(ઑગસ્ટ – 2016) |
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું
માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી
એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની
દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે
જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના
સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની
મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને
નિયમિત કરતાં એ ક્રમમાં આ 70મી પોસ્ટ છે.
2010ના વર્ષની
એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ
પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑગસ્ટ – 2016. જે તે
દિવસના વાર, તારીખ
અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું ‘સ્ટેટસ અપડેટ’ છે. ‘ફેસબુક’ / FACEBOOK પર
આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ ‘અમદાવાદ’ /
Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા
એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
હિલેરી ક્લિન્ટન – ડોનાલ્ડ ટ્રમ્પ
‘હાશ ! ગુજરાતના સંભવિત મુખ્યમંત્રી
યાદીમાં આપણું નામ નથી’
|
(Wednesday, 3 August 2016 at 09:09am)
ગુજરાતના સંભવિત મુખ્યમંત્રીઓના નામની યાદીમાં પોતાના
નામનો સમાવેશ ન થતાં હિલેરી ક્લિન્ટન, ડોનાલ્ડ
ટ્રમ્પ અને તેમના પક્ષ અનુક્રમે ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીએ રાહતનો
શ્વાસ લીધો.
લિ. ગાંધીનગર સચિવાલયનો ગાઇડ
* * * * * * *
(Monday, 8 August 2016 at 09:00am)
નવી સરકારનો નવો નિર્ણય...
ચાલુ વર્ષે સરકારી ખર્ચે રાખડીઓની ખરીદી બંધ.
લિ. ‘આનંદિ’ત બહેનનો ‘રૂપા’ળો
ભાઈ...કટકી કરે દીકરી ’ને જમાઈ
* * * * * * *
(Thursday, 11 August 2016 at 12:12pm)
अच्छे दिन आ गए...
અમદાવાદ સ્થિત કર્ણાવતી ક્લબની લાઇફટાઇમ મેમ્બરશીપ ફી
રૂપિયા પંદર લાખથી ઘટાડીને અગિયાર લાખ રૂપિયા કરવામાં આવી અથવા તો થઈ ગઈ.
લિ. કર્ણાવતીનો અમદાવાદી કાકાકૌઆ
* * * * * * *
(Monday, 15 August 2016 at 12:12pm)
હિન્દુસ્તાનમાં વેપાર કરવા આવેલી ઈસ્ટ ઇન્ડિયા
કંપનીને પગલે આવેલા બ્રિટિશરાજ અને પ્રાપ્ત થયેલી સ્વતંત્રતાના સિત્તેરમે વર્ષે
હવે ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી Samsung, LG, Coca Cola, Pepsi, Honda, Ford અને Hyundai જેવી વિદેશી કંપનીઓની નિશ્રામાં
થાય છે.
લિ. સેમસંગબાબા
* * * * * * *
(રક્ષાબંધન : Thursday, 18 August 2016 at 11:11am)
ભાઈ મોડે સુધી ઘોરતો હશે તેવી ખાતરી રાખતી અને પોતાની
માન્યતામાં ગજબનો આત્મવિશ્વાસ ધરાવતી બહેન ‘રક્ષાબંધન’નો તહેવાર કાં તો આગલા દિવસે ઉજવે છે અથવા બળેવના દિવસે બપોર પછી ભાઈના
ઘરે જાય છે.
તા.ક. બહેનો અને ભાઈઓ વીરપસલી રૂપે યથાશક્તિ કમૅન્ટ
પ્રસાદી પાઠવી શકે છે.
લિ. સગ્ગી અને ધરમની એવી તમામ બહેનોનો ‘ભાઈ’બંધ
* * * * * * *
(Monday, 22 August 2016 at 11:11am)
સાતમા પગારપંચનો અમલ કરવાને કારણે આ મહિને ભારતમાં
કમ્પ્યૂટર અને કેલક્યુલેટરનો એકસરખો ઉપયોગ થવાની વકી છે.
ઉર્જિત પટેલ (માલિક, પટેલ પ્રિન્ટીંગ પ્રેસ, મુકામ-પોસ્ટ નાસિક, મહારાષ્ટ્ર)
ઉર્જિત પટેલ
રિઝર્વ બૅન્કના ઑગસ્ટમાં નવનિયુક્ત
અને હવે સપ્ટેમ્બરમાં મુદતી ગવર્નર
|
નોંધ : ઉર્જિત પટેલે આવું કંઈ કહ્યું નથી. કહે
પણ નહીં. આ તો જરા એમના નામે ઠપકારીએ તો અનામત માંગતા ગુજરાતના પટેલો જરા રાજી
થાય.
લિ. લેપટોપબાબા
* * * * * * *
(Wednesday, 24 August 2016 at 02:22pm)
રાજા – રજવાડાના
ઇતિહાસમાં નોંધાયું નથી...પણ એવી વાયકા છે કે વરસાદ પડે ત્યારે છત્રી ખોલવાવાળો, પકડવાવાળો અને બંધ કરવાવાળો એમ
જુદા-જુદા ત્રણ સેવકો રાજાની સેવામાં તહેનાત રહેતા હતા.
લિ. રજવાડી સંશોધક
* * * * * * *
(Friday, 26 August 2016 at 09:09am)
ગુજરાતમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો કરતા શૂટિંગ ફ્લોર પરની ગુજરાતી ફિલ્મોની સંખ્યા વધી ગઈ છે.
લિ. અંગ્રેજી મીડિઅમની અમદાવાદી સ્કૂલનો ફ્રેન્ચ સંચાલક
* * * * * * *
‘સૌની’ યોજનાના લોકાર્પણને ‘ક્રાઇમ અલર્ટ’નું લેબલ સૌજન્ય : સંદેશ ન્યૂઝ ચેનલ (*) |
(Tuesday, 30 August 2016 at 10:20am)
સમાચાર નંબર એક અને સમાચાર નંબર બે...
એક – સૌરાષ્ટ્રને પાણીની સમસ્યાથી મુક્તિ
અપાવનારી ‘સૌની’ (સૌરાષ્ટ્ર નર્મદા
અવતરણ ઇરિગેશન) યોજનાનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર જિલ્લાની
મુલાકાતે.
બે – સલામતીના કારણોસર પીવાનું પાણી
દિલ્હીથી સાથે લઇને આવશે.
લિ. પાણીકળો
* * * * * * *
(Wednesday, 31 August 2016 at 11:20am)
‘સૌની’ યોજનાના
લોકાર્પણ માટે આજી-3 ડેમસાઇટ પર પહોંચેલા વડાપ્રધાન
સહિતના ‘સૌને’ સેફ્ટિ હેલ્મિટ
પહેરાવવાનું સાઇટ એન્જિનિઅરથી લઇને વડાપ્રધાનની સલામતી સાથે સંકળાયેલા ‘સૌ’ ભૂલી ગયા.
લિ. યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિનો સભ્ય
ગયા મહિને અહીં મુકેલી જુલાઈ – 2016ના
પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી ઑગસ્ટ – 2011, ઑગસ્ટ – 2012, ઑગસ્ટ – 2013, ઑગસ્ટ – 2014 તેમજ ઑગસ્ટ – 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –
http://binitmodi.blogspot.in/2012/09/2011.html
http://binitmodi.blogspot.in/2012/09/2011.html
(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)
No comments:
Post a Comment