(માર્ચ – 2011) |
સોશિયલ નેટવર્કિંગ
સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો
સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી
જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર
તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું
અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં
દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control
‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ
નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે માર્ચ – 2013 અને 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે 2011ના આ સમયગાળાના પ્રોફાઇલ
સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે
એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને
કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.
(Thursday, 10 March 2011 at
06:00pm)
ગમે એવો ખાસ
મિત્ર હોય તો પણ ફેસબુક પર મિત્ર બનાવવા માટે Request મોકલવી જ પડે.
* * * * * * *
રામકથાકાર મોરારિભાઈ |
(Monday, 21 March 2011 at 01:56am)
અમદાવાદની
કર્ણાવતી ક્લબમાં ગઈકાલે ડૉ. મુકુન્દ મહેતાની લાફિંગ ક્લબ દ્વારા યોજાયેલો
રંગોત્સવ રામકથાકાર મોરારિભાઈના મોડા પડવાને લઈ પોણો કલાક વિલંબથી શરૂ થયો. બે
મહેમાન વક્તા – અમદાવાદના મેયર અસિત વોરા અને પૂર્વ
મુખ્ય સચિવ પ્રવીણ લહેરી આવ્યા જ નહીં. કાર્યક્રમ આયોજકોએ હવે આમંત્રણ કાર્ડમાં
લખવાનું શરૂ કરવું પડશે કે પ્રથમ વક્તાના આગમન સાથે જ કાર્યક્રમ શરૂ થઈ જશે. મોડા
પડનાર વક્તાએ શ્રોતાઓ સાથે સ્થાન લઈ લેવું.
અગાઉ આ મહિને અહીં મુકેલી માર્ચ – 2013 તેમજ માર્ચ – 2012 (બે ભાગમાં)ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://binitmodi.blogspot.in/2013/04/2013.html
(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 60મી પોસ્ટ (26 એપ્રિલ 2013)ના વાચન માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 25 જૂન 2013
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
60મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 26-04-2013 to 26-04-2014 – 220
બિનીત મોદી (અમદાવાદ)