પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, April 11, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (માર્ચ – 2012, ભાગ – 1)



(માર્ચ – 2012, ભાગ - 1)


સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથીશરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે માર્ચ – 2013ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(Friday, 2 March 2012 at 01:20am)
ગુટકાના આગમને પાન મસાલાના ગલ્લાનીફોટો કોપીયર મશીનના આગમને ઝેરોક્ષની દુકાનોનીએસ.ટી.ડી. ટેલિફોન સુવિધાના આગમને પી.સી.ઓ સેન્ટરનીમુક્ત અર્થતંત્રના આગમને સરકારી સહકારી કે ખાનગી બેન્કો અને એ.ટી.એમનીમોબાઇલના આગમને ઇલેક્ટ્રૉનિક્સ શોપની સંખ્યા વધી. બસએના પ્રમાણમાં જાહેર શૌચાલયો ના બનાવી શક્યા.
* * * * * * *

(Friday, 2 March 2012 at 07:45pm)
ઉત્તર પ્રદેશમાં આવતીકાલે ત્રીજી માર્ચે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન વિના વિઘ્ને સંપન્ન થઈ જાય એ ઘડીની રાહ ચૂંટણી પંચ, રાજકીય પક્ષો, રાજકારણીઓ અને મતદારોની સાથે માયાવતીના પેલા હાથીઓ પણ જુએ છે. શિયાળો ઠંડી ચાલ્યા ગયા છે એટલે તેઓ પણ ચૂંટણી પંચે પહેરાવેલા 'આચારસંહિતા' બ્રાન્ડ સ્વેટરથી મુક્તિ ઝંખે છે.
* * * * * * *

સુનીલ શેટ્ટી
(Saturday, 3 March 2012 at 05:55pm)
સુનીલ શેટ્ટીની તમામ ફિલ્મોના રાઇટ્સ મેળવી લેવાનો વિચાર છે.
ડાઈ હાર્ડ ફેન લાગો છો એના? એ ફિલ્મો બતાવવા માટે કોઈ ચેનલ સાથે વાટાઘાટો ચાલે છે કે શું?’.....‘અરે, ફેનની ફુદરડી ફેરવો પંખા પર. હું તો ભાવિ પેઢી તેની ફિલ્મો જોઈ ના શકે તેની વેતરણમાં આમ કરવા માગું છું. આખરે બાળકો પ્રત્યે પણ આપણી કોઈ જવાબદારી છે કે નહીં?
* * * * * * *

(Tuesday, 6 March 2012 at 10:40pm)
પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણી (ઉત્તર પ્રદેશપંજાબઉત્તરાખંડમણિપુર અને ગોવા ફેબ્રુઆરી-માર્ચ 2012) પરિણામોમાં સૌથી રસપ્રદ પરિણામ ઉત્તરાખંડમાંથી મળ્યું છે. ભ્રષ્ટાચારના મામલે ચૂંટણીના છ મહિના અગાઉ મુખ્યમંત્રીપદેથી હઠાવાયેલા રમેશ પોખરિયાલ નિશંક’ ચૂંટણી જીતી ગયા છે અને તેમના સ્થાને બેસાડાયેલા ભુવનચંદ્ર ખંડુરી વિધાનસભામાં લોકપાલ બિલ પસાર કરાવ્યા પછી પણ ચૂંટણી હારી ગયા છે.
* * * * * * *

(Tuesday, 6 March 2012 at 10:51pm)
સાઇકલના ઉત્પાદકોએ આવતીકાલથી ઉત્તર પ્રદેશમાં તેમની પ્રોડક્ટ બૉડી કવર સાથે વેચવી પડશે. સાઇકલના ચૂંટણી ચિહ્ન વડે બહુમતી બેઠકો સાથે વિજેતા થયેલી સમાજવાદી પાર્ટી પાંચ વર્ષ પછી 2017માં ફરીથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે ત્યારે ચૂંટણી પંચની આચારસંહિતા પૂરી કરવા સાઇકલની સાથે આપેલા બૉડી કવર કામમાં લાગશે.
* * * * * * *

(Wednesday, 7 March 2012 at 07:50pm)
કમ્પ્યૂટર જગતમાં ઇન્ટરનેટના આગમન પછી પુરા વિશ્વમાં કુકિઝ બે જગ્યાએ બને છે. એક બિસ્કિટ નાનખટાઈ બનાવતી બેકરીમાં અને બીજી જગ્યા તે ઈન્ટરનેટની સુવિધા ધરાવતી કમ્પ્યૂટર સિસ્ટમમાં. કોઈ પણ વેબસાઇટની મુલાકાત લેતા જ તે આપોઆપ બનવા લાગે છે. (સતીશ કર્મકર ઉર્ફે સ્ટીવ જોબ્સનું સંશોધન)
નોંધ: સ્ટીવ ઉર્ફે સતીશે આવું કોઈ સંશોધન કર્યું નથી. કરે પણ નહીં. આ તો થોડા.....આપ જાણો છો એવા શુભ’ આશયથી જ ઠપકારી દીધું છે.
* * * * * * *

દીનેશ ત્રિવેદી
(Saturday, 10 March 2012 at 06:01pm)
જીવન ક્ષણભંગુર છે  દુનિયાની દરેક ભાષામાં આ વાક્ય એક યા બીજી રીતે કહેવાયું જ હશે એમ ધારી લઈને ગુજરાતીમાં તે અહીં ઉતાર્યું છે. કોઈ પણ વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન કોઈને કોઈ તબક્કે આ વાક્ય અચૂક સાંભળ્યું જ હશે તેમ ધારી લઈએ તો પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે એક ગુજરાતીએ આ વાક્ય નથી સાંભળ્યું. તેમનું નામ છે દીનેશ ત્રિવેદી ભારતના રેલવે પ્રધાન. જો તેમણે સાંભળ્યું હોત તો રેલવે રિઝર્વેશન 120 દિવસ ચાર મહિના અગાઉ કરાવવું પડે તેવો નિયમ આજથી લાગુ ન કરત.....જીવન ક્ષણભંગુર છે સેકન્ડ પછીની ખબર નથી તો ચાર મહિના પછીના ઑગસ્ટની પ્રવાસ યોજનાઓ એપ્રિલમાં ઘડવાની ખબર કેમ કરીને પડે?
* * * * * * *

(Sunday, 11 March 2012 at 03:33pm)
ચૂંટણીકારણના પોથીપંડિતો વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનની આગાહી કરતા હતા. સમાજવાદી પાર્ટીને એવી બહુમતી મળી કે આગામી જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો ઉમેદવાર નક્કી કરવામાં પક્ષ અને તેના ધારાસભ્યો ચાવીરૂપ ભૂમિકા ભજવશે. એવી ભૂમિકા કે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપવાનો નિર્ણય લેનાર રાષ્ટ્રપતિપદના ઉમેદવારના નામનો નિર્ણય લેવાનું કામ ઉત્તર પ્રદેશમાં થશે.
* * * * * * *

(Monday, 12 March 2012 at 05:25pm)
'મેનેજર સાહેબ, ખાતું ખોલાવવું છે.'.....'આ રિઝર્વ બેન્ક છે. અહીં તમારા જેવા સામાન્ય નાગરિક ગ્રાહકનું ખાતું ના ખુલે. કોણે તમને અહીં મોકલ્યા?'.....'જ્યાં બચત ખાતું છે એ બેન્કવાળાએ જ અહીં મોકલ્યા છે. એ લોકો કહે છે ફાટેલી નોટો બદલાવવી હોય તો રિઝર્વ બેન્કમાં જાઓ. તે મને થયું આયો છું તો જોડે જોડે ખાતું પણ ખોલાવતો જવું. ફરીથી આવવાનું થાય ત્યારે કામ લાગે.'
* * * * * * *

(Monday, 12 March 2012 at 05:55pm)
કસરત કે યોગ ના કરી શકતા હોવ અને છતાં શરીરનો બાંધો મજબૂત કરવા ઈચ્છતા હો તો એક રામબાણ ઉપાય મેં ખોળી કાઢ્યો છે. અજમાવી જુઓ. પોળ, શેરી, સોસાયટી કે એપાર્ટમેન્ટ જ્યાં રહેતા હો તે જગ્યાએ ઘરના ઓટલા ઓસરી કે બાલ્કનીમાં પહોંચી જાઓ. તમારી જાતિ (સ્ત્રી કે પુરુષ) પ્રમાણે જે નામ પહેલું યાદ આવે તે નામની મોટેથી બુમ પાડો. જેમ કે 'પરમસુખભાઈ'. તમે ગમે તેટલી બુમો પાડશો, કોઈ હોંકારો પણ નહિ ભણે. એટલા માટે કે તે નામધારી કોઈ વ્યક્તિ તમારી આજુ-બાજુ રહેતી જ નહીં હોય. ધારોકે રહેતી હશે તો તેને તમારો અવાજ અજાણ્યો લાગશે એટલે પણ હોંકારો નહીં ભણે. આમ કરવાથી તમારા ફેફસા મજબૂત થશે. ફરીથી કહું છું અજમાવી જુઓ. નોંધ: નથી માનતા. ના માનશો. બાકી મેં આ ટ્રીક અજમાવેલી છે. છેલ્લા મહિનામાં કેટલાક મિત્રો સગાં-સંબંધીઓને ઘરે જઈને પણ અજમાવી છે. હજી સુધી કોઈએ 'એ હા' કે 'હોં' કહ્યું નથી. બીજી તરફ ફેફસા મજબૂત થઈ રહ્યા છે.
* * * * * * *

(Monday, 12 March 2012 at 08:25pm)
આજથી બ્યાસી વર્ષ અગાઉ 12 માર્ચ 1930ના રોજ આરંભાયેલી દાંડી યાત્રામાં ગાંધીજી સાથે જોડાયેલા 78 પદયાત્રીઓમાંના મોટા ભાગનાની સ્મૃતિ 'સામાન્ય' લેખાય તેવા ફોટા રૂપે પણ સચવાઈ નથી. આજથી સાઇઠ વર્ષ અગાઉ 1952માં યોજાયેલી પ્રથમ લોકસભાની 'સામાન્ય' ચૂંટણીઓ સમયે જ મતદાર ઓળખપત્રનો નિયમ અમલી હોત તો આ 'અસામાન્ય' પદયાત્રીઓની કમ-સે-કમ એક યાદગીરી આપણી પાસે ચોક્કસ જળવાઈ રહેતી.
* * * * * * *

(Tuesday, 13 March 2012 at 06:10pm)
'હોળી ધૂળેટી વીતે પાંચ દિવસ થયા છતાં આ લોકો રંગ ગુલાલ સાફ કરી નાહી-ધોઈને ચોખ્ખા ચણક કેમ નથી થતા?'.....'ઓળખાઈ ના જવાય એટલે.'.....'લેણદારો આજુ બાજુ ફરકે છે કે શું?'.....'ના રે ના. એ લોકો ઉત્તર પ્રદેશના કોંગ્રેસીઓ છે.'
* * * * * * *

(Wednesday, 14 March 2012 at 05:40pm)
આજે રેલવે બજેટ રજૂ કરનાર દિનેશ ત્રિવેદી પહેલા ગુજરાતી છે જેઓ કેન્દ્ર સરકારમાં રેલવે પ્રધાન થયા હોય. પાંસઠ વર્ષે પહેલીવાર કોઈ ગુજરાતીનો રેલવે પ્રધાન થવાનો 'વારો' આવ્યો પણ ભાડાં વધારીને મુસાફર પ્રજાનો 'વારો' કાઢ્યો. ગુજરાતમાંથી ચૂંટાયેલા એક પણ સંસદસભ્ય રેલવે પ્રધાનના પદે પહોંચ્યા નથી. હા, 1996માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા અટલ બિહારી વાજપેયીએ તેર દિવસની સરકારમાં વડાપ્રધાન પદની સાથે રેલવે પ્રધાનનો હોદ્દો-હવાલો પણ સંભાળ્યો હતો.
* * * * * * *

(Wednesday, 14 March 2012 at 10:05pm)
પેટ્રોલ ખરીદવાના છૂટા રૂપિયા ના હોય અને કિંગફિશરની ફ્લાઇટ ટેક-ઓફ ના થઈ શકે એવા સંજોગોમાં જે તે હવાઈયાત્રીઓને ટ્રેનના પેસેન્જર તરીકે સમાવી શકાય એ દિશામાં કોઈ જ વિચાર કર્યા વગર કે તે બાબતે કોઈ નિર્ણય જાહેર કર્યા વિના રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ વિજય માલ્યાને ખૂબજ અન્યાય કર્યો છે. ત્રિવેદી સાહેબ, આપ લાઇસન્સધારી પાઇલટ છો એટલો અંગત બાયોડેટા તો યાદ રાખવો તો.
* * * * * * *

(Thursday, 15 March 2012 at 04:20pm)
રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ બજેટ રજુ કર્યા પછી રાજીનામું આપ્યું હોય તો સ્વીકારાઈ જાય અને ના આપ્યું હોય તો લખીને આપી દે એવું વિજય માલ્યા ઈચ્છી રહ્યા છે. કમ-સે-કમ કિંગફિશર એરલાઇન્સને એક પાઇલટ તો મળે. પગાર જે કહે એ. બેન્કમાંથી લોન લઈને જ આપવાનો છે ને.
* * * * * * *

પ્રકાશ સિંઘ અને સુખબીર સિંઘ બાદલ
મુલાયમસિંહ અને અખિલેશ યાદવ
(Thursday, 15 March 2012 at 04:25pm)
રાજકીય જગતના આજે બે જ સમાચાર છે. એક પ્રકાશ સિંઘ બાદલ ગઈકાલે પંચાસી (85) વર્ષની ઢળતી ઉંમરે પાંચમી વાર પંજાબના મુખ્યમંત્રી પદે બેસી ગયા. દીકરા સુખબીર સિંઘ બાદલને નાયબ મુખ્યમંત્રી પદે જ બેસાડી રાખ્યો.....અને.....બીજા અખિલેશ યાદવ આજે ઓગણચાલીસ (39) વર્ષની યુવાન વયે પહેલી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે આવ્યા. પિતા મુલાયમ સિંહ યાદવે દીકરાને રાજકારણમાં આગળ વધવા જગ્યા કરી આપી.
નોંધ: અખિલેશ યાદવ ઉંમરમાં પ્રકાશ સિંઘ બાદલથી અડધાથી પણ ઓછી વયના છે.

આ અગાઉ અહીં મુકેલી માર્ચ – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/04/2013.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

3 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 58મી પોસ્ટ (11 એપ્રિલ 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 3 જૂન 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
    58મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 11-04-2013 to 11-04-2014 – 170

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete