(એપ્રિલ – 2015) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 54મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012, 2013 અને 2014ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે એપ્રિલ
– 2015. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Wednesday, 1 April 2015 at 10:25pm)
ટાટા કંપનીએ બજારમાં નવી મુકેલી
પેસેન્જર કારને તેમાં વપરાયેલા સ્પેરપાર્ટનું જ નામ આપ્યું છે – BOLT
* * * * * * *
(Friday, 3 April 2015 at 10:15am)
“ડૉક્ટર...નેક્સ્ટ ફિલ્મ માટે
મારે વજન ઘટાડવું ખૂબજ જરૂરી છે. ઉપાય બતાવો.”
“ઓ.કે. બ્રેઇન સર્જરી કરાવી મગજ
કઢાવી નાખો. ફિલ્મ બની જાય પછી તે જોતી વખતે તમારે ખુદને પણ મગજની જરૂર પડવાની
નથી. પ્રોમિસ.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
(Monday, 6 April 2015 at 07:05pm)
સાર્થક પ્રકાશનની સ્થાપનાને આજે 6 એપ્રિલે ‘બે’ વર્ષ પૂર્ણ થયા અને જલસો શ્રેણીના ‘ચોથા’ પુસ્તકની પ્રકટ થવાની રાહ જોવાઈ રહી છે.
* * * * * * *
(Wednesday, 8 April 2015 at 04:55pm)
मोहब्बते इश्क में
होश खो बैठा
दाक्तरिन मासुकाने
होश में ला दिया
बिनीत मोदी
(अहमदाबाद)
* * * * * * *
(Friday, 10 April 2015 at 04:30pm)
પાંચ લાખથી માંડીને પાંચ કરોડ રૂપિયાની મોંઘીદાટ કાર
દુનિયાના બજારોમાં હાજર સ્ટોકમાં મળતી હોય છે...પણ...
‘સેમસંગ’નો પચ્ચા
હજારનો મોબાઇલ ખરીદવો હોય તો નોંધાવવો (Pre Book) પડે...
...મોબાઇલ કંપનીઓ પણ ગ્રાહકોને
ઉલ્લુ બનાવવા કેવી-કેવી ‘નોંધાવે’ છે...
(Gift Recipient of iPhone 5)
* * * * * * *
(Monday, 13 April 2015 at 06:11pm)
ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં...
...તેમ છતાંય સઘળું ભૂલી જાઓ તો માનજો
કે અલઝાઇમર થયો છે...
* * * * * * *
(Wednesday, 15 April 2015 at 05:00pm)
સીઝનમાં ભરવાના નવા મસાલા ખરીદતી નાની-મોટી કોઈ પણ
ઉંમરની દિકરીઓની મમ્મીઓને વિનંતી...
ધાણા-જીરૂની સરખામણીએ મરચું પાઉડર થોડો વધારે
ખરીદજો...જેથી વહાલસોઇને સ્વરક્ષણ માટે ખપમાં આવે.
* * * * * * *
નરેન્દ્ર મોદીનું સ્વદેશાગમન |
(Saturday, 18 April 2015 at 02:25pm)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિ-રવિની અઠવાડિક રજા
દરમિયાન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા. સાહેબનું સ્વાગત છે.
* * * * * * *
(Monday, 20 April 2015 at 01:05pm)
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકોને ચૂંટી કાઢવા
માટે છેલ્લે ઑક્ટોબર 2010માં યોજાયેલી
ચૂંટણીમાં...
ભાજપના જીતી ગયેલા ઉમેદવારો ફરીથી ટિકિટ મળશે એ
આશાએ...
કૉંગ્રેસના હારી ગયેલા ઉમેદવારો ટિકિટ ફાળવણીમાં
ફરીથી નંબર લાગશે એ આશાએ...અને...
જેમનું કશું જ ઉપજ્યું નહોતું એવા અપક્ષ ઉમેદવારો 2015ની ચૂંટણીમાં સત્તા પર આવનારી ‘આમ આદમી પાર્ટી’ તેમની લેવાલ બનશે એ આશાએ...
‘ફેસબુક’ પર એક પછી એક
અકાઉન્ટ / પ્રોફાઇલ બનાવી રહ્યા છે.
* * * * * * *
(Wednesday, 22 April 2015 at 01:25pm)
ઉનાળાનો તાપ – ગરમી સહન
કરવાનું સૌથી વધુ કોના ભાગે આવે છે?...
જાન્યુઆરીમાં કપાઇને તાર-કેબલ પર લટકી ગયેલી પતંગના
ભાગે...
* * * * * * *
મેગેઝિનની માફી |
(Wednesday, 22 April 2015 at 03:25pm)
ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી જાનકી બલ્લભ પટનાઇકના
અવસાન (21 એપ્રિલ 2015) સાથે યાદ
આવ્યું કે 18-24 મે અને 3-9 ઑગસ્ટ 1986 દરમિયાન
પ્રકટ થયેલા ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા’ના બે અંકોમાં તેમની બદનક્ષી કરતી વાતો છપાયા પછી જે.બી. પટનાઇકે રૂપિયા
એક કરોડનું વળતર માગતો કાનૂની દાવો કર્યો હતો. લાંબી કાનૂની લડાઈના અંતે વીકલીના
તત્કાલીન તંત્રી પ્રીતીશ નાંદીએ સપ્ટેમ્બર 1989ના એક અંકમાં વીકલીના કવર પર
માફી માગવાના ઉલ્લેખ સાથે અંદરના પાને વિસ્તૃત માફી માગી હતી. કરોડ રૂપિયાના વળતર
માટે કોર્ટ બહાર સમાધાનનો માર્ગ વીકલીના પ્રકાશક ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથ અને બેનેટ
કૉલમન એન્ડ કંપનીએ અપનાવ્યો હતો.
* * * * * * *
(Thursday, 23 April 2015 at 05:55pm)
તુલસી ઇસ સંસારમેં ભાત-ભાત કે લોગ...
કોઈ બાસમતી...કોઈ જીરાસર...અને...
કોઈ તો સાવ જ કણકી...
* * * * * * *
અકસ્માતથી અંતર રાખતા બાવાઓ |
(Friday, 24 April 2015 at 10:00am)
હિન્દુ ધર્મનું ડમડમબાબા ‘દર્શન’...
પશુપતિનાથ (નેપાળ)ના યાત્રા-દર્શને ગયેલા અને બસ
અકસ્માતમાં મોતને ભેટેલા સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાળુઓના દેહ‘દર્શન’ કે શ્રદ્ધાંજલિ
માટે એક પણ ગુજરાતી બાવો કે ગુજરાતીઓ જેમની શ્રદ્ધામાં લોટપોટ છે તેવા બીનગુજરાતી
બાવાઓ અમદાવાદ એરપોર્ટ પર ફરક્યા નથી.
* * * * * * *
જામીનની જુગલજોડી |
(Saturday, 25 April 2015 at 10:25am)
જુગલજોડી...
બળાત્કારી બાવા આસારામનો કૉર્ટ કેસ હવે સુબ્રમણ્યમ
સ્વામી લડશે.
(કહેવાય છે કે લગ્નો સ્વર્ગમાં રચાતા હોય છે...અથવા તો
જોધપુર જેલની કોટડી કે કૉર્ટના પ્રાંગણમાં)
* * * * * * *
(Tuesday, 28 April 2015 at 01:15pm)
ગુજરાતમાં 2001ના ધરતીકંપ પછી ફૂટી નીકળેલા એન.જી.ઓની મુલાકાતે આવતા બીનગુજરાતી કે વિદેશી મહેમાનોને આગ્રહ કરીને તેમને
ન ભાવતી હોય તો પણ પાંચસોથી હજાર રૂપિયાની ગુજરાતી થાળી ખવડાવવાનો રિવાજ અમલમાં
છે.
* * * * * * *
(Wednesday, 29 April 2015 at 02:40pm)
કાર ખરીદ્યા પછી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે...
સવારે મૉર્નિંગ વૉકમાં જવા અને દૂધની થેલીઓ લઇને
આવવાના...
બપોરે એકડિયા – બગડિયા
સ્ટાન્ડર્ડમાં ભણતા છોકરાંવને સ્કૂલમાંથી લઇને હોબી ક્લાસીસમાં મુકવા
જવાના...તેમજ...
રાત્રે પાન – આઇસક્રીમ
ખાવા કે સોડા પીવા જવાના કામમાં આવે છે.
* * * * * * *
(Thursday, 30 April 2015 at 01:30pm)
“મહારાજ...જમણવાર
માટે કરિયાણા સામાનની યાદીમાં તમે કેસર લખવાનું-મંગાવવાનું ભૂલી ગયા છો પણ ખુદના
માટે રજનીગંધા અને પાનપરાગના ચાર ટીન યાદ કરીને લખાવી લીધા છે.”
“યજમાન...યજમાન...પાનપરાગના
ડબ્બા ય મારા માટે નહીં, જમણવાર માટે જ છે. એની જાહેરાતમાં હવે અસલી કેસર મીક્ષ કર્યાનું લખે છે
એટલે મીઠાઈમાં અમે એ જ ઠપકારીએ છીએ.”
ડમડમબાબા ડાયલૉગ
સિરીઝ.....
ગયા મહિને અહીં મુકેલી માર્ચ – 2015ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
..... તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી એપ્રિલ – 2011, એપ્રિલ – 2012, એપ્રિલ – 2013 તેમજ એપ્રિલ – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html
http://www.binitmodi.blogspot.in/2013/05/2011.html
(સંબંધિત તસવીરો
અને ઇમિજસ : નેટ પરથી)
No comments:
Post a Comment