(જૂન – 2015) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 56મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012, 2013 અને 2014ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જૂન –
2015. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Monday, 1 June 2015
at 05:25pm)
ગુજરાતભરની કાઠિયાવાડી હોટલોના ચોરસ ફીટનો કુલ સરવાળો
કરવામાં આવે તો તે સૌરાષ્ટ્રના કુલ ક્ષેત્રફળ કરતા વધી જવાની પાકી સંભાવના છે.
* * * * * * *
અબજપતિ મહારાજ સાહેબ
ભંવરલાલ દોશી
|
(Tuesday, 2 June 2015 at 04:20pm)
દિક્ષા લેનાર મુમુક્ષુએ જીવનના સઘળા સુખ-સંપત્તિનો
ત્યાગ કરવાનો રહે છે...પરંતુ બે વસ્તુઓનો ત્યાગ તેણે સાધુ જીવન અપનાવ્યા પછી
પાછળથી કરવાનો રહે છે...
એક – ઇન્કમ ટેક્ષના રિફંડ ઑર્ડરનો...અને...
બે – જીવનવીમાની પાકતી પોલિસીની
રકમનો...
* * * * * * *
(Wednesday, 3 June 2015 at 04:00pm)
“દિક્ષા વિધાન
પ્રસંગે થતા ટ્રૅફિક જામથી કોઈ ફાયદો થાય છે?”
“હા. એમાં
ફસાઈ જનારા કેટલાકને એ અનુભવ પરથી સંસાર છોડવાની પ્રેરણા મળે છે.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
(Thursday, 4 June 2015 at 04:00pm)
ધીરુભાઈ અંબાણીને માલુમ થાય કે ‘વિમલ’ કાપડ બનાવ્યાના પચીસ વર્ષની ઉજવણી કરવાનો જે
પ્રસંગ તમે ચૂકી ગયા હતા તેને હાલમાં ‘વિમલ’ ગુટકા બનાવનારા ઉજવી રહ્યા છે.
* * * * * * *
(Friday, 5 June 2015 at 03:30pm)
મેગી નુડલ્સ પર પ્રતિબંધ...ઉપયોગ કરનારા પરિવાર દીઠ 100 – 200 મિલિલીટર
પાણીની બચત. ભારતની જળસમસ્યાના નિવારણ માટે ‘નેસલે’ કંપનીનું
સ્તુત્ય પગલું. શું અન્ય કંપનીઓ બોધપાઠ લેશે?
* * * * * * *
(Friday, 5 June 2015 at 05:00pm)
2015માં હવાઈ મુસાફરી
પાછળ સવા કરોડ રૂપિયાનો ધુમાડો કરનાર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ રૂડાભાઈ વાળા ત્રીસ વર્ષ અગાઉ 1985માં રાજકોટ
નગરપાલિકા મારફતે રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે સત્તાવીસો રૂપિયામાં મળતું ‘સુવેગા’ મોપેડ ચલાવતા હતા.
* * * * * * *
(Monday, 8 June 2015 at 12:34pm)
નવી કાર ખરીદવાની ટીપ...(1)
સાથે પાળેલા કૂતરાને (પૉમરેનિઅન સિવાયનો હટ્ટો-કટ્ટો) લઈ જવો અથવા રખડતા હટ્ટા-કટ્ટા કૂતરાને પકડી લાવવો. તેને જમીન પરથી હૂડ પર
કૂદકો મરાવવો. હૂડ બેસી જાય તો સમજવું કે કાર મજબૂત નથી.
* * * * * * *
(Tuesday, 9 June 2015 at 01:30pm)
મૅનિકિન જેટલું કોઈ નસીબદાર નહીં...તો કમનસીબ પણ કોઈ
નહીં...
રોજ નવા કપડાં પહેરવા મળે...પણ ફિટીંગ વગરના પહેરવા
પડે...
* * * * * * *
(Wednesday, 10 June 2015 at 03:50pm)
પરદેશી ફાસ્ટફૂડ ચેઇન રેસ્ટરૉના ભારતીય માલિકો ગ્રાહક
ન હોય ત્યારે વેટર પાસે પોતાની ગાડી સાફ કરાવી લેવાનું ચૂકતા નથી.
(મેકડૉનલ્ડ્સ, સબ વે, કેએફસી, સ્ટારબક્સ = પગાર વસૂલ કરવાની મેન્ટૅલિટી)
* * * * * * *
(*) |
(Thursday, 11 June 2015 at 04:00pm)
શૈક્ષણિક સંસ્થાઓની જાહેરાતમાં એવા છોકરા – છોકરીઓના ફોટા મુકવામાં આવે છે જેઓ એ સંસ્થાના વિદ્યાર્થી – વિદ્યાર્થિની તો ના જ હોય...ફોટો પડાવવા પુરતો પણ યુનિફોર્મ ના પહેર્યો
હોય.
* * * * * * *
(Saturday, 13 June 2015 at 03:00pm)
‘નરબંકા રાઠોડ’...
અમદાવાદ કે તેના જેવા શહેરોમાં ફરતી ઑટોરિક્શૉના હૂડ
પર હવે આ શબ્દો વાંચવા મળતા નથી. શું રિક્શોની ઉત્પાદક કંપનીઓ
અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગના સત્તાધીશો પગલાં લેશે?
* * * * * * *
(Tuesday, 16 June 2015 at 01:45pm)
ક્રેડિટ કાર્ડ ધરાવતો સુથાર એ દુનિયાની એકમાત્ર
વ્યક્તિ છે જે રંધો ઘસીને કમાણી કરે છે અને કાર્ડથી ખરીદી-ખર્ચ કરે છે ત્યારે પણ
ક્રેડિટ કાર્ડ ઘસાવે છે.
* * * * * * *
લલિત મોદી ‘કાંડ’નો અૅલ્બમ |
(Thursday, 18 June 2015 at 03:00pm)
“રૂપિયા 700 (સાતસો)
કરોડના કૌભાંડી લલિત મોદીને ‘સેફ પેસેજ’ આપવાના
મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના બચાવમાં વકીલ – નાણામંત્રી
અરૂણ જેટલી ખોંખારીને કેમ કશું બોલતા નથી?”
“એમણે
ગુજરાતની સહકારી બૅન્કોના રૂપિયા 1400 (ચૌદસો) કરોડના કૌભાંડી કેતન
પારેખને ‘સેફ પેસેજ’ અપાવવા
તેનો સર્વોચ્ચ અદાલતમાં મોં ફાડીને બચાવ કરેલો એટલે.” ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
(Friday, 19 June 2015 at 10:25am)
પ્રથમ ‘વિશ્વ યોગ દિવસ’ 21 જૂન નિમિત્તે જેમને રવિવારની સવારે
આસનો કરવાના છે તેમના માટે આજે રમઝાન મહિનાના પ્રથમ દિવસ શુક્રવારની / જુમ્મે દિનની પાંચે – પાંચ કે કોઈ એક નમાજમાં સામેલ થઇને પ્રૅક્ટિસ કરવાનો મોકો છે.
* * * * * * *
(Saturday, 20 June 2015 at 05:30pm)
‘વિશ્વ યોગ દિવસ’ 21 જૂનનો પ્રારંભ તો આજે 20મી જૂનની રાતથી જ થઈ જવાનો
છે...
...સવાસનથી...
* * * * * * *
(Sunday, 21 June 2015 at 06:30pm)
આજની દિનચર્યા : ‘વિશ્વ યોગ દિવસ’, 21 જૂન 2015
સવારે ચાઇનીઝ ચટ્ટાઈ પર બેસીને યોગ કર્યો...બપોરે
ચાઇનીઝ ખાધું...અને રાત્રે ચાઇનીઝ ખાવા કાઠિયાવાડી હોટલમાં જવાનું છે.
* * * * * * *
રામ માધવની લુલીનો વલવલાટ |
(Tuesday, 23 June 2015 at 10:20am)
અમેરિકી પ્રેસિડેન્ટ જે સ્થળની મુલાકાત લેવાના હોય
તેનો સલામતી બંદોબસ્ત ચકાસવા સિક્યુરિટી વિંગના કૂતરા અગાઉથી તે સ્થળે પહોંચી જાય
છે. નરેન્દ્ર મોદી આ જ કામ માટે રામ માધવને
મોકલી આપે છે.
સપ્ટેમ્બર 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અમેરિકાની મુલાકાતે ગયા તે સમયે વોટ્સએપ પર ફરતો થયેલો ઉપરોક્ત જોક...આજે એટલા
માટે યાદ કરવાનો કે...
ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીને ‘વિશ્વ યોગ દિવસ’નું સત્તાવાર આમંત્રણ પ્રોટોકોલના
કારણોસર નહોતું અપાયું તેવી દિવા જેવી સાફ વાતને જોયા, જાણ્યા કે સમજ્યા વિના દરેક
બાબતે મંતવ્ય જાહેર કરતા રામ માધવ આવી જોકને પણ લાયક નથી એવું લાગે છે.
* * * * * * *
અમદાવાદના મેયર મીનાક્ષી પટેલ |
(Wednesday, 24 June 2015 at 09:09pm)
સનસનીખેજ સમાચાર સંશોધન
છ કલાક માટે વરસાદની મદદ મળતાં અમદાવાદ શહેરમાં
ગણતરીની પળોમાં સાડા પાંચસો તળાવોનું સર્જન શક્ય બન્યું. વિરોધ પક્ષો જેને
ખાડા-ખાડા કહીને વગોવતા હતા એવા આ તળાવોને ચોતરફ પાળી બનાવવા વિશ્વ બૅન્કની સહાય
મળશે. ખાડા ખોદાવનાર અમદાવાદ
મ્યુનિસિપલ કૉર્પોરેશનના આવકારદાયક પગલાની મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા
પ્રશંસા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
વહીવટીતંત્ર તેમજ મેયર મીનાક્ષી પટેલને શાબાશી.
* * * * * * *
(Thursday, 25 June 2015 at 06:00pm)
કટોકટીની જાહેરાત સાથે જ 25 જૂન 1975ની મધરાતે વિરોધપક્ષના નેતાઓની
સાથે-સાથે જનસંઘના લાલ કૃષ્ણ અડવાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ચાલીસ વર્ષ પછી 2015માં આજના દિવસે પુનઃ જો
કટોકટીની જાહેરાત કરવામાં આવે તો કોની ધરપકડ કરવામાં આવે?
ભારતીય જનતા પક્ષના લાલ કૃષ્ણ અડવાણીની...
* * * * * * *
(Monday, 29 June 2015 at 11:00am)
પારકા રૂપિયા ઓળવી જવાની આવડતને ‘લલિતકળા’માં સમાવી લેવાશે?
ગયા મહિને અહીં મુકેલી મે – 2015ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જૂન – 2011, જૂન – 2012, જૂન – 2013 તેમજ જૂન – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2013/07/2011.html
http://www.binitmodi.blogspot.in/2013/07/2011.html
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
Choclate effect of development by political economy, minus inclusiveness.
ReplyDelete