(ઑગસ્ટ – 2014) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 46મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012 અને 2013ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑગસ્ટ
– 2014. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
સલમાન ખાન અભિનિત ફિલ્મ ‘કિક’ એવા સમયગાળામાં રજૂઆત પામી જ્યારે
બજારમાં નવા મળતા મોટાભાગના ટુ-વ્હીલર ‘બટન’થી સ્ટાર્ટ થાય છે.
(ગત શુક્રવારે રજૂ થયેલી
ફિલ્મ માટે એક અઠવાડિયા પછી રજૂ થતું તદ્દન બીનફિલ્મી સંશોધન.)
* * * * * * *
ભક્તોએ દર્શન કરીને અન્ય
ભક્તોને દર્શનલાભ મળે તે માટે લાઇનમાં આગળ વધવું. – મંદિરની
સૂચના
મિત્રોએ ‘Like’ ક્લિક કરીને અન્ય મિત્રોની વોલને વાચનલાભ / દર્શનલાભ આપવા આગળ વધવું. – ફેસબુકની સૂચના
* * * * * * *
ચોમાસામાં ઇગ્ઝેક્યુટિવ
વર્ગની હાલત બહુ ખરાબ હોય છે...
...ટાઈ પણ પહેરવી પડે અને
રેઇનકોટ પણ...
* * * * * * *
(Friday, 8 August 2014 at 01:20pm)
ચોમાસામાં છાંટો-પાણી
કરનાર વર્ગની હાલત બહુ ખરાબ હોય છે...
...પેટમાં ‘પાણી’ પડ્યા પછી ઘર બહાર નીકળે ત્યારે ‘છાંટા’
ન ઉડે તેનું ધ્યાન પણ રાખવું પડે...
* * * * * * *
જીવવિજ્ઞાન સંબંધી
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન...
વંદો ભાગ્યેજ કુદરતી મોત
પામે છે.
* * * * * * *
બ્રિટનની મૂળનિવાસી
વ્યક્તિ બ્રિટીશર કહેવાય...
જર્મનીની મૂળનિવાસી
વ્યક્તિ જર્મન કહેવાય...
અફઘાનિસ્તાનની મૂળનિવાસી
વ્યક્તિ અફઘાની કહેવાય...તો...
હિન્દુસ્તાનની મૂળનિવાસી
વ્યક્તિ હિન્દુ કહેવાય...ના...
...તેને Spitter કહેવાય...કેમ કે...ધરતીમાતા, ભારતમાતા અને
પવિત્રભૂમિ કહીને વારે-તહેવારે દેશપ્રેમ પ્રકટ કરતા મોટાભાગના વ્યસનીઓ પાન-મસાલા
ખાઇને હિન્દુસ્તાનની આ જ જમીન પર બેફામપણે થૂંકતા હોય છે.
(રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના મુખિયાજી મોહન ભાગવતને અર્પણ)
* * * * * * *
બૉન મૅરો / Bone Marrow ની ઉણપથી પીડાતા કોઈપણને માટે શેષ જીવનના કોઈ એક તબક્કે ક્યારેક સ્ટેમ સેલ
ડોનર રૂપે મદદરૂપ થઈ શકાય તે હેતુથી શનિવાર, 5 જુલાઈ 2014ના રોજ અમદાવાદમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું
હતું. રજિસ્ટ્રેશન માટે ત્રણથી પાંચ
મિ.લિ.નું બ્લડ સેમ્પલ અને કેટલીક વ્યક્તિગત માહિતી આપતું ફોર્મ ભર્યા પછી આજે તે
બાબતની જાણ કરતું ડોનર આઇડેન્ટિફિકેશન કાર્ડ મુંબઈથી કુરિઅર દ્વારા મળ્યું.
105 વખત રક્તદાન કર્યા પછી વધુ એક સામાજિક કાર્યમાં સહભાગી થયાનો આનંદ આપ મિત્રો સાથે
વહેંચતા એટલું જ કહેવાનું કે...
ચાર મહિના અગાઉ
ચૂંટણીપ્રચાર દરમિયાન રાષ્ટ્રપ્રેમની દુહાઈ દેનારા અને સ્વાભિમાન શીખવવાનો દાવો
કરનારા રામદેવ અને તેમના જેવા અનેક બાબાઓ-બાવાઓ સ્વાતંત્ર્ય દિવસના ધ્વજવંદનમાં
ભાગ નથી લેતા...ન તો તેમના આશ્રમો, મઠોમાં આવું કોઈ
આયોજન થતું. અરવિંદ કેજરીવાલ અને તેમની ‘આમ આદમી પાર્ટી’
પણ આ જ ધોરણોથી ચાલી રહી છે.
* * * * * * *
સ્વતંત્ર ભારતના
યુવાનોને વ્યસનોના 100 ટકા ‘ગુલામ’ બનાવ્યા પછી પાનમસાલાના ઉત્પાદકોએ
સ્વાતંત્ર્ય દિનની, 68મા ‘આઝાદી’ દિનની શુભેચ્છા
પાઠવતી જાહેરખબરો દૈનિક અખબારોમાં છપાવી છે.
* * * * * * *
નરેન્દ્ર મોદી એવા પ્રથમ
વડાપ્રધાન છે જેમણે સ્વતંત્ર ભારતમાં જન્મ લઇને સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે...અને હા...
...એવા પણ પ્રથમ વડાપ્રધાન
છે જેમણે પદ પર આવતા અગાઉ એકથી વધુ વખત લાલ કિલ્લાની નકલી પ્રતિકૃતિઓ જેવા મંચ
પરથી ભાષણો કર્યા હોય.
* * * * * * *
આજે સવારે અમદાવાદમાં
એવું થયું કે...એકેય ઘરમાં છાપું પહોંચ્યું જ નહીં...
ઘરે-ઘરે છાપું પહોંચાડતા
સેવકોની એવી માગણી હતી કે 15મી ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી (17 ઑગસ્ટ)ની અખબારી કચેરીઓની રજાના પગલે શનિવાર અને સોમવારે છાપું પ્રકાશિત
થવાનું નથી તો આજે રવિવારે પણ છાપું પ્રકટ કરવાનું બંધ રાખીને અમને રજા આપવામાં
આવે.
જે-તે અખબાર માલિકોને – સંચાલકોને તેમનો આ નિર્ણય જણાવવા પાછળનો એકમાત્ર આશય એવો હતો કે શનિ-રવિ-સોમ
એવી ત્રણ સળંગ રજાઓ મળે અને તેઓ પણ અન્ય સૌની જેમ સળંગ રજાઓનો આનંદ પરિવાર સાથે લઈ
શકે. તેમના આ નિર્ણયનું પરિણામ શું આવ્યું? એ જ કે આજે રવિવારની વહેલી સવારે અમદાવાદના દૈનિક અખબારના
વાચકોએ નજીકના બુકસ્ટૉલ પર રૂબરૂ જઇને છાપું મેળવ્યું. અને હા...
...ત્રણ – ચાર રૂપિયાનું છાપું ખરીદવા તેમણે મોંઘા ભાવનું પેટ્રોલ –
ડીઝલ બાળ્યું તે નફામાં. સરકાર પાસેથી
નાના-મોટા તમામ નિર્ણયોની ત્વરિત અપેક્ષા રાખતા અખબાર માલિકો, સંચાલકો, તંત્રીઓ ભલે થોડાક લોકોના હિતનો અને બળતણનો ગંજાવર બગાડ અટકાવતો આવો જરા અમથો
નિર્ણય ન લઈ શક્યા તે મુદ્દો ધ્યાનમાં રાખવો ઘટે.
* * * * * * *
વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની હાજરીમાં યોજાતા જાહેર કાર્યક્રમોમાં લોકો દ્વારા થતી નારાબાજી કે હુરિયો
બોલાવવાની / Hooting ઘટનાથી નારાજ થયેલા કૉંગ્રેસી મુખ્યમંત્રીઓ મહારાષ્ટ્રના
પૃથ્વીરાજ ચૌહાણ અને હરિયાણાના ભૂપિન્દર સિંહ હુડાને તે જાહેર અપમાન સમી લાગી છે. જો કે કૉંગ્રેસી મુખ્યમંત્રીઓનું ખાનગીમાં અપમાન કરવાની ‘ઉજળી પરંપરા’
ઇન્દિરા ગાંધી જ પ્રસ્થાપિત કરીને ગયા છે.
પત્ર લખીને કે ફોન કરીને
મુલાકાતનો સમય નક્કી કરીને દિલ્હી મળવા આવતા પોતાના જ પક્ષના કૉંગ્રેસી
મુખ્યમંત્રીઓને તેઓ ચાર-ચાર દિવસ સુધી ટટળાવતા હતા. ગુજરાતનું મુખ્યમંત્રીપદ છોડ્યાને જેમને પચીસમું વર્ષ ચાલી રહ્યું છે તે
માધવસિંહ ફૂલસિંહ સોલંકીએ એક મુલાકાત – ઇન્ટરવ્યૂમાં
પ્રિન્ટમાં એમ જણાવ્યું હતું કે...‘ઇન્દિરાજી કહે પછી જ અમે
તેમની સામે બેસવાની હિંમત કરી શકતા હતા.’
સરખામણીએ ‘અત્યારે પરિસ્થિતિ ઘણી સારી છે’ એમ હું લખું તો
આપ આ ‘મોદી’ને ‘મોદીનો ચમચો’
કહીને અપમાન નહીં કરો તેવી આશા – આકાંક્ષા સાથે...બિનીત મોદી
* * * * * * *
કોઈ ગમે તે કહે...ડમડમબાબાનું
ચોંકાવનારું સંશોધન જણાવે છે કે...
આઇસ બકિટ ચૅલિંજના બીજ દસ વર્ષ પહેલા
ગુજરાતમાં વવાયા હતા...તેના મૂળિયાં અમદાવાદમાં પડેલા છે...
...યાદ છે ને?...ગુજરાતી અખબારોએ કૂપન
ચોંટાડેલા ફોર્મ સામે વાચકોને ભેટમાં ડોલ આપીને તેની શરૂઆત કરી હતી. Watching Videos of https://www.facebook.com/hashtag/icebucketchallenge
* * * * * * *
* * * * * * *
જાડિયા-પાડિયા લોકો નવું ટી-શર્ટ
ખરીદીને પહેલી જ વાર પહેરે પછી તેની ઑરિજિનલ સાઇઝ જોવા-જાણવાના બે જ રસ્તા તેમની
પાસે બચે છે...
એક – બોચીના ભાગે લગાડેલું સ્ટિકર-ટેગ જોવાનો અથવા તો...
બે – ખરીદીનું બિલ જોવાનો...
* * * * * * *
* * * * * * *
(Tuesday, 26
August 2014 at 01:20pm)
કૂકડાના બોલવાથી જ સવાર પડે એવું નથી
પણ બપોર તો નક્કી ગુજરાતી ચેનલો પર આવતા રસોઈ શૉને કારણે જ પડે છે.
* * * * * * *
‘પર્યુષણમાં ચીકન શોપ બંધ કરાવવા જતાં
વાપીમાં પોલીસ-જીવદયાપ્રેમીઓ પર મુસ્લિમ ટોળાનો પથ્થરમારો’...
...આજે 27મી ઑગસ્ટે બીજા પાને આ સમાચાર પ્રકાશિત કરનાર ગુજરાત સમાચાર (અમદાવાદ આવૃત્તિ)ના પહેલા
પાને કેએફસીની જાહેરખબર પ્રકટ થઈ છે જેમાંનું લખાણ આમંત્રણ આપતા કહે છે કે ‘ખરીદો 6 પીસ હોટ એન્ડ ક્રિસ્પી ચિકન અને
મેળવો 6 પીસ મફત’
પર્વાધિરાજ પર્યુષણ પર્વના આરાધકોને
બિરદાવતા ફોટા પ્રકાશિત કરતા અને ધર્મની અનુમોદના કરતા લેખો છાપતા અખબારના તંત્રી – માલિક એવા શ્રેયાંસભાઈ શાહ પોતે પણ જૈન ધર્મના અનુયાયી હોય
ત્યારે KFC જાહેરાતની ટેગલાઇનનો ઉપયોગ કરીને જ
કહેવું પડે કે ‘So Good’
* * * * * * *
ગુજરાતના થોડાક યુવાનોનું ઘડપણ ખૂબ જ
ઉત્તમ રીતે પસાર થવાનું છે...
...કેમ કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ‘શક્તિદળ’ની સ્થાપના સમયે તેમને વહેંચેલા અને આજ સુધી વપરાયા વિના પડી રહેલા ડંગોરા તેઓ
સીનિઅર સિટિઝન થશે ત્યારે સારા ખપમાં આવશે.
* * * * * * *
આજે સ્થાપન પામેલા ગણેશજીના સત્તાવાર
વાહનને યાદ કરતા જણાવવાનું કે...
...લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટફોનના ઉપયોગનું પ્રમાણ વધતાં ઉંદરો સખ્ત નારાજ છે...
...કેમ કે ‘માઉસ’ને યાદ કરનારા કે for that matter તેનું નામ
લેનારાની સંખ્યા સતત ઘટતી જાય છે.
* * * * * * *
अच्छे दिन आ गये...
દૂરદર્શનના અમદાવાદ કેન્દ્ર દ્વારા ગઇકાલે 29મી ઑગસ્ટની સાંજે વર્ષ 2014 માટે એક ડઝન
વ્યક્તિવિશેષોને અપાયેલા ‘તૃતીય ગિરનાર શિરોમણિ પુરસ્કાર’ના ટાગોર હોલમાં આયોજિત થયેલા જાહેર કાર્યક્રમના મીડિયા પાર્ટનરમાં એક નામ
‘જયહિન્દ’ દૈનિકનું હતું.
‘જયહિન્દ’
દૈનિક માટે અચ્છે દિન આ ગયે...
ગયા મહિને અહીં મુકેલી જુલાઈ – 2014ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ઑગસ્ટ – 2011, ઑગસ્ટ – 2012 તેમજ ઑગસ્ટ – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2012/09/2011.html
http://www.binitmodi.blogspot.in/2012/09/2011.html
વહાલા ભાઈ બિનીત,
ReplyDeleteહું તો વાંચીને ખુશ ખુશ...! શું તમારું મગજ કામ કરે છે. કેવી નાની-નાની વાતને પકડીને તમારી આગવી શૈલીથી તેને કેવી રોચક, બોધક અને મનોરંજક કરી દો છો.
ખૂબ ધન્યવાદ.
મધુબહેન અને ઉત્તમ ગજ્જર (સુરત, ગુજરાત) (Response through E-mail : 4 September 2014)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 109મી પોસ્ટ (2 સપ્ટેમ્બર 2014)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 8 ડિસેમ્બર 2014