પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, September 06, 2012

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑગસ્ટ – 2012)



સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી ગત મહિને પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે ઑગસ્ટ – 2012. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

મારા હાથ બહુ 'લાંબા' છે...
(Wednesday, 1 August 2012 at 05:05pm)
ડમડમબાબાને આજે એક નાનો અકસ્માત થયો. આગળ જતી ગાડી સાથે તેમનું ફટફટીયુ અથડાયું. બહાર આવેલા કાર માલિકે કહ્યું, “નુકસાન ચુકવી દો. બાકી પોલીસ ફરિયાદ કરીશ તો મારા હાથ બહુ લાંબા છે. હેરાન થઈ જશો. બાબાએ એને જ્ઞાન આપતા સમજાવ્યું કે, “ભાઈ, હાથ લાંબા છે તો બીજી બાજુનો કાચ ખુલ્લો રાખીને કમ-સે-કમ સાઇડ તો બતાવવી હતી. આ અકસ્માત પણ ના થતો અને હાથ લાંબા’ કરવાની જરૂર જ ના પડતી.
* * * * * * *
(Thursday, 2 August 2012 at 12:55pm)
પ્રિય બહેન,
રક્ષાબંધનના આજના દિવસે સવારથી તારી રાહ જોઉં છું. તું કેટલા વાગે ઘરે આવી પહોંચીશ એ જણાવજે. કારણકે હું BLOG, FACEBOOK, Twiter, Orkut, Google+ અને RediffBol પર બીઝી હોવું છું.
લિ. તારો વહાલો પણ ઇન્ટરનેટનો પ્રેમી એવો ડમડમભાઈ.....
(Repeat of  FB Status with minor changes from Friday, 12 August 2011 at 09:52pm)
* * * * * * *
અન્નાના આંદોલનમાં 'અનુપમ' ઉપસ્થિતિ
(Saturday, 4 August 2012 at 08:15am)
ફિલ્મોમાં કારણ વગર હસ્યા કરતા અનુપમ ખેર અને ટી.વી. શોમાં કારણ વગર હસ્યા કરતી અર્ચના પૂરણ સિંહ ભ્રષ્ટાચાર વિરૂદ્ધના અન્ના આંદોલનને ટેકો કરવા સ્થળ પર આવ્યા તેનો એક ફાયદો થયો. જંતર-મંતર પરનું આંદોલન વિધિવત રીતે હાસ્યાસ્પદ’ બની ગયું.
* * * * * * *
નારાયણ દત્ત તિવારી : 'સીનિઅર' પપ્પા
(Saturday, 4 August 2012 at 03:30pm)
સાહેબ, મેડિક્લેમ લેવો છે.
કાકા તમારી હવે ઉંમર થઈ. હવે તમને ના મળે.
અલ્યા મારો તો છે જ. આ તો બાબો આવ્યો એનો લેવો છે.
સારું, નામ બોલો.
રોહિત શેખર...પપ્પાનું નામ....નારાયણ દત્ત તિવારી. (નામ સાંભળીને વીમાવાળાએ પોલીસી તો આપી જ. બબડ્યો પણ ખરો – કેવો બાપ હશે. મેડિક્લેમ લેવા જાતે આવવાના બદલે દાદાને મોકલી આપ્યા.)
* * * * * * *
મમ્મી, પપ્પાને કહેને મને 'રસી' ના પીવડાવે...
(Monday, 6 August 2012 at 09:25am)
હેલો સાહેબ, પોલિઓની રસી પીવડાવવાની છે.
હા, તે એ તો સરકારની ઝુંબેશ ચાલતી હોય ત્યારે જ ઘરે-ઘરે પીવડાવવા જઈએ છીએ. બાકી આજે તો દવાખાને જ બાળકને લઈને આવવું પડે.
એ સારું. થોડી વારમાં આવી પહોંચીએ છીએ.
દાદા, મેં તમને ફોનમાં ચોખ્ખું કહ્યું હતું...બાળકને દવાખાને લઈને આવવાનું...તમે એના પપ્પાને લઈને આવ્યા છો.
અલ્યા આ જ બાળક છે. રોહિત એનું નામ. એણે મને ઘરડે-ઘડપણે બાપ’ બનાવ્યો તો હવે હું પણ એને બાળક’ બનાવીને જ રહીશ. ચાલો ટીપાં પાડો. નારાયણ...નારાયણ...
* * * * * * *
લોકસભામાં 'ડીમ્પલ' અખિલેશ યાદવ...
(Wednesday, 8 August 2012 at 09:50am)
ડમડમબાબાનું ચોંકાવનારું રાજકીય અવલોકન.....
ગત
 બજેટસત્ર દરમિયાન સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રેખાનો પ્રવેશ થયો હતો...આજથી શરૂ થતા ચોમાસુસત્ર દરમિયાન સંસદના નીચલા ગૃહ લોકસભામાં ડીમ્પલનો પ્રવેશ થશે........આઈ મીન...ડીમ્પલ અખિલેશ યાદવ.....
* * * * * * *
આંદોલનની 'ત્રિપુટી'
કિરણ બેદી, અન્ના હઝારે, અરવિંદ કેજરીવાલ
(Thursday, 9 August 2012 at 09:45am)
રોજેરોજ નવા નવા ડિઝાઇનર સલવાર સૂટમાં સ્ટેજ પર આવતા કિરણ બેદી, હાઇ-ફાઇ સાઉન્ડ સિસ્ટમ પરથી રજૂ થતું ગીત-સંગીત, ફિલ્મ ટી.વી. ક્ષેત્રના કલાકારોની સ્ટુડિયોના સેટ પર થતી હોય તેથી પણ વધુ અવર-જવર, ઉપવાસ સ્થળની ચારેકોર ચા-નાસ્તાની લારીઓ..........આ બધું જોયા-જાણ્યા પછી સરકારે નિર્ણય કર્યો કે આ કાર્યક્રમ માટે તો એન્ટરટેઇનમેન્ટ ટેક્ષ (મનોરંજન કર) વસૂલવો જોઇએ..........બસ આંદોલનકારીઓને આ નિર્ણયની જાણ થતાં જ જંતર-મંતર પર ચાલતું અન્ના હજારેનું ઉપવાસ આંદોલન સમેટાઈ ગયું.
* * * * * * *
(Thursday, 9 August 2012 at 08:00pm)
સરકારી કે ખાનગી ઓફિસમાં કર્મચારી - અધિકારી વ્યક્તિ કામના સમયે ટેબલ’ પર જોવા મળે કે ના મળે.....અઠંગ જુગારી આજ રાતથી પરમદીની સવાર સુધી ચોક્કસ ટેબલ’ પર બેઠેલો જોવા મળશે..........જાઓ બસ...ડમડમકી ગેરન્ટી.....
* * * * * * *
એક વાર તો પીલ્લુ વાળીશ જ...
(Friday, 10 August 2012 at 10:10am)
ઉત્તરાયણ આવવાને તો હજી ઘણી વાર છે. પેલા ભાઈ કેમ અત્યારથી પીલ્લુ વાળી રહ્યા છે? શું તેઓ પીલ્લુ વાળવાની પ્રેક્ટિસ કરે છે?”
ના...રે...ના...એ તો સત્તાવાર ધોરણે જ પીલ્લુ વાળી રહ્યા છે.
કોણ છે એ ભાઈ? અને શેનું પીલ્લુ વાળી રહ્યા છે?”
અન્ના હજારે.....અને.....ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલનનું.
* * * * * * *
ગોપાલ કાંડા - ગીતિકા શર્મા
(Saturday, 11 August 2012 at 12:15am)
કૃષ્ણના જન્મદિવસે ગોપાલ કાંડાની લીલા ચર્ચામાં છે. (ગોપાલ કાંડા એરહોસ્ટેસ ગીતિકા શર્મા અપમૃત્યુ કેસનો આરોપી એવો હરિયાણા સરકારનો પૂર્વ મંત્રી)
* * * * * * *
પેટ્રોલની 'ફોટો ફ્રેમ'
(Monday, 13 August 2012 at 10:05am)
ભાઈ, એક ટીપું પેટ્રોલનું અને એક ટીપું ડીઝલનું આપોને.
એક-એક ટીપું પેટ્રોલ ડીઝલનું કરશો શું? અને એના રૂપિયા-પૈસા હું ગણું પણ કેવી રીતે?”
ભાઈ, રૂપિયા તારે જોઇએ એટલા લઈ લે. પણ આપ ખરો.”…..“મારે એ ટીપાંને મઢાવી રાખવા છે. જેથી આવનારી પેઢીને એ જોવા માટે ઇન્ટરનેટ પર ગુગલ ઇમેજિસનું પાનું ન ખોલવું પડે.
બરાબર છે. હમણાં જ આપી દઉં. બાકી, વીજળીની અત્યારથી જ તંગી છે. એટલે ભવિષ્યમાં તો ગુગલનું પાનું ખોલવા માટે ઇલેક્ટ્રિસિટી જોઇશે એ પણ નહીં હોય. મઢાવી રાખેલું હશે તો કામ લાગશે.
* * * * * * *
(Monday, 13 August 2012 at 04:30pm)
ડમડમબાબા લાઇવ રિપોર્ટીંગ ફોર રેઇન ફ્રોમ અમદાવાદ.....
શનિવાર સાંજથી આજે સોમવારની સાંજ સુધી શહેરમાં પડતા વરસાદ પછી....
....ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.....લોકોએ પાણી પીને રસ્તા પર ફેંકેલા મિનરલ વોટરના ખાલી પાઉચમાં પણ વરસાદી પાણી ઘુસી ગયું છે.....
* * * * * * *
(Thursday, 16 August 2012 at 08:45pm)
લંડન ઓલમ્પિક - 2012 : ભારતના રમતવીરોએ છ ચંદ્રક જીત્યા....
....હા, અગિયારમાંથી એક પણ ક્રિકેટર તેમની નજીક ના ફરક્યો....
....રમતના મેદાન પર તેમની સ્પર્ધા જોવા પણ નહિ.....
* * * * * * *
માવો અને 'માવો'
(Friday, 17 August 2012 at 04:35pm)
મારું ગુજરાત...નંબર વન ગુજરાત.....
ગુજરાતમાં આજ સુધી માવો’ બે જગ્યાએ મળતો હતો....
....એક મીઠાઈવાળાને ત્યાં અને બીજો પાનવાળાને ત્યાં.....11 સપ્ટેમ્બરથી માવો’ માત્ર મીઠાઈવાળાને ત્યાંજ મળશે.....
* * * * * * *
(Wednesday, 22 August 2012 at 12:30pm)
સ્કૂટર ચલાવવા કે કારમાં બેસવા પાર્કિંગ સુધી જવું પડે....
....બાકી રીક્ષામાં તો આપણને જ્યાં ઊભા હોઈએ ત્યાંથી જ બેસવા જોઈએ છે.
* * * * * * *
(Thursday, 23 August 2012 at 03:55pm)
મારું ગુજરાત...નંબર વન ગુજરાત.....
કન્યા ભ્રૂણહત્યા અટકાવવા માટે ગુજરાત સરકાર પ્રેરિત બેટી બચાવો’ ઝુંબેશનું નામ અદભૂત છે......પહેલા શબ્દમાં વપરાયેલા અંગ્રેજી અક્ષરનું તરત આવતા શબ્દમાં ગુજરાતી છે...જુઓ...બેટી બચાવો’ બેટી’ ચાવો.....
* * * * * * *
બે ગાડી વચ્ચેથી 'પસાર' થવાનો કોયડો
(Friday, 24 August 2012 at 04:00pm)
ડમડમબાબાની ‘આધુનિક હેલ્થ ટીપ્સ
અમદાવાદ જેવા શહેરોમાં, ગુજરાતના ગામડાઓમાં અને ભારતના ખૂણેખાંચરે....ગાડીઓની સંખ્યા વધવાની છે...એટલે...
પાર્કિંગમાં ગાડી મુક્યા પછી બહાર નીકળીને....બે કાર વચ્ચેથી પસાર થઈ શકાય એટલા માટે પણ....શરીર ઉતારવું રહ્યું.....વજન ઘટાડવું રહ્યું.....
* * * * * * *
(Saturday, 25 August 2012 at 04:50pm)
सलमान खान : एक था टाइगर....
.
...कुछ साल पहेले था...
...चिंकारा का किलर
.....
* * * * * * *
(Monday, 27 August 2012 at 11:11am)
ડમડમબાબાની આજની દિનચર્યા.....
સવારે
 Colgateથી દાંત ચોખ્ખા કરીને ચા-નાસ્તો કરતા-કરતા CoalGateના સમાચારો વાંચીને દિમાગ ખરાબ કરવાનું.
* * * * * * *
(Tuesday, 28 August 2012 at 12:55pm)
Coalgate : કેન્દ્ર સરકારના કૌભાંડનું નામ પણ કેવું છે કે તેને શોધી કાઢનારી સંસ્થાનું નામ પણ એમાં આવી ગયું.Coalgate > CoAlGate = CAG
* * * * * * *
(Wednesday, 29 August 2012 at 01:55pm)
મોંઘવારી વધી ગઈ છે નહિ?”
હા, જુઓને ઇલેક્ટ્રિસિટી પણ કેટલી મોંઘી થઈ ગઈ છે?”
હવે મોંઘવારીને અને ઇલેક્ટ્રિસિટીને શું સંબંધ છે?”
એ તો રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં વેજિટેબલ સૅન્ડવિચ અને ક્લબ સૅન્ડવિચના ભાવ વચ્ચેનો તફાવત જોશો એટલે સમજાઈ જશે.
* * * * * * *
(Thursday, 30 August 2012 at 03:00pm)
મેં તુમ્હારે બચ્ચે કી મા બનને વાલી હું’ – હિન્દી ફિલ્મોનો જુનો-પુરાણો ડાયલોગ.
મેં તુમ્હારે લડકે કા લીગલ બાપ બન ગયા હું’ નારાયણ દત્ત તિવારીનો અસલી ડાયલોગ.
* * * * * * *
ડમડમબાબા અથવા બ્લોગબાબા અહીં રહે છે...
(Friday, 31 August 2012 at 02:55pm)
વસ્ત્રાપુર અમદાવાદમાં જ્યાં રહુ છું તે જગ્યાએ ગઈકાલે 30 ઓગસ્ટે વસવાટના વીસ વર્ષ પુરા થયા. 1992માં અહીં રહેવા આવ્યા ત્યારે ઘરનું ટેલિફોન કનેક્શન મેળવવા માટે એ સમયે અમદાવાદ ટેલિકોમ ડિસ્ટ્રિક્ટથી ઓળખાતા ટેલિફોન વિભાગના ફોર્મની કિંમત 20/- રૂપિયા ચૂકવી હતી. હવે ભારત સંચાર નિગમ લિમિટેડ નામથી ઓળખાતા આ જ વિભાગની મોબાઇલ સર્વિસનું આજે સીમ કાર્ડ ખરીદ્યું. કિંમત ચૂકવી એ જ - રૂપિયા 20/- માત્ર.

ગયા મહિને અહીં મુકેલી જુલાઈ – 2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/08/2012.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

3 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની અઠ્ઠાવીસમી પોસ્ટ (6 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    અહીં લખાયેલું, કોપી - પેસ્ટ કરી મુકાયેલું કદીકને નવેસરથી જૂના રેફરન્સ ખોળવાના કામે કોઈકને ખપમાં આવશે એવી આશા છે અને મને તો કામ આવશે જ આવશે એવી ખાતરી છે. આભાર.

    બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 19 સપ્ટેમ્બર 2012

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
    28મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 06-09-2012 to 06-09-2013 – 370

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    28મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 06-09-2013 to 06-09-2014 – 40

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete