સુરેન્દ્ર સાકરલાલ મોદી / Surendra Sakerlal Mody
03-12-1927થી 26-07-2013
|
અમેરિકામાં બે દીકરીઓ અને બે પુત્રોના હર્યા-ભર્યા
પરિવાર સાથે બે દાયકાથી વસવાટ કરતા સુરેન્દ્રકાકાનું મિશિગન સ્ટેટના લાન્સિંગ
શહેરમાં શુક્રવાર 26 જુલાઈ 2013ની નમતી બપોરે 86 વર્ષની વયે અવસાન થયું. 3 ડિસેમ્બર 1927ના રોજ ગોધરા (પંચમહાલ જિલ્લો)માં જન્મેલા તેઓ છ ભાઈઓમાં સૌથી મોટા અને પાંચ
બહેનો સાથેના પરિવારમાં ત્રીજા નંબરે હતા. ઉર્મિલાકાકી સાથેનું તેમનું લગ્નજીવન છ
દાયકા ઉપરાંતના સમયગાળાનું રહ્યું તેવું ગણતરી કર્યા વગર બહુ સહેલાઇથી કહી શકાય.
તેમના વિશે લખતાં આ ‘દાયકો’ શબ્દ વિશેષ મહત્વનો છે. કેમકે
પંચમહાલ જિલ્લાના / Panchmahal
District પ્રથમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ / Chartered Accountant તરીકે જેમની ઓળખ બહુ ગૌરવપૂર્વક અપાતી હતી તે
સુરેન્દ્ર સાકરલાલ મોદીની / Surendra Sakerlal Mody ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકેની
કારકિર્દી પાંચ દાયકા ઉપરાંતના વર્ષો સુધી વિસ્તરેલી હતી. પિતરાઈ ભાઈ હોવા સાથે
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી ધરાવતા હસમુખ ઓચ્છવલાલ મોદી સાથે મળીને ગોધરામાં / Godhra સ્થાપેલી ‘મોદી એન્ડ મોદી કંપની’ની
/ Mody & Mody Co. – Chartered
Accountants કામગીરી પણ એ રીતે પાંચ દાયકા
સુધી વિસ્તરેલી અને એમ ગણતા તે લાંબામાં લાંબા સમયગાળા માટે ચાલેલી ભાગીદારી પેઢી
ગણાતી હતી.
સુરેન્દ્રકાકા મારા પિતા (સ્વર્ગસ્થ પ્રફુલ મોદી / Late Praful Modi)ના માસીયાઈ ભાઈ અને એ રીતે મારા કાકા થતા હતા.
અમેરિકાને કાયમી ઘર બનાવ્યું તે પહેલાં વતન ગોધરામાં જ રહેતા હતા. મારા ખુદના
બા-દાદા ગઈ સદીમાં એંસીના દાયકાના પ્રારંભે અવસાન પામ્યા પછી પાલીમાસી –
સાકરમાસાનું (સુરેન્દ્રકાકાના માતા-પિતા) ઘર જ જાણે અમારું ઘર હતું. એકવાર મેં
તેમને પૂછ્યું હતું કે...
“આ તમારા બંગલાની બહાર પાર્વતી
નામની પ્લેટ કેમ લગાવી છે?”
“અલ્યા...એ મારી બાનું નામ છે.”
“એમનું નામ તો પાલીમાસી છે.”
“એ તો આપણે બધા એને લાડમાં કહીએ
છીએ. બાકી સાચું નામ તે પાર્વતી...પાર્વતી સાકરલાલ મોદી / Parvati Sakerlal Mody.”
‘પાર્વતી’ બંગલો જ્યાં બંધાતો એ જગ્યાએ એ સમયગાળામાં આવી પહોંચેલા કોઈ
આગંતુકનો બાંધકામની દેખરેખ રાખતા સાકરમાસા / Sakerlal Maganlal Mody સાથે થયેલો આ ડાયલૉગ પણ માણવા જેવો છે...
“કાકા...હવે તમારી ઉંમર થઈ છે.
શીદને અહીં આવો છો. કામ તો એની રીતે થતું જ રહેશે અને બંગલો ય બંધાશે.”
“અરે તમે લોકો ધાર્યું કામ ન કરો તો
રૂપિયા તો સુરેન્દ્રના ઓછા થાય ને? હું એનો બાપ છું તે એટલું ય ધ્યાન
ના રાખી શકું?”…“હું આવીશ પણ ખરો અને માથે ઊભો
રહીને તમારી પાસેથી કામ પણ લઈશ.”
મારા પપ્પા બૅન્કમાં કામ કરતા હતા. ગામે-ગામ બદલી થાય. સુરેન્દ્રકાકાની કાયમી
સૂચના રહેતી કે ‘પ્રફુલ, દિવાળી કરવા તો તારે ગોધરા
જ આવી જવાનું. ઘર ખુલ્લું જ છે.’ ખરેખર જ, માત્ર શબ્દાર્થમાં જ નહીં...યથાર્થપણે તેમનું ઘર ખુલ્લું જ રહેતું...સદાયને માટે...કોઈ પણને માટે. મને યાદ
જ નથી આવતું કે અમે તેમને કદી ઘરના ડ્રોઇંગરૂમમાં મળ્યા હોઇએ. કારણ કે એ પોતે જ
ડાઇનીંગ ટેબલ પર બેઠા હોય. સંતાનો પાસે જઈ કાયમી ધોરણે અમેરિકામાં રહેવાનું
સ્વીકાર્યું તેના છેલ્લા વર્ષોમાં તો એવું થતું કે ઘરમાં તેઓ અને ઉર્મિલાકાકી / Urmila Surendra Mody બે જ વ્યક્તિ હોય...પણ જમવાની થાળી છ જણની પીરસાતી
હોય.
પપ્પા અને સુરેન્દ્રકાકા મળે એટલે એક ઉઘરાણી અવશ્ય
થાય. નવી ચલણી નોટોની / Fresh Currency Notes. બૅન્કમાં કામ કરતા ભાઈ પાસેથી નવી નોટો મળે એ તેમની સહજ અપેક્ષા. પપ્પા
નોકરીમાં રહ્યા ત્યાં સુધી નવી નોટોની સપ્લાય લાઇન ચાલુ રહી. બે રૂપિયાની નવી
નોટના બંડલથી શરૂ થયેલો એ ક્રમ દસ રૂપિયાની નોટના બંડલ સુધી ચાલ્યો. ઉંમરમાં ઘણા
નાના એવા મને તેમની અને પપ્પાની વચ્ચે થયેલો એક ડાયલૉગ બરાબર યાદ છે. પપ્પાએ
પૂછ્યું હતું...
“સુરેન્દ્રભાઈ...આ નવી નોટોનું તમે
કરો છો શું? કહો તો ખરા.”
“પ્રફુલકાકા...આ પાલીબા છે ને તે રિક્ષામાં
રોજ મંદિરે જાય. ભાડું આપવા અને છૂટાની માથાકૂટ ટાળવા આ બે રૂપિયાનું બંડલ તેને
આપી રાખું. રોજ આવતાં-જતાં તે બે નોટ વાપરે. દાન-ધરમેય કરે. ખૂટે એટલે મને કહે તે
પાછું હું નવું બંડલ આપું અને તારી પાસે નવેસરથી ઉઘરાણી ચાલુ રાખું.” હા, સાકરમાસા સાથે પિતરાઈ ભાઈના એક સગપણે સુરેન્દ્રકાકા પપ્પાને ક્યારેક
‘પ્રફુલકાકા’ કહેતા અને ઉર્મિલાકાકી ‘સુધાકાકી’ એમ કહીને એમાં સાથ પુરાવતા. એ વખતે
રિક્ષાનું મિનિમમ ભાડું બે રૂપિયા હતું. પાંચ રૂપિયા થયું તો પાંચના બંડલની આપ-લે
તેમની વચ્ચે થવા માંડી.
જો કે પછીથી આ કડાકૂટનો ય અંત લાવવા તેમણે પાલીબાને રિક્ષા જ બાંધી આપી હતી.
મહિનો થાય ને રૂપિયા ચૂકવી આપવાના. અહીં સુધી વાંચનારને અને સુરેન્દ્રકાકાને અંગત
ધોરણે નહીં ઓળખનારને સહજ પ્રશ્ન થાય કે...‘ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે ધીખતી
પ્રૅક્ટિસ ધરાવતા તેમની પાસે ઘરની ગાડી નહોતી?’ પ્રશ્ન થવો વાજબી છે અને એનો જવાબ પણ એવો વાજબી જ છે કે...‘ના.’ તેમની એવી
દલીલ રહેતી કે...તો પછી ગામનો ભાડાની ગાડીવાળો ક્યારે કમાશે? વરસના વચલે દહાડે ગામની બહાર નીકળવું હોય એના માટે ગાડી / Car વસાવવાની શું જરૂર છે? આજે 2013માં પાંચ-સાત-પંદર હજારના પગારદારોને પણ ઘરના સ્કૂટર-ગાડી લઇને હડિયાપાટી કરતા
– પેટ્રોલના ધૂમાડા છોડતા જોઉં છું ત્યારે મને કારકિર્દીનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો
હોવા છતાં ગોધરા ગામમાં સુવેગા મોપેડ / Suvega Moped પર ઘરેથી ઑફિસે જતા સુરેન્દ્રકાકા અચૂક યાદ આવે છે. મને લાગે છે આ તેમનું
વિઝડમ હતું – ડહાપણ હતું.
તેમની સાથેનો એક પ્રસંગ મારાથી ભૂલાતો નથી તે આ. પાસપોર્ટ / Pass Port માટે જન્મનો દાખલો / Birth Certificate નવેસરથી મેળવવા હું ગોધરા ગયો હતો. પપ્પાએ તેમનું આવકવેરાનું રિફન્ડ ઑર્ડર / Income Tax Refund Order લાવવાનું કામ પણ સોંપ્યું હતું. એ માટે સુરેન્દ્રકાકાને ઑફિસે ફોન કર્યો. મને
કહે...‘આવકવેરા કમિશનર / Income Tax Commissioner નવા આવ્યા છે તે મને રિફન્ડ ઑર્ડર આપતા નથી. તું પ્રફુલનો દીકરો છું એવી કોઈ
સાબિતી સાથે હોય તો એ લઇને મારી ઑફિસે કે સીધો આવકવેરા ખાતાની ઑફિસે આવી જા. ત્યાં
જ મળીશું.’ જન્મનો દાખલો મારી પાસે હતો જ તે હું પહોંચી ગયો. રિફન્ડ ઑર્ડર અપાવ્યા
પછી કમિશનરની સાથે જ એ તેમની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા. સુરેન્દ્રકાકાના ઑફિસ
ક્લાર્કને જાણતા કમિશનરે તેનાથી બમણી ઉંમરના કાકાને કારના દરવાજા સુધી પોતાની
ઑફિસબેગ લઈ લેવા ઇશારો કર્યો. ગુસ્સે થયા વગર જ તેમણે કમિશનરને સુણાવ્યું
કે...મારા ઑફિસ ક્લાર્કને મેં આજ દિન સુધી હાથમાં ફાઇલ પણ પકડાવી નથી. મારા વડીલ
છે એ તો જાણે સમજ્યા પણ તમારા માટે તો એ બાપની ઉંમરના છે. મને લાગે છે એમ નહીં...આ
જ એમની ખુમારી હતી.
કન્સીલ્ડ ઇલેક્ટ્રિક વાયરિંગ સૌ પ્રથમ તેમના નવા બંધાયેલા બંગલામાં જોયું હતું
અને ત્યારે એ નવી નવાઈનું લાગ્યું હતું એ મારે કબૂલવું જોઇએ. એમ તો મારે એક પણ સગી
બહેન નથી. પણ ભાઈ તરીકે મારે કોઈ સક્રિય ભૂમિકા ભજવવાની થાય એવો પહેલો અવસર તેમણે
જ મને આપ્યો હતો. દેવગઢ બારિયા / Devgadh Baria રહેતા ત્યારે ભાઈ-બહેનોમાં સૌથી મોટા મીનાબહેનનું / Meena Surendra Mody સગપણ બારિયાના રાજેશભાઈ ધારિયા / Rajesh Dharia સાથે કરવાનું નક્કી થયું. તેમના સગા ભાઈઓ મીનેષભાઈ / Minesh Surendra Mody કે પથિક /
Pathik Surendra Mody વડોદરા ભણતા હોવાના કારણે કે અન્ય
કારણોસર દેવગઢ બારિયા પહોંચી શકે તેમ ન હતા. વિવાહ પ્રસંગે ભાઈ તરીકે જે કંઈ વિધિ –
વિધાન કે જવાબદારી નિભાવવાની હોય તે મારા ભાગે આવી એ અવસર મારા માટે ભૂલ્યો ભૂલાય
નહીં તેવો છે. બીજા દીકરી પીનાબહેન / Pina Surendra Mody ઘરનું સુશોભન સારી રીતે કરતા એ જોયાનું યાદ છે. વ્યવસાયે ડૉક્ટર એવા
દિનેશભાઈને /
Dr. Dinesh Shah પરણેલા પીનાબહેન તેમની મદદથી જ સુરેન્દ્રકાકાના
સ્વાસ્થ્યની છેવટ સુધી કાળજી રાખવાને સક્ષમ બન્યા એમ કહું – લખું તો ખોટું નહીં.
આયુષ્યના છેલ્લા વર્ષોમાં પાર્કિન્સન્સથી / Parkinson’s પીડાતા સુરેન્દ્રકાકા સ્પષ્ટપણે બોલી શકતા નહોતા. ગયા વર્ષે પપ્પાના અવસાન
પછી મમ્મી (સુધા પ્રફુલ મોદી / Sudha Praful Modi) અને મારી સાથે વાત કરવાની જીદે જ પરિવારજનોએ તેમના હાથમાં ફોન આપવો પડ્યો.
ઉંમરમાં પોતાનાથી કંઈક નાનો ભાઈ ચાલ્યો ગયો અને પોતે પીડાઓ વેઠીને જીવી રહ્યા છે
એવી ત્રૂટક શબ્દોમાં બોલાયેલી લાગણી સાથે ખૂબ રડ્યા. તેમનું રૂદન શમે એ પહેલાં
તેમના માટે આંસુ સારવાનો વખત આવી પહોંચ્યો એ બહુ કઠે તેવું છે. વરસોના પસાર થવા
સાથે વતન ગોધરામાં જવાના કારણો – પ્રસંગો સાવ જ ઘટી ગયા છે. એટલું નક્કી કે
‘પાર્વતી’ બંગલા / Parvati Bungalow
પાસેથી પસાર થતી વખતે હવે કાળજું કઠણ રાખવું પડશે.
“આ તમારા બંગલાની બહાર પાર્વતી નામની પ્લેટ કેમ લગાવી છે?”
ReplyDelete“અલ્યા...એ મારી બાનું નામ છે.”
“એમનું નામ તો પાલીમાસી છે.
સુરેન્દ્રભાઈ મોદીને શ્રદ્ધાંજલી......
Dear Binit,
ReplyDeleteIndeed you have paid A Nice Tribute to Late Shri SurendraBhai. May his soul rest in peace in his New Heavenly abode.
CHANDRAKANT PARIKH (A Relative from AHMEDABAD)
(Response through GOOGLE+ : 3 August 2013)
લુણાવાડા સ્ટેટના છેલ્લા રાજવી મહારાજા વિરભદ્રસિંહજીનું આવકવેરાનું રીટર્ન 'મોદી એન્ડ મોદી કંપની' વતી સુરેન્દ્રભાઈ મોદી ફાઇલ કરતા હતા.
ReplyDelete'તેમની પાસે ઘરની ગાડી નહોતી?' એ પ્રશ્નના અને 'ના' જવાબના સંદર્ભમાં જણાવવાનું કે જરૂર પડ્યે વિરભદ્રસિંહ સુરેન્દ્રભાઈને લેવા માટે લુણાવાડાથી ગોધરા ડ્રાઇવર અને ગાડી મોકલતા હતા. આ પ્રકારની સેવાઓ કંપનીઓનું ઑડિટ કરતા પણ મળતી હતી એટલે તેમને ઘરની ગાડી વસાવવાની જરૂર નહોતી પડી.
વિરભદ્રસિંહ (જન્મ : 8 જૂન 1910)નો 6 ડિસેમ્બર 1996ના રોજ સ્વર્ગવાસ થયો ત્યાં સુધી તેમણે સમગ્ર મોદી કુટુંબ સાથે નાતો જાળવી રાખ્યો હતો.
ચંદ્રવદન મહેતા (લુણાવાડાના વતની; હાલ અમદાવાદ, મોદી પરિવારના સંબંધી)
(અંગત વાતચીત દરમિયાન આપેલી માહિતી : 8 ઑગસ્ટ 2013)
વાહ! સરસ લખાણ છે.
ReplyDeleteજસ્મીન ભીમાણી (રાજકોટ, ગુજરાત)
(Response through FACEBOOK : Friday, 9 August 2013)
હૃદયપૂર્વકની અંજલિમાં અમારી સામેલગીરી.
ReplyDeleteઉર્વીશ કોઠારી (મહેમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK Post : Saturday, 27 July 2013)
ગોધરા અને બારિયાના ઉલ્લેખ વાંચીને હું પણ ત્યાં પહોંચી ગઈ હોઉં એવું લાગ્યું! પ્રભુ સદ્દગતના આત્માને શાંતિ આપે.
ReplyDeleteશીવાની દેસાઈ (સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિઆ, અમેરિકા)
(Response through FACEBOOK Post : Sunday, 28 July 2013)
May God bless his soul and SurendraKaka will be remembered forever.
ReplyDeleteShilpa Doshi (Fremont, California, USA)
(Response through FACEBOOK Post : Monday, 29 July 2013)
Dear BinitBhai,
ReplyDeleteSorry to hear about SurendraKaka. May his soul rest in peace!
My Maternal Grandfather Late RamanLal Parikh was SurendraBhai's neighbour at Prabhakunj Society, Godhra. I still remember that we used to play Cricket (Mostly throughout the Day) at SurendraKaka's compound; when I enjoyed to go my Nana's home. Can't remember whether he was staying there at that time or already migrated to USA, but we never had any complaint from anyone staying in that house. Also, I had heard about his Loving - Caring nature so many times from my cousins Nehal and Viral AshwinBhai Parikh.
Prerak Bharat Shah (Dubai, UAE from Ahmedabad)
(A Relative, Native of Godhra and professionally a Chartered Accountant working at Dubai - UAE)
(Response through E-mail for FACEBOOK Post : Saturday, 27 July 2013)
May his soul rest in peace.
ReplyDeleteTrupti Shah (Native of Godhra from Ahmedabad)
(Response through FACEBOOK Post : Saturday, 27 July 2013)
Dear Pathik,
ReplyDeletePlease accept my Heart felt condolence. May you and your family get the strength to bear with his irreplaceable loss.
Ashish Shah (Ahmedabad, Gujarat)
(Response through FACEBOOK Post : Sunday, 28 July 2013)
Dear Binit,
ReplyDeleteThis is a great write-up and a true tribute to SurendraKaka. You are like one of the Mody family foundation stone that makes the common generation stronger than ever. 160 plus year and Mody family is intact as every new generation as happens every 25 years have created a new foundation stone as the older stones melt down. Keep up the good work and wishing best of everything in your life.
BATUK MODI
(Younger Brother of SurendraBhai Mody living in USA)
(Response through E-mail for FACEBOOK Post : Monday, 29 July 2013)
છેલ્લા તેત્રીસ વર્ષથી ગોધરામાં ટેક્ષેશન પ્રૅક્ટિસ સાથે સંકળાયેલો છું. ગોધરા ટેક્ષ પ્રૅક્ટિશનર અસોસિએશને ગુરૂવાર 1 ઑગસ્ટ 2013ના રોજ પ્રભાકુંજ સોસાઇટી સ્થિત શ્રીમાળી વાડીમાં સુરેન્દ્રભાઈની સ્મૃતિમાં પ્રાર્થનાસભા આયોજિત કરી હતી.
ReplyDeleteઉપરોક્ત પોસ્ટમાં જેમનો નામોલ્લેખ છે તે હસમુખભાઈ મોદીએ તેમની સાથેના કૌટુંબિક - વ્યવસાયિક સંભારણાઓ સ્મૃતિસભામાં વાગોળ્યા હતા.
ઉપેન્દ્ર શાહ
(ગોધરા સ્થિત ટેક્ષ પ્રૅક્ટિશનર, અનુપ હસમુખભાઈ મોદી અને મીનેષ સુરેન્દ્રભાઈ મોદીના મિત્ર)
(Response through FACEBOOK Post : Thursday, 1 August 2013)
very nice...indeed a very good writing...my hearty salute to surendra uncle..prabhu emni atma ne shanti ape..
ReplyDeleteon behalf of Lt. Mr. J.P. Shah,
Vacha and family
પાંચ બહેનો સાથેના પરિવારમાં સુરેન્દ્રભાઈ છ ભાઈઓમાં સૌથી મોટા હતા. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો અભ્યાસ પૂર્ણ કરી વ્યવસાયી જગતમાં સક્રિય થતાં તેમનાથી નાના પાંચ ભાઈઓ અને એક બહેનને આગળ ભણાવવાની, ઉચ્ચ અભ્યાસ કરાવવાની નૈતિક તેમજ આર્થિક જવાબદારી તેમણે સ્વૈચ્છિક રીતે ઉપાડી લીધી હતી. પરિવાર પ્રત્યેનું તેમનું આ પ્રદાન ભૂલ્યું ભુલાય નહીં તેવું છે.
ReplyDeleteબહોળો, વિશાળ, ગંજાવર, વિસ્તૃત એવા તમામ વિશેષણો નાના પડે તેવા મોદી પરિવારના સભ્યો સમક્ષ જ્યારે-જ્યારે પણ કોઈ આપદા આવી પડી, મુશ્કેલી સર્જાઈ, મૂંઝવણમાં મુકાયા હોય અને માર્ગદર્શનની જરૂર પડી ત્યારે-ત્યારે મોભી તરીકે સુરેન્દ્રભાઈનું નેતૃત્વ પરિવારને પ્રાપ્ત થતું રહ્યું. અરે, એવા સંજોગોમાં પરિવારના કોઈ પણ સભ્યની નજર તેમના તરફ જ ઠરતી. પરિવારના નાના-મોટા સૌ સભ્યો તેમને ‘મોટાભાઈ’ તરીકે જ સંબોધતા.
આનાથી એક કદમ આગળ વધીને હું એમ પણ કહેવાનું પસંદ કરીશ કે 'Arbitrator'ની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીને તેઓ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા.
પારિવારિક સગપણની રીતે સુરેન્દ્રભાઈ મોદી મારા સાળા થતા હતા. નાનાભાઈ નવીનને ડિસેમ્બર - 2012માં ટૂંકી માંદગીમાં ગુમાવ્યા પછી સુરેન્દ્રભાઈની વિદાય સાથે મને એવું લાગે છે કે મેં મારો બીજો ભાઈ પણ ગુમાવ્યો.
અરવિંદ નટવરલાલ શાહ અને ચંપાબહેન (ગોધરાના વતની; હાલ અમદાવાદ, મોદી પરિવારના સંબંધી)
(અંગત વાતચીત દરમિયાન આપેલી માહિતી : 13 સપ્ટેમ્બર 2013)
પોસ્ટમાં જેમનો ઉલ્લેખ છે તે ભાઈ હસમુખ અને સુરેન્દ્રએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી પ્રાપ્ત કરતા પહેલા તે અંગેની પૂર્વ તાલીમ (Articleship for CA) આ ક્ષેત્રની પ્રખ્યાત એવી મુંબઈની કે.એસ. આયર એન્ડ કંપનીમાં લીધી હતી. થોડો સમય ત્યાં નોકરી પણ કરી.
ReplyDeleteદેશ સ્વતંત્ર થયો તે સમયના ભારતમાં ભણતરના પાંખાં પ્રમાણની સામે બન્ને ભાઈઓએ મેળવેલી ઉચ્ચ પદવી જોતાં કોઈ મોટી બહુરાષ્ટ્રીય કંપની (Multi National Company)માં જોડાઈ જવાનો અને કમાણીની દ્રષ્ટીએ ફળદ્રૂપ એવો એકમાત્ર વિકલ્પ તેમના માટે ખુલ્લો હતો. આર્થિક તેમજ ઔદ્યોગિક રીતે અતિ પછાત એવા બહુમતી આદિવાસી વસતી ધરાવતા પંચમહાલ જિલ્લામાં આવેલા વતન ગોધરામાં તો એમને તેમના બરનું કામ મળવું મુશ્કેલ નહીં શક્ય જ નહોતું.
તેમ છતાં સુરેન્દ્રએ વતન ગોધરામાં જ સ્થાઈ થઇને વ્યવસાયમાં આગળ વધવાનો નિર્ણય કર્યો તેના મૂળમાં પરિવારની જવાબદારી જ હતી. પોતાનાથી નાની એક બહેન (અનિલા) અને પાંચ નાના ભાઈઓ (વિનોદ, અરૂણ, સતીષ, બટુક અને યોગેશ મોદી)ને ઉચ્ચ અભ્યાસ કરાવી તેઓને પોતાના સરખા જ વ્યવસાયી સમકક્ષ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરવા તેણે મુંબઈને અલવિદા કરી.
હસમુખ મહાસુખલાલ શાહ (ગોધરાના વતની, હાલ અમેરિકા, મોદી પરિવારના સંબંધી)
(ફોનની વાતચીત દરમિયાન આપેલી માહિતી : ઑગસ્ટ 2013)
પ્રિય બિનીત,
ReplyDeleteસુરેન્દ્રભાઈના દુઃખદ અવસાનના સમાચાર આપની બ્લોગપોસ્ટ થકી જ જાણવા મળ્યા. હાલમાં હું લંડન છું પરંતુ માર્ચમાં ગોધરા હતો ત્યારે તેમના પિતરાઈ ભાઈ હસમુખભાઈને મળવાનું થયું હતું.
સુરેન્દ્રભાઈને સંગીત સાંભળવું ગમતું હતું એમ હું અંગત અનુભવે કહી શકું. ‘વોઇસ ઑફ મહંમદ રફી’થી જાણીતા થયેલા વોઇસ આર્ટિસ્ટ બંકીમ પાઠક સગપણમાં તેમના સાઢુભાઈ થાય. ‘પાર્વતી’ બંગલામાં યોજાયેલી એક સંગીત સંધ્યામાં મેં હાર્મોનિઅમ પર તેમની સાથે સંગત પણ કરી હતી. આવી તો કંઈ કેટકેટલી યાદો તેમની અને તેમના પરિવારજનો સાથે સંકળાયેલી છે.
પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ - આપદા જીરવી જવાની શક્તિ આપે એ જ આજના સમયની પ્રાર્થના.
સુભાષ જગદીશરાય દેસાઈ (કંઠ્ય સંગીત શિક્ષક, ગોધરાના રહેવાસી, હાલ લંડન)
(Response through FACEBOOK Mail : Monday, 16 September 2013)
સૌ મિત્રો - સ્વજનો,
ReplyDeleteબ્લોગની 74મી પોસ્ટ (30 જુલાઈ 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
સ્વજનની આખરી વિદાય સાથે જ તેમની સાથે ગાળેલા સમય - સંભારણાની યાદ આવે. સુરેન્દ્રકાકાની બાબતમાં આમ જ બન્યું. એ યાદોનું પરિણામ એટલે આ પોસ્ટ.
બ્લોગ જેવા જાહેર માધ્યમમાં સંબંધના નાતે પરિવારજન વિશે લખવું કે કેમ તેવો પ્રશ્ન પણ લખતાં અગાઉ થયો. એવા સવાલનો ઘરમેળે ઉકેલ શોધતો હોઉં એમ જાતે જ મન મનાવી લીધું કે ‘હું નહીં લખું તો બીજું કોણ લખશે?’ આવું સમાધાન એટલા માટે પણ જડી આવ્યું કે બહોળા કે બૃહદ મોદી પરિવારમાં ગુજરાતીમાં લખનારો હું એક જ છું તો એમ સમજવું કે આ કામ મારા ભાગે આવેલું છે.
મઝા પડી. મને લખવાની અને વાંચનારને વાંચવાની. અહીં પ્રતિભાવ પાઠવ્યા એ સિવાય અનેકોના ફોન આવ્યા. તે સૌનો આ તબક્કે આભાર.
એટલું કહું કે આવા દુઃખદ સંયોગે જ નહીં, એ સિવાય પણ ભવિષ્યમાં સ્વજનો વિશે હું લખવા ધારું છું તેવા મારા ઇરાદાને આ પોસ્ટથી બળ મળ્યું છે. ફરીથી આભાર.
બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 4 ઑક્ટોબર 2013
A Nice Tribute to Late Shri SurendraBhai. May his soul rest in peace in his New Heavenly abode..
ReplyDeleteShri Vinod Mody and Shri Arun Mody brother of Shri SurendraBhai, is my masa..just for your information.
JIJAJI TAMARA SAMBHARANA ME VACHYA MANE BAHU J ANAND THAYO SAME NAHI PAN THODI MALE AAVE TEVI VAATO AMARA BHAI O ANE AMARA PAPPA JODE KOK VAAR THAI CHE ETLE I SALUTE THE SCRIPT GOOD 1 JAI SHREE KRISHNA
ReplyDeleteપ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને સવા બે વર્ષ પૂર્ણ થયા.
74મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 30-07-2013 to 30-07-2014 – 610
બિનીત મોદી (અમદાવાદ)
Wonderful write-up and a great tribute to SurendraKaka!
ReplyDeletePriti Shah & Sanjiv Shah
(Response through FACEBOOK : 28 July 2014, Post Re-shared on FIRST Death Anniversary of Late Surendra Mody)