(જાન્યુઆરી – 2015) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 51મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012, 2013 અને 2014ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જાન્યુઆરી
– 2015. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Thursday, 1 January 2015 at 11:35pm)
જો બકા (અને બકી પણ)…
આજે ઉતાવળમાં 01-01-2014 લખાઈ ગઈ હોય
તો વાંધો નહીં...પણ આવતીકાલથી તો તારીખ 02-01-2015 એમ જ લખવાની
છે...
...બહુ ‘બકા’...‘બકા’ વાંચી – સાંભળીને
આંખ-કાન પાકી ગયા હોય તો ય આટલું તો યાદ રાખવું જ પડશે બકા.
* * * * * * *
(Saturday, 3 January 2015 at 11:25am)
શહેરનું તો ભઈ એવું...
જીવતી – જાગતી ગાયબ
થઈ જાય...ને...
પાણિયારાના માટલે કાયમી થઈ
જાય...ચકલી...(પ્લાસ્ટિકની ચકલી)
શહેરનું તો બહેન એવું...
(ડમડમબાબાની કવિતા : કવિતામાં ડુગડુગી)
* * * * * * *
‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણીમાં ભૂતાનના રાજાને સમગ્ર રાજપરિવાર સાથે આમંત્રિત કરવા
જોઇએ...કારણ કે...
...રાજા સહિતના પરિવારના મોટાભાગના
સભ્યો વર્ષના છ મહિના ભારતના જુદા-જુદા શહેરોમાં પડ્યા – પાથર્યા
રહેતા હોય છે.
* * * * * * *
(Friday,
9 January 2015 at 09:30pm)
2000ccથી વધુ એંજિન
તાકાત ધરાવતી SUV લેંઘો-ઝભ્ભો પહેરીને ચલાવવી નહીં. કેમ કે એમાં બન્નેની આબરૂ ઓછી થાય છે. SUVની તો ખરી જ ખરી...
...લેંઘા-ઝભ્ભાની પણ...
(સીસી = એંજિનની ક્યૂબિક કપૅસિટિ)
* * * * * * *
(Sunday, 11 January 2015 at 06:50pm)
સામે મળે, હાથ મિલાવે, વાતો કરે એ તમામને જો વિઝિટીંગ
કાર્ડ આપીએ તો બેબી ઑફસેટ પ્રિન્ટીંગ પ્રેસ અથવા ફોટોકોપી મશીન ખભે લટકાવીને ફરવું
પડે.
* * * * * * *
(Tuesday,
13 January 2015 at 02:11pm)
“બોલો સાહેબ, કેટલી કોડી પતંગ અને કેટલા વાર
દોરી આપું?”
“એમ કરો...મને
સાત સેન્ટિમીટર વ્યાસ ધરાવતું એક પીલ્લુ આપો.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
(Wednesday,
14 January 2015 at 09:50pm)
14 + 1
= (20)15
ગણિતની રીતે યાદ રહી જાય તેવી
ઉત્તરાયણ પણ હવે સો વર્ષ પછી જ આવવાની...14 જાન્યુઆરી 2015
* * * * * * *
કિરણ બેદી : ભાજપમાં બે’દી |
(Saturday, 17 January 2015 at 02:31pm)
કિરણ બેદીનું ભારતીય જનતા
પક્ષમાં સ્વાગત છે...
રાષ્ટ્રીય નેતાગીરીએ ધ્યાન
માત્ર એટલું જ રાખવાનું કે ચૂંટણી પ્રચાર માટે તેમને દિલ્હીની બહાર મોકલવામાં આવે
ત્યારે જે તે રાજ્ય ભાજપના પ્રદેશ એકમ પાસેથી વિમાની ટિકિટનું ભાડું તેઓ બીજી વાર
ન વસૂલે...કેમ કે...
...મજકૂર મૅડમ વિમાની ટિકિટના ભાડા
એકથી વધુ યજમાન સંસ્થાઓ પાસેથી વસૂલવા માટે ‘ખ્યાતનામ’ છે.
* * * * * * *
મૃણાલીની દેવી પુઆર |
(Sunday, 18 January 2015 at 11:45pm)
શિક્ષક તરીકે ઓળખાણ આપવાની કે
અધ્યાપક રૂપે ઓળખાવાની એક પણ તક નહીં ચૂકતા વડોદરાના લેખક ગુણવંત શાહને મહારાજા
સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર મૃણાલીની દેવી પુઆરના અવસાનના પખવાડિયા પછી પણ
તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લખવાના બે શબ્દો જડતા નથી.
નોંધ : ‘સેક્યુલરિઝમ’ વિશે લખવાના જરૂરી – બીનજરૂરી શબ્દો ગુણવંત શાહને સહજતાથી મળી આવે છે.
* * * * * * *
પંકજ ઉધાસ : ચપટીનો મર્મ |
(Monday, 19 January 2015 at 11:11am)
ગીત-ગઝલ-શાયરીની રજૂઆત કરતી
વેળા પંકજ ઉધાસએ બે આંગળીની ચપટી બનાવી ડાયબીટિઝ અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં
રાખવા ખાંડ – મીઠું ઓછી માત્રામાં લેવા માટે જાહેર જનતા
જોગ જે સંદેશો પાઠવ્યો છે તે સમકાલીન ભારતીય ગીત-સંગીત-ગાયકીની અદભૂત-બેજોડ ઘટના
છે.
નોંધ : મારા પરમ મિત્રો
બીરેન કોઠારી / https://www.facebook.com/biren.kothari.37 અને ઉર્વીશ
કોઠારી / https://www.facebook.com/urvish.kothari પંકજ ઉધાસના
આ સંદેશાને વીસ-વીસ વર્ષના વહાણા વીતવા છતાં આજ દિન સુધી સમજી શક્યા નથી તેનું મને
પારાવાર દુઃખ છે.
* * * * * * *
કમલનયન બજાજ : શતાબ્દીનો અવસર |
(Friday, 23 January 2015 at 07:20pm)
સ્વાતંત્ર્ય સેનાની અને બજાજ
જૂથના સ્થાપક જમનાલાલ બજાજના જ્યેષ્ઠ પુત્ર કમલનયન બજાજના જન્મ શતાબ્દી વર્ષ સમાપન
ટાણે બજાજ ગ્રૂપએ બે પાનાની જાહેરાત આજના ‘ગુજરાત સમાચાર’
દૈનિકમાં પ્રકટ કરી છે...જેમાં કમલનયન બજાજનો સમયગાળો આ રીતે
દર્શાવ્યો છે...23rd
Jan 1915 – 1st May 1972
ભારતીયોને બે પૈડાંના સ્કૂટરની
સુવિધા આપનાર માટે બજાજ કે જાહેરાત બનાવનાર કંપનીએ ચાર અક્ષર વધારે લખવા જોઇતા
હતા...January…
* * * * * * *
(Saturday, 24 January 2015 at 07:00pm)
સ્વાતંત્ર્ય સેનાની અને બજાજ
જૂથના સ્થાપક જમનાલાલ બજાજના જ્યેષ્ઠ પુત્ર કમલનયન બજાજના જન્મ શતાબ્દી વર્ષ સમાપન
ટાણે બજાજ ગ્રૂપએ બે પાનાની જાહેરાત ગઈકાલના (23 જાન્યુઆરી) ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં પ્રકટ કરી છે...
ચાર પાનાની જાહેરાત આપી હોત તો
સ્કૂટર – મોટર સાઇકલની સાઇઝનું બિલ
બનતું...અને...
પાંચ પાનાની જાહેરાત આપી હોત તો
ઑટોરિક્ષાની સાઇઝનું બિલ બનતું.
* * * * * * *
(Sunday, 25 January 2015 at 10:10pm)
તારક મહેતાને પદ્મશ્રી સન્માનની
જાહેરાત.
* * * * * * *
(Monday, 26 January 2015 at 04:25pm)
અમેરિકાના શસ્ત્ર સોદાગરો જે
સરંજામ આજ સુધી ભારતને પધરાવી ગયા છે તેને ભારતના પ્રજાસત્તાક દિનની પરેડમાં અને
આકાશમાં મહાલતા જોઇને અમેરિકી પ્રમુખ બરાક ઓબામા રાજી થયા.
* * * * * * *
(Tuesday,
27 January 2015 at 05:20pm)
“મોદીજી, ગુણવંત શાહને પદ્મશ્રી સન્માનની
જાહેરાત કરી છે.”
“મોદીજી, ચેક કરી લેજો. એ નામ ગુણવંત છો.
શાહનું ન હોય...અને જો એમ હશે તો આ મોદીને વધુ આનંદ થશે.”
(બે મોદી વચ્ચે આજે સવારે થયેલી
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....)
* * * * * * *
(Wednesday, 28 January 2015 at 05:21pm)
શિયાળાની ઠંડીને કારણે પગની
પાનીમાં પડતા ચીરાને કોઈ ક્રીમથી દૂર કરવાનો પ્રયત્ન કરવો નહીં...કેમ કે...
શિયાળા દરમિયાન ઠઠાડવામાં આવતા
અડદિયા – વસાણા થકી ભેગી થતી ચરબી એ ચીરા
વાટે જ બહાર નીકળે છે.
* * * * * * *
વડાપાંઉ : મોંઘા કમરપટ્ટાનો સસ્તો વિકલ્પ |
(Thursday, 29 January 2015 at 03:00pm)
ઢીલા પડતા પેન્ટને કસીને
બાંધવાની જરૂર ઊભી થાય તો મોંઘોદાટ બેલ્ટ ખરીદવાને બદલે પાંચ-સાત દિવસ માટે રોજ
વડાપાંઉ ખાઈ જવાનું...સસ્તું પડશે એની ગૅરન્ટી.
લિ. ડમડમબાબા (નિયમિત કોલમ ‘અનુભવની એરણ
પર’ના લેખક)
* * * * * * *
(Saturday, 31 January 2015 at 11:36pm)
ઘરનું રિનોવેસન કરાવતા ખરીદેલા
નવા સાધન – સરંજામની ગૅરન્ટીના વર્ષોનો સરવાળો કરીએ તો
આયુષ્ય સહેજે દોઢસો – બસો વર્ષ જેટલું વધી જાય.
ગયા મહિને અહીં મુકેલી ડિસેમ્બર
– 2014ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત
વર્ષોમાં અહીં મુકેલી જાન્યુઆરી – 2011, જાન્યુઆરી – 2012, જાન્યુઆરી – 2013 તેમજ જાન્યુઆરી – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2013/02/2011.html
http://www.binitmodi.blogspot.in/2013/02/2011.html
(સંબંધિત તસવીરો
અને ઇમિજસ : નેટ પરથી)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 117મી પોસ્ટ (23 ફેબ્રુઆરી 2015)ના વાચન માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 20 ઑક્ટોબર 2015