(નવેમ્બર – 2014) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 49મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012 અને 2013ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર
– 2014. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
નટરાણી એમ્ફીથીઅટર – અમદાવાદ
Natrani Amphitheater – Ahmedabad
|
(Monday, 3 November 2014 at 01:40pm)
મલ્ટીપ્લેક્સ
થીઅટરમાં ફિલ્મ જોતી વખતે ન સંભળાય...
એમ.જે.
લાઇબ્રરિ, ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત
વિદ્યાપીઠના પુસ્તકાલયમાં છાપું, મેગેઝિન કે પુસ્તક વાંચતી વખતે ન સંભળાય...
ટાઉન હૉલ, જયશંકર સુંદરી હૉલ કે ટાગોર
હૉલમાં નાટક જોતી વખતે ન સંભળાય...
...પરંતુ...ઉસમાનપુરા, અમદાવાદ સ્થિત નટરાણી એમ્ફીથીઅટરમાં કોઈ પણ કાર્યક્રમ જોતી વખતે માલિક – સંચાલક ડૉ. મલ્લિકા સારાભાઈના તેમજ અડોશ-પડોશના પાળેલા કૂતરાઓના ભસવાના
અવાજ અચૂક સંભળાય...
અમદાવાદનો
ઇતિહાસ રજૂ કરતી રંગમંચ શ્રેણી ‘કડક બાદશાહી’માં રજૂઆત
પામી નથી તેવી ‘જબ કુત્તે પે સસ્સા આયા’ સિવાયની
સાચુકલી વાત...
* * * * * * *
(Wednesday, 5 November 2014 at 11:25am)
‘આમ આદમી પાર્ટી’
એક એવો રાજકીય પરપોટો હતો જેને ટેકેદારો ગત વર્ષે દિલ્હીની વીજળી
વગરની ગરમીમાં બરફનો ગાંગડો બનાવવા નીકળ્યા હતા. એ નિષ્ફળતા પરથી બોધપાઠ લઇને હવે
આ વર્ષે એ કસરત શિયાળામાં પુનઃ પ્રારંભ પામશે.
* * * * * * *
(Friday, 7 November 2014 at 02:10pm)
કો-ઑપરેટિવ
બેન્કની જેમ કાળા નાણાનું ખાતું પણ ઝીરો બૅલન્સથી ઑપરેટ થઈ શકે એવી ખબર સાલી મને
આજે જ પડી.
નોંધ : ઉપરોક્ત
વિધાન ‘સાલી’ શબ્દના ઉપયોગ
વગર લખી શકાય એમ જ નહોતું. એટલા પૂરતો મને માફ કરવા વિનંતી.
* * * * * * *
(Tuesday, 11 November 2014 at 11:15am)
વિમાનની
ટક્કરનો ભોગ બનેલી ભેંસએ પોતાને થયેલી ઇજાની કળ વળ્યા પછી સુરત શહેર પોલીસ સમક્ષ
આજે પાઇલટ વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે...
‘હિટ એન્ડ ફ્લાય’ની...
* * * * * * *
(Friday, 14 November 2014 at 09:00pm)
ભૂખ્યા પેટે
ભજન ન થાય...
હા, ડાયબીટિઝનો ટેસ્ટ થઈ
શકે...ફાસ્ટિંગ શુગર...
આજે 14 નવેમ્બર – વિશ્વ
ડાયબીટિઝ દિવસ...
* * * * * * *
(Wednesday, 19 November 2014 at 01:50pm)
કાયમ લેંઘો
પહેરીને ફરતો જણ એક સવારે પેન્ટ પહેરીને સન્મુખ થાય ત્યારે ઝટ ઓળખાતો નથી.
* * * * * * *
બાંકડાનો ‘લીલો’ રંગ |
(Saturday, 22 November 2014 at 05:05pm)
બગીચામાં કે
જાહેર સ્થળે બેસવાના બાંકડાને કોઈ પણ કલર કરો...તેના પર બેસનારને ચેતવવા માટે
તો છેવટે ‘લીલો’ શબ્દ જ
કામમાં આવે છે...
‘બાંકડાનો રંગ
લીલો છે, બેસતા પહેલા ચકાસી લેશો.’
* * * * * * *
(Monday, 24 November 2014 at 07:20am)
મગફળીમાંથી
બનતા સીંગતેલનો જ્યારે સીંગભુજિયાની પ્રક્રિયા દરમિયાન મગફળી સાથે પુનઃ સંપર્ક થાય
છે ત્યારે તેને માને મળ્યા જેટલો આનંદ થાય છે.
* * * * * * *
કોટી કોટી વંદન |
(Wednesday, 26 November 2014 at 07:40am)
ધાર્મિક કે
અન્ય કોઈ પણ કારણસર આપણે ‘કોટી કોટી વંદન’ શું
કામ કરીએ છીએ?
શર્ટ, ટી-શર્ટ, સફારી શર્ટ, ઝભ્ભા કે બંડીનો ‘કોટી’ના મુકાબલે કોઈ વાંક-ગુનો છે ખરો?
* * * * * * *
વરરાજાની ગાર્ડન કાર |
(Saturday, 29 November 2014 at 03:00pm)
“સી.એ. સાહેબ, બગીચો મૂવેબલ પ્રૉપર્ટીમાં આવે
કે ઇમમૂવેબલ પ્રૉપર્ટીમાં?”
“ઘરનો બગીચો હોય તો ઇમમૂવેબલમાં અને વરરાજાની ગાડીને
ફૂલોથી વધુ પડતી શણગારી હોય તો એ મૂવેબલ પ્રૉપર્ટી ગણાય. ઇઝ ધેટ ક્લિઅર?”
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ.....
ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર –
2014ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012 તેમજ નવેમ્બર – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html
http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 113મી પોસ્ટ (16 ડિસેમ્બર 2014)ના વાચન માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 22 જાન્યુઆરી 2015