પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, January 22, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ડિસેમ્બર – 2011)



સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે ડિસેમ્બર – 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે ગત વર્ષના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.

(Friday, 2 December 2011 at 11:19am)
છૂટક ચીજ-વસ્તુ વેચાણના ભારતીય બજારમાં એફ.ડી. (FDI) આઈ તો સમજો કે કાલે ઉઠીને દેશમાં થતા નાના મોટા ગુનાની તપાસ માટે પણ એફ.બી. (FBI) આઈ જશે આવી.
FDI – Foreign Direct Investment, FBI – Federal Bureau of Investigation
* * * * * * *

આ પેકેટમાં માખણ છે કે કાગળ?
(Friday, 2 December 2011 at 03:00pm)
બટર શબ્દનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છેદૂધનાં ઉત્પાદનો વેચતી ડેરી પરઆણંદ સ્થિત અમૂલ ડેરીની સેન્ટ્રલ ઓફિસમાંનાન પરાઠા સાથે પંજાબી ભોજન પીરસતી રેસ્ટોરન્ટમાંઉપમા સાથે ઢોંસા ઉત્તપમ ખવડાવતી ઉડીપી રેસ્ટોરાંમાંદાબેલી વડાપાઉં સેન્ડવીચ હોટડોગ બર્ગર પાઉંભાજીની લારી પરકોઈ પણ પ્રકારના પેપર પ્રિન્ટીંગ માટે લે-આઉટ ડિઝાઇનનું કામ કરી આપી પ્રિન્ટ જોબ માટે બટર કાઢી આપતા આર્ટિસ્ટ દ્વારાજવાબ આપવા બદલ આપનો આગોતરો આભાર.
* * * * * * *

(Saturday, 3 December 2011 at 10:05am)
ભારત સાથે ડર્ટી ડિપ્લોમસિ અને પૉલિટિક્સ્ રમતા આવેલા પાકિસ્તાને નસીરૂદ્દીન શાહ વિદ્યા બાલન ઇમરાન હાશમી અભિનિત હિન્દી ફિલ્મ ધ ડર્ટી પિક્ચર’ પર પ્રતિબંધ મૂક્યો.
* * * * * * *

દેવ આનંદ
(Sunday, 4 December 2011 at 02:37pm)
બ્રિટિશ ઇન્ડિયા સમયના પાકિસ્તાનમાં જન્મેલા અને અભિનય ફિલ્મ નિર્માણ દિગ્દર્શન જેવી વિવિધ ભૂમિકા થકી આજીવન સક્રિય’ રહેલા અભિનેતા દેવઆનંદ બ્રિટનના લંડન શહેરમાં રવિવારની રજાના દિવસે કાયમી આરામ પામ્યા.
* * * * * * *


મકબૂલ ફિદા હુસૈન
(Monday, 5 December 2011 at 10:59am)
ભારતે બે દિગ્ગજ કલાકારોને 2011ના વર્ષમાં લંડનની ધરતી પર ગુમાવ્યા. ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈન (ઇન્તેકાલ : 9 જૂન 2011) અને અભિનેતા દેવ આનંદ (અવસાન 4 ડિસેમ્બર 2011). એકને જીવતે જીવ ભારતની ભૂમિ પર આવવા ન દેવાની અનેકોની જીદ હતી તો બીજાને જીવતા જ ભારત આવવાની ખુદની ખ્વાહિશ હતી.
* * * * * * *

ડૉ. ભીમરાવ આંબેડકર
(Tuesday, 6 December 2011 at 04:38pm)
બંધારણીય સુધારા જેવા 'જન લોકપાલ બીલ'ને પોતાની શરતોએ સંસદનું મત્તું મરાવવા ઈચ્છતા અન્ના હઝારેએ ઓગસ્ટ મહિનામાં રાજધાની દિલ્હીમાં ઉપવાસ કર્યા એ પછી બંધારણને ઘડનારા ડૉ. ભીમરાવ આંબેડકરને અવસરજોગ યાદ કરી શકાય એવો તેમનો નિર્વાણ દિવસ – ડિસેમ્બર પહેલી વાર આવ્યો છે. જો કે અન્ના હઝારે તેમના સત્તાવાર ગણાતા બ્લોગ પર પણ આ અવસર ચૂકી ગયા છે. મરાઠી દૈનિકો માધ્યમોમાં જેમની ઓળખ માટે 'એકવીસમી સદીના આંબેડકર' એવા શબ્દો છૂટથી વપરાય છે તેવા અન્ના હઝારેને વિનંતી કે યાદ આવે તો આજ સાંજ રાત સુધીમાં તેમને બે શબ્દોની પણ અંજલી આપશો તો આપનો આભારી અને ટેકેદાર બન્ને થઈશ. See the Link– http://news.indiaagainstcorruption.org/annahazaresays/
* * * * * * *

અન્ના હઝારે
(Tuesday, 6 December 2011 at 05:05pm)
હરવિંદર સિંઘે કેન્દ્રિય કૃષિ પ્રધાન શરદ પવારને તમાચો માર્યો તે બાબતે અન્ના હઝારેએ પોતાની ટીપ્પણી 'માત્ર એક જ?' સંદર્ભે બ્લોગ પર લખેલી લાંબી સ્પષ્ટતાના અંતે આવતું એકવાક્ય ટીકા - ટીપ્પણી વિના યથાતથ પ્રસ્તુત છે. અંગ્રેજીમાં  But when the national property is damaged, I am hurt and feel very sad. હિન્દીમાં  लेकिन राष्ट्रीय सम्पति की हानि नहीं करना इससे मुझे बहुत दुःख होगा. See the Link – http://news.indiaagainstcorruption.org/annahazaresays/
* * * * * * *

કપીલ સિબલ
(Wednesday, 7 December 2011 at 09:33am)
કોમ્પ્યુટરના માધ્યમથી ફેલાવો પામતી સોશિયલ નેટવર્કીંગ સાઇટ્સનો વિરોધ કરતા કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ અને ટેલિકોમ પ્રધાન કપીલ સિબ્બલના દિમાગમાં કોમ્પ્યુટરનો કયો પાર્ટ ઘૂસીને ઉત્પાત મચાવે છેમાઇક્રો ચીપ પ્રોસેસરના. રેમનહીં તો. હાર્ડ ડિસ્કબિલકુલ નહીં. સી.પી.યુના રે ના. કી-બોર્ડના બાબા ના. માઉસહાં ભાઈ હાં. યસ એ ઉંદરડો જ ધમાલ મચાવે છે. કપિના મગજમાં માઉસ!
નોંધ: આ ટિપ્પણી વાંધાજનક લાગે તો સંબંધિત સાઇટ તેને દૂર કરી શકે છે.
* * * * * * *

ફિલ્મોગ્રાફ - 2011 (*)
(Wednesday, 7 December 2011 at 05:59pm)
પવન મલ્હોત્રા (*)
બેદબ્રતા પેઇન (*)
ગુજરાતમાં કાર્યરત એવી નવ સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે અમદાવાદમાં 3 – 6 ડિસેમ્બર 2011દરમિયાન 'ફિલ્મોગ્રાફ' ફેસ્ટીવલ યોજાઈ ગયો. સેન્ટ ઝેવિઅર્સ સ્કૂલ લોયલાના હોલમાં ચાર ફિલ્મો દર્શાવવા ઉપરાંત જે તે ફિલ્મ સાથે સંકળાયેલા સંબંધિત પાત્રો 'પરઝાનિયા'ના દિગ્દર્શક રાહુલ ધોળકિયા, 'ગર્મ હવા'ના અભિનેતા ફારૂક શેખ, 'સલીમ લંગડે પે મત રો'ના અભિનેતા પવન મલ્હોત્રા અને 'અમુ'ના નિર્માતા બેદબ્રતા પેઇન સાથે દર્શકોનો ડાયલોગ પણ થયો.

એ ચર્ચામાં ભાગ લેતા
, 'સલીમ.....' ફિલ્મ અમદાવાદમાં જ્યાં રિલીઝ થઈ હતી તે 'એડવાન્સ' થીએટરની જગ્યાએ હવે શોપિંગ કોમ્પ્લેક્ષ બની ગયું છે તેવી મારી ટીપ્પણીના જવાબમાં પવન મલ્હોત્રાએ 'મેં પણ એ થીએટર જોયું હતું' એમ કહી 1989માં ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં આ ફિલ્મને સો (100) દિવસનું ઓપનિંગ કલેક્શન મળ્યું હતું એવી દિગ્દર્શક સઇદ અખ્તર મિર્ઝાએ ફિલ્મના કલાકારોને આપેલી માહિતી અહીં Re-share કરી.

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા
'નાસા'ના 'હોલ ઓફ ફેમ'માં સ્થાન મેળવનાર વ્યવસાયી સંશોધક એવા 'અમુ' ફિલ્મના નિર્માતા બેદબ્રતા પેઇને 'નાના હોલમાં બેઠેલા 100 –150 પ્રેક્ષકોની સાથે ડાયલોગ કરવા માઇકની શું જરૂર છે' એમ કહી ફિલ્મ નિર્માણ સંબંધી ઘણી વાતો કરી કોમી એકતા અને સામાજિક સૌહાર્દ વિશે ખુદની સમજણ પોતાના બુલંદ અવાજમાં કહી એવો બુલંદ અવાજ જેની આજના ગુજરાતમાં જરૂર છે. ફિલ્મ ફેસ્ટીવલ કાર્યક્રમનું પોસ્ટર એટેચ કર્યું છે.
દર્શાવેલી ફિલ્મો વિશે માહિતી આપતી રેડીમેડ લિન્ક આ રહી
* * * * * * *

(Thursday, 8 December 2011 at 03:31pm)
કોંગ્રેસ કારોબારીની મિટિંગમાં પક્ષની સ્થાપના (વર્ષ :1885)ના સવાસો (125) વર્ષ કેવી રીતે ઉજવવા તેની ચર્ચા અને સૂચનો મેળવવાનું કામ ચાલતું હતું. કાર્યકરથી માંડીને પક્ષના 'ફેસબુક' પેજ પર ક્લિક કરનારા 'લાઇકર' સુધીના લોકો સૂચનો સાથે મિટિંગમાં હાજર હતા. કપિલ સિબ્બલે સૂચન કર્યું કે આપણે આ નિમિત્તે દેશને 125 વર્ષ પાછળ લઈ જઈએ. એમ કરવું શક્ય નહોતું એટલે એવું નક્કી થયું કે દેશને 125 વર્ષને બદલે 125 મહિના પાછળ લઈ જઈએ. નિર્ણય લેવાઈ ગયો છે એની તો આપ સૌને જાણ છે જ.
આ નિર્ણય લેવાયો તે
 સંદર્ભે કેટલાક તથ્યો આ રહ્યા

GOOGLE – સ્થાપના : સપ્ટેમ્બર 1998, 159 મહિના પહેલા.
ORKUT – સ્થાપના : જાન્યુઆરી 2004, 95 મહિના પહેલા.
FACEBOOK – સ્થાપના : ફેબ્રુઆરી 2004, 94 મહિના પહેલા.
TWITTER – સ્થાપના : જુલાઈ 2006, 65 મહિના પહેલા.
* * * * * * *

(Tuesday, 13 December 2011 at 04:02pm)
સારા માઠા પ્રસંગોએ થતા જમણવારમાં કે રેસ્ટોરન્ટમાં એકઠા થતા એંઠવાડનો પદ્ધતિસરનો નિકાલ કરવો હોય તો એ માટે સાફ-સફાઈની થોડી મહેનત અને વેસ્ટ બાસ્કેટ તેમજ બેગ ખરીદવા જેવો જમણવારના પ્રમાણમાં સામાન્ય ગણાય તેવો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે. કોઈ પણ પ્રકારની મહેનત વગર એકવીસમી સદીમાં ઓટોમેટિક પ્રવેશી ગયેલા આપણે આવી કોઈ 'જફા'માં પડતા નથી એ જુદી વાત છે. એંઠવાડનો પદ્ધતિસરનો નિકાલ કરવા માગતી રેસ્ટોરન્ટસને આ સેવાઓ આપતી પ્રોફેશનલ એજન્સીઓ પણ અમદાવાદમાં છે. એ સેવા નહીં લઈને રૂપિયા બચાવવા માગતી અમદાવાદની એક રેસ્ટોરન્ટે અમદાવાદના ડ્રાઇવ-ઇન રોડ પરના હેલ્મેટ લેન્ડમાર્કથી અંધજન મંડળ તરફ જતા 132 ફીટ રસ્તા પર પોતાની વાનમાંથી એંઠવાડનો કાળો પ્લાસ્ટિક થેલો રાતના અંધારાનો લાભ લઈને ફેંક્યો. પુલાવ, શાક, પાઉંભાજીની ભાજી, પંજાબી શાકની ગ્રેવી જેવા એંઠવાડને રસ્તા પર ફેંકવાનું પરિણામ શું આવ્યું? લપસણા બની ગયેલા રસ્તા પર એક પછી એક ચાર ગાડીઓ એક બીજા સાથે અથડાઈ. વિન્ડ-સ્ક્રીનના ભુક્કા બોલી ગયા. આ ઘટના રવિવાર, 11 ડિસેમ્બર 2011ની રાતની છે. આભાર અમદાવાદ.
* * * * * * *

(Wednesday, 14 December 2011 at 09:51pm)
'લાખેણી' ગણાવાયેલી અને ગુજરાતની 'લાડલી' એવી 'નેનો' કાર ગ્રાહકોને વેચવા (ગુજરાતીમાં પધરાવવા) માટે છાપા મેગેઝિનો અને ટી.વી.ની જાહેરખબર માટે રોજનું બજેટ કેટલું છેએક રોલ્સરોયસની કિંમત જેટલુંએક બી.એમ.ડબલ્યુ વસાવાય એટલુંએક મર્સીડીઝ ખરીદાય એટલુંએક Q 7 ઔડી કાર ફેરવી શકાય એટલુંઆ સિવાયના વૈકલ્પિક તેમજ કાલ્પનિક જવાબો આપવાની છૂટ છે.
* * * * * * *

(Saturday, 17 December 2011 at 04:23pm)
ભારતીય રૂપિયાનું સૌથી વધુ અવમૂલ્યન કોણે કર્યું છેઆપણા નાણામંત્રીએ? ના. આપણા અર્થશાસ્ત્રીઓએ? ના. દેશની આર્થિક નીતિઓ ઘડનારાઓએ? ના. પોતાના ચલણ ડોલરને મજબૂત કરતા રહેતા અમેરિકાએ? ના. બટાકાની ખેતી કરતા ખેડૂતોએ? હા. આ વર્ષે જૂન – 2011થી ચાર આના (25 પૈસા) સત્તાવાર રીતે ચલણમાંથી પાછા ખેંચાઈ ગયા પછી પણ ગુજરાત પંજાબના ખેડૂતોએ 20 પૈસે કિલોના ભાવે બટાકા વેચવા કાઢ્યા. તોય વેચાયા નહીં ને રસ્તા પર ફેંકી દેવા પડ્યા.
* * * * * * *

(Monday, 19 December 2011 at 12:01am)
પરંપરાથી ચાલી આવતી અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં જ વીસરાતી ચાલેલી વાનગીઓનો મેળો સાત્વિક ફૂડ ફેસ્ટીવલ’ નામે આઈ. આઈ. એમ અમદાવાદના નવા કેમ્પસમાં 16 – 17 – 18 ડિસેમ્બર (શુક્ર-શનિ-રવિ) 2011 દરમિયાન યોજાઈ ગયો. જો કે મેળાની અંદરની ભીડ અને બહારનો ટ્રાફીક સામાન્ય માણસને તામસી બનાવવા માટે પર્યાપ્ત હતો.
* * * * * * *

(Tuesday, 20 December 2011 at 03:14pm)
ફિલ્મ જગત સાથે સંકળાયેલા પત્રકારોને કલાકારોના ઇન્ટરવ્યૂ માટે સમય નક્કી કરતા કે મુલાકાત માટે સમય માંગતા ફોનના જવાબમાં સાબ બાથરૂમમેં હૈ’ એવો જવાબ અચૂક સાંભળવા મળ્યો હોય. હજુય મળશે. હવેથી આવો જવાબ મળે ત્યારે બેધડક કહી દેવાનું, “ઓ.કે. બાથરૂમને બહારથી સ્ટોપર મારી દો અને સાબને સાબુ ઘસીને નાહવા દો.
* * * * * * *

(Tuesday, 20 December 2011 at 03:29pm)
બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જાણીતી શ્રી બાલાજી ગ્રૂપની એક જાહેરાતમાં અમદાવાદમાં 3 – 4 – 5 – 6 અને 7 બેડરૂમના એપાર્ટમેન્ટનો ઉલ્લેખ જોયા પછી વિચાર કરું છું કે પાંચ છ કે સાત બેડરૂમના એપાર્ટમેન્ટને ઘર કહેવા કે હોટલ?
* * * * * * *

(Sunday, 25 December 2011 at 02:57pm)
મુંબઈમાં બે દિવસ રહેતાં અને મિત્રો સાથે હરવા ફરવામાં લોકલ ટ્રેન, ‘બેસ્ટની બસ અને ટેક્ષી સર્વિસનો ભરપૂર ઉપયોગ કર્યા પછી અમદાવાદ આવીને એવું લાગે છે કે સ્કૂટર નવેસરથી શીખવું પડશે.
* * * * * * *

જેનિલિયા ડિ'સોઝા
(Sunday, 25 December 2011 at 03:19pm)
બોલીવુડની અભિનેત્રી જેનિલિયા ડિસોઝાને નાતાલના આજના શુભ પર્વ પર શુભેચ્છાઓ – Merry Christmas. આવતીકાલથી લગ્ન થાય ત્યાં સુધીની શુભેચ્છાઓ – Marry Ritesh Deshmukh.
* * * * * * *

(Monday, 26 December 2011 at 01:41pm)
બાળકોને લાડ લડાવતા તેમના માટે ભાતભાતની ભેટ સોગાદો લઈને આવતા સાન્તાક્લોઝ અને આજના બાળક વચ્ચે એક સામ્ય છે. સાન્તાક્લોઝનો ભેટ-સોગાદોથી ભરેલો થેલો અને બાળકની સ્કૂલ બેગ બન્નેનું વજન એકસરખું હોય છે. ક્રિસમસની રાત વીત્યે સાન્તાનો થેલો ખાલી થાય છે પણ પેલા સ્કૂલે જતા બાળકની બેગ સાંજ પડ્યે વધારે વજનદાર થઈને ઘરે પાછી આવે છે.
* * * * * * *

તારક મહેતા (*)
(Monday, 26 December 2011 at 02:06pm)
તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી. આજે 26 ડિસેમ્બર 2011ત્યાસીમાં પ્રવેશતા તારક મહેતાને જન્મદિને મારી વિસ્તૃત શબ્દ શુભેચ્છા : બીરેન કોઠારીના બ્લોગ Palette પર. Click to Read – http://birenkothari.blogspot.com/2011/12/blog-post_26.html
* * * * * * *

(Wednesday, 28 December 2011 at 04:52pm)
ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, ઉપવાસ માટે ભાડે લીધેલા મેદાનની ધૂળ હાથ ના લાગશે.....
* * * * * * *

(Wednesday, 28 December 2011 at 05:03pm)
ભારતીય રાજકારણમાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરો સમય જતાં ગ્રાસ (ઘાસ) જ્યાં ઉગે તેવી ગોચરની જમીનો વેચતા નેતાઓ બની બેઠા.
* * * * * * *

(Wednesday, 28 December 2011 at 06:18pm)
ભારતમાં હવે ભૂખ્યા રહેવાનું મોઘું થઈ ગયું, ઉપવાસ કરવા એ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ થઈ ગયું.
* * * * * * *

(Wednesday, 28 December 2011 at 07:08pm)
લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી.....હું કહું છું કે રાલેગણ સિદ્ધિની કમાણી મુંબઈમાં મેદાનના ભાડામાં સમાણી.....Watch to Enjoy – Listen this Link – http://www.youtube.com/watch?v=y4vhSPdcuPA
* * * * * * *

(Wednesday, 28 December 2011 at 07:54pm)
મુંબઈમાં એમ.એમ.આર.ડી.એના ખુલ્લા મેદાનમાં ખાધા પીધા વગર બે દિવસ સુઈ જવાનું એક વ્યક્તિનું ભાડું રૂપિયા આઠ (8) લાખ.....મુંબઈમાં એપોલો બંદર (ગેટ-વે ઓફ ઇન્ડિયા) સ્થિત ધ તાજ મહલ પેલેસ હોટેલમાં ખાવા પીવાની ફાઇવ સ્ટાર સુવિધાઓ સાથે રાત-દિવસ આરામ કરવાનું બે દિવસનું ભાડું રૂપિયા બે (2) લાખ.....
* * * * * * *

જે.આર.ડી. ટાટા
(Thursday, 29 December 2011 at 01:00pm)
ટાટા ગ્રૂપની કંપનીઓનું સંચાલન કરનાર સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટા જિંદગીભર ભાડાના મકાનમાં રહ્યા હતા. સામાજિક કાર્યકર(!?) અન્ના હજારે વતન રાલેગણ સિદ્ધિમાં મંદિરમાં રહે છે અને ઉપવાસ કરવા માટે બે દિવસ ભૂખ્યા રહેવા માટે મુંબઈમાં ભાડાના મેદાનના રૂપિયા આઠ (8) લાખ ચૂકવે છે. વાંચનારા આ હકીકતને જે.આર.ડી. ટાટા અન્ના હજારે વચ્ચેના સામ્ય કે વિરોધાભાસ ઇચ્છે એ ખાનામાં ગોઠવી શકે છે.
* * * * * * *

છરી - ચપ્પાં વેચતી અંજારની દુકાન
(Thursday, 29 December 2011 at 01:12pm)
છરી ચપ્પા સૂડીના ઉત્પાદનથી પ્રખ્યાત અંજાર (કચ્છગુજરાત)ના આ કામ સાથે સંકળાયેલા વેપારીઓએ જાહેર કર્યું છે કે અન્ના હજારેએ ઉપવાસનું શસ્ત્ર એટલું બુઠ્ઠું કરી મૂક્યું છે કે અમે પણ હવે તેને ધાર કાઢી શકીએ એમ નથી. ઉપવાસના શસ્ત્રને ધારદાર રીતે વાપરી જાણનાર રાષ્ટ્રપિતા ગાંધીજીને ચાહનારા (એમાં કોણ સામેલ ન હોય!?) પણ તેમના શસ્ત્રને બોદું કરી મૂકનારને માફ કરી શકે તેમ નથી.
* * * * * * *

(Saturday, 31 December 2011 at 07:33pm)
નવા વર્ષે કોઈ સંકલ્પ લેવાનો હોય તો હું સંકલ્પ લઉં છું કે 2012માં 'સંકલ્પ'નો ઢોંસો નહીં ખાઉં.
* * * * * * *

(Saturday, 31 December 2011 at 07:44pm)
નવ વર્ષ 2012માં  'ફેસબુક' પ્રોફાઇલ વધુ જોવા મળશે! ઇન્ટરનેટનો ઉપયોગ વધુ થશે! પેટ્રોલ થોડું વધારે વપરાશે! કસરત પણ થોડી વધુ કરવી પડશે! મેદાનનું ભાડું ચુકવતા 'પ્રોફેશનલ ઉપવાસી'ઓએ વધારાના રૂપિયા ચુકવવાની તૈયારી રાખવી પડશે! કેમ કે 2012નું વર્ષ લીપ યર છે અને દિવસ છે 366.

પખવાડિયા અગાઉ અહીં મુકેલી ડિસેમ્બર –2012ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક આ રહી – http://www.binitmodi.blogspot.in/2013/01/2012.html

(નિશાની વાળી તસવીરો : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

3 comments:

  1. Anila Patel (Georgia, Atlanta, USA)28 January 2013 at 17:50

    આખો લેખ વાંચ્યો. મજા આવી. હવે કયા વિષયને સ્પર્શવાનું બાકી રહ્યું?

    અનિલા પટેલ (જ્યોર્જિયા, એટલાન્ટા, અમેરિકા)
    (Response through Google+ on 27th January 2013)

    ReplyDelete
  2. સૌ મિત્રો,
    બ્લોગની અડતાલીસમી પોસ્ટ (22 જાન્યુઆરી 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 28 એપ્રિલ 2013

    ReplyDelete
  3. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા બે વર્ષ પૂર્ણ થયા.
    48મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 22-01-2013 to 22-01-2014 – 260

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete