પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label એપ્રિલ. Show all posts
Showing posts with label એપ્રિલ. Show all posts

Saturday, May 27, 2017

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2017)

[vc_row unlock_row="" row_height_percent="0" overlay_alpha="50" gutter_size="3" shift_y="0"][vc_column][vc_column_text]

[caption id="attachment_48504" align="aligncenter" width="225"] (એપ્રિલ – 2017)[/caption]

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં વેબસાઇટની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.

એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.

આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 78મી વેબપોસ્ટ છે.

2010ના વર્ષની એક અને 2011થી 2016ના છ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ – 2017. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ લેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.

આભાર.

 

(Monday, 3 April 2017 at 06:05pm)

રેસ્ટોરન્ટના મેનૂમાં કેટલીક વાનગીઓ માટે વપરાયેલો ‘એક્સ્ટ્રા’ શબ્દ જાડિયા – પાડિયા લોકોને ધ્યાનમાં રાખીને જ લખાયો હોય છે.

લિ. મેનૂનો માણીગર ઉર્ફે સંયોજક, જે.પી ગ્રૂપ = જાડિયા – પાડિયા ગ્રૂપ

* * * * * * *

(Thursday, 6 April 2017 at 09:20am)

ભાજપના સ્થાપના દિને પાયાની વાતો : ભાગ – 1

ખાનપુર – અમદાવાદમાં ભાડાની જગ્યામાં 1980 આસપાસ પ્રારંભ થયેલા ભાજપ ગુજરાત પ્રદેશ એકમના મકાનને માથે નળિયા હતા.

લિ. નળિયાનો સમારકામ કારીગર, મુકામ પોસ્ટ : નલિયા, ભૂજ – કચ્છ

* * * * * * *

(Thursday, 13 April 2017 at 10:00am)

આટલા વર્ષોમાં ખાસ કંઈ ફરક પડ્યો નથી...

પહેલાના વખતમાં પરિવારમાં અવસાન થતું ત્યારે જેમને તાકિદે જાણ કરવાની હોય તેને ખબર કરવા તાર ઑફિસે જવું પડતું...

અત્યારે ‘ગંગાજળ’ની શીશી લેવા પોસ્ટ ઑફિસે જવું પડે છે.

લિ. કાસદ ટપાલી

* * * * * * *

(Friday, 14 April 2017 at 09:09am)

ભારતનું બંધારણ...

ઘડાયું બંધારણસભામાં...

તોડ-મરોડના કારસા બંધબારણે...

* * * * * * *

(Saturday, 15 April 2017 at 08:45pm)

ભાસ્કર જૂથના ચૅરમેન રમેશચંદ્ર અગ્રવાલના નિધન નિમિત્તે તેમની પ્રગતિ સંદર્ભે કેટલીક વાતો અખબારના માધ્યમથી ખાસ જણાવવામાં આવી...જેમ કે...

તેઓ સખત મહેનતુ – ઉદ્યમી – ખંતીલા સ્વભાવના હતા. પ્રારંભિક સમયથી રિપોર્ટર્સની સાથે રહ્યા, શ્રેષ્ઠ પત્રકારોને પોતાના અખબારમાં કામ કરવાને રોક્યા, પગારદાર તંત્રીઓને પૂરતી સ્વતંત્રતા આપી અને સમય જતાં અખબારી જૂથનો બહુભાષી ફેલાવો થતાં, નકલોનો ફેલાવો વધતાં વાચકોની નકલસંખ્યાની માંગને પહોંચી વળવા આધુનિક મશીનરી પણ લઈ આવ્યા.

મશીનરી ભલે આધુનિક આવી હોય...તેના જોર પર ક્યારેક પછાત લખાણો, સાવ જ છેવાડાના – તળિયે બેસી ગયેલા વિચારો પણ પાછા સપાટી પર આવી જાય છે, સંપાદકોની ફોજની કોડીબંધ આંખો તળેથી પસાર થતા, છતાં વંચાયા વિના જ છપાઈ પણ જાય છે અને ચારેકોર હાસ્યલેખના નામે ફેલાઈ પણ જાય છે.

આ રહ્યો તેમના અવસાન (12 એપ્રિલ 2017)ના ઠીક દસ દિવસ પહેલા છપાયેલો નમૂનો...

“દીકરીને અડધી રાત્રે એકલી ઘરની બહાર મોકલીને માથે જરાપણ ભાર ન રાખનાર માતા-પિતા પણ દોષિત છે. પેન્ટ પુરુષનું વસ્ત્ર છે એ સ્ત્રીઓ પહેરવા લાગી એનો વાંધો નથી. શર્ટ પુરુષનું વસ્ત્ર છે એ પણ સ્ત્રીઓ પહેરવા લાગી એનો વાંધો નથી. બૂટ પુરુષો જ પહેરતા એ પણ સ્ત્રીઓ પહેરવા લાગી એનો વાંધો નથી, પરંતુ અડધી રાત્રે દારૂ ઢીંચીને બાપની આબરૂનો ધજાગરો કરવો એ કેવળ અને કેવળ પુરુષોનો ‘અધિકાર’ ગણાતો એમાં પણ સ્ત્રી પુરુષ સમોવડી થઈ ગઈ?”

(પોસ્ટ કરનારની નોંધ : અમદાવાદમાં પોતાના ઘરમાં દારૂ પીતા નવ વિદ્યાર્થી અને પાંચ વિદ્યાર્થિનીઓના જૂથની પોલીસ ધરપકડના સમાચારને આધાર બનાવી હાસ્યલેખના નામે અધકચરા વિચારો ઠાલવનાર મહાશય જગદીશ ત્રિવેદી ત્રણ વાર પીએચ.ડી થયેલા છે. આમ તો એક જ વાર થવું જરૂરી હોય છે. તેમનો બાકીનો પરિચય ઉપરના લખાણમાંથી મળી રહે તેમ છે એટલે વધુ લખવાની જરૂર લાગતી નથી.)

સંદર્ભ : દિવ્ય ભાસ્કર રસરંગ પૂર્તિ, રવિવાર 2 એપ્રિલ 2017, પાનું 6 / વ્યંગવિશ્વ – જગદીશ ત્રિવેદી

લિ. પીષ્ટપિંજણ

* * * * * * *

[caption id="attachment_48514" align="alignright" width="270"] તિબેટના પ્રાઇમ મિનિસ્ટર ઇન એક્સાઇલ સાથે દલાઈ લામા[/caption]

(Monday, 17 April 2017 at 09:30am)

લાલ કૃષ્ણ અડવાણીએ જિનપીંગને પૂછાવ્યું છે કે હું કાયમી ધોરણે બેઇજિંગ રહેવા આવી જઉં તો મને તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાએ અપાવ્યો છે તેવો ‘ઇન્ડિઅન પ્રાઇમ મિનિસ્ટર ઇન એક્સાઇલ’નો હોદ્દો આપશો?

લિ. ચાઇનીઝ જ્યોતિષ ઉર્ફે ‘તકલાદી ભવિષ્યવાણી’

* * * * * * *

(Wednesday, 19 April 2017 at 07:40pm)

સમાચારના સમાચારના સમાચારના સમાચાર...

‘ઉત્તર પ્રદેશમાં એન્ટી રોમિયો સ્કવોડને કારણે એક જ મહિનામાં લગ્ન નોંધણી કચેરીના કામકાજને અસર પહોંચી.’

‘સંયુક્ત રાષ્ટ્રસંઘની ચેતવણી. વોલમાર્ટના બિઝનેસ પર અસર પડવા સંભવ.’

‘પોતાના સંઘરાજ્યને સીધી ચેતવણી આપવા બદલ ભારત ગણરાજ્યએ વિદેશ મંત્રાલય દ્વારા નોંધાવ્યો વિરોધ.’

‘વિરોધને ફગાવતું યુનાઇટેડ નેશન્સ. રોમિયો વિશ્વ નાગરિક હોવાનો બંધ પડેલી મુંબઈની કપોળ બૅન્કનો મત.’

લિ. આદિ – પ્રમાદી ન્યૂઝ એજન્સી

* * * * * * *

(Friday, 21 April 2017 at 09:00am)

ફાલતુ હૈ પર ફિલ્મી હૈ : ભાગ – 1

(આજથી શરૂ થતી તદ્દન ‘ફાલતુ’ એવી નવી શ્રેણી)

ટાઇગર શ્રોફનો સૌથી ટૂંકો ઇન્ટરવ્યૂ...“ફિલ્મનું શૂટિંગ ના હોય કે જીમમાં જઇને કસરત પણ ન કરવાની હોય ત્યારે શું કરો છો?”

“નાણાં ધીરધારનું કામકાજ.”

* * * * * * *

(Saturday, 22 April 2017 at 10:30am)

સાયન્સ સિટી – અમદાવાદની મુલાકાતે : ભાગ – 1

પાંચથી પંદર વર્ષની વચ્ચેનાં જ્ઞાનની તરસ અને કિશોરાવસ્થાનો તરવરાટ ધરાવતા આપના સંતાનને શનિ-રવિની રજામાં કે વૅકેશન દરમિયાન અમદાવાદ સ્થિત ‘સાયન્સ સિટી’ની મુલાકાતે ન લઈ જવા ખાસ વિનંતી છે. વિજ્ઞાનના સરળ સિધ્ધાંતોની અટપટી અને અઘરી ભાષામાં સમજૂતી આપતા ત્યાંના ઉટપટાંગ મોડેલ્સ જોઇને મુલાકાત પછી સંતાન સાયન્ટીસ્ટના બદલે સાધુ થવાનું પસંદ કરે તેમ બનવા જોગ છે.

(‘ભૃગુસંહિતા’માંથી સાભાર)

* * * * * * *

(વિશ્વ પુસ્તક દિવસ : Sunday, 23 April 2017 at 07:30pm)

‘જે ઘરમાં પુસ્તકોને સ્થાન ન હોય તેવા પરિવારમાં તમારી દિકરીને પરણાવશો નહીં’ એવું ગુણવંત શાહે લખ્યા પછી ગુજરાતમાં લગ્નસંસ્થા નામની સંસ્કૃતિ મેરેજ બ્યૂરોના શરણે ગઈ એવી લોકવાયકા છે.

લિ. ‘લગ્ને લગ્ને કુંવારાલાલ’ નાટકનો કાયમી ગોર

* * * * * * *



(Tuesday, 25 April 2017 at 08:50am)

સરપંચનો સણસણતો સવાલ : ભાગ – 1

ગુજરાતી પ્રજાના લોહીમાં વેપાર છે અને અબજો – ખર્વો રૂપિયાના વાઇબ્રન્ટ એમ.ઓ.યુ થયા છે તો શેર બજારના આઈ.પી.ઓ (Initial Public Offer / પ્રારંભિક જાહેર ભરણા)ની જાહેરખબરમાં પ્રમોટરના નામ ગુજરાતમાંથી કે ગુજરાતી બહેનો – ભાઇઓના કેમ નથી હોતા? કંપનીનું સરનામું પણ ગુજરાત બહારનું હોય છે.

લિ. સરપંચ @ સોશિઅલ મિડિયા અને તલાટી-કમ-મંત્રી @ ટ્વિટર

* * * * * * *

(Thursday, 27 April 2017 at 09:20am)

ગુરૂ‘વાર’ એટલે ઘંટાલ ગુરૂનો ‘વારો’ કાઢવો : ભાગ – 2

માર્કેટમાં આવવા, આવીને ટકવા હારુ ‘પતંજલિ’ વાળા આ ઉનાળે શિલાજીત અને સુવર્ણવસંતમાલતીનો મીક્ષ આઇસક્રીમ બનાવી લાખે એવા છે.

લિ. વાડીલાલ જડીબુટ્ટીવાળા

* * * * * * *

(Friday, 28 April 2017 at 05:35pm)

પરશુરામ જયંતિ નિમિત્તે બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સમા થર્મૉકોલના શિવલિંગ ટ્રેક્ટરમાં મુકીને અમદાવાદમાં આજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પાલડીથી નવા વાડજનો રૂટ ધરાવતી યાત્રા અડધે રસ્તે વસ્ત્રાપુર પહોંચી ત્યાં સુધીમાં થર્મૉકોલના શિવલિંગ તુટી ગયા અને તેને ફરતે વીંટળાયેલા નાગદેવતા વળીને વાંકા થઈ ગયા હતા.

હવે આ ભૂદેવોને અથવા કોણ કોને સમજાવે કે થર્મૉકોલના શિવલિંગ ના બનાવાય...અને...બનાવીએ તો તેનો આવો ધજાગરો કરતી શોભાયાત્રા ના કઢાય.

લિ. નાજુક થર્મૉકોલનો સોલ્લિડ કલાકાર

 

ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2017ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

http://binitmodi.com/2017/04/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-77/

 

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી એપ્રિલ – 2011, એપ્રિલ – 2012, એપ્રિલ – 2013, એપ્રિલ – 2014, એપ્રિલ – 2015 તેમજ એપ્રિલ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.com/2013/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-46/
http://binitmodi.com/2013/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-47/
http://binitmodi.com/2013/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-48/
http://binitmodi.com/2014/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-30/
http://binitmodi.com/2015/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-18/

http://binitmodi.com/2016/05/%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%AB%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-6/

 

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)[/vc_column_text][/vc_column][/vc_row]

Monday, May 02, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2016)

(એપ્રિલ – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 66મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

ફેસબુક હેડક્વાર્ટર
(Friday, 1 April 2016 at 12:00Noon)
ફેસબુકપર સતત આઠ કલાક લોગ-ઇન રહેનારને નોકરીનો ભાગ ગણી એ દિવસ પૂરતો પગાર જમે આપવામાં આવશે.
તા.ક. આ તો એપ્રિલ ફૂલ છેતેમ માનવું નહીં. જ્યાંથી પગાર મેળવતા હો એ સંસ્થાનું જે-તે દિવસનું કપાત પગારનું અસલ સર્ટી જમે કરાવવાનું રહેશે. તો એ મેળવવા મંડી પડો.
તા.ક.ના તા.ક. બેકારોએ આટલો લાંબો સમય લોગ-ઇન રહેવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં ટ્વિટરપર ટ્રાય કરવાનું સલાહભરેલું છે.
* * * * * * *

(
Monday, 4 April 2016 at 02:22pm)
બૅન્ક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવા માટે ઘણા બધા દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણિત નકલ (સર્ટિફાઇડ ફોટોકોપી ઝેરોક્ષ) આપવી પડે છે...પરંતુ...
એ જ લોનને NPA / Non Performing Assets જાહેર કરાવવા માટે એક સાદા કાગળ પર અરજી કરવાની રહે છે...
અને ઝેરોક્ષ વાળો મોટે ભાગે એ એક કાગળ મફત આપે છે.
* * * * * * *

(
Wednesday, 6 April 2016 at 01:00pm)
ભારતમાં બે જ રાજકીય પક્ષો છે કૉંગ્રેસ અને કમળ કૉંગ્રેસ
(ભારતીય જનતા પક્ષના 38મા સ્થાપના દિને ડમડમબાબાની વિશેષ રજૂઆત)
* * * * * * *

(
Friday, 8 April 2016 at 10:00am)
સમાચાર : ‘પનામા લિક્સપેપર રિપોર્ટને કારણે દુનિયાભરની સંખ્યાબંધ બેનામી કંપનીઓ વિશે ખુલાસો થયો.
આલિયા ભટ્ટ : રામ ગોપાલ વર્માની જેમ એક જ કંપનીબનાવવાની હોય ને? અઢળક કંપનીઓબનાવીને શું કરવાનું, નંઇ પપ્પા?
* * * * * * *

(
Wednesday, 13 April 2016 at 01:11pm)
દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની એક શાખા મહેસાણામાં શરૂ થઈ રહી છે એટલે લાખ બે લાખ રૂપિયાની વાર્ષિક ફી ચૂકવીને મોંઘીદાટ સ્કૂલમાં ભણનારા પટેલ ઠાકોરના પનોતા સંતાનોને અનામતની જરૂર રહેશે નહીં.
લિ. વિદ્યા શાસ્ત્રીનું બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પૂર્વે પૂર્વાનુમાન
સ્પષ્ટતા : ખરેખર હું વિદ્યાશાસ્ત્રી (કે શિક્ષણશાસ્ત્રી) છું નહીં. આ તો મારું નામ-અટક છે.
* * * * * * *

(
Friday, 15 April 2016 at 12:34pm)
બિલ્ડરોના સંઘે જાહેર કર્યું છે કે ફિલ્મો ટી.વી. સિરિઅલોમાં દેખાડે છે એવા મોટા ડ્રોઇંગ રૂમ તો અમારા આર્કિટેક્ટ, એન્જિનિઅર અને કડિયા પણ બનાવી શકતા નથી.
* * * * * * *

(Monday, 18 April 2016 at 01:45pm)
હવે પછી મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકો તો મને (એટલે કે ડોન્ગલને) બાદ રાખજો.
લિ. ડોન્ગલ મંગલ દંગલ કરવાવાળા
* * * * * * *

(
Tuesday, 19 April 2016 at 01:25pm)
સામાન્ય જ્ઞાન શ્રેણી...
ગુજરાતમાં સીઝનનો સર્વપ્રથમ કેસર કેરીનો રસ ક્યાં, ક્યારે અને કોના દ્વારા પીરસવામાં આવે છે?”
તલગાજરડા-મહુવા મુકામે યોજાતા અસ્મિતા પર્વ દરમિયાન યજમાન મોરારિદાસ હરિયાણી દ્વારા.
* * * * * * *

(
Friday, 22 April 2016 at 11:00am)
આજે (22 એપ્રિલ) Earth Day છે.
Earth = એવો અંગ્રેજી શબ્દ જેનો ગુજરાતીમાં અર્થથાય છે...પૃથ્વી.
* * * * * * *

(
Monday, 25 April 2016 at 01:11pm)
નવા નાણાકીય વર્ષના પ્રારંભે એપ્રિલ મહિનામાં બૅન્કોમાં રેલવે સ્ટેશન જેટલી ભીડ હોય છે.
લિ. લોનલાખેશરીબાબા
* * * * * * *
બ્લડ ક્રોસમેચ ચાર્ટ

(
Friday, 29 April 2016 at 09:09am)
કુત્તે કમીને...મૈં તેરા ખૂન પી જાઉંગા...
બ્લડ ક્રોસમેચ કરવાને કા દાક્તરી ધરમભૂલ મત જાના.
લિ. ફ્રોડ ફ્રાઇડે ફિલમ ફાઇનાન્સ કંપનીવાળા
* * * * * * *
                 અમદાવાદ એરબૅટિક્સ શૉ 2016                (*)

(
Saturday, 30 April 2016 at 11:05am)
ગાયોને કહી દેજો ગોધૂલિ ટાણે ગમાણમાં વેળાસર પાછી ફરે...
અમદાવાદના આકાશમાં આજે એરોપ્લેનના એરબૅટિક્સ થવાના છે.
સર્જક કવિ ગોચરની નવી રચના

ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી એપ્રિલ2011, એપ્રિલ2012, એપ્રિલ2013, એપ્રિલ2014 તેમજ એપ્રિલ 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Tuesday, May 05, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2015)

(એપ્રિલ – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 54મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ – 2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Wednesday, 1 April 2015 at 10:25pm)
ટાટા કંપનીએ બજારમાં નવી મુકેલી પેસેન્જર કારને તેમાં વપરાયેલા સ્પેરપાર્ટનું જ નામ આપ્યું છે –  BOLT
* * * * * * *

(
Friday, 3 April 2015 at 10:15am)
ડૉક્ટર...નેક્સ્ટ ફિલ્મ માટે મારે વજન ઘટાડવું ખૂબજ જરૂરી છે. ઉપાય બતાવો.
ઓ.કે. બ્રેઇન સર્જરી કરાવી મગજ કઢાવી નાખો. ફિલ્મ બની જાય પછી તે જોતી વખતે તમારે ખુદને પણ મગજની જરૂર પડવાની નથી. પ્રોમિસ.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Monday, 6 April 2015 at 07:05pm)
સાર્થક પ્રકાશનની સ્થાપનાને આજે 6 એપ્રિલે બેવર્ષ પૂર્ણ થયા અને જલસો શ્રેણીના ચોથાપુસ્તકની પ્રકટ થવાની રાહ જોવાઈ રહી છે.
* * * * * * *

(
Wednesday, 8 April 2015 at 04:55pm)
मोहब्बते इश्क में होश खो बैठा
दाक्तरिन मासुकाने होश में ला दिया
बिनीत मोदी (अहमदाबाद)
* * * * * * *

(
Friday, 10 April 2015 at 04:30pm)
પાંચ લાખથી માંડીને પાંચ કરોડ રૂપિયાની મોંઘીદાટ કાર દુનિયાના બજારોમાં હાજર સ્ટોકમાં મળતી હોય છે...પણ...
સેમસંગનો પચ્ચા હજારનો મોબાઇલ ખરીદવો હોય તો નોંધાવવો (Pre Book) પડે...
...મોબાઇલ કંપનીઓ પણ ગ્રાહકોને ઉલ્લુ બનાવવા કેવી-કેવી નોંધાવેછે...
(Gift Recipient of iPhone 5)
* * * * * * *

(
Monday, 13 April 2015 at 06:11pm)
ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં...
...તેમ છતાંય સઘળું ભૂલી જાઓ તો માનજો કે અલઝાઇમર થયો છે...
* * * * * * *

(
Wednesday, 15 April 2015 at 05:00pm)
સીઝનમાં ભરવાના નવા મસાલા ખરીદતી નાની-મોટી કોઈ પણ ઉંમરની દિકરીઓની મમ્મીઓને વિનંતી...
ધાણા-જીરૂની સરખામણીએ મરચું પાઉડર થોડો વધારે ખરીદજો...જેથી વહાલસોઇને સ્વરક્ષણ માટે ખપમાં આવે.
* * * * * * *
નરેન્દ્ર મોદીનું સ્વદેશાગમન

(
Saturday, 18 April 2015 at 02:25pm)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિ-રવિની અઠવાડિક રજા દરમિયાન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા. સાહેબનું સ્વાગત છે.
* * * * * * *

(
Monday, 20 April 2015 at 01:05pm)
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકોને ચૂંટી કાઢવા માટે છેલ્લે ઑક્ટોબર 2010માં યોજાયેલી ચૂંટણીમાં...
ભાજપના જીતી ગયેલા ઉમેદવારો ફરીથી ટિકિટ મળશે એ આશાએ...
કૉંગ્રેસના હારી ગયેલા ઉમેદવારો ટિકિટ ફાળવણીમાં ફરીથી નંબર લાગશે એ આશાએ...અને...
જેમનું કશું જ ઉપજ્યું નહોતું એવા અપક્ષ ઉમેદવારો 2015ની ચૂંટણીમાં સત્તા પર આવનારી ‘આમ આદમી પાર્ટીતેમની લેવાલ બનશે એ આશાએ...
ફેસબુકપર એક પછી એક અકાઉન્ટ / પ્રોફાઇલ બનાવી રહ્યા છે.
* * * * * * *

(
Wednesday, 22 April 2015 at 01:25pm)
ઉનાળાનો તાપ ગરમી સહન કરવાનું સૌથી વધુ કોના ભાગે આવે છે?...
જાન્યુઆરીમાં કપાઇને તાર-કેબલ પર લટકી ગયેલી પતંગના ભાગે...
* * * * * * *
મેગેઝિનની માફી

(
Wednesday, 22 April 2015 at 03:25pm)
ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી જાનકી બલ્લભ પટનાઇકના અવસાન (21 એપ્રિલ 2015) સાથે યાદ આવ્યું કે 18-24 મે અને 3-9 ઑગસ્ટ 1986 દરમિયાન પ્રકટ થયેલા ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયાના બે અંકોમાં તેમની બદનક્ષી કરતી વાતો છપાયા પછી જે.બી. પટનાઇકે રૂપિયા એક કરોડનું વળતર માગતો કાનૂની દાવો કર્યો હતો. લાંબી કાનૂની લડાઈના અંતે વીકલીના તત્કાલીન તંત્રી પ્રીતીશ નાંદીએ સપ્ટેમ્બર 1989ના એક અંકમાં વીકલીના કવર પર માફી માગવાના ઉલ્લેખ સાથે અંદરના પાને વિસ્તૃત માફી માગી હતી. કરોડ રૂપિયાના વળતર માટે કોર્ટ બહાર સમાધાનનો માર્ગ વીકલીના પ્રકાશક ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથ અને બેનેટ કૉલમન એન્ડ કંપનીએ અપનાવ્યો હતો.
* * * * * * *

(
Thursday, 23 April 2015 at 05:55pm)
તુલસી ઇસ સંસારમેં ભાત-ભાત કે લોગ...
કોઈ બાસમતી...કોઈ જીરાસર...અને...
કોઈ તો સાવ જ કણકી...
* * * * * * *
અકસ્માતથી અંતર રાખતા બાવાઓ

(
Friday, 24 April 2015 at 10:00am)
હિન્દુ ધર્મનું ડમડમબાબા દર્શન’...
પશુપતિનાથ (નેપાળ)ના યાત્રા-દર્શને ગયેલા અને બસ અકસ્માતમાં મોતને ભેટેલા સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાળુઓના દેહદર્શનકે શ્રદ્ધાંજલિ માટે એક પણ ગુજરાતી બાવો કે ગુજરાતીઓ જેમની શ્રદ્ધામાં લોટપોટ છે તેવા બીનગુજરાતી બાવાઓ અમદાવાદ એરપોર્ટ પર ફરક્યા નથી.
* * * * * * *
જામીનની જુગલજોડી

(
Saturday, 25 April 2015 at 10:25am)
જુગલજોડી...
બળાત્કારી બાવા આસારામનો કૉર્ટ કેસ હવે સુબ્રમણ્યમ સ્વામી લડશે.
(કહેવાય છે કે લગ્નો સ્વર્ગમાં રચાતા હોય છે...અથવા તો જોધપુર જેલની કોટડી કે કૉર્ટના પ્રાંગણમાં)
* * * * * * *

(
Tuesday, 28 April 2015 at 01:15pm)
ગુજરાતમાં 2001ના ધરતીકંપ પછી ફૂટી નીકળેલા એન.જી.ઓની મુલાકાતે આવતા બીનગુજરાતી કે વિદેશી મહેમાનોને આગ્રહ કરીને તેમને ન ભાવતી હોય તો પણ પાંચસોથી હજાર રૂપિયાની ગુજરાતી થાળી ખવડાવવાનો રિવાજ અમલમાં છે.
* * * * * * *

(
Wednesday, 29 April 2015 at 02:40pm)
કાર ખરીદ્યા પછી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે...
સવારે મૉર્નિંગ વૉકમાં જવા અને દૂધની થેલીઓ લઇને આવવાના...
બપોરે એકડિયા બગડિયા સ્ટાન્ડર્ડમાં ભણતા છોકરાંવને સ્કૂલમાંથી લઇને હોબી ક્લાસીસમાં મુકવા જવાના...તેમજ...
રાત્રે પાન – આઇસક્રીમ ખાવા કે સોડા પીવા જવાના કામમાં આવે છે.
* * * * * * *

(Thursday, 30 April 2015 at 01:30pm)
મહારાજ...જમણવાર માટે કરિયાણા સામાનની યાદીમાં તમે કેસર લખવાનું-મંગાવવાનું ભૂલી ગયા છો પણ ખુદના માટે રજનીગંધા અને પાનપરાગના ચાર ટીન યાદ કરીને લખાવી લીધા છે.
યજમાન...યજમાન...પાનપરાગના ડબ્બા ય મારા માટે નહીં, જમણવાર માટે જ છે. એની જાહેરાતમાં હવે અસલી કેસર મીક્ષ કર્યાનું લખે છે એટલે મીઠાઈમાં અમે એ જ ઠપકારીએ છીએ.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....

ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી એપ્રિલ2011, એપ્રિલ2012, એપ્રિલ2013 તેમજ એપ્રિલ 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)