પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label ડિસેમ્બર. Show all posts
Showing posts with label ડિસેમ્બર. Show all posts

Sunday, January 22, 2017

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ડિસેમ્બર – 2016)

[caption id="attachment_48396" align="aligncenter" width="225"] (ડિસેમ્બર – 2016)[/caption]

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.

એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.

આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 74મી વેબપોસ્ટ છે.

2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ડિસેમ્બર – 2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ લેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.

આભાર.

 

(Monday, 5 December 2016 at 12:05pm)

વસતી, વિસ્તાર અને ઉપયોગિતાની દ્રષ્ટિએ મહિને રૂપિયા 30000/-થી 50000/- રૂપિયાના ભાડાની કમાણી કરતા ATM કેબીનના માલિકે જો એ જ રકમ ATMના માધ્યમથી વાપરવી હોય તો આજની તારીખે પંદર દિવસથી લઇને પૂરો મહિનો રોજ લાઇનમાં ઊભા રહેવું પડે.

લિ. ATMનો સોફ્ટવેર-કમ-હાર્ડવેર એન્જિનિઅર

* * * * * * *

 

(Friday, 9 December 2016 at 06:15pm)

મંગળ ગ્રહ પર પાણી મળી આવ્યું છે એ એક વાતે ‘ધંધાનું પાકું થઈ ગયું’ માનીને પાણીપુરીવાળા ભૈયાઓ રાજી – રાજી થઈ ગયા છે.

* * * * * * *

 

(Tuesday, 13 December 2016 at 11:11am)

“ભઈ, તમારા ખાતાનું બૅલન્સ્ માઈનસમાં છે. રોકડ ઉપાડ થઈ શકે તેમ નથી.”

“કંઈ વાંધો નહીં. 500 – 1000ની જૂની – ફાટેલી નોટો આપશો તોય ચાલશે.”

ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....

* * * * * * *

 

(Thursday, 15 December 2016 at 09:30am)

યમુના કિનારે ‘આર્ટ ઑફ લિવિંગ’ આધ્યાત્મિક જલસાનો ખેલ પાડીને નદી કાંઠાના પર્યાવરણને દૂષિત કરવા માટે રવિશંકરને રૂપિયા 120 કરોડના દંડની ભલામણ કર્યા બાદ દંડના 5 કરોડ રૂપિયાનો પહેલો હપતો ચુકવવા માટે કટકા કરી આપનાર ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ ઉત્તરાયણના દિવસે માંજાનો કટકો વાપરનારને દંડ ચુકવવા કેટલા ‘કટકા’ કરી આપશે?

તા.ક. કાચા દોરાને માંજો ચઢાવવા કાચનો ભૂકો ન વપરાય એટલું પૂરતું છે.

લિ. માંજો કલાકાર

* * * * * * *

 

(Monday, 19 December 2016 at 08:00pm)

જાડિયા – પાડિયા લોકો જ્યારે એમ કહે કે, ‘આપ મને આપની કારમાં પિક-અપ કરજો’ ત્યારે ખરેખર તો પિક-અપ ટ્રક લઇને જ પહોંચવું સલાહભરેલું હોય છે.

લિ. સંયોજક, જે.પી ગ્રૂપ = જાડિયા – પાડિયા ગ્રૂપ

* * * * * * *

 

(Thursday, 22 December 2016 at 06:50pm)

બે, ચાર કે છ એરબેગ ધરાવતી કારમાં શોપિંગ બેગ અલગથી લઇને જવું પડે તે ખરીદી વખતે બહુ અગવડભર્યું બની રહે છે.

લિ. બેગબાબા

* * * * * * *

 

(Friday, 23 December 2016 at 09:00am)

‘કેશલેસ’ શબ્દનો સૌથી જૂનો સંદર્ભ કૃષ્ણ – સુદામા સંવાદમાંથી મળે છે.

લિ. કાન્હા કૉ-ઑપરેટીવ બૅન્કનો ક્લાર્ક

* * * * * * *

 

[caption id="attachment_48398" align="alignright" width="300"] અટલ બિહારીવાજપેયી, નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી[/caption]

(Saturday, 24 December 2016 at 01:00pm)

લાલ કૃષ્ણ અડવાણીના જન્મદિવસ 8 નવેમ્બરના રોજ મેં જાહેર કરેલા ડિમોનિટાઇઝેશનના નિર્ણયથી આવી પડેલી મુશ્કેલીઓ આવતીકાલથી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરથી હળવી થવા માંડશે એવી હું આપને ખાતરી આપું છું.

લિ. મોદી (ચલણી નોટના ધારકને વચન આપતા રિઝર્વ બૅન્કના ગવર્નર ઉર્જિત પટેલના મિત્ર)

* * * * * * *

 

(Tuesday, 27 December 2016 at 07:40pm)

અમદાવાદ અને તેના જેવા શહેરોમાં ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમનું સરનામું દવાની દુકાને અને હોસ્પિટલ – નર્સિંગ હોમનું સરનામું જ્યુસની લારીએ પૂછપરછ કરવાથી ઝડપથી શોધી શકાય છે.

લિ. વૈદ્ય હબીબ તબીબ

* * * * * * *

 

(Wednesday, 28 December 2016 at 07:45pm)

દુનિયાની તમામ શોધોનું જન્મસ્થાન ભારત જ હતું – છે...

જેમ કે...સો કરતાં વધુ મુસાફરોને એક સાથે સમાવી શકતી વેસ્ટિબ્યૂલ્ બસ કૌરવોને ધ્યાનમાં રાખીને જ મહાભારતકાળમાં બનાવાઇ હશે.

લિ. જૂના જમાનાનો નવો સંશોધક

* * * * * * *

 

(Thursday, 29 December 2016 at 05:15pm)

મચ્છરોના સામૂહિક સંહાર માટે All Out વાળાએ એક મિસાઇલ બનાવવું જોઇશે.

લિ. સર્જીકલ સ્ટ્રાઇકર

* * * * * * *

 

(Saturday, 31 December 2016 at 07:00pm)

ડિજિટલ આવક – ખર્ચનો લેખિત હિસાબ રાખવા માટે 500 – 1000ની જૂની નોટોના રદ્દી માવા પેપરમાંથી બનાવાયેલી 2017ની નવા વર્ષની ડાયરી અમારે ત્યાં મળશે.

લિ. કાગજ કે ફૂલ કા પલ્પ

 

ગયા મહિને અહીં મુકેલી નવેમ્બર – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

http://binitmodi.com/2016/12/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-73/

 

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ડિસેમ્બર – 2011, ડિસેમ્બર – 2012, ડિસેમ્બર – 2013, ડિસેમ્બર – 2014 તેમજ ડિસેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.com/2013/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-59/
http://binitmodi.com/2013/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-60/
http://binitmodi.com/2014/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-34/
http://binitmodi.com/2015/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-22/
http://binitmodi.com/2016/01/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-10/

 

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Friday, January 22, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ડિસેમ્બર – 2015)

(ડિસેમ્બર – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 62મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ડિસેમ્બર – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Wednesday, 2 December 2015 at 02:22pm)
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોને સહિષ્ણુબનીને સ્વીકારી ઘરવાપસીકરવી એ એક જ માર્ગ બચ્યો છે.
લિ. ભાજપનો મીસકોલકાર્યકર
* * * * * * *
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
(Thursday, 3 December 2015 at 02:55pm)
ભાજપના પૂર્વાશ્રમ એવા જનસંઘના ઉમેદવારોએ પિસ્તાલીસ વર્ષ અગાઉ ચૂંટણી દ્વારા બહુમતીથી બોટાદ નગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મતદાર નાગરિકોનું અભિવાદન કરવા અને પક્ષના કાર્યકરોને બૌધ્ધિક આપવા ભાવનગર જિલ્લાના બોટાદ ગામની મુલાકાતે આવ્યા હતા.
આજે હવે જિલ્લો બની ગયેલા બોટાદની મુલાકાતે ભાજપી કુળના કોઈ નેતા આવે તેમ નથી...કેમ કે...
...બોટાદ નગરપાલિકાની સત્તા જળવાઈ રહી છે પરંતુ જિલ્લા પંચાયત સહિત ગઢડાબરવાળારાણપુર અને બોટાદ તાલુકા પંચાયતમાંથી ભારતીય જનતા પક્ષનો સફાયો થઈ ગયો છે.
* * * * * * *
(Wednesday, 9 December 2015 at 07:40pm)
જાડિયા પાડિયા લોકો ગાડીમાં બેસવાનું કે તેને હંકારવાનું ચાલુ રાખશે ત્યાં સુધી...
...કાર વ્હીલ બૅલન્સિંગ કે વ્હીલ અલાઇનમન્ટના ધંધાને ઊની આંચ આવવાની નથી.
* * * * * * *
વિસ્મય શાહ : અમદાવાદનો અકસ્માતવાળો
(Friday, 11 December 2015 at 07:20pm)
જીવલેણ અકસ્માત સર્જવાના કૉર્ટ કેસમાં નિર્દોષ છૂટેલા સલમાન ખાનના સમાચારનું મને સહેજે આશ્ચર્ય કે વિસ્મય થતું નથી.
લિ. વિસ્મય શાહ (અમદાવાદ હીટ એન્ડ રનકેસનો અન્ડર ટ્રાયલ આરોપી)
* * * * * * *
પંકજ જાડેજાની કાર અને ભાવનગરથી આવતો ‘કાતિલ’
(Tuesday, 15 December 2015 at 08:00pm)
શક્તિસિંહ ગોહિલ પહેલીવાર 1990માં ભાવનગરના કોંગ્રેસી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સરકાર સમક્ષ અમદાવાદ ભાવનગર રોડને બે માર્ગીકરવાની માગણી દરખાસ્ત વિધાનસભામાં કરી હતી.
પચીસ વર્ષના વહાણા વીતી ગયા પછી 2015ના અંત ભાગમાં લગ્નપ્રસંગે ભાવનગર જઈ રહેલા અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર પંકજ જાડેજા સહિતના ચારવ્યક્તિના પરિવારનો માર્ગ અકસ્માતમાં અંત આવી ગયો તોય રસ્તો બેમાર્ગી ન થયો તે ન થયો.
* * * * * * *
(Thursday, 17 December 2015 at 00:20am)
પરિકમ્મા પરિભ્રમણ કરીને દૂબળો પાતળો રહેતો સાધુ વ્યાસપીઠ પર બેસીને કથા કિર્તન કરતો થાય એટલે જાડિયો-પાડિયો થઈ જાય છે.
* * * * * * *
(Saturday, 19 December 2015 at 00:34am)
કચ્છ ધોરડો ટેન્ટ સિટી ખાતે આયોજિત ડીજીપી કૉન્ફરન્સમાં પાસ થયેલો પોલીસના વસિયતનામાનો ઠરાવ
અવસાન સમયે કે બેસણામાં જે સ્વજનો મિત્રો રડે તેને સાંત્વના આપી છાના કરવા...અને...
...જે સ્વજનો મિત્રો ના રડે તેમના માટે ટીઅર ગૅસના શેલ ફોડવા.
* * * * * * *
(Monday, 21 December 2015 at 12:34pm)
ખોટા-અન્યાયી પોસ્ટ પેઇડ મોબાઇલ બિલ સામે ત્રીજા વિશ્વયુદ્ધ કક્ષાની લડત આપી શહીદ થવામાંથી બચી ગયેલા લોકો ચોથું વિશ્વયુદ્ધ મફત વાઇ-ફાઇના પાસવર્ડ માટે કરશે.
* * * * * * *
(Monday, 21 December 2015 at 07:30pm)
કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી અને ગુજરાતના નાણામંત્રી સૌરભ પટેલ બજેટની રજૂઆત કરી લે એ દિવસ સુધી કેલક્યુલેટરમાં ભાગાકારનું બટન / Divided By વાપરવા પર પ્રતિબંધ.
હુકમથીશિવાનંદ ઝા પોલીસ કમિશનર અમદાવાદ શહેર
(સંદર્ભ : ઉત્તરાયણના દિવસે સવાર – સાંજ બે-બે કલાક પતંગ નહીં ચગાવવાનું જાહેરનામું)
* * * * * * *
(Wednesday, 23 December 2015 at 05:30pm)
લિફ્ટમાં ચોંટાડેલા દેવ-દેવીઓના ફોટાના આધારે જો દરજ્જો આપવામાં આવે તો ભારતમાં મંદિરોની સંખ્યામાં ઉછાળો આવે એમ છે.
* * * * * * *
(Thursday, 24 December 2015 at 12:12pm)
અંગત કે ઘરવપરાશની કોઈ ચીજ-વસ્તુ ખરીદીને દુકાનદાર પાસે ઝભલું કે પૉલિથીન બૅગ માંગો તો ધરાર ન મળે...
પણ એ જ વસ્તુની જો ઑન લાઇન ખરીદી કરીએ તો કંપની ટ્રિપલ લેઅર પેકિંગ કરીને ઘર સુધી મોકલી આપે.
(જાગો ઘરાકજાગો : 24 ડિસેમ્બરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ)
* * * * * * *
(નાતાલ : Friday, 25 December 2015 at 08:45am)
ભારતીય જનતા પક્ષ એકમાત્ર રાજકીય પક્ષ છે જે ઉંમરમાં પંચોતેર પાર કરી ગયેલા તેના સભ્યોને સાન્તાક્લોઝનો દરજ્જો આપે છે.
જેમ કે અટલ બિહારી વાજપેયીલાલ કૃષ્ણ અડવાણી, જસવંત સિંહ, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર અને Our Own કેશુભાઈ પટેલ
* * * * * * *
(Saturday, 26 December 2015 at 05:30am)
પડોશીને ત્યાં લગ્નપ્રસંગે પઠાણીને બદલે અન્ય વસ્ત્રો પહેરીને જવાથી બહુ વટ પડતો નથી.
-     મન્ટો
નોંધ : મન્ટોએ આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો એમના નામે ઠપકારીએ તો આપણો જરા વટ પડે.
નોંધની નોંધ : ભારતના NRI વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની ટૂંકી મુલાકાત અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્રના લગ્નની ઘટનાને ઉપરોક્ત લખાણ સાથે કોઈ નિસબત નથી.
* * * * * * *
(Thursday, 31 December 2015 at 05:45pm)
આજે વર્ષ 2015નો છેલ્લો દિવસ છે અને ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસસિનેમાના સંસ્કારની દ્રષ્ટિએ છેલ્લા પાટલેબેઠેલી ફિલ્મ છે.

ગયા મહિને અહીં મુકેલી નવેમ્બર – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ડિસેમ્બર – 2011, ડિસેમ્બર – 2012, ડિસેમ્બર – 2013 તેમજ ડિસેમ્બર 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/01/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Thursday, January 29, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ડિસેમ્બર – 2014)

(ડિસેમ્બર – 2014)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 50મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ડિસેમ્બર – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(*)
(Monday, 1 December 2014 at 07:20pm)
પહેલી ડિસેમ્બરની મધરાતથી લાગુ થયેલા ભાવ ઘટાડા પછી અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ છે 66.66...છાસઠ રૂપિયા અને છાસઠ પૈસા...
...એવા પણ દિવસો હશે જ્યારે આટલી રકમમાં કારની અને પછી સ્કૂટરની પેટ્રોલ ટેન્ક ફૂલ થતી હશે...
* * * * * * *

(
Wednesday, 3 December 2014 at 09:25am)
ડોશીમાનું વૈદું
ઘરનું કલરકામ કરાવતા વધેલા કે ઘસાઈ ગયેલા કાચપેપર (Sand Paper) ફેંકી ન દેવા...
...મૅનિક્યુઅર પેડિક્યુઅર કરવાના કામમાં આવશે.
* * * * * * *

(Sunday, 7 December 2014 at 03:05pm)
મમ્મી...એં...એં...એં...મમ્મી...
શું થયું મારા બકાને?”
મમ્મી...મને બકાને લોકો આટલી જલદીથી ભૂલી ગયા...એં...એં...એં...
જો બકા...તેં બાળમરણ કે બાળમૃત્યુ જેવો શબ્દ તો સાંભળ્યો છે ને?...”
“…તારા કિસ્સામાં પણ એ જ થયું છે. આમેય ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું છે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Thursday, 11 December 2014 at 01:30am)
હે ભગવાનઆવતો જનમ ટાટા, બિરલા, અંબાણી, અદાણી કે મિત્તલને ત્યાં આપજે...
...જેથી કોઈ એક બિલ ભરવામાંથી તો મુક્તિ મળે...!
(અનુક્રમે ટાટા સ્કાય, આઇડિયા મોબાઇલ, પેટ્રોલ, પાઇપલાઇન રાંધણ ગેસ અને એરટેલ મોબાઇલ બીજા સીમકાર્ડ માટે)
* * * * * * *

(
Saturday, 13 December 2014 at 00:40am)
આ શિયાળે અમેરિકાથી આવતા આપના દરેક સગાં-સંબંધી કે મિત્ર જો આપના માટે ટેન્ગના ડબ્બા લઈને આવે તો બહેતર છે કે...
...તે તમામ ડબ્બાને સોસાઇટી કે અપાર્ટમન્ટની પાણીની ટાંકીમાં ઠાલવી દેવા...
...જેથી સમાજના એક બહોળા વર્ગને તેનો લાભ મળે. (TANG – ફ્રૂટ ફ્લેવરનું પીણું)
* * * * * * *

(
Tuesday, 16 December 2014 at 05:35pm)
જો પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલા દેશોની તમામ બાળકીઓ, કિશોરીઓ, યુવતીઓ, મહિલાઓ તેમજ ડોશીઓએ પશ્ચિમી પોશાક અપનાવી લીધો હોય તો પછી Western Wearનું નવું નામકરણ Eastern Wear, Northern Wear કે Southern Wear કરવાનો સમય હવે પાકી ગયો છે.
* * * * * * *
પેશાવર : શિક્ષણને નહીં, વિદ્યાર્થીઓને ભરખી ગયેલો હુમલો

(
Tuesday, 16 December 2014 at 11:45pm)
શિક્ષણ મેળવવાના માર્ગમાં આડે આવેલા તાલિબાનો સામે સંઘર્ષ કરતા મરણતોલ ઇજા પામેલી પાકિસ્તાની કિશોરી મલાલા યુસુફઝાઈને તેની એ લડાઈ નોબલ પારિતોષિક તરફ દોરી ગઈ જે તેને આ મહિને 10 ડિસેમ્બર 2014ના રોજ એનાયત થયો...
...તેના એક જ અઠવાડિયા પછી 16 ડિસેમ્બર 2014ના રોજ...
...શિક્ષણ મેળવતા મલાલા યુસુફઝાઈ સરખા જ 132 વિદ્યાર્થીઓને તાલિબાની આતંકીઓ ભરખી ગયા.
* * * * * * *

(
Wednesday, 17 December 2014 at 11:50pm)
છાપામાં સમાચાર વાંચતા કે ન્યૂઝ ચેનલ પર સમાચાર જોતા તેની અસર રોજિંદા જીવન કે કામકાજ પર પડતી જ હોય છે. ત્રણેક મહિનાથી ઘરનું રિનોવેસનનું કામકાજ ચાલે છે. દિવાળી નૂતન વર્ષના દિવસોમાં પણ માત્ર બે દિવસની રજા પાડનાર કારીગરો આજે સવારે કામ પર તો આવ્યા પણ કલાક બે કલાકમાં મને કહી દીધું કેપાકિસ્તાનના પેશાવર સ્કૂલ હુમલામાં ગઈ કાલે માર્યા ગયેલા બાળકોના સમાચાર વાંચ્યા-જોયા પછી આજે કામ કરવાનો મૂડ નથી.
* * * * * * *

(
Thursday, 18 December 2014 at 05:15pm)
જમવાની વ્યવસ્થાવાળા કાર્યક્રમમાં છેલ્લા વક્તા અડધે પહોંચ્યાનું લાગે ત્યારે ડાઇનિંગ એરિઆમાં પહોંચી જવું. એમ કર્યા પછી પણ જો ત્યાં ભીડ હોવાનું જણાય તો જૈન ફૂડ કાઉન્ટરતરફ વળી જવું. સ્વાદ એકસરખો જ હોય છે.
લિ. પરોગરામોમાં જમવાના અનુભવી અને જમાનાના ખાધેલ
* * * * * * *

(
Wednesday, 31 December 2014 at 07:40am)
ભારતીય ચલણ રૂપિયાનું તો અવારનવાર થાય જ છે...પરંતુ...
ભારતીય ગંજી-ફરાકને ડોલરબ્રાન્ડ નામ આપીને અમેરિકી ચલણનું તો કાયમી ધોરણે અવમૂલ્યન કરી નાખ્યું છે.
* * * * * * *

(Wednesday, 31 December 2014 at 11:45pm)
એક નેનો કાર આપોને?”
અહીંથી ચલાવીને લઈ જવી છે...કે...
“…ઘરે લઈ જઈને ચલાવવા માટે પેક કરી આપું?”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....

ગયા મહિને અહીં મુકેલી નવેમ્બર – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ડિસેમ્બર –
2011, ડિસેમ્બર – 2012 તેમજ ડિસેમ્બર 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2013/01/2011.html

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)