પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label November. Show all posts
Showing posts with label November. Show all posts

Wednesday, December 14, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2016)

[caption id="attachment_48384" align="aligncenter" width="225"]fb1 (નવેમ્બર – 2016)[/caption]

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.

એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.

આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 73મી વેબપોસ્ટ છે.

fb22010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર – 2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ લેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.

આભાર.

 

bhai-bij(ભાઈબીજ : Tuesday, 1 November 2016 at 12:20pm)

જાડિયો-પાડિયો જણ વરસમાં આજનો એક જ દિવસ ભોજનને બેરોકટોક ન્યાય આપી શકે છે કેમ કે ભાઈબીજ જમવા આવેલા હૃષ્ટપુષ્ટ સાળાની હાજરીમાં પત્ની તેને કંઈ કહી શકતી નથી.

લિ. પાતળા બનેવીલાલનો પડછંદ સાળો

* * * * * * *

56-inch(Tuesday, 8 November 2016 at 09:45am)

56ની છાતીનું માપ લેતી વખતે ‘0’ ઉમેરીને Tata Skyના રિમોટ કન્ટ્રોલ પર 5 0 6 એમ ત્રણ બટન દબાવતા ‘એનડીટીવી ઇન્ડિયા’ ન્યૂઝ ચેનલ આપ જોઈ શકો છો.

નોંધ : કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી કશો ફરક પડતો નથી. પરંતુ અપવાદરૂપ કિસ્સામાં ફરક પડે છે તે આપ જોઈ શકો છો.

લિ. ગણિતશાસ્ત્રી રામાનુજન અને માહિતી તેમજ પ્રસારણ મંત્રાલયનો ટેક્નિશિયન

* * * * * * *

[caption id="attachment_48383" align="alignleft" width="300"]donald-trump-hillary-clinton ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન[/caption]

(Tuesday, 8 November 2016 at 07:00pm)

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન જીતશે તો સોગંદવિધિમાં ભારતના પ્રતિનિધિ રૂપે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ જશે...અને...

...ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો ડૉ. પ્રવીણ તોગડિયા જશે.

લિ. પ્રવક્તા મંત્રી

* * * * * * *

atm-closed(Wednesday, 9 November 2016 at 04:50pm)

ATM બંધ છે પણ એર-કંડિશનર ચાલુ છે.

લિ. 500 – 1000ની નોટોનું કાઉન્ટર મીટર

* * * * * * *

taj-mahal-queue(આગરા, ઉત્તર પ્રદેશથી : Wednesday, 16 November 2016 at 01:30pm)

તાજમહાલની ટિકિટ વિન્ડો કરતાં બૅન્કો બહારની લાઇન લાંબી છે.

* * * * * * *

note-book(Tuesday, 22 November 2016 at 08:35pm)

500 – 1000ની નોટબંધીના પખવાડિયા પછી ભણવાથી કંટાળી ગયેલા વિદ્યાર્થીઓએ તમામ પ્રકારની નોટ શિક્ષણમાંથી પાછી ખેંચી લેવાની માગણી કરી છે...ગણિતની કોરી નોટ, ગુજરાતીમાં લખવાની સિંગલ લીટીની, હિન્દીમાં લખવાની ડબલ લીટીની, અંગ્રેજીમાં લખવાની ચાર લીટીની અને દાખલા – પલાખાં કરવાની ચોકઠાંવાળી સ્કવેર નોટબુક...

લિ. સખારામ બાઇન્ડર

* * * * * * *

lagna-kankotri(Wednesday, 30 November 2016 at 11:30am)

કંકોત્રી સામે અઢી લાખ રૂપિયાનો ઉપાડ આપનાર બૅન્કના શાખા મેનેજરોએ જે-તે ડેબિટ એન્ટ્રી સામે રૂપિયા બસો એકાવનના ચાંદલા – કન્યાદાનની ક્રેડિટ એન્ટ્રી આપવાની રહેશે.

હુકમથી, સપ્તપદી વિભાગ – સ્વીસ સરકાર

 

ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

http://binitmodi.com/2016/11/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-72/

 

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012, નવેમ્બર – 2013, નવેમ્બર – 2014 તેમજ નવેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.com/2012/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-61/
http://binitmodi.com/2012/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-62/
http://binitmodi.com/2013/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-35/
http://binitmodi.com/2014/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-23/
http://binitmodi.com/2015/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-11/

 

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Monday, December 14, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2015)

(નવેમ્બર – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 61મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 2 November 2015 at 06:50pm)
ડાર્લિંગ...સવારે જરા વહેલો ઉઠાડજે ને...છાપાવાળો આવે એ પહેલાં...તેની પાસે જલસોનો દિવાળી અંક ઑર્ડર કરવાનો છે.
શ્યોર બકા...બાય ધ વે...ડાર્લિંગનું ગુજરાતી શું થાય?
આ તું બોલી એ...‘બકા’...યુ આર જીનિઅસ...
તો પછી આવતીકાલે માળિયું સાફ કરવાનું પાકું સમજું છું...વહેલો ઉઠવાનો છે તો થોડું દિવાળીનું કામ કરી લઇએ.
* * * * * * *

(
Tuesday, 3 November 2015 at 05:55pm)
મીસકોલથી સભ્યપદ પામેલો ભાજપનો કાર્યકર ઇ-મેલ, એસએમએસ અને વોટ્સએપ કરવા છતાં પક્ષની મિટિંગમાં ફરકતો નથી.
* * * * * * *

(
Friday, 6 November 2015 at 06:45pm)
સામી દિવાળીએ લગ્નપ્રસંગોનું પ્રમાણ નહિવત્ હોય છે...પરંતુ...
...છોટા રાજનના સ્વદેશાગમનને કારણે ભારતમાં આજે સરકારીજમાઈઓની કુલ સંખ્યામાં એકનો વધારો થયો છે.
* * * * * * *

(
ધનતેરસ : Monday, 9 November 2015 at 05:35pm)
ચૂંટણી ઢંઢેરાના ભાજપી વાયદા પ્રમાણે બૅન્ક ખાતામાં રૂપિયા પંદર પંદર લાખ જમા થઈ ગયા હોત તો...
ભારતમાં ધનતેરસની સામૂહિક પૂજા થતી હોત.
* * * * * * *

(
Monday, 16 November 2015 at 02:25pm)
Love Gem Wealth Foundation’...
...કંઈ નહીં...પ્રેમ રતન ધન પાયોનું અંગ્રેજી કરીને ફિલમની નવેસરથી ફિલમ ઉતારી છે.
* * * * * * *
OROP આંદોલન

(
Wednesday, 18 November 2015 at 04:00pm)
સો વરસનો થાજે દીકરાના આશિર્વાદ પામેલો બાળક...કિશોર વય પાર કરતા અને યુવાનીમાં ડગ માંડતા જ...જો...ભારતીય લશ્કરમાં સામેલ થઈ પચાસની આસપાસ સેવા નિવૃત્ત થાય તો...
OROP વન રૅન્ક વન પેન્શન / One Rank One Pensionની આજકાલની ફૉર્મ્યૂલા હેઠળ પંચાણુમે વર્ષે તેને...રૂપિયા 68,21,937=76 પૈસાનું માસિક પેન્શન મળવાપાત્ર ઠરે.
* * * * * * *

(
Saturday, 21 November 2015 at 02:12pm)
પંચાયતથી પાર્લમન્ટના ચૂંટણી મતદાન અગાઉ બુલેટનો જવાબ બૅલટથી આપવામાં આવશે’...એવું વાંચવામાં આવે ત્યારે સમજવામાં બવ તકલીફ પડે છે કે...
...આ બુલેટ મોટરસાઇકલની વાત થાય છે કે અસલી બુલિટની.
* * * * * * *
ટ્વિન્કલ ખન્ના અને ક્વિન્ટલ

(
Tuesday, 24 November 2015 at 12:12pm)
યાદશક્તિ કેળવો શ્રેણી...(1)
વજનના એકમ તરીકે ક્વિન્ટલશબ્દ યાદ ન રહેતો હોય તો વિકલ્પે...સ્વર્ગસ્થ અભિનેતા રાજેશ ખન્ના અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની દીકરી અને અભિનેતા અક્ષયકુમારની અભિનેત્રી પત્ની ટ્વિન્કલખન્નાનું નામ યાદ રાખવાનો પ્રયત્ન કરો. સફળતા મળશે જ.
* * * * * * *
બ્રાન્ડ અૅમ્બૅસેડરને બૅન્ડ બજા દિયા

(
Wednesday, 25 November 2015 at 12:40pm)
પાડાના વાંકે પખાલીને ડામ (જૂની કહેવત)
અસહિષ્ણુતાના વાંકે ખીસું ખાલીકરનાર સ્નૅપ ડીલને ડામ (નવી કહેવત)
* * * * * * *
પ્રણવ મુખરજી અને પાઇપ

(
Monday, 30 November 2015 at 03:20pm)
અવૉર્ડ વિતરણ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા આજે IIM – Ahmedabadની મુલાકાતે આવતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સંસ્થા પ્રવેશ અગાઉ રેસીડન્સીના ઓટલે બેસીને સ્મોકિંગ સાથે ટોળ-ટપ્પા કરતા વિદ્યાર્થીઓને ફરજ પરની પોલીસે ટપાર્યા...એટલે...
...તેમાંના એકે પોલીસને સુણાવી દેવાની ભાષામાં જ કહ્યું...
અમારી આટલી સ્વતંત્રતા તો કાયમ રાખો. રાષ્ટ્રપતિ પોતે પણ દેશના નાણામંત્રી હતા ત્યારે બજેટ બનાવતી વખતે સાઉથ બ્લૉકમાં લિજ્જતથી પાઇપ પીતા હતા.

ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012, નવેમ્બર – 2013 તેમજ નવેમ્બર 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Tuesday, December 16, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2014)

(નવેમ્બર – 2014)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 49મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

નટરાણી એમ્ફીથીઅટર – અમદાવાદ
Natrani Amphitheater – Ahmedabad
(Monday, 3 November 2014 at 01:40pm)
મલ્ટીપ્લેક્સ થીઅટરમાં ફિલ્મ જોતી વખતે ન સંભળાય...
એમ.જે. લાઇબ્રરિ, ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં છાપું, મેગેઝિન કે પુસ્તક વાંચતી વખતે ન સંભળાય...
ટાઉન હૉલ, જયશંકર સુંદરી હૉલ કે ટાગોર હૉલમાં નાટક જોતી વખતે ન સંભળાય...
...પરંતુ...ઉસમાનપુરાઅમદાવાદ સ્થિત નટરાણી એમ્ફીથીઅટરમાં કોઈ પણ કાર્યક્રમ જોતી વખતે માલિક સંચાલક ડૉ. મલ્લિકા સારાભાઈના તેમજ અડોશ-પડોશના પાળેલા કૂતરાઓના ભસવાના અવાજ અચૂક સંભળાય...
અમદાવાદનો ઇતિહાસ રજૂ કરતી રંગમંચ શ્રેણી કડક બાદશાહીમાં રજૂઆત પામી નથી તેવી જબ કુત્તે પે સસ્સા આયાસિવાયની સાચુકલી વાત...
* * * * * * *


(
Wednesday, 5 November 2014 at 11:25am)
આમ આદમી પાર્ટીએક એવો રાજકીય પરપોટો હતો જેને ટેકેદારો ગત વર્ષે દિલ્હીની વીજળી વગરની ગરમીમાં બરફનો ગાંગડો બનાવવા નીકળ્યા હતા. એ નિષ્ફળતા પરથી બોધપાઠ લઇને હવે આ વર્ષે એ કસરત શિયાળામાં પુનઃ પ્રારંભ પામશે.
* * * * * * *

(
Friday, 7 November 2014 at 02:10pm)
કો-ઑપરેટિવ બેન્કની જેમ કાળા નાણાનું ખાતું પણ ઝીરો બૅલન્સથી ઑપરેટ થઈ શકે એવી ખબર સાલી મને આજે જ પડી.
નોંધ : ઉપરોક્ત વિધાન સાલીશબ્દના ઉપયોગ વગર લખી શકાય એમ જ નહોતું. એટલા પૂરતો મને માફ કરવા વિનંતી.
* * * * * * *

(
Tuesday, 11 November 2014 at 11:15am)
વિમાનની ટક્કરનો ભોગ બનેલી ભેંસએ પોતાને થયેલી ઇજાની કળ વળ્યા પછી સુરત શહેર પોલીસ સમક્ષ આજે પાઇલટ વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે...
હિટ એન્ડ ફ્લાયની...
* * * * * * *

(
Friday, 14 November 2014 at 09:00pm)
ભૂખ્યા પેટે ભજન ન થાય...
હા, ડાયબીટિઝનો ટેસ્ટ થઈ શકે...ફાસ્ટિંગ શુગર...
આજે 14 નવેમ્બર વિશ્વ ડાયબીટિઝ દિવસ...
* * * * * * *

(
Wednesday, 19 November 2014 at 01:50pm)
કાયમ લેંઘો પહેરીને ફરતો જણ એક સવારે પેન્ટ પહેરીને સન્મુખ થાય ત્યારે ઝટ ઓળખાતો નથી.
* * * * * * *
બાંકડાનો ‘લીલો’ રંગ

(
Saturday, 22 November 2014 at 05:05pm)
બગીચામાં કે જાહેર સ્થળે બેસવાના બાંકડાને કોઈ પણ કલર કરો...તેના પર બેસનારને ચેતવવા માટે તો છેવટે લીલોશબ્દ જ કામમાં આવે છે...
બાંકડાનો રંગ લીલો છે, બેસતા પહેલા ચકાસી લેશો.
* * * * * * *

(
Monday, 24 November 2014 at 07:20am)
મગફળીમાંથી બનતા સીંગતેલનો જ્યારે સીંગભુજિયાની પ્રક્રિયા દરમિયાન મગફળી સાથે પુનઃ સંપર્ક થાય છે ત્યારે તેને માને મળ્યા જેટલો આનંદ થાય છે.
* * * * * * *
કોટી કોટી વંદન

(
Wednesday, 26 November 2014 at 07:40am)
ધાર્મિક કે અન્ય કોઈ પણ કારણસર આપણે કોટી કોટી વંદનશું કામ કરીએ છીએ?
શર્ટ, ટી-શર્ટ, સફારી શર્ટ, ઝભ્ભા કે બંડીનો કોટીના મુકાબલે કોઈ વાંક-ગુનો છે ખરો?
* * * * * * *
વરરાજાની ગાર્ડન કાર

(Saturday, 29 November 2014 at 03:00pm)
સી.એ. સાહેબબગીચો મૂવેબલ પ્રૉપર્ટીમાં આવે કે ઇમમૂવેબલ પ્રૉપર્ટીમાં?”
ઘરનો બગીચો હોય તો ઇમમૂવેબલમાં અને વરરાજાની ગાડીને ફૂલોથી વધુ પડતી શણગારી હોય તો એ મૂવેબલ પ્રૉપર્ટી ગણાય. ઇઝ ધેટ ક્લિઅર?”
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ.....

ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012 તેમજ નવેમ્બર 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)