પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, May 11, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (એપ્રિલ – 2013)


(એપ્રિલ – 2013)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચાલુ રાખવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટ્સ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Monday, 1 April 2013 at 09:30am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન અને સૂચના.....
આજથી પ્રારંભાયેલા નવા નાણાકીય વર્ષની જોગવાઈઓ પ્રમાણે ગીત ગઝલ ગાનના, કવિતા પઠનના જાહેર કાર્યક્રમમાં કે નાટકના મંચન સમયે દાદ આપતી તાળીની કે દુબારા દુબારા જેવા શબ્દોના અવાજની તીવ્રતા 80 ડેસિબલથી વધુ જણાશે તો તેને શોરબકોર ગણી સંબંધિત વ્યક્તિ સામે જાહેર શાંતિનો ભંગ’ અંતર્ગત લાગુ પડતી જોગવાઈઓ અનુસાર પગલાં લેવામાં આવશે.
* * * * * * *

(Tuesday, 2 April 2013 at 12:10pm)
डमडमबाबा फ्रेस फिल्मी डायलोग.....
ये शादी अभी नहीं हो सकती......क्योंकि थी दुल्हन का शादी’ का साडी’ का जोडा अभी तैयार हो के आया नहीं है...
* * * * * * *

(Tuesday, 2 April 2013 at 11:20pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ઉપવાસથી રાજકીય કારકિર્દીનો આરંભ કરનારા સમય જતાં તગડું કમીશન ખાતા થઈ જાય છે.
* * * * * * *

(Wednesday, 3 April 2013 at 12:15pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક સંદર્ભે વિધાનસભામાં પસાર કરાયેલા નવા ખરડામાં એક મહત્વનો સુધારો કે ઉમેરો કરવો બાકી રહી ગયો છે...
...લોકાયુક્ત પાંચમી પાસથી વધુ ભણેલો હોવો જોઇશે નહીં.
* * * * * * *

(Friday, 5 April 2013 at 05:00pm)
સંદેશાવ્યવહારના સાધન સંદર્ભે ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
મોબાઇલની પેટાજ્ઞાતિ સ્માર્ટફોનના નવા-નવા મૉડલ એટલી ઝડપથી શૉરૂમની ડિસ્પલે રૅક પર ગોઠવાય છે કે અઠવાડિયા પખવાડિયા અગાઉ બજારમાં આવેલો સ્માર્ટફોન સાવ ગગો’ લાગે.
* * * * * * *

(Friday, 12 April 2013 at 10:16am)
ડમડમબાબા સાથે ડાયલોગ સિરીઝ.....
ડમડમબાબા ક્યાં ચાલ્યા?”
જમ્મુ કશ્મીર.”...“ફરવા?”...“ના. આધાર કાર્ડ કઢાવવા...પત્ની સાથે.
* * * * * * *

(Saturday, 20 April 2013 at 09:15pm)
ડમડમબાબા સાથે ડાયલોગ સિરીઝ.....
ડમડમબાબા...કશ્મીર જઈને આધાર કાર્ડ કઢાવી આવ્યા?”
ના. એ લોકોએ કહ્યું કે તમે આધાર(ઉર્ફે પત્ની)ને સાથે લઈને જ આવ્યા છો...એટલે તમારે નવેસરથી કાર્ડ કઢાવવાની જરૂર નથી.
તો પછી આટલા દિવસ ત્યાં કર્યું શું?”...“ફર્યા...રખડ્યા...જેને ત્યાંના લોકો સાઇટ સીઇંગ કહે છે.
* * * * * * *

(Saturday, 20 April 2013 at 09:30pm)
ડમડમબાબા ફ્રેશ ન્યૂઝ સર્વિસ.....છત્રી ખોલીને બંધ કરીએ એટલા સમય માટે અમદાવાદમાં માવઠું (ઉર્ફે કમોસમી વરસાદ) થયું.
* * * * * * *

શકુંતલા દેવી : ગણિતજ્ઞ
(Sunday, 21 April 2013 at 10:35pm)
ડમડમબાબા ફ્રેશ ન્યૂઝ સર્વિસ.....માનવ કમ્પ્યૂટર તરીકે પ્રસિધ્ધ શકુંતલા દેવીનું બેંગલુરૂની હોસ્પિટલમાં આજે સવારે 84 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે.
* * * * * * *

(Monday, 22 April 2013 at 08:00pm)
ડમડમબાબા ડાયલોગ સિરીઝ.....
ભાઈ, સસ્તામાં સસ્તું હોય એવું ટી.વી. બતાવો.”...“કાકા...હવે તો પ્લાઝમા, એલ.સી.ડી અને એલ.ઈ.ડી ટી.વી.નો જમાનો છે. સસ્તાની તો વાત જ ભૂલી જાવ.”...“ભઇલા મારે તો બ્લેક એન્ડ વ્હાઇટ મળતું હોય ને તો એય ચાલશે. દર ત્રીજી મિનિટે ચડ્ડી બનિયાનની જાહેરાત બતાવે છે. ટી.વી. રંગીન હોય કે કાળું-ધોળું. બનિયાન તો બન્નેમાં સફેદ જ દેખાવાનું છે ને. લે હેંડ બિલ બનાય.
* * * * * * *

(Tuesday, 23 April 2013 at 01:11pm)
રેસ્ટોરન્ટમાં ભોજન લેવા સંદર્ભે ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ચલણી નોટો જૂની અને એટલી ગંદી હોય છે કે હૉટેલમાં જમતાં પહેલાં તો હાથ ધોવા જ પડે...જમીને બીલ ચુકવણી કર્યા પછી પણ હાથ ધોવા પડે...
* * * * * * *

(Thursday, 25 April 2013 at 05:35pm)
ઐતિહાસિક એલિસબ્રિજને ધ્વસ્ત કરવાની દરખાસ્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાવવાની હિલચાલ થયા પછી...થયું છે એવું કે...
...એલિસબ્રિજ તો ધ્વસ્ત થતાં થશે...પણ એ પહેલાં પદ પરથી વિદાય લેવાના છેલ્લા દિવસો ગણી રહેલા મેયર અસિત વોરાની પ્રતિભા (જો હોય તો) ધ્વસ્ત થઈ ગઈ છે.
* * * * * * *

(Friday, 26 April 2013 at 01:35am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ન કરે નારાયણને અમદાવાદમાં હવે જો ધરતીકંપ જેવા આંચકા આવશે તો લોકો એમ માનશે કે......એલિસબ્રિજ તૂટી રહ્યો છે.
* * * * * * *

આદેશ પાલ : કાંકરિયાનો સ્વિમિંગ પૂલ
(Friday, 26 April 2013 at 07:20pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....પછી તો એવું થયું કે સરકારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલનું રાજીનામું લઈ લીધું અને તેમને મણિનગરની એક કોલેજના પ્રિન્સીપાલ બનાવી દીધા......બીજે દિવસે સવારે આદેશ પાલ કાંકરિયાની ફરતે દિવાલ ચણાવતા હતા......સ્વિમિંગ પૂલ બનાવવા માટે.....
* * * * * * *

(Saturday, 27 April 2013 at 10:05am)
ભાષાંતર ક્ષેત્રે ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ગુજરાત સરકાર પ્રેરિત બેટી બચાવો’ ઝુંબેશનું અંગ્રેજી શું થાય‘Save Ellis Bridge’ ઉર્ફે એલિસબ્રિજ બચાવો’ (નોંધ: બ્રિટીશ શાસન સમયે આ પૂલ બંધાયો ત્યારે તેને અંગ્રેજ હકૂમતના ઉત્તર ક્ષેત્રના કમિશનર બેરો હેલ્બર્ટ એલિસનું નામ આપવામાં આવ્યું. એક નોંધ એવી પણ છે કે કમિશનરની દીકરીનું નામ એલિસ’ હતું એટલે બ્રિજને તેનું નામ અપાયું. યુરોપના દેશોમાં આજેય છોકરીઓને એલિસ’ નામ આપવામાં આવે છે. એટલે બેટી બચાવો’ ઝુંબેશનું ઉપર પ્રમાણે અંગ્રેજી કરીને એ નામે પણ એલિસબ્રિજ બચી જાય તો ગંગા...Sorryસાબરમતી...Sorryરિવરફ્રન્ટ પર નાહ્યા...
* * * * * * *

(Monday, 29 April 2013 at 11:12am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....ઉનાળામાં બધા જ લોકો કમ સે કમ એક ચીજનું તો રિસર્ચ કરતા જ હોય છે......છાંયડાનું...
* * * * * * *

(Tuesday, 30 April 2013 at 12:12pm)
ડમડમબાબાની કવિતા : કવિતામાં ડુગડુગી
જ્યાં લહેરાતા હતા ઊભા મોલ...
...એ ખેતરની જમીન પર ઊભા થાય છે મૉલ...

ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી –

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

3 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 62મી પોસ્ટ (11 મે 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 13 જુલાઈ 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને બે વર્ષ પૂર્ણ થયા.
    62મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 11-05-2013 to 11-05-2014 – 250

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete