પ્રતિભાવો ઉર્ફે Comments

Sunday, September 29, 2013

ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી : પરિણામની પ્રેસનોટ


ગુજરાતી સાહિત્ય પરિષદની મતદાન પેટી

અમદાવાદમાં આશ્રમ રોડ પર અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની / The Times of India ઑફિસ પાછળ સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટની / Sabarmati Riverfront પડોશમાં આવેલું ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન / Gujarati Sahitya Parishad હવે પાંચમાં પુછાતું થયું છે. એમાં તેના સાહિત્યક્ષેત્ર પ્રદાન કરતાં રામનારાયણ વિ. પાઠક સભાગૃહનો ફાળો વિશેષ છે. કારણ કે રિનોવેશન ઉર્ફે નવીનીકરણ પામ્યા પછી તેનો ઉપયોગ કરનારા વધ્યા છે તેમ પરિષદના આંગણામાં પગલાં પાડનારાની સંખ્યા પણ વધી છે. એમ કરતા પરિષદની સભ્યસંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે. અગાઉ પરિષદ પ્રમુખપદે ચૂંટાઈ આવવાની ખેવના ધરાવનાર સંભવિત ઉમેદવારોએ તાલેવંત હોવાના નાતે પોતાના કાર ડ્રાઇવરને અને આચાર્ય હોવાના નાતે સ્કૂલના પટાવાળાને પણ ખુદના ખિસ્સામાંથી ફી ભરીને પરિષદના આજીવન સભ્ય બનાવી દીધા હતા.

પરિષદ પ્રમુખપદની આગામી મુદત માટે સર્વાનુમતે કવિ ધીરૂભાઈ પરીખની / Dhiru Parikh વરણી થઈ છે એટલે એ પદ માટે ચૂંટણી યોજવાની કે ઉપર વર્ણવી તે રીતે સભ્યસંખ્યા વધારવાની જરૂર પડવાની નથી. ખરું પૂછો તો આ પદ મેળવવા માટે અગાઉ જેટલી મહેનત કોઈ કરે એમ પણ નથી. જો કે પરિષદની મધ્યસ્થ સમિતિ માટે આ સપ્ટેમ્બર મહિનામાં જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા પ્રકટ થતા તેના મુખપત્ર ‘પરબ’ માસિકના / PARAB Monthly ઑક્ટોબરના અંકમાં પ્રસ્તુત પરિણામ પ્રકાશિત કરવામાં આવશે. જો કે તેનો ફેલાવો પરિષદના સભ્યો અને લવાજમ ધારકો પૂરતો મર્યાદિત હોઈ અને પરિણામની કોઈ પ્રેસનોટ / Press Note તૈયાર ન થતી હોઈ જાહેર જનતાના બહોળા લાભાર્થે તે બ્લોગના આ માધ્યમથી પણ આપ સુધી પહોંચાડવાનો આશય છે. હા, ગુજરાતી સાહિત્ય પરિષદની સત્તાવાર વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાય છે જે માત્ર વિજેતા ઉમેદવારોની વિગતો દર્શાવવા પૂરતું મર્યાદિત છે. આ રહી તેની લિન્ક – http://www.gujaratisahityaparishad.com/prakashan/newsletter/parinam.pdf

મધ્યસ્થ સમિતિના ચાળીસ સભ્યોને ચૂંટી કાઢવા માટે ઉમેદવારી કરવા ઇચ્છનારને ‘પરબ’ના માધ્યમથી જ ઇજન આપવામાં આવે છે. વર્તમાન સમિતિની ચાર વર્ષની મુદત આગામી ડિસેમ્બરમાં સમાપ્ત થશે. તેના ઠીક પાંચ-છ મહિના પહેલા નવી સમિતિનું ગઠન કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે ‘પરબ’ના જૂન – 2013ના અંકમાં પ્રમુખપદ, મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિ માટે ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરી તે માટેનો કાર્યક્રમ છાપવામાં આવ્યો. પરિષદના આજીવન સભ્ય કે સતત ત્રણ વર્ષ સુધી સામાન્ય સભ્યપદ જાળવી રાખનાર ઉમેદવારી કરી શકે છે તેમ મતદાનમાં પણ ભાગ લઈ શકે છે. એ રીતે 1 જાન્યુઆરી 2014થી 31 ડિસેમ્બર 2017ની આગામી ચાર વર્ષની મુદત માટે મધ્યસ્થ સમિતિની યોજાયેલી ચૂંટણીમાં આ વખતે બાસઠ (62) ઉમેદવારો મેદાનમાં હતા.

કક્કાવારી પ્રમાણે નામ છાપેલું મતપત્ર / Ballot Paper સભ્યોને સાદી ટપાલથી મોકલી આપવામાં આવે છે. નહીં વધારે કે નહીં ઓછી એવી માત્રને માત્ર ચાળીસ ચોકડી (X) કરેલું મતપત્ર મતદાતાએ ટપાલટિકિટ ચોંટાડી વળતી ટપાલે પરિષદ કાર્યાલયને મોકલી આપવાનું હોય છે. આ વખતે પહેલીવાર તેમાં કુરીયર કંપની / Courier મારફતે અથવા રૂબરૂમાં / In Person મતપત્રનું બંધ કવર આપી જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

એ રીતે ઑગસ્ટ મહિનામાં રવાના કરવામાં આવેલા મતપત્રો પરિષદ કાર્યાલયને પહોંચતા કરવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર હતી. 21 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી. મતપત્ર સાથે મોકલાયેલા પત્રમાં આ તારીખો અને તેની સામે દર્શાવાયેલ વારનું મોં-માથું બેસતું નહોતું એ આ સાથે મુકેલી સ્કેન ઇમિજસમાં જોઈ શકશો. એટલે અસંખ્ય ભૂલો સાથે પ્રકટ થતા ‘પરબ’ માસિકની જેમ પરિષદ એક પાનાનો પત્ર પણ ભૂલ વિનાનો પાઠવી શકતી નથી એ બેદરકારી છતી થાય છે. મતદાન પ્રક્રિયાનું વર્ણન પણ તેમાં જ છે.

રમેશ બી. શાહ
મતપત્રો મોકલતી વખતે ચૂંટણી અધિકારી તરીકે કનુભાઈ શાહનું / Kanubhai Shah નામ હતું. જો કે નાદુરસ્ત તબિયતને કારણે મતગણતરી સમયે તેમની જવાબદારી અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક – લેખક રમેશ બી. શાહને / Ramesh B. Shah ભાગે નિભાવવાની આવી. તેમની દેખરેખમાં મતગણતરી હાથ ધરાઈ અને પરિણામ તૈયાર કરવામાં આવ્યું ત્યારે ટ્રસ્ટી રઘુવીર ચૌધરી / Raghuveer Chaudhary, નવા વરાયેલા પ્રમુખ ધીરુભાઈ પરીખ / Dhiru Parikh અને પ્રકાશનમંત્રી-કમ-ઉમેદવાર પ્રફુલ્લ રાવલ / Prafull Raval ઉપસ્થિત હતા. 62 ઉમેદવારોના પ્રતિનિધિ લેખે એકમાત્ર ઉમેદવાર પરીક્ષિત જોશી / Parikshit Joshi હાજર હતા. સુરતથી ઉમેદવારી કરનાર બકુલેશ દેસાઈના / Bakulesh Desai અમદાવાદ સ્થિત ભાણેજ ચૂંટણી પરિણામ / Election Results જાણવા અને મામાને ખબર કરવા સ્થળ પર હાજર હતા.

એ પરિણામ મુજબ...
કુલ 3,134 મતપત્રો રવાના કરવામાં આવ્યા.
891 મતપત્રો પરિષદ કાર્યાલયને પરત મળ્યા.
26 મતપત્રો રદ થયા. [ચાળીસથી ઓછી કે વધતી ચોકડી (X) કરી હોય તે રદ થવાનું મુખ્ય કારણ.]

રતિલાલ બોરીસાગર : સૌથી વધુ મત
એ રીતે જોતાં 28.43% મતદાન થયું એમ કહેવાય અને સભ્યસંખ્યાનો આંકડો જોતાં મતદાનનું આ પ્રમાણ બહુ નબળું છે એમ પણ કહી શકાય. પરિષદે તૈયાર કરાવેલું મતગણતરીનું સોફ્ટવેર ચાળીસથી ઓછી-વધતી ચોકડીવાળા મતપત્રોને આપોઆપ રદ કરે તેવી વ્યવસ્થા છે. ચૂંટણી અધિકારી દ્વારા મનાઈ કરવા છતાં મતદાતાએ પોતાની ઓળખ છતી થાય તેવી કોઈ નિશાની મતપત્ર પર કરી હોય તો તેવા મતપત્રોને રદ કરવા માટે અલગથી ધ્યાન રાખવું પડે અને એ પ્રક્રિયા માટે જુદી કસરત હાથ ધરવી પડે.

મધ્યસ્થ સમિતિમાં ચૂંટાયેલા ચાળીસ ઉમેદવારોનો / Winner Candidates ક્રમ આ પ્રમાણે છે. નામની સામે તેમને મળેલા મતની સંખ્યા દર્શાવી છે. ક્રમ નંબર 41થી 62ના ઉમેદવારો પરાજિત / Defeated Candidates થયેલા જાહેર કરવામાં આવે છે.

વિજેતા ઉમેદવારો
વિજેતા ઉમેદવારો
1.    રતિલાલ બોરીસાગર – 824
2.    માધવ રામાનુજ – 784
3.    ઉષા ઉપાધ્યાય – 762
4.    અનિલા દલાલ – 755
5.    નીતિન વડગામા – 748
6.    જનક નાયક – 732
7.    ગુણવંત વ્યાસ – 732
8.    સતીશ વ્યાસ – 726
9.    હરિકૃષ્ણ પાઠક – 719
10. યોગેશ જોષી – 719
11. ભારતી દવે – 719
12. નિરંજન ત્રિવેદી – 710
13. પ્રકાશ ન. શાહ – 698
14. નિરંજન રાજ્યગુરૂ – 698
15. સંધ્યા ભટ્ટ – 694
16. જલન માતરી – 691
17. રવીન્દ્ર પારેખ – 685
18. જયેન્દ્ર શેખડીવાળા – 678
19. ઊજમશી પરમાર – 676
20. પ્રફુલ્લ રાવલ – 653
21. પ્રજ્ઞા પટેલ – 652
22. યશવન્ત કડીકર – 639
23. કીર્તિદા શાહ – 629
24. રતિલાલ નાયક – 629
25. ધ્વનિલ પારેખ – 626
26. પિંકી પંડ્યા – 625
27. પરેશ નાયક – 622
28. કેશુભાઈ દેસાઈ – 615
29. નરોત્તમ વાળંદ – 613
30. ભરત મહેતા – 605
31. ભારતી રાણે – 598
32. ફિલીપ ક્લાર્ક – 596
33. અજય પાઠક – 592
34. રાજેન્દ્ર ઉપાધ્યાય – 572
35. બકુલેશ દેસાઈ – 569
36. ઉત્પલ પટેલ – 567
37. અજયસિંહ ચૌહાણ – 564
38. કનૈયાલાલ ભટ્ટ – 540
39. પ્રફુલ્લ દેસાઈ – 539
40. રાજેન્દ્ર મહેતા – 512
પરાજિત ઉમેદવારો
પરાજિત ઉમેદવારો
41. અશોક ચાવડા – 507
42. હરદ્વાર ગોસ્વામી – 494
43. જગદીશ ભટ્ટ – 477
44. જયંતીભાઈ નાયી – 476
45. ભરત વિંઝુડા – 464
46. પરીક્ષિત જોશી – 458
47. દિનેશ દેસાઈ – 430
48. દિલીપ એન. મોદી – 420
49. હરીશ ખત્રી – 407
50. જગદીશ ગૂર્જર – 401
51. બુદ્ધિધન ત્રિવેદી – 388
52. હર્ષદ પટેલ – 385
53. હિતેશ પંડ્યા – 369
54. રમેશ પટેલ – 365
55. હરીશ ઠાકર – 355
56. ભરત ઠાકોર – 339
57. શિવજી રૂખડા – 325
58. જગદીશ કંથારિયા – 325
59. જિતેન્દ્ર બી. પટેલ – 265
60. અરવિંદ શાહ – 238
61. તરૂણ દત્તાણી – 211
62. રમણલાલ નાગર – 194


ચૂંટાયેલા સભ્યો સાથે મધ્યસ્થ સમિતિનું કુલ સંખ્યાબળ 75થી 80 સભ્યોની આસપાસ જળવાતું હોય છે જેમાં સંસ્થા, દાતા, સંવર્ધક, આમંત્રિત અને સન્માનનીય લેખક સભ્યોનો સમાવેશ થાય છે. પૂર્વ પ્રમુખો તેમની હયાતી સુધી આપોઆપ સમિતિના સભ્ય ગણાય છે.

ઉપરોક્ત પરિણામની વિશેષતા એ છે કે પિતા-પુત્ર રવીન્દ્ર પારેખ / Ravindra Parekh અને ધ્વનિલ પારેખની / Dhwanil Parekh જોડી બીજીવાર મધ્યસ્થ સમિતિમાં ચૂંટાઇ આવ્યા છે. પરિષદ વિજેતા ઉમેદવારોને પત્ર લખીને પરિણામની જાણ કરે છે. પરાજિત ઉમેદવારને આ પત્રલાભ પણ મળતો નથી. પરિષદની ચૂંટણીના વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નથી નીકળતા અને પરાજિત ઉમેદવારોની ડિપૉઝિટ જપ્ત નથી થતી. હા, એ ખરું કે આ વખતે પહેલીવાર કેટલાક ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે ‘ફેસબુક’ / Facebook / https://www.facebook.com/gujarati.sahityaparishad જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. કેટલાક ઉમેદવારોએ ચૂંટણી પ્રચારની પરંપરાગત ઢબ અનુસાર છાપેલા પત્રથી જ પોતાની ઉમેદવારીનો પ્રચાર કર્યો. જો કે એમાંના એક પણે પત્રમાં પોતાનું સંપર્ક સરનામું લખવાની તસ્દી લીધી નહોતી. માત્ર મોબાઇલ નંબર લખીને છૂટા. મતદાન થઈ જાય, પરિણામ જાહેર થઈ જાય પછી સીમકાર્ડ બદલી નાખે તો તેમનું સરનામું શોધવા રિવરફ્રન્ટના કિનારા સુધી લાંબા થવું પડે. જો કે પરિષદનું બંધારણ એવું છે કે મતદાતાને ક્યારેય મધ્યસ્થ સમિતિના સભ્યની જરૂર પડતી નથી. હા, સમિતિ સભ્યને સભ્ય મતદાતાની જરૂર પડે ખરી જો એમણે (કે તેણીએ) બીજી મુદતમાં ચુંટાવું હોય તો.

અને હા, પરિષદના ચૂંટણી પરિણામ ઉપરાંત તેના એક અલગ જ પરિમાણ વિશે જાણવું હોય તો આ રહી લિન્ક – http://www.binitmodi.blogspot.in/2012/04/blog-post_26.html


(તસવીરો અને ઇમિજસ : બિનીત મોદી)

5 comments:

  1. 'અગાઉ પરિષદ પ્રમુખપદે ચૂંટાઈ આવવાની ખેવના ધરાવનાર સંભવિત ઉમેદવારોએ તાલેવંત હોવાના નાતે પોતાના કાર ડ્રાઇવરને અને આચાર્ય હોવાના નાતે સ્કૂલના પટાવાળાને પણ ખુદના ખિસ્સામાંથી ફી ભરીને પરિષદના આજીવન સભ્ય બનાવી દીધા હતા.' સાહિત્યની કે લેખકોની સંસ્થામાં આવું પણ બની શકે એ માહિતી ઘણાને ચોંકાવનારી લાગી શકે છે. અને જ્યાં સાક્ષરો જ લેખક અને સંપાદક હોય અને છતાં ગુજરાતી સાહિત્ય પરિષદની શાન ગણાતું 'પરબ' અસંખ્ય ભૂલો સાથે પ્રકટ થતું હોય એ જાણકારી પણ મુખ્યધારાના સાહિત્ય સાથે બહુ ઘનિષ્ઠ નાતો ન ધરાવતા વાચકો માટે આશ્ચર્યકારક બની શકે છે ! પણ બીનીતભાઈ, મને આ બધાનું બહુ આશ્ચર્ય થતું નથી. કારણ કે આ સિવાય પણ કેટલાક દાખલાઓ છે, અને જાગૃત પત્રકારની રૂએ તમે પણ જાણતા જ હશો. દલિત સાહિત્યકારોની સંસ્થાઑ
    ( 'દલિત સાહિત્ય અકેડેમી' અને 'ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન' વગેરે ) માં અને તેમના સામયિકો ( 'હયાતી' અને 'દલિત ચેતના' વગેરે ) માં 'દલિત સાહિત્યકાર' અને 'દલિત સાહિત્ય' ની વ્યાખ્યામાં ન સમાઈ શકે તેવા ઘણા 'સાહિત્યકારો' છે, અને તેમનું ઘણું 'લલિત સાહિત્ય' છપાય છે ! અને એ જ રીતે 'ગુજરાતી લેખક મંડળ'ની 'લખે તે લેખક' એવી અતિ સરલીકૃત -અતિ ઉદાર પણ વ્યવહારુ અને કામદારકલ્યાણલક્ષી વ્યાખ્યાને કારણે સમાજ જેને પ્રચલિત અર્થમાં 'લેખક' ગણે છે એવા એમાં જોડાવાનો છોછ અનુભવે છે, અથવા માત્ર નામના સભ્ય બની રહે છે અને સમાજ જેને 'લેખક' ગણવા તૈયાર નથી એવા કેટલાક આ સંસ્થાનું સભ્યપદ શોભાવે છે !

    ReplyDelete
  2. માહિતી માટે આ બધુ સારું છે.....

    ReplyDelete
  3. ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીમાં સુરત,2014 થી 2017નાં વર્ષો
    માટે રવીન્દ્ર પારેખ ઉપપ્રમુખ તરીકે,જનક નાયક વિકાસ મંત્રી તરીકે
    પ્રફુલ્લ દેસાઇ કારોબારી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે
    ને ધ્વનિલ પારેખ કો .ઓપ્ટ સભ્ય તરીકે સ્થાન પામશે.
    આ પરિણામો સુધી પહોંચાડવા બદલ સૌનો આભાર.
    Natvar M Patel sahitya parishad ma nava uppramukh bani tame shu ukalvana sho.govt is not sincere,people of gujarat not loving gujarati.just have post is hobby of few like you.just waste of facebook space.have you any goal which could be explored here with commitment ...See More
    about an hour ago · Like

    Natvar M Patel just to have mike,post and hand shake with narendra modi or other autocrate or other beaurocrate.?just to get grant or just to give awards as show business ?be specific,honest with post,responsibillity is not your business dear rubber stamp friend.
    about an hour ago · Like

    Ravindra Parekh thank u,natvarbhai,mane janya vagar pan tame tammare vishe ghanu kahi didhu tethi aanad thayo.hu kai karish evo koi dawo maro nathi.aapane ekbijane janya vagar pan aatla purvagraho raakhwa jewa lage chhe?
    Natvar M Patel 60+ 40-50 ni toli,varafarti sangit khursi ni jem post post rame,election selection na natako,no new young entry could happen,just chila chalu business,meeting,eating,sitting...janakbhai ka to printing business publication house...and columist bano ke daroj charcha patri ma lakho kaun vanche che tamne badha ne...just list add karya karo ek bija ne abhinandan,khoa vakhano...atma sansodhan karo alibaba team...plz.
    about an hour ago · Like

    Natvar M Patel hu to kahu sahitya parishad j bvanu nathi.andh kari do,koi j farak pa
    58 minutes ago · Like

    Natvar M Patel sahitya parishad jevi sanstha vaheli take bandh karo plz.
    56 minutes ago · Like

    Natvar M Patel maike ek na hath m AAVE PACHHI CHHODE E BIJA.NO PUBLIC PARTICIPATE NO QUESTIONHOUE SESSION.I SEEN IN MANY EVENTS.JUST TIME PASSING CLUB OF FEW LIKE YOU..
    54 minutes ago · Like

    Natvar M Patel LECTURE SERIES BORING...NO SUBJECTED KNOWLEDGE.JUST COPY CAT AND RECORDING CD,VIDEO FOR JANAKBHAI'S BOOKS INCREASING AND IN LAST MARKETING SCHEME...TO SELL BOOKS AND WATE OF DONATION FOR FREE CIRCULATION...JUST STUDY SUBJECT AND CREATION OF PAST TO TILL DATE..CHILACHALU...NO RESEARCH..ONLY GOOGLE GURU JINDABAD.CHECK SIGN REGISTER OF ALL EVENTS AND CHECK REPEATED ENTRIES OF NEW PERSONS IN YOUR CLUB.
    45 minutes ago · Like

    Jagdish Kantharia Ravindrabhai dil thi abhinandan..
    43 minutes ago via mobile · Like

    Natvar M Patel GUJARATI SAHIYA NU SAUTHI VADHU NUKSHAN SAHITYA PARISHADE J KARYU CHHE.
    Ravindra Parekh haji kai kahewanu hoy to kaho,natvarbhai.amne chhe tem tamne pan sudharwani ghani tako chhe.oki nakho jetlu zer hoy te jethi swasthatathi wato thai shake.tamari ghani wato sathe hu sammat chhu,pan fariyad te ukel nathi.tame jaate e fariyad dur karwa shu kari shako tem chho te kaho.bakki tamari wato no chhed udadwanu agharu nathi.have pachhi tamare je kahevu hoy te kaho.mare have kai kahevu nathi.thanku very much.
    Natvar M Patel ABHINANADAN NA FULO WACHHE EK KANTO JINDGI BHAR SACHAVJO..2017 MA HU MALI NE YAAD KARAVISH KE TAME SHU UKALU,BYE.
    Ravindra Parekh thank u,natvar bhai.mare tamne jawab aapwano chhe eni to khabar j nahi.khabar nathi padti ke hu parishadno manas chhu ke tamaro?chinta na karo.hu tamne bandhayelo hou to mare vicharvu padshe. ne aatlu jano chho to tame pan madadma awone.khali fariyadthi shu valshe.

    ReplyDelete
  4. સૌ મિત્રો,
    બ્લોગની 80મી પોસ્ટ (29 સપ્ટેમ્બર 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.

    આ બ્લોગપોસ્ટ પ્રકટ થયા પછી અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી પ્રકાશિત થતા દૈનિક અખબાર ‘દિવ્ય ભાસ્કર’માં રવિવાર 6 ઑક્ટોબર 2013ના રોજ પહેલા પાને એક સ્ટોરી પ્રકાશિત થઈ તેનું મથાળું હતું ‘સાહિત્ય પરિષદની ચૂંટણીમાં ટીમ મોદીના સભ્યોની હાર’. ‘નંબર વન અખબાર’ ટાઇપ કર્યા વિના એક પણ દિવસ છાપું પ્રકાશિત ન કરનાર ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકના પોલિટિકલ એડિટર જેવા રૂપાળા હોદ્દા પર કામ કરનાર ધીમંત પુરોહિતની બેશક આ એક વધુ ટેબલ સ્ટોરી હતી જેમાં તેમણે વિચાર-વિસ્તાર કરતા જણાવ્યું હતું કે પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના સમર્થક એવા બે સભ્યો નામે દિનેશ દેસાઈ અને હર્ષદ પટેલની હાર થતાં પરિષદ પર કબજો જમાવવાનો તેમનો ઇરાદો ફળીભૂત થયો નથી.

    રિપૉર્ટરમાંથી રાજકીય સમીક્ષક બનેલા ધીમંત પુરોહિતનું આ ‘સંશોધન’ સમજાય એવું નથી. એટલા માટે કે મુખ્યમંત્રીના બંગલે બેસીને પ્રેસનોટનું ભાષાંતર કરનાર દિનેશ દેસાઈ કે ભારતીય જનતા પક્ષની પ્રેસનોટનું કવર બનાવી તેને અખબારો સુધી પહોંચતી કરનાર ગણિતશિક્ષક હર્ષદ પટેલને તેમની માત્ર આ કામગીરીના આધારે કેવી રીતે નરેન્દ્ર મોદીના સમર્થક તરીકે ચીતરી શકાય.

    2001માં ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ થનાર વ્યક્તિ તેમને પરિષદના આજીવન સભ્ય બનાવવાના થતા પ્રયત્નોના સંદર્ભે 2002થી જાહેર સાહિત્યિક કાર્યક્રમોમાં ‘હું તો મર્યાદિત રાજકારણનો માણસ છું એટલે તમારે ત્યાં ના ચાલુ’ એવી ટિપ્પણી કરતા હોય એ નરેન્દ્ર મોદી 2013માં પોતાના દેશના વડાપ્રધાનપદ માટે પોતાના પક્ષના સત્તાવાર ઉમેદવાર જાહેર થયા પછી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ને કબજે કરવાના રાજકારણમાં રસ લે તે પણ ધીમંત પુરોહિતનું ન સમજાય તેવું જટિલ સંશોધન છે.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 2 નવેમ્બર 2013

    ReplyDelete
  5. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને અઢી વર્ષ પૂર્ણ થયા.
    80મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 29-09-2013 to 29-09-2014 – 680

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete