાજ જૂથના સ્થાપક જમનાલાલ બજાજના જ્યેષ્ઠ પુત્ર કમલનયન બજાજના જન્મ શતાબ્દી વર્ષ સમાપન ટાણે બજાજ ગ્રૂપએ બે પાનાની જાહેરાત ગઈકાલના (23 જાન્યુઆરી) ગુજરાત સમાચારદૈનિકમાં પ્રકટ કરી છે...
ચાર પાનાની જાહેરાત આપી હોત તો સ્કૂટર મોટર સાઇકલની સાઇઝનું બિલ બનતું...અને...
પાંચ પાનાની જાહેરાત આપી હોત તો ઑટોરિક્ષાની સાઇઝનું બિલ બનતું.
* * * * * * *

(Sunday, 25 January 2015 at 10:10pm)
તારક મહેતાને પદ્મશ્રી સન્માનની જાહેરાત.
* * * * * * *

(Monday, 26 January 2015 at 04:25pm)
અમેરિકાના શસ્ત્ર સોદાગરો જે સરંજામ આજ સુધી ભારતને પધરાવી ગયા છે તેને ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં અને આકાશમાં મહાલતા જોઇને અમેરિકી પ્રમુખ બરાક ઓબામા રાજી થયા.
* * * * * * *

(Tuesday, 27 January 2015 at 05:20pm)
મોદીજીગુણવંત શાહને પદ્મશ્રી સન્માનની જાહેરાત કરી છે.
મોદીજીચેક કરી લેજો. એ નામ ગુણવંત છો. શાહનું ન હોય...અને જો એમ હશે તો આ મોદીને વધુ આનંદ થશે.
(બે મોદી વચ્ચે આજે સવારે થયેલી ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....)
* * * * * * *

(Wednesday, 28 January 2015 at 05:21pm)
શિયાળાની ઠંડીને કારણે પગની પાનીમાં પડતા ચીરાને કોઈ ક્રીમથી દૂર કરવાનો પ્રયત્ન કરવો નહીં...કેમ કે...
શિયાળા દરમિયાન ઠઠાડવામાં આવતા અડદિયા વસાણા થકી ભેગી થતી ચરબી એ ચીરા વાટે જ બહાર નીકળે છે.
* * * * * * *

વડાપાંઉ : મોંઘા કમરપટ્ટાનો સસ્તો વિકલ્પ
(Thursday, 29 January 2015 at 03:00pm)
ઢીલા પડતા પેન્ટને કસીને બાંધવાની જરૂર ઊભી થાય તો મોંઘોદાટ બેલ્ટ ખરીદવાને બદલે પાંચ-સાત દિવસ માટે રોજ વડાપાંઉ ખાઈ જવાનું...સસ્તું પડશે એની ગૅરન્ટી.
લિ. ડમડમબાબા (નિયમિત કોલમ અનુભવની એરણ પરના લેખક)
* * * * * * *

(Saturday, 31 January 2015 at 11:36pm)
ઘરનું રિનોવેસન કરાવતા ખરીદેલા નવા સાધન સરંજામની ગૅરન્ટીના વર્ષોનો સરવાળો કરીએ તો આયુષ્ય સહેજે દોઢસો બસો વર્ષ જેટલું વધી જાય.

ગયા મહિને અહીં મુકેલી ડિસેમ્બર – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જાન્યુઆરી – 2011, જાન્યુઆરી – 2012, જાન્યુઆરી – 2013 તેમજ જાન્યુઆરી 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/02/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)