પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, April 03, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (માર્ચ – 2013)


(માર્ચ – 2013)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે માર્ચ – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Friday, 1 March 2013 at 11:45pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ભારતના રાજકારણીઓ જાત-જાતના વચનો આપતા હોય છે...જેમ કે...હું મુંબઈને શાંઘાઈ બનાવી દઇશ’…અને...હું સુરતને સિંગાપોર બનાવી દઇશ’…વગેરે...આ વચનો સાંભળ્યા પછી ભારતના નાગરિકો હવે પ્રાર્થના કરવા લાગ્યા છે કે...આવતો જનમ ભારતમાં જ આપજે પણ શાંઘાઈ સિંગાપોર બની જાય પછી.
* * * * * * *

(Saturday, 2 March 2013 at 02:00pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....માર્ચ એપ્રિલના પરીક્ષાના દિવસોમાં નાગરિક સમાજે ઘર મકાનના રિનોવેશન (You Know નવીનીકરણ, જીર્ણોદ્ધાર!)ના કામકાજ હાથ ન ધર્યા હોત અને સુથાર કડિયાના સ્વરાંકનો ના સર્જાયા હોત તો.....તો ભારતમાં શિક્ષણની અને પરીક્ષાના પરિણામોની ટકાવારી ચોક્કસ ઊંચી હોત.....કોઈ શક...!
* * * * * * *

(*) ચવાણા સિવાયનું પણ 'મિક્સ' હોય

(Sunday, 3 March 2013 at 11:55pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....અમદાવાદમાં મિક્સ શબ્દ જાહેરમાં ક્યાં-ક્યાં જોવા વાંચવા મળે છેએક ભજિયાની દુકાને મિક્સ ભજીયા’…..બે ચવાણાની દુકાને મિક્સ ચવાણુ’…..અને.....અને.....ત્રણ બીઆરટીએસ ના રૂટ પર મિક્સ ટ્રાફિક
* * * * * * *

(Monday, 4 March 2013 at 11:55pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન અને ડાયલોગ સિરીઝ.....
વ્યક્તિગત ફોટોગ્રાફી (પૉર્ટ્રિટ ફોટોગ્રાફી) ક્ષેત્રે વીસમી અને એકવીસમી સદી વચ્ચે નોંધપાત્ર ફેરફાર શું થયો?”...“વીસમી સદીમાં કેમેરામાં રોલ ફિક્સ કરીને ફોટોગ્રાફી થતી હતી, પછી ડિજિટલ ફોટોગ્રાફી શરૂ થઈ.”...“ના.”...“રોલ ફોટોગ્રાફીમાં ફોટો પડી ગયા પછી શિખાઉ ફોટોગ્રાફર પૂછતો હતો ફ્લેશ થઈ તી?”…..“હવે ડિજિટલ ફોટો પડ્યા પછી ફોટો પડાવનાર કહે છે બતાવો તો, કેવો આવ્યો છે?
* * * * * * *

(Tuesday, 5 March 2013 at 11:59pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન ઉર્ફે ચોંકાવનારી આગાહી.....
આગામી દિવસોમાં ATM (ઓટોમેટેડ ટેલર મશીન)નો વપરાશ વધવાનો છે...કારણ કે ઉનાળો આવી રહ્યો છે....અને મફતમાં ઠંડી હવા ખાવા મળે તેવું દુનિયાનું એ એકમાત્ર સ્થળ છે.
* * * * * * *

(Thursday, 7 March 2013 at 02:00am)
ડમડમબાબાનો ચોંકાવનારો પ્રશ્ન.....
‘ABU ROAD’ થઈને ફરવા માટે આબુ જતા હઇએ તો અપભ્રંશ કરીને ‘ABROAD’ ગયા હતા એમ જણાવીએ તો સામાવાળા પર પ્રભાવ પડે ખરો?
* * * * * * *

(Friday, 8 March 2013 at 02:22am)
ડમડમબાબાની ગઈકાલ.....ફલાણા ઢીકણા તો મારા ફ્રેન્ડફિલોસોફર અને ગાઇડ છે......અને આજકાલ.....ફલાણા ઢીકણા તો મારા ફ્રેન્ડફિલોસોફરગાઇડ અને નવનીત પણ છે.
* * * * * * *

નવલોહિયા યુવાનોના જીવ હણી લેનારી
'કાળ'મુખી કાળી BMW

(Monday, 11 March 2013 at 07:10pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન અને સમાચાર.....ગુજરાતના નાગરિકો અને વિશેષ કરીને અમદાવાદ તેમજ આસપાસના ગામોના રહેવાસીઓના લાભાર્થે આવતીકાલથી અમદાવાદમાં એક નવુંનક્કોર પોલીસ સ્ટેશન શરૂ થઈ રહ્યું છે.....નામ છે.....BMW પોલીસ સ્ટેશન.....
(નોંધ: BMWથી ઘાયલ થયેલા લોકોએ પાટાપીંડી કરાવીને અને મૃત્યુ પામનારના સ્વજનોએ લાશના પોસ્ટ્મૉર્ટમ રિપૉર્ટની અસલ તેમજ બે નકલ સાથે લઈને પોલીસ સ્ટેશને આવવું.)
* * * * * * *

ગો.મા.ત્રિ અને સરસ્વતીચન્દ્ર

(Wednesday, 13 March 2013 at 11:45pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....પ્રભુ...પ્રભુ...મને પૃથ્વીલોક પર પાછો મોકલી આપો. મારો સમય થઈ ગયો છે.”...“વત્સ...પૃથ્વીલોક પર પરત ફરીને ત્યાં તું કરીશ શુંકોઈ કામ નક્કી કરી રાખ્યું છે?”...“હા...હું ત્યાં જઇને ટી.વી. સિરિઅલ સરસ્વતીચન્દ્ર પરથી નવેસરથી નવલકથા લખવા માંગુ છું.”...“ઓ.કે. વત્સ. હું તને પૃથ્વીલોક પર પાછો મોકલવાનો ઑર્ડર આજે જ કરી દઉં છું. અહીંના ચોપડે તારું નામ શું છે?”...“ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી.
* * * * * * *

(Thursday, 14 March 2013 at 04:45pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત થઈ ગયું છે.....સાબરમતી જેલમાં સુરંગ ખોદીને.....
* * * * * * *

(Friday, 15 March 2013 at 04:00pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન અને ડાયલોગ સિરીઝ.....ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠી દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી નવલકથા સરસ્વતીચન્દ્ર પરથી ટી.વી. સિરિઅલ બનાવનાર સંજય લીલા ભણસાલીને મૂળ નવલકથા વાંચી ચૂકેલા વાચકો સંભળાવી રહ્યા છે.....”...“શું? વખાણ?.....”...“ના. સરસ્વતી.
* * * * * * *

ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

(Saturday, 16 March 2013 at 01:00pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ખાસ કંઈ નથી. આજે 2013ની 16મી માર્ચ છે. ગયે વર્ષે આજના દિવસે કેન્દ્રિય અંદાજપત્ર રજૂ કરનાર નાણાં પ્રધાન પ્રણવ મુખરજી આજે રાષ્ટ્રપતિ ભવનમાં બેસી સંસદનું બજેટ સત્ર જોઈ રહ્યા છે.
* * * * * * *

ઇટાલીનું 'દહેજ' : બે નૌસૈનિકો

(Sunday, 17 March 2013 at 04:44pm)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ.....જાણવા મળ્યા મુજબ ઇટાલી સરકાર ભારત સરકાર સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ કોર્ટ કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.....એવું કારણ આપીને કે કન્યાવિદાયના આટલા વર્ષો પસાર થયા પછી દહેજમાં બે સૈનિકોની માગણી કરો છો.
* * * * * * *

ચિત્રલેખા અને આસારામની જુગત જોડી

(Thursday, 21 March 2013 at 07:55pm)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ અને ચોંકાવનારું સંશોધન.....દુકાળની પરિસ્થિતિ વેઠી રહેલા મહારાષ્ટ્રમાં ધુળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવીને મહામૂલા પાણીના વેડફાટમાં વધારો કરતી આસારામની ઉજવણીનો અહેવાલ લેવા જનારા પત્રકારો ભક્તોનો માર ખાઈ રહ્યા છે અને આ તાયફાની રાજ્યમાં ચોમેર ટીકા થઈ રહી છે......જો કે તેમાં ય એક અપવાદ છે ખરો હોં......સદા અગ્રસર સાપ્તાહિક ચિત્રલેખાએ આસારામની આરતી ઉતારતી કવરસ્ટોરી અને તેની એક્સક્લુઝિવ મુલાકાત પ્રકટ કરી છે.
* * * * * * *

માર્કન્ડેય કાત્જુ અને સંજય દત્ત : જુગત જોડી

(Friday, 22 March 2013 at 05:30pm)
ડમડમબાબા ઓલ્ડ ન્યૂઝ સર્વિસ અને ચોંકાવનારું સંશોધન.....પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ સંજય દત્તને માફી આપવાની વકીલાત કરતા હવે માત્ર આટલી જ જાહેરાત કરવાની બાકી રહે છે.....મને મહારાષ્ટ્રનો રાજ્યપાલ બનાવી દો.
* * * * * * *

(Saturday, 23 March 2013 at 06:20pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ....."એક સ્માર્ટફોન સિરીઝનો મોબાઇલ આપજો.....અને હા...બિલ જરા ઝડપથી બનાવજો."..."શું ઉતાવળ છે સાહેબ...પહેલા પીસ જોઈ તપાસી તો લો..."..."ના...ના...બિલ ઝડપથી જ બનાવજો યાર...નવું મોડેલ એથીય ઝડપથી બજારમાં આવી જાય છે."
* * * * * * *

(Saturday, 23 March 2013 at 06:45pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ન્યાયાધીશના પદ સુધી પહોંચતા પહેલા વ્યક્તિ કારકિર્દીના કોઈ પણ તબક્કે વકીલાતના વ્યવસાયમાં કાર્યરત હોય એવું સામાન્યપણે જોવામાં આવે છે.....જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ નિવૃત્તિ પછી પણ એ વ્યવસાય ચાલુ રાખ્યો.....સંજય દત્તની વગર ફીની વકીલાત કરવા.....
* * * * * * *

(Monday, 25 March 2013 at 03:20pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન અને સલાહ.....માર્ચ મહિનો પૂરો થવામાં હોય અને છાપામાં જાહેરાતો શરૂ થઈ જાય છે.....'ગ્રેજ્યુએટ થયા પછી શું કરશો? કારકિર્દી વિષયક સલાહ માટે અમને ફલાણી ઢીંકણી જગ્યાએ મળો, ફોન કરો'...વગેરે...અલ્યા ભાઈ ગ્રેજ્યુએટ થયા પછી કરવાનું શું હોય?...એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ (ગુજરાતમાં અને ગુજરાતીમાં 'રોજગાર વિનિમય કચેરી')માં જઈને નામ નોંધાવવાનું.....અને નોકરી મળી જાય પછી મેરેજ બ્યુરોમાં જઈને નામ નોંધાવવાનું.....જો કોલેજના ત્રણ વર્ષ દરમિયાન ઠેકાણું ન પડ્યું હોય તો.....
* * * * * * *

(Tuesday, 26 March 2013 at 03:45pm)
ધૂળેટીની પૂર્વસંધ્યાએ ડમડમબાબાની વિશેષ જાહેરાત.....મિત્રો  પરિચિતો  સગાં-સંબંધીઓ આવતીકાલે આપનું હદ બહારનું 'કલરકામ' કરી મૂકે એવી શક્યતાઓ હોય તો.....તો શરીરને પૂર્વવત સ્થિતિમાં લાવવા માટે અમારા 'ડ્રાય ક્લીન પેકેજ'નો લાભ લેવા વિનંતી. ધૂળેટી પ્રેમી નાગરિકોની સેવામાં ડમડમબાબા ડ્રાય ક્લીન કેન્દ્ર
* * * * * * *

(Wednesday, 27 March 2013 at 11:50pm)
डमडमबाबा फ्रेस फिल्मी डायलोग.....
कुत्ते कमीने मैं तुम्हारा खून पी जाउंगा...
...अगर मेरे खून से क्रोस मेच हुआ तो...
* * * * * * *

(Friday, 29 March 2013 at 01:45pm)
डमडमबाबा फ्रेस फिल्मी डायलोग.....
मैं तुम्हारे बच्चे की माँ बनने वाली हूं...
...अगर डीएनए जांच का परिणाम पॉझिटिव आया तो...
* * * * * * *

(Saturday, 30 March 2013 at 07:30pm)
डमडमबाबा फ्रेस फिल्मी डायलोग.....
शेठजी मैंने आपका नमक खाया है...
...क्योंकि रसोई-घर की अलमारीमें खाने की सिर्फ वही चीज बची थी...

ગયા મહિને અહીં મુકેલી ફેબ્રુઆરી – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/03/2013.html

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 57મી પોસ્ટ (3 એપ્રિલ 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 25 મે 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
    57મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 03-04-2013 to 03-04-2014 – 210

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete