(જૂન – 2014) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 44મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011,
2012 અને 2013ના
વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જૂન –
2014. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Monday, 2 June 2014 at 11:00am)
સ્વતંત્રતા પ્રાપ્તિ પછી
સ્થાપના પાછળનો ઉદ્દેશ પૂર્ણ થયાનું માનતા ગાંધીજીએ કૉંગ્રેસ પક્ષનું વિસર્જન
કરવાની ભલામણ કરી હતી. સોળમી લોકસભા ચૂંટણીના પરિણામો
પછી સ્થાપના પાછળનો ઉદ્દેશ પૂર્ણ થયાનું માનતા ‘આમ આદમી
પાર્ટી’ના નાના-મોટા નેતાઓ – કાર્યકરો
રાજીનામા આપી પક્ષને વિસર્જનના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે.
* * * * * * *
(Tuesday, 3 June 2014 at 11:11am)
ઉત્તર પ્રદેશના બદાયૂં અને
બરેલીની સામૂહિક દુષ્કર્મ અને હત્યાઓની તાજી ઘટનાઓના સંદર્ભે...જત જણાવવાનું કે...
સસ્તી લોકપ્રિયતા માટે
મુખ્યમંત્રી અખિલેશ યાદવના યુવપણ (વડપણનું વિરૂદ્ધાર્થી) હેઠળની ઉત્તર પ્રદેશ
સરકારે મફત લેપટોપ (LAPTOP) વહેંચ્યા
પછી...હવે પરિસ્થિતિ એવી છે કે...
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા
ગુનેગારોના ખોળામાં (Lap) રમે છે અને ગુનાખોરી શિખર (Top) પર બિરાજે
છે.
* * * * * * *
ડોમીનોઝનો ‘ડોઝ’ |
(Friday, 6 June 2014 at 02:34pm)
ફાસ્ટફૂડ કે જંકફૂડ તરીકે
વગોવાઈ ગયેલા પિત્ઝા પીરસતા ડોમીનોઝ પાર્લરનો પહેલો અને છેલ્લો અક્ષર ખૂબ મહત્વનો
છે...
તેને સમયાંતરે પણ નિયમિત ખાવાથી
તબિયત બગડે ત્યારે દવાનો ‘ડોઝ’ જ કામમાં આવે છે.
* * * * * * *
(Monday, 9 June 2014 at 12:00 Noon)
પ્રાથમિક શાળાના ભણતર અને
ક્રિકેટની રમતમાં ઝાઝો તફાવત નથી...સિવાય કે...
...ભણતી વખતે પેન્સિલની અણી કાઢવી
પડે છે...અને...
...ક્રિકેટ કીટના સ્ટમ્પની અણી
તૈયાર આવે છે...
(નવા શૈક્ષણિક વર્ષની ઉઘડતી
સ્કૂલના પ્રથમ દિવસે ડમડમબાબાનું ચોંકાવનારું તેમજ શૈક્ષણિક-કમ-બીનશૈક્ષણિક
સંશોધન)
* * * * * * *
(Tuesday, 10 June 2014 at 12:00 Noon)
તડકે સુકવવા મુકેલી ચીજ શેકાઈ
જાય એવી કાળઝાળ ગરમી પડી રહી છે.
* * * * * * *
(Thursday, 12 June 2014 at 09:40am)
ચૂંટણીકારણ, રાજકારણ અને સંદેશાવ્યવહાર સુવિધાને
એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું તદ્દન ચોંકાવનારું સંશોધન...
‘મે 2014ના અંતે દેશભરમાં 543 મોબાઇલ સીમ કાર્ડ ડીઍક્ટિવેટ્ થયા છે.’
“એમ! તમને કેવી રીતે ખબર પડી?”
“લોકસભા
ચૂંટણી જીતેલા 543 ઉમેદવારોએ સંસદસભ્ય બન્યા પછી તેમના જૂના સીમ કાર્ડ બદલીને નવા મોબાઇલ નંબર લઈ લીધા
છે.”
* * * * * * *
(Saturday,
14 June 2014 at 02:00pm)
“કેમ હમણાંના
મોર્નિંગ વૉકમાં દેખાતા નથી?”
“નવું ઘર
લીધું ને...સાત બેડ-રૂમનું. સવારે આંગણે આવેલું છાપું લઈ ગેલરીમાં વાંચવા જઉં અને
તે પછી પ્રાતઃક્રિયાઓ માટે એકથી બીજા રૂમનો સર્ક્યુલર રૂટ ફરવામાં જ મોર્નિંગ વૉક
થઈ જાય છે.”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
સોળમી લોકસભાના પ્રથમ સંરક્ષણ મંત્રી અરૂણ જેટલી |
(Monday, 16 June 2014 at 01:40pm)
પહેરવેશ અને સંરક્ષણને એકમેક
સાથે સાંકળતું ડમડમબાબાનું તદ્દન ચોંકાવનારું સંશોધન...
સંરક્ષણ મંત્રી લુંગી (એ.કે.
એન્ટોની) કે લેંઘો-ઝભ્ભો (જ્યોર્જ ફર્નાન્ડિઝ) પહેરીને અથવા તેના સુધારેલા સ્વરૂપ
જેવો કુર્તા-પાયજામો (અરૂણ જેટલી) પહેરીને સરહદ પર જાય એટલે ભારતીય સેનાના
જવાનોનું અડધો અડધ મોરલ ડાઉન થઈ જાય છે. સાચ્ચે જ હોં!
* * * * * * *
મિથુન ચક્રવર્તી અને અમિતાભ બચ્ચન |
(Wednesday, 18 June 2014 at 11:00am)
મિથુન ચક્રવર્તી જેમ ગરીબ ફિલ્મ
નિર્માતાઓ માટે અમિતાભ બચ્ચન હતો...
...તે જ રીતે Micromax ‘ગરીબ’ સ્માર્ટફોન
ઇચ્છુકો માટે SAMSUNG છે...
* * * * * * *
(Friday, 20 June 2014 at 04:30pm)
જાડિયા-પાડિયા લોકો બુલેટ
મોટરસાઇકલ પર સવાર હોય ત્યારે ખબર નથી પડતી કે બુલેટનું બોડી ક્યાંથી શરૂ થાય છે
અને ખરેખરી ‘ચેસીસ’ ક્યાંથી શરૂ
થાય છે. ખરેખર હોં!
* * * * * * *
જમ્મુ–કશ્મીર રાજ્યને લાગુ પડતી કલમ 370નો શિલાલેખ |
(Saturday, 21 June 2014 at 02:40pm)
ચૂંટણીઢંઢેરામાં આપેલા વચન
પ્રમાણે શાસનની શરૂઆત કાશ્મીર સંબંધી બંધારણની 370મી કલમ રદ કરીને જ કરવાની
હતી...પણ...
...પણ પછી મુખ્યમંત્રી આવાસ યોજના
અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોની ફાળવણીનો ડ્રો રદ કરીને સંતોષ માની લીધો.
* * * * * * *
(Tuesday, 24 June 2014 at 10:20am)
‘બુરી નજર વાલે તેરા મુંહ કાલા’નો ભાગ બીજો...
‘अच्छे दिन’ पे बुरी नजर रखने वालों, आपका मुंह काला...
* * * * * * *
(Wednesday, 25 June 2014 at 01:55pm)
ભારતીય રેલવેએ ભાડું વધારીને
આજે 25મી જૂનથી
તેનો અમલ કર્યા પછી ટ્રેનમાં દિલ્હી જવાનું ખૂબ મોંઘું થઈ ગયું...
...છેલ્લે મે મહિનામાં ગુજરાતમાંથી
પચીસ સંસદસભ્યો ગયા તે ગયા...
(નોંધ : વડોદરાના છવ્વીસમા સંસદસભ્ય ખાનગી
કંપની અદાણીના ભાડે લીધેલા પ્લેનમાં દિલ્હી ગયા હતા એ સહેજ જાણ
માટે.)
* * * * * * *
(Friday,
27 June 2014 at 01:25pm)
“કાકા, મુંબઈ સેન્ટ્રલ આવી ગયું. હવે તો
ડબામાંથી નીચે ઉતરો. કોની રાહ જુઓ છો?”
“ભઇલા...ટિકિટ
ચેકરની રાહ જોઉં છું. વખત છે ને રાતમાં ભાડું વધી ગયું હોય તો તફાવતની રકમ એને
ચુકવીને જઉં ને...”
ગુજરાત મેલમાં ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
(Sunday, 29 June 2014 at 08:06am)
‘તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે’...
પરદેશના પ્રવાસોનું વર્ણન કરતું
આવું એક પુસ્તક પ્રકાશિત થયું હતું...આજે તારક મહેતાની ટોળી ‘પરદેશ’ના નહીં
પાટણના પ્રવાસે...રાણીકી વાવ જોવા...
* * * * * * *
(Monday, 30 June 2014 at 11:11am)
સુથારીકામના કારીગરો મોટી
સંખ્યામાં જોઇએ છે...નેનો કાર માટે લાકડાના જેક બનાવવા. લાકડું કંપની પૂરું પાડશે. ગાડીની કિંમત
ઘટાડવા માટે અત્યંત જરૂરી એવા આ પ્રોજેક્ટમાં સામેલ થવા...મળો યા લખો...
ટાટા મોટર્સ લિમિટેડ, આણંદ – સાણંદ
વચ્ચે આવતા કોઈ પણ પેટ્રોલપંપ પર.
ગયા મહિને અહીં મુકેલી મે – 2014ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગયા વર્ષે જુલાઈ મહિનામાં અહીં મુકેલી જૂન –
2011, જૂન – 2012 તેમજ જૂન – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ
લિંક અનુક્રમે આ રહી –
http://binitmodi.blogspot.in/2013/07/2011.html
http://binitmodi.blogspot.in/2013/07/2011.html
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
સૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 106મી પોસ્ટ (23 જુલાઈ 2014)ના વાચન માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 30 ઑક્ટોબર 2014