(જૂન – 2013) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી
ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના
સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે જૂન – 2013. જે તે
દિવસના વાર, તારીખ
સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Saturday, 1 June 2013 at 12:12pm)
ડમડમબાબાનું
ખરેખરું ચોંકાવનારું સંશોધન.....
દાદાગીરીથી નોકરી
કરતા લોકો અગાઉ એવું કહેતા કે ‘હું તો
રાજીનામું ખિસ્સામાં લઈને ફરું છું.’ વડાપ્રધાન ડૉ.
મનમોહનસિંહના ભ્રષ્ટાચારી પ્રધાનો સહેજ પણ ફેરફાર કર્યા વિના આ જ વાક્ય બોલી શકે
તેમ છે...મજબૂરીથી...
* * * * * * *
(Sunday, 2 June
2013 at 04:05pm)
ડમડમબાબાનું
ચોંકાવનારું સંશોધન.....
ભારતના નાના – મોટા શહેરોમાં રસ્તા પર ચાલો કે રસ્તો ક્રૉસ કરો એટલે કુદરતી
રીતે મૃત્યુ પામવાની શક્યતાઓ આપોઆપ ઘટી જાય છે.
* * * * * * *
(Monday, 3 June
2013 at 02:45pm)
ડમડમબાબાની
પ્રવાસીઓ જોગ સૂચના : હિલ સ્ટેશને હિલ વાળા ચંપલ પહેરીને ફરવા આવવું નહીં.
* * * * * * *
(Tuesday, 4 June
2013 at 11:00am)
ડમડમબાબાનું
ચોંકાવનારા સંશોધન અને ડાયલોગ સિરીઝનું કૉમ્બિનેશન.....
પ્રાથમિક – માધ્યમિક કક્ષાના ભણતર દરમિયાન સ્કૂલે અનિયમિત જતો કિશોર આગળ
જતાં ઉચ્ચ અભ્યાસ દરમિયાન કૉલેજમાં નિયમિત હાજરી આપતો યુવાન થઈ જાય છે. “શું તેનામાં અભ્યાસ અંગેની વૃત્તિ બદલાય છે?”...“ના. તેના
હૉર્મોનમાં બદલાવ આવે છે.”
* * * * * * *
જિયા ખાન |
(Wednesday, 5 June
2013 at 03:15pm)
ડમડમબાબાનો ડુમો : જિયા ખાનને શ્રદ્ધાંજલિ...
સામાન્ય માણસથી
લઈને સેલિબ્રિટિ સુધીના સંખ્યાબંધ લોકો રોજેરોજ પોતાનું જીવન ટુંકાવે છે...એ પરથી
એવું લાગે છે...કે...આપઘાત કરવો જાણે કે ‘હોબી’
બની ગયું છે...
* * * * * * *
(Wednesday, 5 June 2013 at
04:15pm)
ડમડમબાબા ફ્રેશ ‘ન્યૂ’ઝ સર્વિસ.....ગુજરાતની બે લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોના પેટાચૂંટણીના
પરિણામ.....
.....પ્રથમ
વરસાદે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ભૂવો પડી ગયો.
* * * * * * *
(Thursday, 6 June
2013 at 12:00 Noon)
ડમડમબાબા ઓલ્ડ ‘ન્યૂ’ઝ સર્વિસ.....
ગુજરાતની બે
લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોના પેટાચૂંટણીના પરિણામ.....ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
જેવા ઠોઠ વિદ્યાર્થીઓ માર્ચમાં લેવાતી રેગ્યુલર પરીક્ષામાં (ગુજરાત વિધાનસભા
ચૂંટણી : ડિસેમ્બર – 2012) તો નપાસ થાય જ છે.....ઑક્ટોબરમાં
લેવાતી પુનઃપરીક્ષામાં (પેટાચૂંટણીઓ : જૂન – 2013) એકાદ વિષયની
પરીક્ષા પણ પાસ કરી શકતા નથી.
* * * * * * *
અર્જુન મોઢવાડિયા : કોંગ્રેસનું વિસર્જન |
(Friday, 7 June
2013 at 12:00 Noon)
ડમડમબાબા ફ્રેશ ‘ન્યૂ’ઝ સર્વિસ.....
કોંગ્રેસનું
વિસર્જન કરવાનું ગાંધીજીનું સ્વપ્ન દાયકાઓ પછી ગુજરાત પૂરતું સાકાર થશે.....તેમના
જ ગામનો યુવાન આ સંદર્ભે પ્રયત્નશીલ છે...સફળતા હાથવેંતમાં...
નામ છે – અર્જુન મોઢવાડિયા.....
* * * * * * *
(Saturday, 8 June 2013 at 10:00am)
જીવવિજ્ઞાન અને
સૌંદર્યશાસ્ત્રને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
સ્માર્ટ હોવાનો
દાવો કરતી સફેદ ગરોળી ‘ફેર એન્ડ લવલી’નો
ઉપયોગ કરે છે...આયુર્વેદમાં વિશ્વાસ રાખતી પીળી ગરોળી ‘મુલતાની
માટી’નો ઉપયોગ કરે છે...અને...સુંદર દેખાવા તરફ દુર્લક્ષ
સેવતી કાળી ગરોળી એકપણ સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરતી નથી.
* * * * * * *
(Sunday, 9 June
2013 at 02:00pm)
ડમડમબાબાની કવિતા : કવિતામાં ડુગડુગી
ગોવામાં કે ગમે
ત્યાં...કારોબારી મળશે જ્યારે પણ...
...મેડિક્લેમનું
કાઉન્ટર રાખવું પડશે ક્યારેય પણ.....
* * * * * * *
(Monday, 10 June
2013 at 09:45am)
ડમડમબાબા કાર
ડીલર.....અહીં માત્ર નવી ગાડીનું વેચાણ કરવામાં આવે છે.....પાર્કિંગ કરવાની સમજણ
માગવી નહીં.....
* * * * * * *
(Monday, 10 June
2013 at 03:40pm)
ડમડમબાબાની
ડુગડુગી અને ફ્રેશ ‘ન્યૂ’ઝ સર્વિસ.....
લોકપ્રિયતાનો
લિટમસ ટેસ્ટ કરવા લાલ કૃષ્ણ અડવાણીએ હવે એક જ રાજીનામું આપવાનું બાકી રહે
છે.....ગાંધીનગર લોકસભા બેઠકના સંસદસભ્યપદેથી.....પેટાચૂંટણીનું પરિણામ એસિડ ટેસ્ટ
જેવું આવશે એ નક્કી.....
* * * * * * *
લાલ કૃષ્ણ અડવાણી દિલ્હી - ગાંધીનગર - દિલ્હી |
(Tuesday, 11 June
2013 at 11:05am)
ડમડમબાબાનું
ખરેખરું ચોંકાવનારું સંશોધન.....
લાલ કૃષ્ણ અડવાણી
પ્રથમવાર ગુજરાતમાંથી 1991ની દસમી લોકસભાની ચૂંટણી જીત્યા
હતા. ગાંધીનગર બેઠક પર તેમના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસી ઉમેદવારનું નામ
હતું જી.આઈ. પટેલ.....આખું નામ ગાંડાલાલ ઈશ્વરલાલ પટેલ.....આ નામનો અડવાણીના
સંદર્ભે જ થોડો વિચાર-વિસ્તાર કરવો જરૂરી છે.....પક્ષમાં થતી અવગણનાથી રાજીનામું
આપીને ગામને ‘ગાંડા’ કરી મૂકનાર
અડવાણીની આજની અવદશા માટે નામના બાકીના બે શબ્દો જવાબદાર છે.....‘ઈશ્વર’ ઉર્ફે રામ અને ‘પટેલ’ ઉર્ફે કેશુભાઈ.....જેમને અડવાણીએ તડકે મૂક્યા
અને ચોમાસામાં તાપ સહેવાનો વારો આવ્યો.....(સંશોધન લાંબુ થઈ ગયું નહીં?...એમેય આ લાંબુ જ ચાલવાનું છે.)
* * * * * * *
(Wednesday, 12 June
2013 at 08:45am)
ડમડમબાબાનું
ચોંકાવનારું સંશોધન.....
ટીવી ચેનલો પર
આવતી જાહેરખહરો જોઈને એવું લાગે છે કે...પહેલી ‘શ્વેતક્રાંતિ’ના જનક ભલે ડૉ. વર્ગીસ કુરિયન રહ્યા હોય.....બીજી ‘શ્વેતક્રાંતિ’
તો ફેર એન્ડ લવલી જેવા ફેરનેસ ક્રીમથી જ આવવાની છે...
* * * * * * *
(Thursday, 13 June
2013 at 08:30am)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....“આપનો મોટો
દીકરો...શું કરે છે?”…“એ ટીચિંગ લાઇનમાં છે.”...“અને નાનો...બાબો?”…“એ ચીટિંગ લાઇનમાં
છે.”
* * * * * * *
(Friday, 14 June
2013 at 12:00 Noon)
હિન્દી ફિલ્મ
ઉદ્યોગની શતાબ્દીને સંદેશાવ્યવહારના માધ્યમ સાથે સાંકળતું ડમડમબાબાનું ખરેખરું
ચોંકાવનારું સંશોધન.....(શુક્રવાર સ્પેશિયલ – નવી
ફિલ્મોનો રિલીઝ દિવસ)
લાખો ફિલ્મો
જ્યાં નિર્માણ પામી ચૂકી છે તે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વર્ષ 1988માં રિલીઝ થયેલી ‘તેઝાબ’ એવી
ફિલ્મ છે જેમાં સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે ‘ટેલિગ્રામ’નો ફિલ્મી ઉપયોગ છેલ્લી વાર થયો હોય. મહેશ
દેશમુખ ઉર્ફે મુન્ના (અનિલ કપૂર)ની પ્રેમિકા મોહિની (માધુરી દીક્ષિત)નું લોટિયા
પઠાણ (કીરણકુમાર) દ્વારા અપહરણ થતાં તેના રક્ષણ માટે અનિલ કપૂરની બહેન જ્યોતિ દેશમુખ
(સુપર્ણા આનંદ) તેને ઘરે પાછા ફરવાનો સંદેશો પાઠવતો ટેલિગ્રામ મોકલે છે.
* * * * * * *
(Friday, 14 June
2013 at 10:35pm)
ડમડમબાબા ફ્રેશ ‘ન્યૂ’ઝ સર્વિસ.....કાચોપોચો માણસ...Sorry…કાચીપોચી નેનોને તો ગોબા પડી જાય ગોબા...એવો વરસાદ અમદાવાદમાં વરસ્યો.
* * * * * * *
(Saturday, 15 June
2013 at 03:45pm)
મોબાઇલ કંપની
નોકિઆનું સૂત્ર – Connecting People
ડમડમબાબાની
ડુગડુગી – Disconnecting with Spouse and Family
* * * * * * *
(Monday, 17 June
2013 at 11:20am)
ડમડમબાબાનું
ચોંકાવનારું સંશોધન અને ડુગડુગી.....
સોશિયલ
નેટવર્કિંગ સાઇટ્સ તરફે ગાંધીજી ખૂબ જ ગુસ્સે થયા છે.....કેમ કે.....ગઈકાલે ‘ફાધર્સ
ડે’ નિમિત્તે સૌએ પોતાના ‘પિતા’ને યાદ
કર્યા પણ ‘રાષ્ટ્રપિતા’ને કોઈએ યાદ ન
કર્યા.....
* * * * * * *
(Tuesday, 18 June
2013 at 11:11am)
ડમડમબાબા ફ્રેશ ‘ન્યૂ’ઝ સર્વિસ.....માદરે વતન છોડીને મધ્ય પ્રદેશ જવા નહીં માંગતા સાસણગીરના સિંહોએ
સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને બે કારણો આપ્યા છે...એક – અહીં મારણ ના મળે તો તાલાલા-ગીરની કેરી ખાઈને પણ ગુજારો કરી
શકાય છે...બે – મધ્ય પ્રદેશના પાડોશી રાજ્ય છત્તીસગઢમાં
ચાલતી નક્ષલવાદી હિંસામાં અમારે શહીદ નથી થવું...
* * * * * * *
(Thursday, 20 June
2013 at 12:12pm)
ડમડમબાબાનું
ચોંકાવનારું સંશોધન અને સમાચાર.....મ્યુનિસિપાલિટી, પંચાયત, બેન્ક, સરકારી કે અર્ધસરકારી કચેરીમાં
અરજી (Application) દાખલ કરો તો કામ થાય પણ ખરું અને ના
પણ થાય......પણ મોબાઇલમાં Application દાખલ કરો એટલે બીજી સેકંડે કામ
કરતી થઈ જાય......અને હા...આજથી ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ એપ્લિકેશન પબ્લિક
ડમેનમાં મુકાઈ રહી છે...લોકો માટે સાર્વજનિક થઈ રહી છે...
* * * * * * *
(Friday, 21 June
2013 at 01:05pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....(શુક્રવાર સ્પેશિયલ – નવી ફિલ્મોનો રિલીઝ દિવસ)
“ચાલો સ્મશાને આવવું છે?”...“કેમ...કોઈ
સગું-વહાલું ગુજરી ગયું?”
“ના...રે...ના...આ તો પેલા અભિનેતા અમુલખકુમાર ગુજરી
ગયા એટલે સ્મશાને જઇએ તો બધા હીરો – હીરોઇન
જોવા મળે ને...”
* * * * * * *
(Saturday, 22 June
2013 at 10:35am)
ડમડમબાબાનું
ખરેખરું ચોંકાવનારું સંશોધન.....સ્ટેનલેસ સ્ટીલના ફર્નિચરની ફેશન વહેલી આવી ગઈ હોત
તો......ગણ્યા ગણાય નહીં તેટલા વૃક્ષોનો ખુડદો થતો અટકી ગયો હોત.....
* * * * * * *
ન્યાયમંદિર - વડોદરા |
(Vadodara: Monday, 24 June
2013 at 03:05pm)
ડમડમબાબાનું
ચોંકાવનારું સંશોધન.....ભારતમાં કૉર્ટના જજીસ કરતા રિઍલિટી શોના જજીસની સંખ્યા
વધી ગઈ છે.
(કૉર્ટ જ્યાં 'ન્યાયમંદિર' જેવા વિશિષ્ટ નામથી ઓળખાય છે તેવા વડોદરા શહેરની મુલાકાત સમયે થયેલું સંશોધન.)
(કૉર્ટ જ્યાં 'ન્યાયમંદિર' જેવા વિશિષ્ટ નામથી ઓળખાય છે તેવા વડોદરા શહેરની મુલાકાત સમયે થયેલું સંશોધન.)
* * * * * * *
(Tuesday, 25 June
2013 at 06:41pm)
ડમડમબાબાનું
ખરેખરું ચોંકાવનારું સંશોધન.....અમદાવાદનો બોડકદેવ વિસ્તાર ત્યાં આવેલી
ન્યાયાધીશોની રહેણાક વસાહતને કારણે ‘જજીસ બંગલા’ તરીકે ઓળખાય છે જેને કેટલાક લોકો ઉતાવળે ‘જજ બગલા’ તરીકે પણ ઓળખાવે છે.
સ્પષ્ટતા: આમાં અનુસ્વારની કોઈ ભૂલ નથી.
* * * * * * *
(Wednesday, 26 June
2013 at 11:45am)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
“ચોમાસુ બેસે એટલે પહેલું કામ શું કરવાનું?”...“કબાટમાંથી રેઇનકોટ અને માળિયે મુકેલી છત્રી બહાર કાઢવાની...અને...”...“…અને પહેલા વરસાદે જ ટેલિફોન ડેડ થઈ જશે એમ ધારી લઈને BSNLમાં પહેલેથી જ એક કમ્પ્લેન્ પણ કરી રાખવાની.”
* * * * * * *
(Thursday, 27 June
2013 at 02:30pm)
ડમડમબાબાનું
ચોંકાવનારું સંશોધન.....
મહિલાઓ માટે
બ્રિટિશરો – અંગ્રેજો દ્વારા વપરાતા સન્માનનીય
વિશેષણને એક વિસ્તાર સાથે જોડીને અમદાવાદ શહેરે અંગ્રેજી શબ્દનું જે બહુમાન કર્યું
છે તેનો તો આ દુનિયામાં જોટો જડે તેમ નથી...હું મેમનગરની વાત કરું છું...આઈ મીન...‘Mem’nagar…
* * * * * * *
કુદરતી હોનારત પછીનું કેદારનાથ |
(Friday, 28 June
2013 at 05:05pm)
ડમડમબાબાની
ડુગડુગી.....ગુજરાતના નરસિંહ મહેતાએ ‘કેદાર’
રાગ ગાયો હતો અને ગીરવે પણ મુક્યો હતો......કુદરતી હોનારત પછી
ઉત્તરાખંડના ધર્મસ્થાનને પૂર્વવત કરવાના નામે ‘કેદાર’નાથનો આલાપ કરનારા અસલી – નકલી ગુજરાતી સેવકોને અલગ
તારવી કાઢી નકલીઓને ગીરવે મુકવા પડશે.
ગયા મહિને અહીં મુકેલી મે – 2013ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી –
(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
Good idea . . . I was thinking of late to do something like this - its good you already implemented.
ReplyDeleteI wanted to have blog posts of FB updates as Blogs are found by search engines.
Wish you all the best!
excellant sirji
ReplyDeleteભાઈ બિનીતને વાંચવાની બહુ મઝા આવે છે. દર વેળા હળવાશભરી મૌલિકતાના ચાહકને તે અનેરો આનંદ આપે છે. બિનીતને સલામ !
ReplyDeleteઉત્તમ અને મધુ ગજ્જર (સુરત)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 70મી પોસ્ટ (2 જુલાઈ 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 18 ઑગસ્ટ 2013
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને સવા બે વર્ષ પૂર્ણ થયા.
70મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 02-07-2013 to 02-07-2014 – 230
બિનીત મોદી (અમદાવાદ)