(સપ્ટેમ્બર – 2013) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ
પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યો. જેના અમલની
કોઈ નિશ્ચિત તારીખ નહોતી એવી આ પોસ્ટસ્ ને મળેલા થોડા પ્રતિભાવો – કમેન્ટ્સ અને
રીડર સ્કોરથી તેને નિયમિત કરવાનું મને બળ મળ્યું અને એ ક્રમમાં આ 35મી
પોસ્ટ છે.
ગયા ઑગસ્ટમાં જુલાઈ – 2012ના
સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે સપ્ટેમ્બર – 2013. જે તે
દિવસના વાર, તારીખ
સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,
ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
આસારામના અક્ષાંશ - રેખાંશ |
(Sunday, 1 September 2013 at 04:45pm)
ડમડમબાબા ઓલ્ડ ‘ન્યૂ’ઝ સર્વિસ અને ડુગડુગી.....
ગુજરાતીમાં એક કહેવત છે – સોળે સાન અને વીસે વાન......
આ કહેવત જોધપુર
(રાજસ્થાન)માં યુવતીનું શારીરિક શોષણ કરનારા આસારામને અદ્દલોઅદ્દલ લાગુ પડે છે.....સોળ વરસની છોકરીએ પોલીસ ફરિયાદ કરીને તેની ‘સાન’
ઠેકાણે લાવી દીધી અને પોલીસ આસારામને ‘વાન’માં (અને પછી વિમાનમાં) બેસાડીને ઉપાડી ગઈ.
* * * * * * *
(Wednesday, 4 September 2013 at 10:20am)
ડમડમબાબાનું ચોંકાવનારું
સંશોધન.....
ચોમાસામાં અમદાવાદની
સાબરમતી નદીમાં કોક વર્ષે ‘રેલ’
આવે છે...આ વર્ષે તેના એક કાંઠે આશ્રમ ધરાવતા આસારામના
ટાંટિયા તળે ‘રેલો’
આવ્યો.
* * * * * * *
નલિન ભટ્ટ (વડોદરા) |
(શિક્ષકદિન : Thursday, 5 September 2013
at 12:50pm)
ડમડમબાબાનું ચોંકાવનારું
સંશોધન અને ફ્રેશ ‘ન્યૂ’ઝ સર્વિસ.....
આજે ‘ગુરૂ’વાર છે...શિક્ષકદિન પણ
છે...અને...ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી નલિન ભટ્ટનું આજે સવારે વડોદરામાં અવસાન
થયું છે.
* * * * * * *
(Friday, 6 September 2013 at 10:35am)
હિન્દી ફિલ્મ ઉદ્યોગની
શતાબ્દી અને ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
(શુક્રવાર સ્પેશિયલ – નવી ફિલ્મોનો રિલીઝ દિવસ)
‘બક્ષી એટલે બક્ષી’
– ગુજરાતીમાં આ વાક્ય લખાય, બોલાય કે કોઇને કાને સંભળાય એટલે ‘તેજાબી કલમ’ અને ‘યાર બાદશાહો’
જેવા લટકણિયા શરૂ થઈ જાય...
...પણ...Sorry…હું આનંદ બક્ષીની વાત
કરું છું...
...જેમણે...‘चिठ्ठी
आई है...आई
है...चिठ्ठी
आई है...वतन
से चिठ्ठी
आई है...’ એવું જોરદાર ગીત લખ્યું...કે...એક ગુજરાતી ગાયક નામે પંકજ ઉધાસનું ‘નામ’ ઘર-ઘરમાં જાણીતું થઈ ગયું...
...અરે ગીત જે ફિલ્મ માટે
લખવામાં આવ્યું તેનું નામ પણ ‘નામ’ જ છે.
નોંધ: સાબરમતી જેલની
સરદારયાર્ડ બૅરકમાંથી નીકળેલી રાજીનામાની ચિઠ્ઠી સાથે આ સંશોધનને કોઈ લેવા-દેવા
નથી.
નોંધની નોંધ: ઉપર લખેલી નોંધ એ કોઈ સ્પષ્ટતા નથી.
* * * * * * *
(ગણેશ ચતુર્થી : Monday, 9 September 2013 at 02:25pm)
ગણપતિ બાપ્પાની
ચોંકાવનારી વિનંતી.....
જત જણાવવાનું કે...
આજથી પ્રારંભ થતા ગણેશ
મહોત્સવના દસ દિવસ દરમિયાન...મને મશીનમાં ગોળ કરાયેલા – વાળેલા લાડુ ધરાવવા નહીં...
...કારણ કે...એ લાડુ
આરોગવાથી મારી ગાગરમાં ગૂંચળા વળે છે.
લિખિતંગ.....ડમડમબાબા
(અમદાવાદ)
* * * * * * *
(સંવત્સરી : Tuesday, 10 September 2013 at 03:15pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
“ભઈસા’બ...મેં ફ્રી SMS માટેનું રિચાર્જ
કરાવ્યું છે તો ય મારા ટૉકટાઇમમાંથી રૂપિયા કપાય છે.”
“મિચ્છા મિ દુક્કડં.”
“અરે...હા...આજે મિત્રો-સગાં-સંબંધીઓને તેનો જ મેસેજ કર્યો અને રૂપિયા કપાયા.”
“એટલે તો કહીએ છીએ...મિચ્છા મિ દુક્કડં.”
* * * * * * *
(Thursday, 12 September 2013 at 10:00am)
ડમડમબાબાની ડુગડુગી.....
ચોમાસું પૂરું થવા
આવ્યું પણ એકેય ફેશન શૉ આયોજિત ન થયો...
...રેઇનકોટનો...
* * * * * * *
(Friday, 13 September 2013 at 01:31pm)
ડમડમબાબા ઉર્ફે ‘ગ્રાહક રાજ્જા’...
28 ઑગસ્ટ 2013 – ટાયરનું ઉત્પાદન
કરતી GoodYear કંપનીમાં કાર ટાયરની ઉત્પાદન વેળાની ખામી (યુ નો Manufacturing Defect) સંદર્ભે એસએમએસ
કર્યો.
11 સપ્ટેમ્બર 2013 – ફરિયાદના પંદરમા
દિવસે કારની સ્થિતિ તેમજ ટાયરનું ઇન્સ્પેક્ષન કરી ખામીયુક્ત ચારેય ટાયર બદલી આપવા
કંપનીએ નિર્ણય લીધો અને તે બાબતની મને જાણ કરી.
13 સપ્ટેમ્બર 2013 – બન્ને પક્ષની
અનુકૂળતા જોઈ કંપનીના માન્ય ડીલરે ચારેય ટાયર બદલી આપ્યા.
નોંધ : મારૂતિ 800 કાર (મૉડલ વર્ષ 2000) 38500 કિલોમિટર ચલાવી તે પછી
બાર વર્ષે ટાયર બદલવાની જરૂર જણાતા ફેબ્રુઆરી – 2012માં રૂપિયા 9,200/-ની કિંમતે ખરીદેલા ચારેય ટાયર કંપનીએ માત્ર એક SMS ફરિયાદના આધારે દોઢ વર્ષ પછી પણ બદલી આપ્યા. ફરિયાદના નિરાકરણ માટે મારે એકપણ વખત ફૉલોઅપ કરવું ન પડ્યું
તે મોટી તો ખરી જ સાથે અગત્યની વાત પણ ખરી.
* * * * * * *
લાલ કૃષ્ણ અડવાણી
‘હું ફરીથી નાયબ વડાપ્રધાન બનીશ’
|
(Saturday, 14 September 2013 at 11:00am)
ડમડમબાબા ઓલ્ડ ‘ન્યૂ’ઝ સર્વિસ અને ચોંકાવનારું રાજકીય
અવલોકન.....
સોળમી લોકસભા માટે 2014માં યોજાનારી સામાન્ય
ચૂંટણીઓ માટે ભારતીય જનતા પક્ષ તરફથી વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીની ઉમેદવારી
જાહેર થયા પછી...
...લાલ કૃષ્ણ અડવાણી બીજી
વાર નાયબ વડાપ્રધાનપદ પામે તેવી શક્યતાઓ ઉજળી થઈ છે...
...કયા પક્ષ તરફથી આ પદ
પામશે તે બાબતનું સંશોધન કરવાનું બાકી છે.
* * * * * * *
(*) Hridaya's FIRST Birthday |
(Saturday, 14
September 2013 at 04:40pm)
Hridaya Celebrated
her FIRST Birthday on eve of Friday, 13th September 2013.
In the photo – Starting Celebration by THREE layer Cake
Cutting with Parents Bharti and Nisarg Shah...Some 125 guests includes maximum
children enjoyed the party followed by Dinner at Prime Dine Banquet, Jodhpur –
Satellite, Ahmedabad.
Photo by Binit Modi using SONY Cyber-Shot T7 (Slimmest
Camera ever before used by me…
* * * * * * *
(Monday, 16 September 2013 at 09:55am)
ડમડમબાબાનું ચોંકાવનારું
રાજકીય સંશોધન.....
‘લાલ’ ‘કૃષ્ણ’ (અડવાણી) જ ભારતના આગામી વડાપ્રધાન બનશે!
“એમ? કેવી રીતે?”
“ભાઈ (કે બહેન), જે પણ વડાપ્રધાન બનશે તે કોઇકના તો ‘લાલ’
કે ‘કૃષ્ણ’ હશે ને?”
* * * * * * *
રામ જેઠમલાણી |
(Wednesday, 18 September 2013 at 12:55pm)
ડમડમબાબા ઓલ્ડ ‘ન્યૂ’ઝ સર્વિસ અને ડુગડુગી.....
...માણસ જ માણસના કામમાં
આવે છે...
...શરણાર્થી જ શરણાર્થીની
મદદે આવે છે...
...એક પાકિસ્તાની જ
પાકિસ્તાનીના બચાવમાં આવે છે...
...જુઓને...પાકિસ્તાનમાં
જન્મેલા અને શરણાર્થી બની ભારત આવેલા સગીર યુવતી પર બળાત્કારના તહોમતદાર આસારામનો
બચાવ કરવા તેમના જેવા જ શરણાર્થી વકીલ રામ જેઠમલાણી કેવા કૉર્ટના મેદાનમાં કૂદી
પડ્યા છે.
* * * * * * *
કબ્રસ્તાનમાં ‘હેલિ’કોપ્ટર |
(Thursday, 19 September 2013 at 04:50pm)
ડમડમબાબાની ડુગડુગી.....
ગયા મહિને 14મી ઑગસ્ટે એવું થયું કે આસારામના બાબા નારાયણ સાઈના હેલિકૉપ્ટરનું ક્રૅશ
લેન્ડિંગ અમદાવાદના ચારતોડા કબ્રસ્તાનમાં કરવું પડ્યું. સ્થળ પર તપાસ માટે આવેલી
પોલીસ નારાયણ સાઈને જીપમાં બેસાડીને નજીકના પોલીસ સ્ટેશને લઈ ગઈ.
આ વાતની ખબર પપ્પા
આસારામને પડી તો એમણે પુત્ર'રત્ન' આગળ જીદ કરતાં કહ્યું કે, "મારે પણ પોલીસની જીપમાં
બેસવું છે. બેટા,
તું મારી ઈચ્છા પૂરી કર."
બેટાએ કહ્યું કે, "પપ્પા,
તમારી ઈચ્છા પંદર જ દિવસમાં મારાથી બમણી થઈને પૂરી
થશે."
એ પછી 31મી ઑગસ્ટે સગીર યુવતી પર દુષ્કર્મના તહોમતદાર એવા ઇન્દોર (મધ્ય પ્રદેશ)માં
પકડાયેલા આસારામને પોલીસે જીપમાં પણ બેસાડ્યા અને ઠેઠ જોધપુર (રાજસ્થાન) સુધી લઈ
ગયા.
* * * * * * *
(*) પ્રકાશકના સૌજન્યથી |
(Friday, 20 September 2013 at 06:54pm)
પ્રિય મિત્રો,
કંપની ધારા 1956ની જોગવાઈઓ આધારે સાર્થક પ્રકાશનના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા સર્વાનુમતે
લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાતના રહેવાસી (Domicile of Gujarat) હોય તેવા જ લેખક
– સર્જકનું પુસ્તક પ્રકાશિત થઈ શકે છે.
આ નિયમનું પાલન કરતા 15મી સપ્ટેમ્બર 2013ના રોજ સાર્થક પ્રકાશન
દ્વારા પ્રકાશિત થયેલ ‘સિદ્ધાર્થ’ પુસ્તકના
મુંબઈવાસી લેખક દીપક સોલિયાએ ઑગસ્ટના છેલ્લા અને સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા
દરમિયાન સળંગ પંદર દિવસ ગુજરાતમાં વસવાટ કર્યો. આ અનુકૂળતા કરી આપવા માટે તેમના
મિત્રવત પત્ની હેતલ દેસાઈએ વિદેશ પ્રવાસ ખેડતાં સ્પેનની મુલાકાત લેવાનું પસંદ
કર્યું.
આ નિયમથી અજાણ અને છતાં
પ્રકાશન સાથે જોડાયેલા ‘ગાતા રહે મેરા દિલ’
પુસ્તકના લેખક સલીલ દલાલએ આ માહિતી અને લેખકપત્નીના
પ્રવાસની જાણકારી મળ્યા પછી સપત્ની ગુજરાત પ્રવાસ ખેડવાનો નિર્ણય લેવા સંબંધી
વિચારવાનું શરૂ કર્યું છે.
‘સિદ્ધાર્થ’ પુસ્તક સંબંધી વધુ જાણકારી માટે જુઓ ઉર્વીશ કોઠારીના બ્લોગની આ લિંક...
* * * * * * *
ડી.જી. વણઝારા |
(Saturday, 21 September 2013 at 03:50pm)
ડમડમબાબાનું ચોંકાવનારું
સંશોધન.....
નકલી એન્કાઉન્ટરના
તહોમતદાર પોલીસ અધિકારી ડી.જી. વણઝારા સાબરમતી Jailની સરદાર ખોલીમાં બેઠા – બેઠા
શેનાથી કવિતાઓ લખતા હતા?
Gel પેનથી!
* * * * * * *
(Monday, 23 September 2013 at 11:20am)
ડમડમબાબા ઓલ્ડ ‘ન્યૂ’ઝ સર્વિસ અને ડુગડુગી.....
સાલી જબરી ગમ્મત થઈ
છે.....
(નોંધ: ‘સાલી’ શબ્દ સામે વાંધો હોય તો સ્પષ્ટતા કરવાની કે તેના ઉપયોગ વગર આગળ વાત થઈ શકે
તેમ જ નથી.)
...કારણ કે...આ ગુજરાતી
ફિલ્મોની વાત છે...
...તો વાત જાણે એમ છે
કે...ગુજરાતી ફિલ્મોને નાણાકીય સહાયને નામે અંગ્રેજી નામના લેબલ હેઠળ અપાતી ‘સબસિડી’
ગુજરાત સરકારે ગયા મહિને ઑગસ્ટથી બંધ કરી...
...અને...આ મહિને
સપ્ટેમ્બરમાં અંગ્રેજી નામ વડે બનેલી ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’
ઓસ્કર અવૉર્ડ માટે નોમિનેટ થઈ....મેં કહ્યુંને...સાલી જબરી ગમ્મત થઈ છે...
* * * * * * *
(Wednesday, 25 September 2013 at 05:55pm)
ભારે વરસાદમાં આપના
મોંઘાદાટ સ્માર્ટફોનને પલળવાથી થતું નુકસાન અટકાવવા ધોરણસરના માઇક્રોનની બનાવેલી
પ્લૅસ્ટિકની કોથળી અમારે ત્યાં મળશે.
નોંધ: આઠઆના છુટ્ટા આપવા વિનંતી.
આપનો આભાર.
* * * * * * *
(Friday, 27 September 2013 at 02:45pm)
ડમડમબાબાનું ચોંકાવનારું
સંશોધન.....
સપ્ટેમ્બરના આખર
દિવસોમાં આવેલા ભારે વરસાદમાં અમદાવાદના રસ્તા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની
રહી-સહી આબરૂની સાથે સાથે ઓસ્કર અવૉર્ડ માટે નોમિનેટ થયેલી
ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’ સામેનો બોદો
અને બનાવટી વિરોધ પણ ધોવાઈ ગયો.
* * * * * * *
અજય માકન અને રાહુલ ગાંધી |
(Saturday, 28 September 2013 at 10:25am)
ડમડમબાબા ઓલ્ડ ‘ન્યૂ’ઝ સર્વિસ અને ડુગડુગી.....
તહોમતદાર, ગુનેગાર, કલંકિત સાંસદો –
ધારાસભ્યોનું સભ્યપદ જાળવી રાખતા અને ચૂંટણીમાં ઉમેદવારી માટે
ગેરલાયક નહીં ઠેરવતા કેન્દ્રિય મંત્રીમંડળના વટહુકમ (ઑર્ડિનન્સ્ / Ordinance)નો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો....આમ કરીને...
...‘પપ્પુ’ પૉલિટિક્સની પરીક્ષામાં પાસ થઈ ગયો...पप्पु
पास हो
गया...
* * * * * * *
(Monday, 30 September 2013 at 05:40pm)
ડમડમબાબા ઓલ્ડ ‘ન્યૂ’ઝ સર્વિસ અને ડુગડુગી.....
તહોમતદાર, ગુનેગાર, કલંકિત સાંસદો –
ધારાસભ્યોનું સભ્યપદ જાળવી રાખતા અને ચૂંટણીમાં ઉમેદવારી માટે
ગેરલાયક નહીં ઠેરવતા કેન્દ્રિય મંત્રીમંડળના વટહુકમ (ઑર્ડિનન્સ્ / Ordinance)નો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો....
લાગે છે બાબાએ
બાપ-દાદાના ધંધામાં ધ્યાન આપવાની શરૂઆત કરી છે...
* * * * * * *
રઘુરામ રાજન Effect |
(Monday, 30 September 2013 at 11:55pm)
ડમડમબાબા ફ્રેશ ‘ન્યૂ’ઝ સર્વિસ.....
અર્ધવાર્ષિક હિસાબો માટે
દર વર્ષે 30મી સપ્ટેમ્બરના દિવસે ગ્રાહક સેવા – કામકાજ
બંધ રાખતી રાષ્ટ્રીયકૃત – સહકારી અને ખાનગી એવી તમામ બૅન્કોએ
પહેલી વાર આજે તેમનું કામ રાબેતા મુજબ ચાલુ રાખ્યું હતું.
...આને તમે રિઝર્વ બૅન્ક ઑફ
ઇન્ડિયાના ગવર્નરપદે વરાયેલા રઘુરામ રાજનની અસર કહી શકો...
...જેમણે બૅન્ક
સંચાલકોના પ્રતિનિધિ મંડળને મુલાકાત આપતા પહેલા સવાલ કર્યો કે ચોપડામાં હિસાબો
લખાતા હતા ત્યારથી ચાલી આવતી આ ખાસ પ્રકારની રજાની કમ્પ્યૂટરના જમાનામાં જરૂર છે
ખરી?
ગયા મહિને અહીં મુકેલી ઑગસ્ટ – 2013ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં અહીં મુકેલી સપ્ટેમ્બર
– 2012 તેમજ સપ્ટેમ્બર – 2011ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી – http://binitmodi.blogspot.in/2012/10/2012.html
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
saaru thayu aasaram ne jodhpur lai gaya.Tyaan sajaa to thashe.
ReplyDeleteસૌ મિત્રો,
ReplyDeleteબ્લોગની 81મી પોસ્ટ (7 ઑક્ટોબર 2013)ના વાચન / પ્રતિભાવ માટે આભારી છું.
બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 23 નવેમ્બર 2013
પ્રિય મિત્રો,
ReplyDeleteબ્લોગ ‘હરતાંફરતાં’ને અઢી વર્ષ પૂર્ણ થયા.
81મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 07-10-2013 to 07-10-2014 – 290
બિનીત મોદી (અમદાવાદ)