પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, August 05, 2015

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જુલાઈ – 2015)

(જુલાઈ – 2015)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 57મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012, 2013 અને 2014ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જુલાઈ2015. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Friday, 3 July 2015 at 02:00pm)
ટ્રક ડ્રાઇવિંગ કરીને બે પાંદડે થયેલો ડ્રાઇવર કાર ફેરવતો થઈ જાય પછી પણ હૉર્ન તો એ ખટારાનું જ નંખાવે છે અને એ જ સ્ટાઇલથી વગાડે છે.
* * * * * * *

(
Thursday, 9 July 2015 at 03:00pm)
શર્ટની સિલાઈ સાથે આપવામાં આવતા વધારાના બટનનો કોઈ ઉપયોગ થાય તે પહેલા જ શર્ટ કધોવન પડી જાય અથવા કલર ફટકી જાય...કાં તો શર્ટ ફાટી જાય છે...
આમ બટનજેવી મહામૂલી રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ થાય છે.
* * * * * * *

(
Friday, 10 July 2015 at 02:45pm)
શેરબજારનો ઇન્ડેક્ષ કહેવાતો સેન્સેક્ષ તો ગબડી જ રહ્યો છે...ફૂડ ઇન્ડેક્ષની પણ એવી જ હાલત છે...
ઘરમાં આજથી રસ રોટલીની જગ્યાએ ભાખરી-શાક-દાળ-ભાતનું મેન્યૂ શરૂ થયું.
* * * * * * *

(
Tuesday, 14 July 2015 at 06:00pm)
ગુજરાતમાં કયા સમયે હોદ્દા પર કયા રાજ્યપાલ હતા તે વિગત ગુગલ, વીકીપીડિઆ, ગુજરાત સરકારની વેબસાઇટના વિકલ્પે ચંદ્રકાન્ત મહેતાના પુસ્તકોની અર્પણનોંધના પાના પરથી પણ મળી શકે છે.
* * * * * * *
જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજી

(
Friday, 17 July 2015 at 11:22am)
જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજીએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીની યાત્રા કરી. ભાવવિભોર બની નગરપતિ મીનાક્ષીબહેન પટેલના દર્શન કર્યા. રથયાત્રાના દિવસે પોતાના રથ ખાડામાં ખૂંપી ન જાય કે તેના વજનથી ભૂવા ના પડે તે માટે ત્રણેય ભાઈ-બહેને સાથે મળીને મેયરને પ્રાર્થના કરી.
* * * * * * *

(Tuesday, 21 July 2015 at 02:55pm)
C = Canteen – સંસદની કૅન્ટીનમાં મળતું સસ્તું ભોજન
C = Chauhan Gajendra – FTIIની ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅનપદે નિમણૂક
C = Chauhan ShivrajSinh – મધ્યપ્રદેશની સરકારી નોકરીઓનું વ્યાપમકૌભાંડ
C = Chhattisgarh – મુખ્યમંત્રી ડૉ. રમણસિંહનું ચોખા કૌભાંડ
C = Corruption – મહારાષ્ટ્રના બાળકલ્યાણ મંત્રી પંકજા મુંડેનું ચીકી કૌભાંડ
C = Cricket – વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની લલિત મોદીને માનવીય મદદ
C = Crime – વ્યાપમકૌભાંડ સાથે સંકળાયેલાઓના શંકાસ્પદ મોતનો સિલસિલો
સાત Cના વરસાદ સાથે સંસદના ચોમાસુ સત્રનો આરંભ...
* * * * * * *

(
Friday, 24 July 2015 at 01:15pm)
દર શુક્રવારે રજૂઆત પામતી નવી હિન્દી ફિલ્મોના રિવ્યૂ લખતા ગુજરાતી લેખકોએ રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ હિન્દી ફિલ્મના ગુજરાતી નિર્માતા દિગ્દર્શક જશવંત ગાંગાણીની ફિલમ બેજુબાન ઇશ્કવિશે અક્ષરેય પાડ્યો નથી. બેજુબાન ધોખાબાજીછે.
હિન્દી ફિલમ બનાવો તો ય ગુજરાતી તરીકે તો શું શા પૈસા ચારજ રહો છો...2015માં પણ...
* * * * * * *

(
Monday, 27 July 2015 at 11:45am)
સનસનીખેજ સમાચાર સંશોધન...
અમદાવાદની જમીનમાં ગ્લૂકોસનું પ્રમાણ વધ્યું...કૂતરાને ખવડાવતા તેણે છોડી દીધેલા બિસ્કિટ વરસાદી પાણી મારફતે જમીનમાં ભળતા ઊભી થયેલી સમસ્યા.
શું સ્થાનિક કંદોઇઓ કે સ્થાનિક સત્તાધીશો પગલાં લેશે?
* * * * * * *
પ્રતિભાશાળી રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ અને
પ્રતિભાવિહીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ

(
Thursday, 30 July 2015 at 11:48am)
એકાધિક પ્રતિભાથી છલોછલ ડૉ. એપીજે અબ્દુલ કલામનો રાષ્ટ્રપતિપદનો કાર્યકાળ પૂર્ણ થયા પછી...પ્રતિભાવિનાના પ્રતિભા દેવીસિંહ પાટીલને એ પદની સોંપણી તો કરવી જ પડી...પરંતુ...કલામસાહેબના જન્નતનશીન થવાની લગોલગ પાટીલ મૅડમએ તેનું પ્રમાણ પણ આપી દીધું...ગાડી માટે ડ્રાઇવરનો પગાર અને પૅટ્રોલ માંગીને...
અલવિદા ડૉ. અબ્દુલ કલામ...
* * * * * * *
યાકુબ મેમણ

(Friday, 31 July 2015 at 07:40pm)
યાકુબફાંસીની સજાનો અમલ થાય એ પહેલા તારી આખરી ઇચ્છા શું છે?”
મૃત્યુની જાહેરાત પછી મારી દફનવિધિ એક મોટા મેદાનની વચ્ચો-વચ્ચ કરવામાં આવે જેથી મારા બચાવમાં કૂદી પડેલા લોકો માટે આસપાસની જગ્યા કામમાં આવે અને હું એમનો હિસાબ કરી શકું. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું ને...
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....

ગયા મહિને અહીં મુકેલી જૂન – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જુલાઈ2011, જુલાઈ2012, જુલાઈ2013 તેમજ જુલાઈ 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/08/2011.html


(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)