(ઑક્ટોબર – 2014) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 48મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012 અને 2013ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑક્ટોબર
– 2014. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Thursday, 2 October 2014 at 04:20pm)
ગાંધી જયંતી – આ એક જ એવો ખાસ દિવસ છે જેમાં ભારતનાં કેટલાક રાજ્યોમાં વ્યક્તિગતપણે
વપરાતા અટક અને નામ બન્નેનો ઉપયોગ થયો છે...‘ગાંધી’ અને ‘જયંતિ’...
* * * * * * *
(દશેરા : Friday,
3 October 2014 at 03:15pm)
“એક કિલો
ફાફડા આપો.”
“પહેલી
નવરાત્રિની બપોરે બનાવેલા જોઇએ છે કે છેલ્લી નવરાત્રિની રાત્રે બનાવેલા?”
“એમ કરો, બન્ને પાંચસો-પાંચસો ગ્રામ આપો.
સ્વાદ તો સરખો જ હોવાનો.”
* * * * * * *
(Tuesday, 7 October 2014 at 02:40pm)
દરજીઓ પણ હાથમાં લેતા નથી તેવું
કામ રોડ કોન્ટ્રાક્ટર ઉલટભેર કરે છે...
...કપડાંને...SORRY…રસ્તાને
થીંગડાં મારવાનું.
* * * * * * *
(Saturday, 11 October 2014 at 12:15pm)
“પૌંઆનો ઉપયોગ સૌથી વધુ શેમાં
થાય છે?”
“બટાકાપૌંઆ બનાવવામાં.”…“ના.”
“પૌંઆનો સૌથી વધુ ઉપયોગ છાસને
જાડી કરી લસ્સી તરીકે ખપાવવા માટે થાય છે.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
(Saturday,
18 October 2014 at 09:25am)
“પાલવ જરા
સારામાંનો બતાવજો.”
“સાહેબ તમે
ગાડી ખરીદવા આવ્યા છો, સાડી નહીં...”
“ભાઈ...એટલે જ
કહું છું કે પાલવ જરા સારામાંનો બતાવજો...આ તમે ગાડીના દરવાજા પર લાગેલા સ્ટિકર, જેને બૉડિ ગ્રાફિક્સ કહો છો...
…તેને અમે
સાડીના વેપારીઓ પાલવ તરીકે ઓળખીએ છીએ...”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
જેલ, જયલલિતા અને જગ્યા |
(દિવાળી : Thursday, 23 October 2014 at 02:15pm)
પ્રતિ,
રાજ્યની જેલોના વડા
(ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પ્રિઝન્સ),
કર્ણાટક રાજ્ય.
મહેરબાન સાહેબશ્રી,
દિપાવલી અને નવા વર્ષની ખૂબ-ખૂબ
શુભેચ્છાઓ.
લિ. આપનો સેવક જેલર – બેંગલુરુ
શહેર મધ્યસ્થ જેલ
તા.ક. આપને વિદિત થાય કે સુશ્રી
જયલલિતાને સર્વોચ્ચ અદાલત તરફથી જામીન મળી ગયા પછી અમારે ત્યાં વધુ ત્રણ કેદીઓને
સમાવી શકાય તેટલી જગ્યા થઈ છે. ઘટતું કરવા વિનંતી.
* * * * * * *
(વિક્રમ સંવત
૨૦૭૧ પ્રારંભ : Friday, 24 October 2014 at 11:00am)
વિક્રમ સંવતના નવા વર્ષના શુભ
સમાચાર એ છે કે...
...નેનો કાર હવેથી દેશભરની સસ્તા
અનાજની દુકાનોએથી ઉપલબ્ધ રહેશે.
* * * * * * *
(ભાઈબીજ : Saturday, 25 October 2014 at 09:00am)
“બહેન...આજે
ભાઈબીજના દિવસે તારા માટે શું ભેટ લાવું?”
“ભાઈ...તારી
ભાવના જ મોટી વાત છે. બોક્ષમાં પેક કરાવીને લાવી શકાય તેવી કોઈ પણ વસ્તુ
લાવજે...બસ...”
“બસ નહીં
બહેના...હું નેનો કાર લઇને આવીશ.”
* * * * * * *
(Tuesday, 28 October 2014 at 03:33pm)
અનારકલી પહેરીને હરવા-ફરવા માટે
તૈયાર પત્નીને સાથ આપવા પતિએ લેંઘો-ઝભ્ભો પહેરીને ઘર બહાર નીકળવું નહીં. કેમ કે
એમાં બન્નેની આબરૂ ઓછી થાય છે...
હું પતિ-પત્નીની આબરૂની વાત નથી
કરતો, અનારકલીની ચિંતા પણ નથી કરતો...
...લેંઘા-ઝભ્ભાની રહી-સહી આબરૂનું
ધોવાણ થાય તેની ચિંતા છે.
* * * * * * *
(Thursday, 30 October 2014 at 11:33am)
સરકારી, અર્ધ-સરકારી કે બૅન્કમાં કોઈ કામ પાર
પાડતી વખતે જે-તે ઑફિસ સંબંધિત કામ સાથે ઓળખ, સરનામાના પુરાવા માટે પાન કાર્ડ, વૉટર આઈ-ડી કાર્ડ જેવા
દસ્તાવેજોની ફોટોકોપી માગે છે. વાંધો નહીં. આ તો...
...તેમણે માંગેલું બધું જ જો
સાચવવું હોય તો ચાંગોદરમાં ઑફિસ દીઠ એક ગોડાઉન ભાડે રાખવું પડે.
નોંધ : ચાંગોદર = અમદાવાદની પશ્ચિમે આવેલો ઔદ્યોગિક
વિસ્તાર
* * * * * * *
(Friday, 31 October 2014 at 11:22am)
વિક્રમ સંવતના નવા વર્ષે પહેલી
વાર મળતા ‘હેપી ન્યૂ યર’ કહીએ તો
જવાબમાં ‘Happy New Year’ કહેવાને બદલે “બહુ બકવાસ
ફિલ્મ છે” એવું કહેતા લોકો પરત્વે પૂરતી સહાનુભૂતિ
સાથે...
ગયા મહિને અહીં મુકેલી સપ્ટેમ્બર
– 2014ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ઑક્ટોબર – 2011, ઑક્ટોબર – 2012 તેમજ ઑક્ટોબર – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://binitmodi.blogspot.in/2012/11/2011.html
http://binitmodi.blogspot.in/2012/11/2011.html
(સંબંધિત તસવીરો
અને ઇમિજસ : નેટ પરથી)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 112મી પોસ્ટ (19 નવેમ્બર 2014)ના વાચન માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 7 જાન્યુઆરી 2015