ફોટોગ્રાફી મારો મૂળ શોખ છે. એ મૂળમાં ભળેલા સ્વભાવગત લક્ષણો અને પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન)ના વ્યવસાયી
કામને કારણે રખડપટ્ટી રોજિંદી બાબત બની ગઈ છે. હરતાંફરતાં કૅમેરા સાથે કામ પાર
પાડતો રહ્યો છું.
એમ કરતા જે તસવીરો લીધી તેને અહીં ‘હરતાંફરતાં’ પર રજૂ કરવાની નેમ છે. એવી
તસવીરો કે જેની આગળ-પાછળની ઘટના વિશે મારે કંઈ કહેવાનું હોય. એ સિવાય આને તમે મારી
‘ડાફોળિયા મારવા’ નામની પ્રવૃત્તિની બાયપ્રોડક્ટ પણ ગણી શકો. એ બાયપ્રોડક્ટને કારણે
જે કંઈ જોવા મળ્યું હોય તેને રજૂ કરવાની અને સાથે સાથે જે અનુભવ્યું હોય તેનું
આલેખન કરવાની ઇચ્છા માત્રથી આ તસવીરકથા માંડી છે. આ એવી તસવીરો છે જેને હું ભૂલી
શકતો નથી. પ્રિન્ટમાં કે સ્ક્રીન પર જોયા વગર તેની ફ્રેમ યાદ કરી શકું. આવી તસવીરો
મેળવનારો કે તે પાછળના અનુભવો આલેખનારો હું એકલો,
પહેલો કે છેલ્લો નથી એવી પાકી સમજણ સાથે તેને જાહેર માધ્યમમાં મુકવી જોઇએ એવા વિચારનું
પરિણામ એટલે આ પ્રારંભ.....આપના પ્રતિભાવો કમેન્ટ બોક્ષમાં આવકાર્ય.....
- બિનીત મોદી
તસવીર ભૂલી ના
ભુલાય : કૉંગ્રેસ કાર્યાલય અને કૂતરો
કૉંગ્રેસ કાર્યાલયના આંગણે કૂતરો (*) |
અમદાવાદના
કોચરબ – પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયનો આ ફોટો વર્ષ 2004ના પ્રારંભના સમયનો છે. ‘રાજીવ ગાંધી ભવન’ તરીકે ઓળખાતા કાર્યાલયમાં કોઈ પણ
સમયે છવાયેલો રહેતો હોય તેવા સન્નાટાનો આ ફોટો મેં અમદાવાદથી પ્રકાશિત થતા ‘આરપાર’
સાપ્તાહિક માટે કામ કરતા પ્રકાશન સંસ્થાની માલિકીના ડિજિટલ કૅમેરાથી પાડ્યો હતો.
રાજીવ ગાંધી ભવન |
ફોટો શું
પાડ્યો...ફોટામાં દેખાતા આ કૂતરાને માર પણ એટલો જ પડ્યો હતો. દાદરા પરથી પસાર થતા
કોઈ કૉંગ્રેસી કાર્યકરને ખ્યાલ આવી ગયો કે મેં કૅમેરામાં આ કૂતરાનો ફોટો પાડ્યો છે
એટલે એણે આ શ્વાનની બૂરી વલે કરી હતી.
‘આરપાર’
સાપ્તાહિકના ફોટો ફીચર વિભાગમાં આ તસવીર પ્રગટ થયાના થોડા વર્ષ પછી તે ‘અભિયાન’
સાપ્તાહિકના કવરપેજ પર પ્રસિધ્ધ થઈ હતી. બન્ને સાપ્તાહિકોના સંપાદન કાર્ય સાથે
મિત્ર પ્રણવ અધ્યારૂ સહતંત્રીના હોદ્દા સાથે સંકળાયેલો હતો એમ યાદ કરવું ગમે છે.
આ ફોટો
જ્યારે જ્યારે જોઉં છું ત્યારે કૂતરાને પડેલો માર જ યાદ આવે છે. કૂતરો તો બિચારો
એક વાર માર ખાઈને છટકી ગયો. ગુજરાત કૉંગ્રેસનું નસીબ એટલું પાધરું નથી. ફોટો
પાડ્યાના દસ વર્ષ પછી પણ રાજકીય માર ખાવાનું ચાલુ જ છે – 2013માં પણ.....
(* નિશાની વાળી તસવીર: બિનીત મોદી / એ સિવાયની નેટ ઇમિજસનો અહીં માત્ર પ્રતિકાત્મક ઉપયોગ)
પહેલાં ફોટો ને પછી માર...પડ્યો.
ReplyDeleteકુતરો લાગતો તો હતો ચોકીદાર જેવો પણ ફોટોગ્રાફરે માર ખવડાવ્યો ! છેલ્લે પંજો પણ માર મારવાનું જ પ્રતીક ભાસે છે. પંજાના પ્રતીકનું કમળ વગેરેને મારવા માટેનું અર્થઘટન થયેલું છે....રાજકારણમાં બધુંય ગનીમત.
કેટલાક નિર્ણયો લેવાઈ ગયા પછા ઐતિહાસિક સાબિત થતા હોય એમ... તમારી આ ક્લિકને આજે નહીં તો કાલે રાષ્ટ્રવ્યાપી પ્રસિદ્ધિ મળશે.
ReplyDeleteલાગે તો વફાદાર છે. વફાદારની આંખો ખુલી છે.
ReplyDeleteફોટો લેતી વખતે એનો ઉભો રાખી પુંછડી પટાવતો ફોટો કાઢ્યો હોત તો એ વફાદાર ૨૦૧૪નું ચુંટણી ચીહ્ન બની ગયો હોત.
માર તો ભલ ભલાને ખાવો પડે છે. ઓસામા બીન લાદેન, ઈરાનનો સદામ હુસૈન કે ગદાફી જેટલા જોરદાર હતા એ હીસાબે કુતરાને મોતે મર્યા...
બહુ જ સરસ! પોતપોતાના અર્થઘટનો કાઢવા કરવાની અનેક શક્યતાઓ ધરાવતો, છત્તાં એક તસવીર માત્ર તરીકે પણ અસાધારણ -તેના વિષય અને પરિપ્રેક્ષ્યમાં....Well done,Binitbhai!
ReplyDeleteNow, we also fear from the blessing hand of God.. Good photo and analysis.. nice one.
ReplyDeleteDikhta to sabhi ko hai par dikhanewala ho to ek alag andaz se dekhne ka maza hi kuchh aur hai!
ReplyDeleteThank u Binitbhai- apni najar aur andaz me hame dikha ne ke liye!
Bharat Parikh
આ ફોટોમાં પગથીયે કૂતરું તો છે, હવે પાછા ૨૦૧૪માં જશો તો પગથીયા પણ ના હોય!
ReplyDeleteદિનેશ ટીલવા (રાજકોટ, ગુજરાત)
(Response through FACEBOOK : Friday, 6 September 2013)
waah.... jordaaar.... mane aapni photo-sense ne salaam.... mane bau j gamyu. shwaan ne maar pdyo to jo ke dukh thayu, pan photo jordaar.
ReplyDeletehave eva photo j kya bachya chhe/////
kavi jalal mastan 98791 97686
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 77મી પોસ્ટ (31 ઑગસ્ટ 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 19 ઑક્ટોબર 2013
Dear Binit, I just read your story of dog and Congress Party office at Paladi. The dog is faithfully and selflessly guarding the office and as you say, it gets beating in return! Yes, that is the story of Congress.
ReplyDeleteGreetings from Orange County, California. With love & regards, Fr Varghese Paul, SJ
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને અઢી વર્ષ પૂર્ણ થયા.
77મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 31-08-2013 to 31-08-2014 – 410
બિનીત મોદી (અમદાવાદ)